રવિવાર, 29 સપ્ટેમ્બર, 2013

Gujarati Joke Part - 397

પુત્રએ પૂછ્યુ - પપ્પા, તમે અંધારાથી ગભરાવો છો ?
પપ્પા - નહી બેટા ?
પુત્ર - વાદળ, વીજળી અને અવાજથી ?
પપ્પા - બિલકૂલ નહી.
પુત્ર - શાબાશ પપ્પા, મતલબ તમે મમ્મી સિવાય કોઈનાથી નથી ગભરાતા.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બે ગાંડા એક ખાટલા પર સૂતા હતા. એક બોલ્યો - યાર, મારી પાસે કોઈ સૂતુ છે.
બીજો ગાંડો - તું એને નીચે ધક્કો માર.
પહેલાએ બીજા પાગલને ધક્કો માર્યો અને બોલ્યો - મેં એને પાડી દીધો, હવ પાસે આવીને સૂઈ જા.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ગંભીર હાલતમાં પહોંચેલા દરદીની વિદાય લેતાં દાકતર ઉમંગભેર બોલ્યા, 'કાલે હું તમને પાછો મળીશ.'
'બેલાશક, આપ તો મને મળશો જ.' દરદીએ જવાબ દીધો. 'પણ હું આપને મળી શકીશ ખરો ?'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શુક્રવાર, 27 સપ્ટેમ્બર, 2013

Gujarati Joke Part - 396

મમ્મી - અરે, બંટી જરા બજારમાંથી કપૂર તો લઈ આવ.
બંટી - અરે પણ એ તો બતાવો કે ક્યો કપૂર લાઉં ? શકિત કપૂર, અનિલ કપૂર, કે શાહિદ કપૂર લાઉં.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મમ્મી - ખબર છે, બેંકમાં સર્વિસ કરતી અમારી પેલી નવી આંટીનુ નામ મને આજે ખબર પડી ગયુ.
મમ્મી - કેવી રીતે ?
ટિંકૂ - હુ આજે જ્યારે પપ્પા સાથે બેંક ગયો હતો ત્યારે મેં એ આંટીને જોયા, તેઓ ત્યાં કામ કરી રહ્યા હતા. અને તેમની સામે કાઉંટર પર તેમની નેમ પ્લેટ પણ મૂકી હતી જેની ઉપર લખ્યુ હતુ 'ચાલુ ખાતુ'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

માઁ એ બાળકોને ભેગા કરીને કહ્યુ - જે અઠવાડિયામાં સૌથી વધુ આજ્ઞાકારી હશે તેને અઠવાડિયાના અંતે ઈનામ મળશે.
બાળકોએ આ પ્રસ્તાવનો વિરોધ કરતા કહ્યુ - આ વખતે આ ઈનામ પિતાજી સિવાય કોઈને નહી મળે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બુધવાર, 25 સપ્ટેમ્બર, 2013

Gujarati Joke Part - 395

સંતા- ગઈકાલે તુ રસ્તા પર કેમ પડ્યો હતો.
બંતા - કારણકે હું આખી બોટલ પી ગયો હતો અને બોટલ પીવી પણ જરૂરી હતી.
સંતા - તેમાં જરૂરી શુ હતુ ?
બંતા - બોટલનું ઢાઁકણ ખોવાઈ ગયુ હતુ માટે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

દુનિયાની મોટી આફત એ છે કે મૂરખાઓનો આત્મવિશ્વાસ ક્યારેય ડગતો નથી અને બુદ્ધિશાળીઓ પોતાની આશંકાઓમાંથી કદીએ ઊંચા આવતા નથી !
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ચિંટૂ - (લગ્નમાં નવવધૂને રડતી જોઈને) મમ્મી, આ કેમ રડી રહી છે ?
મમ્મી - કારણકે એ તેના સાસરે જઈ રહી છે.
ચિંટૂ - તો ઠીક છે, મને લાગ્યું કે એની મમ્મી એને સ્કૂલ મોકલી રહી છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સોમવાર, 23 સપ્ટેમ્બર, 2013

