શુક્રવાર, 31 ઑગસ્ટ, 2012

Gujarati Joke Part - 301

સંતા - તને ખબર છે બંતા, પેલા મગનિયા પર કેટલી મોટી મુસીબત આવી પડી ?
બંતા - નહી યાર, કેમ શુ થયુ ?
સંતા - મારી પત્ની તેની સાથે ભાગી ગઈ, બિચારો મગન.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પતિએ પત્નીને એક કપ ચા બનાવી આપવાનું કહ્યુ.
પત્નીએ કહ્યુ - તુ જાતે બનાવી લે.
પતિ - મારા માથામાં દુ:ખાવો છે
પત્ની - મારું ગળુ દુ:ખી રહ્યુ છે.
પતિ - તો સારુ, તુ મારું માથુ દબાવી આપ, હું તારું ગળુ દબાવી આપું છુ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શિક્ષક - ઈંગ્લિશ ચેનલ ક્યાં સ્થિત છે ?
વિદ્યાર્થી - સાહેબ, ખબર નથી, કારણ કે મારા ટેલીવિઝન પર આ પકડાતી નથી.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બુધવાર, 22 ઑગસ્ટ, 2012

Gujarati Joke Part - 300

કાકા : 'અભિનંદન ! આજે તમારા જીવનનો સૌથી સુંદર દિવસ છે.'
ભત્રીજો : 'પણ, મારાં લગ્ન તો આવતી કાલે છે !'
કાકા : 'મને ખબર છે ! એટલે તો આજે અભિનંદન આપું છું.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

કંજૂસ પિતાએ પોતાના પુત્રને પૂછ્યું : "પપ્પુ, તને પાંચ લાખ રૂપિયાનું ઈનામ લાગે તો તું શું કરે ?"
પપ્પુ : "પપ્પા, પહેલાં તો તમે લોટરીની ટિકીટ લેવા માટે આપેલા પાંચ હજાર રૂપિયા પરત આપું."

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બંતાસિહ દારૂ પીને નશામાં એક પગ ફૂટપાથ પર અને એક પગ જમીન પર મૂકીને જઈ રહ્યા હતા. પાછળથી એક ચોકીદાર સંતાએ આવીને એક દંડો મારી દીધો અને બોલ્યો - કેમ લા, કેટલી પીધી છે તે ?
બંતા - યાદ અપાવવા આભાર માઈ - બાપ , નહી તો હું તો સમજતો હતો કે હું લંગડો થઈ ગયો છું !

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સોમવાર, 20 ઑગસ્ટ, 2012

Gujarati Joke Part - 299

લગ્ન પહેલા લોકો શુ કરે છે ? સંતાએ બંતાને પૂછ્યુ
બંતા બોલ્યો - ભવિષ્ય વિશે વિચારીને ખુશ થાય છે.
અને લગ્ન પછી ?તેણે ફરી પૂછ્યુ
અતીતને યાદ કરીને રડે છે - બંતાએ ચોખવટ કરી.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સેલ્સમેન : 'તમે કઈ કંપનીનો સાબુ, પેસ્ટ, ટુથબ્રશ અને શેવિંગ ક્રીમ વાપરો છો ?'
રમેશ : 'બાબાનો સાબુ, બાબાની પેસ્ટ, બાબાનું ટુથબ્રશ અને બાબાની શેવિંગ ક્રીમ.
સેલ્સમેન : 'શું આ 'બાબા' બહુ મોટી આંતરરાષ્ટ્રીય કંપની છે ?'
રમેશ : 'ના… ના, બાબા તો મારો રૂમ પાર્ટનર છે…'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પતિ પત્ની વચ્ચે ઝગડો થઈ રહ્યો હતો.
પત્ની(ગુસ્સામાં)- તમે લગ્ન પછી મને શુ સુખ આપ્યુ, શુ આપ્યુ છે મને ?
પતિ - બે બાળકો તો આપી દીધા બીજુ શુ આપુ ?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શનિવાર, 18 ઑગસ્ટ, 2012

Gujarati Joke Part - 298

મગન - (છગનને) આ ગાંધીજી દરેક નોટ પર હસતા કેમ રહે છે ?
છગન - સિંપલ છે યાર ! એટલુ પણ નથી સમજતો કે જો ગાંઘીજી રડશે તો નોટ ભીની થઈ જશે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એ મહિલા (થર્મોમીટર ખોટુ વાંચીને ફોન પર ) - ડોક્ટર સાહેબ, મહેરબાની કરીને જલ્દી આવો. મારા પતિનુ ટેમ્પરેચર 120 છે.
ડોક્ટર - જો એવુ છે તો મારુ કામ નથી. તમે ફાયર બ્રિગેડને ફોન કરો.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પિતા (પુત્રને)- બેટા, ભણીગણીને તું મોટો શિક્ષક બનજે અને સમાજનું ભલું કરજે.
પુત્ર - ના પિતાજી, મારે શુ આખી જીંદગી શાળાએ જ જવાનું ?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ગુરુવાર, 16 ઑગસ્ટ, 2012

