શનિવાર, 5 ઑક્ટોબર, 2013

Gujarati Joke Part - 400

ગ્રાહક : આ પુસ્તકની કિંમત ચાલીસ રૂપિયાને સાત પૈસા કેમ રાખી છે ? ચાલીસ રૂપિયા રાખી હોત તો ન ચાલત ?
પ્રકાશક : ચાલતી હોત, તો બિચારા લેખકને શું મળત ?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક ભાઈની પત્નીને બીજા કોઈ સાથે દોસ્તી હતી. તે હાથમાં ખુલ્લી રિવોલ્વરે 'આજે તો એને મારી જ નાખું.' બોલતો બોલતો નીકળ્યો કે થોડીક વારમાં ખાલી હાથે પાછો આવ્યો. ટોળામાં જોનારાએ પૂછ્યું : 'અરે પાપે, વો નહીં મિલા ક્યા ?'
ભાઈ : નહીં યાર, મિલા તો, પર ઉસને પૂછા કિ રિવોલ્વર કિતને મેં ખરીદી ? મૈંને બોલા છેસ્સોમેં. વો બોલા બારાસોમેં દેગા ? તો મૈંને બેચદી…. ક્યા કરેં, ધંધે કા ભી તો દેખને કા ના….
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટીચર- ભારતનો સૌથી મોટો બુધ્ધિશાળી માણસ કોણ છે ?
પપ્પૂ - જી તમે સાહેબ.
ટીચર- શાબાશ, તે કેવી રીતે જાણ્યું?
પપ્પૂ - જી, અમારી શેરીમાં એક ગાંડો માણસ પોતાને ભારતનો સૌથી નાનો બુધ્ધિશાળી કહે છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ગુરુવાર, 3 ઑક્ટોબર, 2013

Gujarati Joke Part - 399

ટીચર - રીંકુ તુ રોજ છેલ્લી પાટલીએ બેસીને શુ કરતો રહે છે, આજે મારે તારું જનરલ નોલેજ ચકાસવુ પડશે. ચાલ બતાવ બાદશાહ કરતા મોટો કોણ ?
રાજૂ-એમાં તો હું પાકો છુ સીમ્પલ બાદશાહ કરતા મોટો એક્કો.
પતિ - ખિસ્સુ કપાઈ ગયુ. પત્ની-પોલીસમાં રિપોર્ટ કરી?પતિ-નહી દરજી પાસે સીવડાવ્યુ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

લગ્ન પછી પહેલા પાંચ વર્ષ સુધી પત્ની પોતાના પતિને કેવી રીતે બોલાવે છે, તેની એક ઝલક પ્રસ્તુત છે.
પ્રથમ વર્ષ - જાનૂ.
બીજુ વર્ષ - એ જી.
ત્રીજુ વર્ષ - સાંભળો છો ?
ચોથુ વર્ષ - અરે ઓ લાલુના પપ્પા.
પાંચમુ વર્ષ - કયા મરી ગયા ?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મેં કહ્યુ - દિલરૂબા !
તેણે કહ્યુ - પૈસા બતાવ
મેં કહ્યુ - પૈસા નથી
તેણે કહ્યુ - કેમ નથી
મેં કહ્યુ - મોંધવારી છે
તેણે કહ્યુ - જા તુ મારો ભાઈ છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મંગળવાર, 1 ઑક્ટોબર, 2013

Gujarati Joke Part - 398

પપ્પુના ઘરમાં ચોર ચોરી કરવા આવ્યા. બધા ઊંઘતા હતા. પણ આઠ વર્ષનો પપ્પુ ચોરને જોઈ ગયો. ચોર ભાગવા માંડ્યા. પપ્પુએ બૂમ પાડી : 'મારું દફતર ચોરી જા. નહીં ચોરી જાય તો હું બૂમો પાડીને તને પકડાવી દઈશ.'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મોહન ખૂબ નશામાં હતા. તે ઘર તરફ પાછો આવી રહ્યો હતો. રસ્તામાં એક ટેક્સીવાલાને પૂછ્યુ - ગેટ વે ઓફ ઈંડિયા જઈશ ?
ટેક્સીવાળો - હા, જઈશ સર
મોહન - તો જા ને, ઉભો કેમ છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

'જૂઠું બોલવાની તમારી ટેવ હજી પણ ગઈ નહિ !' રમાએ તેના પતિ કિશોરને કહ્યું.
'પણ હું ક્યાં ખોટું બોલ્યો છું ?' કિશોરે કહ્યું.
'કેમ, તમે આજે બાબા અને બેબીને નહોતા કહેતા કે હું કોઈથીયે ડરતો નથી ?'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~