Gujarati Joke Part - 394

શિક્ષિકા : 'તું એક વર્ષથી આંકડા શીખે છે પણ તને હજી સુધી છ થી વધુ અંક આવડ્યા નથી. આગળ જઈને તું શું કરીશ ?'
વિદ્યાર્થી : 'ક્રિકેટ અમ્પાયર બનીશ.'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પત્ની (પતિથી)- તમે આટલા વર્ષથી વકિલાત કરી રહ્યાં છો, બતાવો કે જનમટીપથી પણ મોટી કોઈ સજા હોય છે?
પતિ- હોય છે ને...જરૂર હોય છે, હું એ જ તો ભોગવી રહ્યો છું.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પોતાના પતિને લઢતા એક હીરોઈન બોલી - તમે સ્ટુડિયોમાં જઈને એવુ કેમ કહ્યુ કે હું તમારી પત્ની છુ ? હવે બધાને ખબર પડી ગઈ કે હુ પરણેલી છુ . હવે મારા કેરિયરનુ શું ?
પતિએ ગભરાતા કહ્યુ - લોકોને ખબર પડશે કે તુ પરણેલી છે તો શુ ફરક પડશે "
પત્ની બોલી - ખબર પડશે નહી પડી ગઈ છે, આ ખબર પડ્યા પછી તો હીરોએ લવસીનમાં એક પણ ભૂલ નથી કરી.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શનિવાર, 21 સપ્ટેમ્બર, 2013

Gujarati Joke Part - 393

શિક્ષક - (ગટ્ટુને) બોલ ગટ્ટુ કપડાં કોણે કહેવાય ? બતાવો તો.
ગટ્ટુ - મને નથી ખબર ?
શિક્ષક - ડફોળ, આટલું પણ નથી જાણતો, આ તારી પૈંટ શાની બનેલી છે ?
ગટ્ટુ - જી હા ખબર છે, પપ્પાની જુની પૈંટમાંથી.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક મિત્ર (બીજાને) છોકરાઓનું મગજ માત્ર 15 ટકા જ આરામ કરે છે. બાકીના મગજમાં શું હોય છે?
બીજો મિત્ર- ગર્લફ્રેંડ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પત્ની- (પતિને) સાંભળો છો, આવતી કાલે મારી મમ્મી આવવાની છે.
પતિ - તુ તો એ કહે કે સાથે તારા પપ્પા આવવાના છે કે નહી ?
પત્ની - કેમ આવુ પૂછી રહ્યા છો.
પતિ - રસોઈકામમાં થોડી મદદ થઈ જતી.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2013

Gujarati Joke Part - 392

પચાસમી લગ્નતિથિની ઉજવણીમાં પતિની આંખમાં અચાનક આંસુ જોઈ પત્નીએ કારણ પૂછ્યું
પતિ : 'તને ખબર છે આજથી પચાસ વર્ષ પહેલાં હું તને ચોરીછૂપીથી મળવા આવ્યો'તો ત્યારે તારા પપ્પાએ મને પકડી લીધો અને ધમકી આપી કે તું મારી દીકરી સાથે લગ્ન નહીં કરે તો તને જેલભેગો કરીશ !'
પત્ની : 'એમાં રડવાનું શું ?'
પતિ : 'ના, હું કેટલો ભોળો હતો તે યાદ આવી ગયું.'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મગન - તને ખબર છે મારા કાકા પાસે સાઈકલથી માંડીને હેલિકોપ્ટર સુધીનુ બધુ જ છે.
છગન - તારા કાકા શુ મોટા વેપારી છે ?
મગન - તેમની રમકડાંની દુકાન છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક વિષાણુએ બીજા વિષાણુંને કહ્યું, 'પ્લીઝ! મારાથી દૂર રહેજે મને પેનિસિલિનનું ઈન્ફેકશન થઈ ગયું છે!'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2013

