સોમવાર, 17 જાન્યુઆરી, 2011

Gujarati Joke Part - 125

સંજય - તારો હાલ જન્મેલો ભાઈ આટલો રડે છે કેમ ? અજય - જો તારા મોઢામાં એક પણ દાંત ન હોય, માથા પર વાળ ન હોય, પગ એટલા કમજોર હોય કે તમે ઉભા પણ ન રહી શકો. આવી સ્થિતિમાં મારો ખ્યાલ છે કે તમને રડુ જ આવશે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
પિતા (ગુસ્સે થઈને) : 'કાલે રાત્રે તુ ક્યાં હતો ?' પુત્ર : 'થોડાક મિત્રો જોડે ફરવા ગયો હતો.' પિતા : 'ભલે, પણ તારા એ મિત્રોને સૂચના આપી દે જે કે કારમાં તેની બંગડીઓ ભૂલી ના જાય !'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
પતિ- જો હું ક્‌યારેય જીવનમાં તારાથી જુઠ્ઠું બોલ્યોક હોઉં, તો હું મરી જાઉં. પત્ની-- અને જો હું ક્‌યારેય તમારાથી જુઠ્ઠું બોલી હોઉં, તો હું વિધવા થઈ જાઉં.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શનિવાર, 15 જાન્યુઆરી, 2011

Gujarati Joke Part - 124

મૂરખલાલ : ક્યાં સુધી ભણ્યા છો ? મગનલાલ : બી.એ. મૂરખલાલ : કમાલ કરો છો યાર ! માત્ર બે અક્ષર જ ભણ્યા છો ! અને એ પણ ઊંધા !
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ટીના - મમ્મી સામે જે આંટી આવ્યા છે તમનું નામ બાટલી છે. મમ્મી - એમનું નામ તો મધુ છે. તને આવું કોણે કહ્યું ? ટીના - એ તો સવારે દૂધવાળો બાટલી કહીને બોલાવે છે અને આંટી તરત જ બહાર આવે છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
લાલી - મારો ભાઈ દિવસમાં દસ વખત કપડાં બદલે છે. ટોની - શુ એ ફિલ્મોમાં કામ કરે છે ? લાલી - ના, એ તો છ મહિનાનો જ છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ગુરુવાર, 13 જાન્યુઆરી, 2011

Gujarati Joke Part - 123

ભિખારી - (દુકાનદારને) હુ ભિખારી જેઓ દેખાવુ છુ, પણ હકીકતમાં ભિખારી નથી લેખક છુ ? દુકાનદાર - કયુ પુસ્તક લખ્યુ છે તમે ? ભિખારી - પૈસા કમાવવાના 101 ઉપાય - એ મારુ લેટેસ્ટ પુસ્તક છે. દુકાનદાર - તો પછી ભીખ કેમ માંગે છે. ભિખારી - અરે એ તો હુ પણ એ પુસ્તકનો એક નુસખો અજમાવીને જોઈ રહ્યો છુ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
પરેશ નિશાળે જઈ રહ્યો હતો. રસ્તામાં એક માણસે તેને પૂછ્યું : 'બેટા ! હું આ ફુટપાથ પર સીધો ચાલતો રહીશ તો હૉસ્પિટલે પહોંચી જઈશ ?' પરેશે કહ્યું : 'ના. ત્યાં પહોંચવા માટે તમારે રસ્તાની વચ્ચોવચ્ચ ચાલવું પડશે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
સંતા - ઘરમાં શાસન કેવી રીતે ચલાવવુ નામના પુસ્તકથી તમને કોઈ ફાયદો થયો ? બંતા - નહી. સંતા - કેમ ? બંતા - પત્નીએ મને પુસ્તક વાંચવાને તક જ ન આપી.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મંગળવાર, 11 જાન્યુઆરી, 2011

