રવિવાર, 20 જાન્યુઆરી, 2013

Gujarati Joke Part - 350

એક સરકારી ઓફિસમાં સંતા અને બંતા બે નવા કર્મચારીઓ વાતો કરી રહ્યા હતા. સંતાએ કહ્યુ - 'મારુ ફેમિલી અલાઉંસ વધારવા માટે મારા બાળકોની સંખ્યા ત્રણ લખાવી દીધી છે.
બંતા - અરે ઓછામાં ઓછી પાંચ તો લખવી હતી મેં તો સાત લખી છે.
સંતા - તારી વાત જુદી છે તુ પરણેલો છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પરીક્ષામાં પ્રશ્ન : "પેટનું કાર્ય જણાવો."
ગટુનો ઉત્તર : "પૅન્ટને પકડી રાખવાનું."
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતાસિંહ 100 વોટના બલ્બ પર પિતાજીનું નામ લખી રહ્યો હતો.
કોઈએ પૂછ્યું : 'ક્યા કર રહે હો ?'
સંતાસિંહ : 'બાપ કા નામ રોશન કર રહા હું !'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શુક્રવાર, 18 જાન્યુઆરી, 2013

Gujarati Joke Part - 349

એક પ્રવાસી રેલવેના ડબ્બામાં ચડ્યો અને પતરાની સૂટકેસ ઉપરની બર્થ ઉપર તેણે એવી રીતે મૂકી કે અરધો ભાગ બર્થની અંદર અને અરધો ભાગ બર્થની બહાર રહેતો હતો. એ બર્થની નીચે એક યુવતી બેઠી હતી. એણે ગભરાતાં ગભરાતાં કહ્યું : 'જો આ સૂટકેસ મારી ઉપર પડશે તો ?'
'તો કશો જ વાંધો નથી, બહેન, તૂટી જાય એવી એકેય વસ્તુ એમાં નથી.'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પતિ (પત્નીને)- જો તને જમવાનુ બનાવતા આવડતુ તો હુ નોકરાણીને રજા આપી દેત.
પત્ની - જો તમને પ્રેમ કરતા આવડતુ હોય તો હુ ડ્રાઈવરની રજા આપી દેત.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતા - (પ્રેમિકાને) ડાર્લિંગ શુ તુ મારી સાથે લગ્ન કરીશ ?
છોકરી - પહેલા તારી ભાષા સુધાર.
સંતા- બહેનજી, શુ આપ મારી સાથે લગ્ન કરશો ?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બુધવાર, 16 જાન્યુઆરી, 2013

Gujarati Joke Part - 348

નોટબૂક : ૩૦ રુપિયા
રિફિલ : ૦૩ રુપિયા
પેન્સિલ : ૨ રુપિયા
કમ્પાસ બોકસ : ૪૦ રુપિયા

સ્કૂલ બેગ : ૧૫૦ રુપિયા
સ્કૂટી : ૨૮૦૦૦ રુપિયા
પણ હોમવર્ક ના કર્યુ હોય ત્યારે કલાસની બહાર આરામથી ઉભા રહેવાનો આનંદ : અમૂલ્ય...!
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

રમણ : જો તારી પ્રેમિકા સુંદર, સમજદાર, ઘ્યાન રાખવાવાળી, ક્યારેય ગુસ્સો ના કરનારી, જલન ના કરનારી અને સ્વાદિષ્ટ ભોજન બનાવનારી હોય તો તને કેવું લાગશે?
રાજુ : આ માત્ર એક અફવા છે. બીજુ કંઇ નહિ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સવાલ : દુનિયામાં પ્રથમ વાર પ્રેમની શોધ ક્યા દેશમાં થઈ હશે ?
જવાબ : ચીનમાં. કારણ કે એટલે જ તો પ્રેમમાં વોરંટી જેવું કશું હોતું નથી !
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સોમવાર, 14 જાન્યુઆરી, 2013

Gujarati Joke Part - 347

એકવાર મગનભાઈ ટીપુ સુલ્તાનનો પેલેસ જોવા મૈસુર ગયા. ગાઈડ તેમને બધુ બતાવીને સમજાવી રહ્યો હતો. મગન થાકી ગયો તેથી એક ખુરશી પર બેસી ગયો.
ગાઈડ બોલ્યો - અરે, ભાઈ આની પર ન બેસો. આ તો ટીપુ સુલ્તાનની ખુરશી છે
મગન - બસ એ આવે ત્યાં સુધી. એના આવતા જ હું ઉઠી જઈશ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

જજ (ચોરને) : 'ભાઈ તેં શેઠજીને ઘેર ચોરી કરી હતી ?'
ચોર : 'હા, સાહેબ.'
જજ : 'કેવી રીતે કરી હતી ?'
ચોર : 'રહેવા દો ને સાહેબ, આ ઉંમરમાં આપ ચોરીના ગુણ શીખીને શું કરશો ?'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પુત્ર : 'કાયદો પુરુષોને બે પત્ની કરવાની કેમ ના પાડે છે ?'
પિતા : 'બેટા, જેને રક્ષણની જરૂર છે તેને કાયદો આ રીતે રક્ષણ આપે છે !'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શનિવાર, 12 જાન્યુઆરી, 2013