Gujarati Joke Part - 391

પત્ની : આ શું લાવ્યા છો ?
પતિ : હું નાટકની ટિકિટો લાવ્યો છું.
પત્ની : વાહ ! હું હમણાં જ તૈયાર થવા માંડુ છું.
પતિ : હા, એ બરાબર, અત્યારથી તૈયાર થા તો તુ તૈયાર થઈ રહીશ. કારણકે ટિકિટો આવતીકાલની છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક પ્રદર્શનમાં પ્રવેશદ્વાર ઉપર બોર્ડ હતુ. 'પ્રવેશ મફત'
બંતા કંજૂસ તો પ્રદર્શનમાં ધૂસી ગયો. તેણે ફરી ફરીને પ્રદર્શન જોયુ, તેણે ખૂબ મજા પડી નવુ નવુ જાણવા મળ્યુ, જ્યારે તે બહાર નીકળવાને દરવાજે આવ્યો ત્યારે ત્યાં બોર્ડ માર્યુ હતુ કે બહાર નીકળવાનો એક રૂપિયો.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

છગન એના ચીની મિત્રને હોસ્પિટલમાં મળવા ગયો. ચીની મિત્ર : 'ચીન યુન યાન' એટલું બોલીને મરી ગયો. મિત્રના છેલ્લા શબ્દો શું હતા એ જાણવા છગન ચીન ગયો અને એ શબ્દોનો અર્થ પૂછ્યો.
અર્થ હતો : 'તું મારી ઑક્સિજનની નળી ઉપર ઊભો છે.'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

રવિવાર, 15 સપ્ટેમ્બર, 2013

Gujarati Joke Part - 390

બીમાર પતિએ હોશમાં આવતા જ બબડવાનુ ચાલુ કર્યુ - મેં ક્યાં છુ ? શુ હું સ્વર્ગમાં પહોંચી ગયો છુ ?
પત્નીએ સાંત્વના આપી - નહી, ડાર્લિંગ, હમણાં તો હુ તમારી સાથે જ છુ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

દીપા - આપણે આવતીકાલે પાર્ટીમાં આપણા પતિઓના વાળ સાથે મેચ કરતી ડ્રેસ પહેરીશુ. મારા પતિના વાળ કાળા છે હુ કાળી ડ્રેસ પહેરીશ.

રીટા - (ઉદાસ થઈને) પરંતુ હુ શુ પહેરીશ, મારા પતિને તો ટાલ છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પતિએ પુસ્તક વાંચતા કહ્યું કે - આમા લખ્યુ છે કે મહત્તમ મૂર્ખ માણસોને ખૂબ સુંદર પત્ની મળે છે.
પત્ની(શરમાતાં) - હવે બસ પણ કરો, તમારી પાસે મારા વખાણ કરવા સિવાય બીજું કાંઈ કામ જ નથી.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શુક્રવાર, 13 સપ્ટેમ્બર, 2013

Gujarati Joke Part - 389

પતિ - હું તને એટલો પ્રેમ કરું છું કે વ્યક્ત કરવા માટે શબ્દ જ નથી મળી રહ્યાં.
પત્ની - (શબ્દકોષ આપતાં બોલી) લો, આમાંથી શોધી લો.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

રાજુ અંકલ:ઓ ભાઈ,જરા ઉભા રહો,ટાઈમ શું થયો છે?
મુસાફર:સાડા સાત.
રાજુ અંકલ:વાત શુ છે!મેં સવારથી જેટ્લા લોકોને ટાઈમ પુછ્યો એ બધા જુદો જુદો ટાઈમ બતાવે છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ન્યાયાધીશ(આરોપીને પૂછે છે) - તેં થોડા દિવસ પહેલાં પણ સો રૂપિયા ચોર્યા હતાને?
આરોપી - સાહેબ, સો રૂપિયા ચોર્યા તો હતા, પરંતુ આ મોંઘવારીના જમાનામાં સો રૂપિયા કેટલા
દિવસ ચાલે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બુધવાર, 11 સપ્ટેમ્બર, 2013