Gujarati Joke Part - 122

એક જાડી સ્ત્રી બે માળની બિલ્ડિંગ પરથી નીચે પડી ગઈ. જાડી સ્ત્રીના પતિએ થોડીવાર પછી ડોક્ટરને પૂછયુ - ડોક્ટર સાહેબ, મારી પત્ની હોશમાં આવી કે નહી ? ડોક્ટર - તમારી પત્નીને તો હોશ આવી ગયો, પરંતુ જે સાત બાળકો પર એ પડી હતી તે હજુ બેહોશ છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
પ્રેમિકા(પ્રેમીને)- શું વાત છે, તુ ખૂબ ઉદાસ લાગી રહ્યો છે ? પ્રેમી - મેં હમણાં જ એક કરુણાંત બુક વાંચી છે. પ્રેમિકા - કઈ બુક ? પ્રેમી -બેંકની પાસબુક.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
પોસ્ટઓફિસના કાઉન્ટર પર એક બોર્ડ ટીંગાડેલું હતું. એના ઉપર લખ્યું હતું, 'પૂછપરછ - તમે કંઈ પણ પૂછી શકો છો.' એક ગામડિયો કાઉન્ટર પાસે પહોંચ્યો અને પૂછ્યું, 'બહેન, જલેબીનો શું ભાવ છે?'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

રવિવાર, 9 જાન્યુઆરી, 2011

Gujarati Joke Part - 121

એક બાળક ડોક્ટરને - ડોક્ટર સાહેબ, હું રોજ રાત્રે સપનુ જોઉ છું કે મારા પગમાં કાંટા ખૂંચી રહ્યા છે. આનો કોઈ ઈલાજ ખરો ? ડોક્ટર - હા, બિલકુલ સરળ, તુ રોજ ચપ્પલ પહેરીને ઉંધી જા, કાંટા નહી વાગે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
બંતા- અરે સંતા તે કાન પર કેળુ કેમ મુક્યુ છે ? સંતા- ઓ ભગવાન, તો શુ હું લંચમાં પેંસિલ ખાઈ ગયો શુ ?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
પત્ની - મારો પુત્ર મને મા નથી કહેતો. પતિ - (ગુસ્સામા) હુ તેને એવી સજા આપીશ , એટલો મારીશ કે એ શુ એનો બાપ પણ તને મા કહીને બોલાવશે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શુક્રવાર, 7 જાન્યુઆરી, 2011

Gujarati Joke Part - 120

સંતા એક દિવસ પ્રેશર કુકર લઈને આવ્યો અને બીજા જ દિવસે પાછુ આપવા ગયો. દુકાનદાર - શુ પ્રોબ્લેમ છે આમા ? સંતા - ઘરમાં જવાન પુત્રી છે અને આ સાલુ સીટી માટે છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ટોમી કુતરો સાવ નાનકદા ભોલુનો હાથ અને મોઢું ચાટતો હતો. ત્યાં તો ભોલુનો ભાઈ ભોપુ જોઈ ગયો અને ગભરાઈ તેણે જોરથી બુમ મારી. મમ્મી:અરે કુતરું કરડ્યું કે શું? ભોપું:ના મમ્મી,હજું તો એ ચાટીને જોઈ રહ્યો છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
પપ્પૂની મેડમ (પપ્પૂની મમ્મીને) - પપ્પૂના અક્ષર બહુ ખરાબ છે. શુ લખે છે તે બિલકુલ સમજાતુ જ નથી. આ વખતે બહુ મુશ્કેલીથી પાસ થયો છે. મમ્મીએ જ્યારે ઘરે આવીને પપ્પૂને ફટકાર્યો ત્યારે પપ્પૂએ કહ્યુ - મમ્મી જો મેં સારા અક્ષરમાં લખ્યું હોત તો મને એક પણ માર્ક ન મળતો.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બુધવાર, 5 જાન્યુઆરી, 2011

