સોમવાર, 10 સપ્ટેમ્બર, 2018

Gujarati Jokes Part - 431

આ તો હદ જ થઇ ગઈ

આ અફવા   

કોણ ફેલાવે છે કે...            

એકટીવા ના સાઈલેન્સર પર

પત્નીનું નામ લખવાથી...

બુલેટ નો અવાજ આવે છે!!!
😂😂😝😝

-----------------------------

😂😂😂😂
એક સન્યાસી ને મેં સહજ પૂછ્યું
બાબા: કેમ છો ?
સન્યાસી: બેટા અમે સન્યાસી માણસ . અમારો રામ રાખે એમ રહીયે .

સન્યાસી એ મને પણ  વિવેક ખાતર પૂછ્યું
બેટા તું કેમ છે ?
બાબા અમે સંસારી માણસ અમારી સીતા રાખે એમ રહીયે .
🤣

-----------------------------

પતિ :
*ગજબનો સેલ્ફ કન્ટ્રોલ છે હો તારો.*

પત્ની (ફુલાઈને) :
*પણ ઇ તો કહો કઈ રીતે?*

પતિ
*લોહીમાં 350 ડાયાબીટીસ છે પણ જીભ પર ક્યારેય મીઠાશ નથી આવવાદીધી*!!!"
🤣

-----------------------------

ભૂરો પરિક્ષા 📝 મા બેંચ ઉપર જુવાર ના દાણા જોતો હતો...

શિક્ષકે બાજુમા આવીને પુછયું : જુવારના દાણાથી શુ કરે છે?

ભૂરો : માતાજી રજા આપે તો લખવાનું ચાલુ કરુ ને...
🤣🤣🤣🤣🤣🤣

-----------------------------

😉😉
છોકરો : હું તમારી દીકરી સાથે લગ્ન કરવા માંગુ છું.

છોકરીનો બાપ: કેટલું કમાય છે તું?

છોકરો : મહિને 18000 રૂપિયા.

છોકરીનો બાપ : હું મારી દીકરીને મહિને 15000 રૂપિયા તો પોકેટમની આપું છું..

છોકરો : એ ઉમેરીને જ 18000 કીધા...

😜😜😂😂😝😛😛