Gujarati Joke Part - 388

પપ્પા - કેમ પપ્પુ, કાલે તારી પરીક્ષા છે અને તું મસ્તી કરી રહ્યો છે ?
પપ્પુ- ના પપ્પા મસ્તી નથી કરતો, પરીક્ષામાં પાસ થઈશ તો તમે મને સાઈકલ અપાવવાનું પ્રોમિસ કર્યુ હતુ ને, તો હું તમારા પૈસા બચાવી રહ્યો છું.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક માજીને ચક્કર આવવાથી ડૉક્ટરને બતાવવા ગયાં હતાં.
ડોક્ટરે પૂછ્યું : 'શી તકલીફ છે ?'
'હતી, પણ હવે નથી.'
'તો પછી અહીં આવવાનું પ્રયોજન શું ?'
'તકલીફ હતી તેથી તો આવી છું. પણ આરામ કરવાથી તો ફાયદો થઈ ગયો.'
'આરામ ?' ડોક્ટરે પૂછ્યું.
માજીએ જણાવ્યું : 'હા, મારો વારો આવતાં મારે બે કલાક બેસી રહેવું પડ્યું. એમાં આરામ થઈ ગયો.'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

'તમે દિવસમાં કેટલી વાર દાઢી કરો છો ?'
'પચીસ-ત્રીસ વાર થતી હશે.'
'તમે ગાંડા છો કે શું ?'
'ના. હું વાળંદ છું.'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સોમવાર, 9 સપ્ટેમ્બર, 2013

ઇન્ટરનેશનલ ડે ઓફ ગર્લ ચાઇલ્ડ


મિત્રો, ગુજરાતી જોક્સ સાથે આપણે નવો વિભાગ પણ ચાલુ કરી રહ્યા છીએ - "Readers's Zone". જેમાં આપે કોમેન્ટ માં મુકેલા લેખો / વાતો મુકવામાં આવશે.

ગુરુવારે ઇન્ટરનેશનલ ડે ઓફ ગર્લ ચાઇલ્ડ હતો. ટૂંકમાં દીકરીઓનો દિવસ. સિટી ભાસ્કરે 'દીકરી એટલે દીકરી’ વિષય પર એક ટોક શોનું આયોજન કર્યું હતું. આ ટોક શોમાં દીકરીના મહત્વ પર ચર્ચાઓ થઇ. પણ આ જ દિવસે સિટીમાં એક બીજી ઘટના પણ બની. સિટીના બે ડોક્ટર્સએ ગર્ભમાં દીકરી હોવાને કારણે બે મમ્મીઓને અબોર્શન કરી આપ્યું. સાંજે ઓફિસમાં આ ઘટનાના સમાચાર જ્યારે પેઇજ પર પેસ્ટ થઇ રહ્યા હતા ત્યારે મન મૂંઝવણમાં હતું. હજી બપોરે જ દીકરીઓના મહત્વ વિશે વાતો કરી હતી, દીકરીઓ ઘરનું અજવાળું છે અને એમના જન્મને અજવાશથી વધાવી લેવો જોઇએ એવા સંદર્ભની મેટરને હજી હમણાં જ તો એડિટ કરી હતી. ત્યાં જ આ સમાચાર?

મન ડગી ગયું. રાત્રે ઓફિસથી ઘરે પાછી જતી હતી ત્યારે ઉધના ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલ પાસેથી એક નાની અમથી દીકરી એના પપ્પા સાથે રસ્તો ક્રોસ કરી રહી હતી. મેં કારને સાઇડ પર લીધી. પેલી દીકરીએ એના પપ્પાની આંગળી પકડી હતી. બેઉ જણ વાતો કરતા કરતા રસ્તો ક્રોસ કરી રહ્યા હતા. અચાનક એક કાર દીકરીની બાજુમાંથી સ્પીડ સાથે પાસ થઇ. દીકરી ચમકી ગઇ. પપ્પાએ કાર સામે ગુસ્સાથી જોયું અને દીકરીને ઊંચકી લીધી.