Gujarati Joke Part - 346

પિતાજી -(પુત્રને) તુ એ કેવી રીતે સિધ્ધ કરીશ કે લીલાં શાકભાજી ખાનારા લોકોને આંખોની કોઈ તકલીફ નથી હોતી.
પુત્ર - સહેલું છે પિતાજી, તમે કદી કોઈ ઘોડા કે બકરીને ચશ્મા પહેરેલા જોયા છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતા - (પોતાની પત્નીને) લે ડાર્લિંગ હું તારી માટે ગીફ્ટ લાવ્યો છુ.
પત્ની-(પેકેટ ખોલતા) શુ આ મતલબ વગરની ભેટ આપો છો, ચા ના કપ તો આપણા ઘરમાં ઢગલો પડ્યા છે.
સંતા - આ બહુ સરસ ભેટ છે, આ હંમેશા તારા હોઠને ચૂમતા રહેશે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

છગન : મોહન, રસગુલ્લા ખાવા હાનિકારક છે કે ફાયદાકારક ?
મોહન : 'અગર તુ ખવડાવે તો ફાયદાકારક, હું ખવડાઉં તો હાનિકારક !'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ગુરુવાર, 10 જાન્યુઆરી, 2013

Gujarati Joke Part - 345

સંતા (ફોન પર) - મા, ખુશખબર છે.
માં - બોલ બેટા.
સંતા - અમે 2 થી 3 થઈ ગયા છે.
માઁ - ખૂબ ખૂબ વધાઈ, છોકરો થયો કે છોકરી.
સંતા - ના છોકરો કે છોકરી, મેં બીજા લગ્ન કરી લીધા છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

નાસાએ નટુ-ગટુને ચંદ્ર પર મોકલ્યા.
પરંતુ રોકેટ ઊડીને થોડીવારમાં પાછું આવ્યું.
નાસાએ બંનેને પૂછ્યું : 'કેમ પાછા આવ્યા ?'
નટુ-ગટુ બોલ્યાં : 'અમે તો ભૂલી ગયા હતા. આજે તો અમાસ છે. ચંદ્ર ક્યાંથી હોય ?'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતા એક દિવસ બંતા ડોક્ટર પાસે ગયો બંતા ડોક્ટરે તેને તપાસતાં કહ્યુ કે - તને જોઈને લાગે છે કે દેશમાં દુકાળ પડ્યો છે.
સંતા બોલ્યો - અને ડોક્ટર સાહેબ તમને જોઈને સમજાય છે કે દુકાળ કેમ પડ્યો છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ગુરુવાર, 3 જાન્યુઆરી, 2013

Gujarati Joke Part - 344

મગન એના મિત્રનો નંબર મોબાઈલમાં સેવ કરતો હતો. વજેસિંગબાપુ જોતા હતા.
વજેસિંગબાપુ : અલ્યા શું કરે છે ?
મગન : સેવ કરું છું
વજેસિંગબાપુ : અઢીસો ગ્રામ મારીય કરજે ભેગાભેગી.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બે લૂંટારૂઓ ચોરી કરીને પૈસા ગણી રહ્યા હતા. એક ચોર બીજાને બોલ્યો - ગણીશ નહી, જલ્દી કર.
બીજો બોલ્યો - પછી તુ મારી સાથે ઝગડીશ.
પહેલો બોલ્યો - ગણવાની જરૂર નથી, કાલે પેપરમાં સાચી રકમ આવી જશે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

છગન : દૂધ બગડી ન થઈ જાય એ માટે શું ઉપાય કરવો જોઈએ ?
મગન : કંઈ નહી બસ દૂધ ગટગટાવી જવાનુ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મંગળવાર, 1 જાન્યુઆરી, 2013

Fnny Blind man punk


અરે! લાઈટ તો બંદ કરી દયો


ઉતમ નામ - Glycodin


No Smoking - Aaj Tak


Funny Ad - Godrej DVD Player


Gujarati Joke Part - 343

સોનુ - તને ખબર છે મારો કૂતરો સો સુધીની ગણતરી કરી શકે છે ?
મોનુ - હા, ખબર છે.
સોનુ - તને કોણે કહ્યુ ?
મોનુ - મારા કૂતરાએ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

નટુ : 'લોકો કહે છે કે વિરુદ્ધ સ્વભાવવાળી વ્યક્તિ સાથે લગ્ન કરવાથી માણસ સુખી થાય છે.'
ગટુ : 'એટલે તો હું એવી છોકરી શોધું છું જે પૈસાદાર હોય !'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

લગ્નના થોડા દિવસ પછી પુત્રીએ માતાને ફોન કર્યો.
પુત્રી - મમ્મી, મારો એમની સાથે ઝગડો થઈ ગયો છે.
માતાએ સમજાવ્યુ - કોઈ વાંધો નહી બેટા, નવા-નવા લગ્ન છે, ક્યારેક એવુ થઈ જાય છે. તુ ચિંતા ન કર બધુ ઠીક થઈ જશે.
પુત્રી - એ તો ઠીક છે મમ્મી, પણ હવે આ લાશનુ શુ કરુ ?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~