Gujarati Joke Part - 119

એક મંદિરની બહાર બેઠેલો એક ભિખારી બૂમો મારતો હતો. 'બહેન, પાઈ-પૈસો આપો… અપંગ છું, મદદ કરો….' એક બહેનને દયા આવી. પર્સ ખોલીને જોયું પણ છૂટા પૈસા નહોતા. બહેને દિલાસો આપતાં કહ્યું, 'ભાઈ, છૂટા પૈસા નથી. કાલે આપીશ….' 'અરે બહેન, ઉધારીમાં તો મને હજારો રૂપિયાનું નુકશાન આજ સુધીમાં થઈ ગયું છે…. !
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
પિતા : 'તારે મારુતિ કાર જોઈએ છે ? પણ ભગવાને તને આ બે પગ શા માટે આપ્યા છે ?' પુત્ર : 'એક એક્સિલેટર પર રાખવા માટે અને બીજો બ્રેક પર રાખવા માટે.'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
સંતાએ પોતાના મકાનનો એક રૂમ ભાડે આપ્યો. ભાડૂઆતે કહ્યુ - બીજુ બધુ તો ઠીક છે, પણ બારી ધણી નાની છે. ઈમરજંસીમાં તેનો ઉપયોગ નહી થઈ શકે. સંતા - ઈમરજંસી જેવી કોઈ તકલીફ નહી આવે કારણકે હું ભાડુ એડવાંસમાં જ લઈ લઉં છુ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સોમવાર, 3 જાન્યુઆરી, 2011

Gujarati Joke Part - 118

એક પત્નીએ સોંદર્ય પ્રસાધનોની દુકાનના વિક્રેતાને કહ્યુ - મને લીલા રંગની લિપસ્ટિક જોઈએ. દુકાનદાર બોલ્યો - લીલી જ કેમ ? આ રંગની લિપસ્ટિક હોઠો પર ગંદી લાગે છે. પત્નીએ શરમાતા કહ્યુ - વાત એમ છે કે મારા પતિ રેલ્વેના ગાર્ડ છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
સંતા ઝાડ પર ચઢી ગયો, તો ઝાડ પર બેસેલા વાંદરાએ પૂછ્યું : ઉપર કેમ આવ્યો ? સંતા- સફરજન ખાવા. વાંદરો- પણ આ તો કેરીનું ઝાડ છે! સંતા- હા ખબર છે, એટલે જ તો સફરજન સાથે લાવ્યોય છું.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
પિતા - બેટા, તને ગણિતમાં કેટલા માર્કસ મળ્યા ? પુત્ર - પિતાજી મને ભાઈ કરતાં 10 ઓછા મળ્યા. પિતા - સારું, તો તારા ભાઈને કેટલા મળ્યા ? પુત્ર - તેને દસ નંબર મળ્યા.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શનિવાર, 1 જાન્યુઆરી, 2011

Gujarati Joke Part - 117

શેઠ : તને એક અઠવાડિયાની રજા શા માટે જોઈએ છે ? નોકર : મારાં લગ્ન છે. શેઠ : ક્યા મૂરખની છોકરી તારી સાથે લગ્ન કરે છે ? નોકર : તમારી દીકરી.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
શિક્ષક - તારું અંગ્રેજી કાંચું છે. માટે મેં તને આ પાઠ 10 વખત લખવા કહ્યો હતો, પણ તે 5 વખત જ લખ્યો. મોનૂ-સર, મારું ગણિત પણ કાચું છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
'આપને હું દર મહિને ડૉક્ટર પાસે જતા જોઉં છું. દવાઓ પણ ખાસ્સી લાવો છો. આપને શી તકલીફ છે ?' 'તકલીફ તો કશી જ નથી. પણ વાત જાણે એમ છે કે એ ડૉકટર મારો ભાડવાત છે. એ ભાડું ચૂકવતો નથી, એટલે મારી રીતે હું વસૂલ કરું છું.'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~