દીકરીએ હજીપણ પપ્પાની આંગળી પકડી રાખી હતી. પણ મજાની વાત એ હતી કે પપ્પાના ખભે ઉંચકાયેલી દીકરી પપ્પા સામે જોઇને હસતી હતી, કારણ કે પપ્પાનો ખભો એટલે વિશ્વનો તકલીફ ફ્રી ઝોન. મને ટોક શોનો સબ્જેક્ટ યાદ આવી ગયો, દીકરી એટલે દીકરી. ઘરે પહોંચી પછી પણ પેલા બાપ-દીકરી આંખ સામેથી ખસ્યા નહિં. પેઇજ પર પેસ્ટ થયેલી અબોર્શનની મેટર અને ટોક શોમાં થયેલી ચર્ચાઓ કાનમાં ફંગોળાતી હતી. મને એક દીકરીનો અવાજ સંભળાયો અને એક ગીત લખાયું.

આ બહારની દુનિયા ના ફાવે,
હું બહાર ના આઉં તો ચાલે?
બહાર આવીને પછી માપસર જીવવાનું
હસવાનું ઓછું ને ધોધમાર રડવાનું
દીકરીપણાને કારણ બનાવી
ભીંત માફક આંખે પણ ગળવાનું?
આવીને શું કરું મા, તું તો બેસી રહેવાની દીકરાના વિચારે
આ બહારની દુનિયા ના ફાવે, હું બહાર ના આંઉ તો ચાલે?

દીકરી એટલે કિલ્લોલ એટલે અજવાળું
ને દીકરી એટલે ધુમ્મસ એટલે અંધારું
દીકરી એટલે નદી એટલે દરિયો એટલે પાણી
દીકરી એટલે...બોલો, શું શું સમજાઉં?
ને દીકરી, એણે ઊગવાનું ને ડૂબી જવાનું કાયમ આવી કિનારે
આ બહારની દુનિયા ના ફાવે, હું બહાર ના આઉં તો ચાલે?

મા, પણ શું કરે સમજી શકું છું
એની જેમ હું પણ તો સ્ત્રી જ છું ને
જન્મીશ તો દીકરાને બદલે માણસ જણીશ
છેવટે હું પણ એક બી જ છું ને?
પણ જવા દો, આવતી નથી હું, શોધી લેજો મને આભના સિતારે
આ બહારની દુનિયા ના ફાવે, હું બહાર ના આઉં તો ચાલે?

બ્લોગ પરની મારી પહેલી પોસ્ટ છે. મારે રિડર્સને કહેવું છે કે દીકરી એટલે સાચે દીકરી જ. દીકરીના બાપ હોવું એટલે દુનિયાની સૌથી નસીબદાર વ્યક્તિ હોવું, દીકરીની મા હોવું એટલે પોતાનાં સ્ત્રીપણાને પોતાનામાં જ ફરી એકવાર ઉછેરવું. ઘરના આંગણે ફુલો ઉગાડયા હશે તો આંગણું ખૂશ્બુદાર બનશે પણ ઘરમાં એક દીકરી હશે તો જીંદગી જ ખૂશ્બુદાર બની જશે. 


Kinjal Dobariya ખુબ ખુબ આભાર આપનો ખુબ સરસ વાત માટે.