Gujarati Joke Part - 297

પત્ની ; શાહજહાં એ પોતાની મ્રુત્ત પત્નીની યાદ માં તાજ બન્ધાવ્યો હતો તો તમે મારા મ્રુત્યુ પછી મારી યાદ માં શું બન્ધાવશો?
પતિ ; બાજુ ની હોટલ માં થી ટીફીન
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બોસ : મિ. ઠક્કર, પહેલાં તો તમે ઑફિસે મોડા આવતા અને વહેલા જતા રહેતા. હમણાં હમણાં વહેલા આવો છો અને મોડા જાઓ છો. શું કારણ ?
મિ.ઠક્કર : સાહેબ, હમણાં મારાં સાસુ આવ્યા છે !
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

હજામની દુકાને બોર્ડ હતું : 'અહીં માત્ર એક રૂપિયામાં જ વાળ કાપી આપવામાં આવશે !'
સામેની દુકાનના હજામે બોર્ડ લગાવ્યું : 'બીજાની દુકાને કપાયેલા ઢંગધડા વિનાના તમારા વાળ અમે બે રૂપિયામાં સરખા કરી આપીશું !'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મંગળવાર, 14 ઑગસ્ટ, 2012

Gujarati Joke Part - 296

નટુ : 'આજે દોડવામાં હું બીજે નંબરે આવ્યો.'
ગટુ : શાબાશ ! કેટલા જણ દોડેલા ?'
નટુ : 'બે જણ'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શિક્ષક : '1869માં શું થયું હતું ?'
મગન : 'ગાંધીજી જન્મયા હતા.'
શિક્ષક : '1873માં શું થયું હતું ?'
મગન : 'સાહેબ, 1873માં ગાંધીજી ચાર વર્ષના થયા હતા.'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મહેશ : સાહેબ મારો પગાર વધારી દેજો, હવે મારા લગ્ન થવાના છે.
સાહેબ : ઓફિસની બહાર થતી ઘટના માટે ઓફિસ જવાબદાર નથી...!
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

રવિવાર, 12 ઑગસ્ટ, 2012

Gujarati Joke Part - 295

શિક્ષક - 100 માણસો માટે 8 કિલો દાળ જોઈએ તો 125 માણસો માટે કેટલી દાળ જોઈએ ?
એક વિદ્યાર્થી - સર 8 કિલો દાળથી જ ચાલી જશે બસ, એમાં થોડું વધુ પાણી નાખવું પડશે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પહેલો મિત્ર-જો મને કોઈ વાતનો જવાબ આપવો હોય તો મને દિલથી આપવો જોઈએ કે દિમાગથી.
બીજો મિત્ર - જે તારી પાસે હોય તેના વડે આપજે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શિક્ષક - જે વિદ્યાર્થી મારી લાકડી શોધી આપશે તેને હું 20 રૂપિયા ઈનામ આપીશ.
બંટી - સર, ઈનામ થોડું વધારે આપોને, કારણકે 25 રૂપિયા તો લાકડીને સંતાડવા માટે મળ્યાં છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શુક્રવાર, 10 ઑગસ્ટ, 2012

Gujarati Joke Part - 294

એક સ્ત્રીને પતિની કબર પર પંખો કરતી જોઈ પોપટે પૂછ્યું તમે તમારા પતિને ખૂબ પ્રેમ કરતા હતા, હજી પણ તેનો ખ્યાલ રાખો છો.
સ્ત્રી - અમારામાં રિવાજ છે કે પતિની કબર સૂકાય નહી ત્યાં સુધી બીજા લગ્ન નથી કરી શકાતા.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

'તારા પતિ ક્યાં નોકરી કરે છે ?'
'એ તો બેંક સાફ કરે છે.'
'હેં અલી, તે તારા પતિ ઝાડુવાળા છે કે પછી મેનેજિંગ ડિરેકટર છે ?'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતા - બેવકૂફ કોણે કહે છે ?
બંતા - મારી નજરમાં બેવકૂફ એ છે જે પોતાની વાત વિચિત્ર રીતે કહે છે અને એ માણસ જે વાત સાંભળે છે અને તેને વાત બિલકુલ સમજાતી નથી, કંઈ સમજાયુ ?
સંતા - નહી.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બુધવાર, 8 ઑગસ્ટ, 2012