Gujarati Joke Part - 387

સંસ્કૃતના શિક્ષકે બાળકોની પરીક્ષા લેવાના ઈરાદે પૂછ્યુ કે બતાઓ કે એ શુ છે જે કદી નથી મરતો, જેને આગ બાળી નથી શકતી, જેને કોઈ નષ્ટ નથી કરી સકતુ ?
ફિલ્મી હીરો સર, એક બાળકે તરતજ જવાબ આપ્યો.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બે મિત્રો રસ્તેથી જઈ રહ્યા હતા, રસ્તામાં તેમને બે બોમ્બ પડેલા જોયા.
પહેલો મિત્ર - ચાલ, આ બોમ્બ પોલીસને આપી દઈએ.
બીજો મિત્ર - પણ એકાદ રસ્તામાં ફૂટી ગયો તો ?
પહેલો મિત્ર - ખોટું બોલવાનુ કે એક જ મળ્યો હતો.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પત્ની - હું કેટલી મૂરખ હતી કે મે તમારા જેવા માણસ સાથે લગ્ન કરી લીધા.
પતિ - હા, હુ પણ આ વાત જાણતો હતો, પરંતુ શુ કરુ ત્યારે મારા પર પ્રેમનો નશો એટલો છવાયેલો હતો કે હુ આ વાતની નોંધ જ ન લઈ શક્યો.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શનિવાર, 7 સપ્ટેમ્બર, 2013

Gujarati Joke Part - 386

નેતા:ભુતકાળને ભુલીને ભવીશ્ય અંગે વીચારીશું તો જ દેશની પ્રગતી થસે.
એ સમયે અચાનક કોઈક બોલ્યું,'તમે મારી પાસેથી ભુતકાળમાં હજાર રુપીયા ઉછીના લીધા હતા.એ મને પાછા આપવાનું ભુલી ન જતાં.'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક દિવસે શિક્ષકે વિદ્યાર્થીઓને નિબંધ લખવા આપ્યો - આળસ શું છે ?
બીજા દિવસે વિદ્યાર્થીઓની નોટબુક તપાસતી વખતે એક કોરી નોટબુક જોઈ, જેના પ્રથમ પેજ પર લખ્યું હતુ - આળસ શુ છે ? અને ચાર પેજ કોરા છોડીને પાંચમા પેજ પર લખ્યુ હતુ - આ જ આળસ છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

છગન એના ચીની મિત્રને હોસ્પિટલમાં મળવા ગયો. ચીની મિત્ર 'ચીન યુન યાન' એટલું બોલીને મરી ગયો. મિત્રના છેલ્લા શબ્દો શું હતા તે જાણવા છગન ચીન ગયો અને એ શબ્દોનો અર્થ પૂછ્યો.
અર્થ હતો : 'તું મારી ઑક્સિજનની નળી ઉપર ઊભો છે.'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ગુરુવાર, 5 સપ્ટેમ્બર, 2013

Gujarati Joke Part - 385

એક હજામની દુકાને બોર્ડ લગાડવામાં આવ્યુ હતુ અહી માત્ર એક રૂપિયામાં વાળ કાપી આપવામાં આવશે.
બીજા હજામે બોર્ડ લગાવ્યુ - બિનઅનુભવી લોકોએ કાપેલા ઉંધા-છતા વાળને અહીં માત્ર બે રૂપિયામાં સુધારી અપાય છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પતિ - ચાલ આજે આપણે બહાર જઈને ચા પીશુ
પત્ની - કેમ, તમે એમ સમજો છો કે હું ચા બનાવી-બનાવીને કંટાળી ગયો છુ ?
પતિ - અરે નહી, હુ રોજ કપ-રકાબી ધોઈ ધોઈને કંટાળી ગયો છુ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મમ્મી એ ગુસ્સે થઈને પપ્પૂને પૂછ્યું - કબાટમાં મે ગઈકાલે રાતે બે લાડવા મુક્યાં હતા, તો એક જ કેમ રહી ગયો.?
પપ્પુ બોલ્યો - માઁ, એક એટલા માટે રહી ગયો કે મને બીજો લાડવો અંધારામાં દેખાયો જ નહિ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~