Gujarati Joke Part - 293

એક કાકાનો ભત્રીજો અમેરિકા થી આવ્યો હતો તેને ભુજનુઁ હમિરસર તળાવ જોવા માટે લઈ ગયા. હમિરસર તળાવ જોઇ ભત્રીજો કહે વાઆઆઊ. ત્યારે કાકા એ તરત કહ્યુઁ કોડા આ વાવ નથી તળાવ છે તળાવ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક મંદિરની બહાર બેઠેલો એક ભિખારી બૂમો મારતો હતો. 'બહેન, પાઈ-પૈસો આપો… અપંગ છું, મદદ કરો….'
એક બહેનને દયા આવી. પર્સ ખોલીને જોયું પણ છૂટા પૈસા નહોતા. બહેને દિલાસો આપતાં કહ્યું, 'ભાઈ, છૂટા પૈસા નથી. કાલે આપીશ….'
'અરે બહેન, ઉધારીમાં તો મને હજારો રૂપિયાનું નુકશાન આજ સુધીમાં થઈ ગયું છે…. !
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પુત્રીએ પોતાના પિતાજીને પુછ્યુ - પપ્પા, રીના આંટીના ઘરને દરવાજો નથી શુ ?
પપ્પા - નહી બેટા, તેમની ત્યાં તો ઘણા દરવાજા છે.
પુત્રી - તો પછી તમે તેમની ઘરે બારીમાંથી કેમ જાવ છો ?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સોમવાર, 6 ઑગસ્ટ, 2012

Gujarati Joke Part - 292

પતિ - તુ ભિખારીયોને રોજ ખાવાનું કેમ આપે છે ?
પત્ની - એક એ જ તો છે જે વગર કશું બોલે ચૂપચાપ ખાઈ લે છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

દર્દી: ડોક્ટર, સર્જરી કર્યા પછી હું વાયોલિન વગાડી શકીશ?
ડોક્ટર: ચોક્કસ, કેમ નહીં?
દર્દી: અરે વાહ! આ પહેલાં તો મેં ક્યારેય નહોતું વગાડ્યું.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મધુ - તમારા શરીર પર આ શાના નિશાન છે.?
શ્રીમતી પોપટ - કાલે મારા પતિએ મને માર્યુ હતું.
મધુ - પણ તમારા પતિ તો ગઈકાલે બહાર ગયા હતા ને ?
શ્રીમતી પોપટ- હુ પણ એવું જ સમજતી હતી.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શનિવાર, 4 ઑગસ્ટ, 2012

Gujarati Joke Part - 291

બંતા(સંતાને ઘાબા પરથી નીચે ભાગતો જોઈને)- અરે, શુ થયું, કેમ ભાગી રહ્યો છે ?
સંતા - અરે ઘાબા પરથી મારી ઘડિયાળ નીચે પડી ગઈને એટલે.
બંતા - એ તો ટૂટી ગઈ હશે !
સંતા - નહી એ બે મિનિટ પાછળ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક દિવસ એક નાનો છોકરો ગીત ગાઈ રહ્યો હતો ' હસીના માન જાયેગી ...'
તેના પપ્પાએ તેને પૂછ્યુ - હસીનાનો મતલબ ખબર છે ?
છોકરો બોલ્યો - હા પપ્પા, હસીનાનો મતલબ જે જોરથી હસે તેને હસીના કહેવાય.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક વખત સાંતાસિંહ એક મ્યુઝીયમ જોવા ગયા, ત્યા એક જગ્યાએ બહુ ભીડ હતી, સાંતાસિંહ જોવા ગયા કે ભીડ કેમ છે, તો ત્યાં એક જાદુનો આરીસો હતો, કે જે ખોટુ બોલવા વાળાને મારી નાખતો હતો.
તેની સામે એક ફ્રાંસના માણસે કહ્યુઃ આઇ થીંક હુ સ્મોક નથી કરતો.. અને બીચારો મર્યો
પછી એક અમેરીકને આવીને કહ્યુઃ આઇ થીંક મને ઇરાક માટે હમદર્દી છે.. અને એ પણ મર્યો..
સાંતાસિંહ ત્યા ગયા અને કહેઃ આઇ થીંક.. વાક્ય પૂરૂ કરતા પહેલા જ તેઓ મરી ગયા.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ગુરુવાર, 2 ઑગસ્ટ, 2012

Gujarati Joke Part - 290

રાતે અચાનક ભૂકંપ આવ્યો અને ટુનટુન પથારીમાંથી નીચે પડી ગઈ. તે સમયે જ પતિની ઉંધ ઉડી ગઈ, તે બોલ્યો - કમાલ કરે છે, આ રીતે રાતે જમીન હલાવીશ હુ ક્યાં ઉધીશ ?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક ગપ્પીદાસ : ત્યાં જો પેલો અમેરિકન ચંદ્ર પર જઈ રહ્યો છે.
બીજો ગપ્પીદાસ : અરે યાર, કેવી રીતે જોઉ? ચશ્માં હું ચંદ્ર પર ભૂલી આવ્યો છું.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બેંક મેનેજર (ગ્રાહકને)- તમારો ચેક મળી ગયો.
વ્યક્તિ - જી હા, એક વાર નહી બે વાર મળ્યો.
મેનેજર - બે વાર કેવી રીતે ?
વ્યક્તિ - એકવાર તમારી પાસેથી, બીજીવાર પોસ્ટ દ્વારા
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~