આમ તો માનનીય બ્રહ્માજીએ અમુક એવા મોડેલ ટેસ્ટીંગ વગર નીચે ધરતી પર મોકલી આપ્યા છે કે ઉપરથી ભગવાન આવીને લાખ યત્ન કરે તો પણ કોઈ વાતે ખુશ ના થાય. પણ પડ્યું પાનું નિભાવી લેવું એ ભારતીય સંસ્કૃતિ છે, અને પુરુષે આ પોતાની પત્નીને ખુશ રાખવા વિષયે યથાશક્તિ પ્રયત્ન કરવો જોઈએ. તો અહી પત્નીને ખુશ રાખવાના થોડાક ઉપાય બતાવ્યા છે. એ તમારે જાણવા જોગ.
1. તમે તમારી પત્ની સાથે વાતચીત કરતા હોવ ત્યારે વચ્ચે ના બોલો
2. સવારે ઓફિસ જતા મોજા જાતે શોધી લો
3. ઓફિસથી ઘેર આવીને મોજા બાથરુમમાં જાતે ધોવા નાખો
4. ઓફિસેથી આવીને થોડી વાર કઈ બોલવું નહિ. બધા સમાચાર એની મેળે જ મળી જશે.
5. એ બીજા શહેરની હોય તો એના શહેરની કોઇ પણ ખુબી શોધી એના વખાણ કરો (અરે, આ તો શાયરોનુ શહેર નહી? પેલા કવિ “બેવકુફ” અહીનાં જ નહીં?)
6. એની કોઇ પણ સહેલીના રુપના વખાણ ક્યારેય ન કરો
7. એની સહેલી ઘેર આવી હોય તો ડ્રોઇંગ રૂમમાં વારેઘડીયે આંટા ન મારો
8. એની મમ્મીની રસોઇના વખાણ કરો
9. “હું કેવી લાગુ છુ” નો પ્રમાણિકપણે જવાબ આપવો શકય ના હોય તો એમ કહો કે “ આજે તો તું સાવ જૂદીજ લાગે છે”
10. એના મામાની સરકારમાં બહુ પહોંચ છે એવુ કહો, સાસુ પણ ખુશ રહેશે
11. "તારા પપ્પા બહુ સોશિયલ છે” એવુ મહિને ઓછામા ઓછુ એક વાર કહો
12. ટીવી જોતી વખતે : “અરે, જોતો, આ કેટરિનાએ તારા જેવી જ હેરસ્ટાઇલ કરી છે” એવુ કહો.
13. તમારી વાત ટુંકમાં કરો.
14. એના પિયરિયાનો ફોન હોય અને “આજે શાક કેવી રીતે દાઝી ગયુ?” એ વિષય પર લાંબી વાતચીત ચાલતી હોય તો તમે તમારા અગત્યના કામ પડતા મુકી ધીરજપુર્વક એ ફોન પુરો થાય ત્યાં સુધી રાહ જુઓ.
15. જમવા બેસતી વખતે પાણી જાતે ભરી લો
16. એની વાત ધ્યાન પુર્વક સાંભળો છો એવુ એટલીસ્ટ બતાવો તો ખરા જ.
17. એ કશુ કહેવા આવે તો છાપુ બાજુ પર મુકી વાત સાંભળો.
18. એ વાત કહેતી હોય ત્યારે ટી.વી. મ્યુટ કરી દો!
19. ઉતરન અને ક્રિકેટ મેચ સાથે ચાલતા હોય તો ઉતરન ચાલતી હોય તે ચેનલ મુકો. એ જો ભુલે ચુકે સામો વિવેક કરે તો એમ કહો કે “મેચ તો રોજ આવે છે”
20. એ એમ કહે કે “આજે બહુ ગરમી છે” તો પંખો ફાસ્ટ કરો યાર!
21. એ એમ કહે કે “આજે બહુ થાકી ગઇ છુ ” તો તરત કહો કે “ચાલ, આજે બહાર જમવા જઇએ”
22. એ એમ કહે કે “આજે રસોઇ કરવાનો મુડ નથી” તો તરત કહો કે “સાચુ કહુ, હું તો પીઝા મંગાવવાનુ જ વિચારતો હતો”
23. વાત વાતમાં એના સોગંદ ખાવ (તારા સમ, તુ સાચે આજે જુદી લાગે છે!)
24. બેડરુમમાં બામની વાસ સહન ના થાય તો ફરિયાદ કર્યા વગર કોક દિવસ ડ્રોઇંગરુમમા સુઇ જાવ.
25. કોઇ પણ ફરિયાદ કરવી હોય તો સીધી નહી પણ આડકતરી રીતે કરો જેમ કે:
દાળ પાણી જેવી હોય તો “ આજે દાળ કંઇક જુદી જ હતી!” અને રોટલી કાચી બને તો “આ વખતે ઘંઉ સારા નથી આવ્યા” એમ કહો.
26. અઠવાડિયે એક વાર તો સમય અનેસંજોગો જોઇ ને પૂછી લો કે "કેમ આજે ઢીલી લાગે છે?"
27. શાક સારુ ના બન્યુ હોય તોઅંદર ટોમેટો સોસ નાખો, ફરિયાદ ન કરો.
28. એક હાથથી ભાખરી ન તૂટતી હોય તો બીજો હાથ વાપરો ! ભગવાને બે હાથ શેના માટે આપ્યા છે?
29. કામવાળો રજા ઉપર હોય તો ઘરમાં એક જ વાર ચા પીવો.
30. સફેદ કપડા ક્યારેય ન ખરીદો.અથવા તો પાન-મસાલા છોડી દો.
31. બેલ વાગે તો દરવાજો ખોલવાતમે જાવ, એમાંકાંઇ વારા થોડા પડાય બોસ!
32. ઓફિસનુ કામ ઘરે ન લાવો.
33. શકય હોય તો ઘરનુ કામ ઓફિસ લઇ જાવ.
34. તહેવારો પર નવા કપડા ખરીદવા રૂપિયા ઢીલા કરો.
35. એના ડ્રેસ ખરીદવા સાથે જવાનુ એ પોતે કહે તો પણ ટાળજો, છેવટે બન્ને ખુશ રહેશો!
36. નવા ડ્રેસમાં એ જાડી લાગેતો એમ કહેજો કે " આ ડ્રેસ એક સાઇઝ નાનો આવી ગયો લાગે છે"
37. એનો ભાઇ બહુ ઇન્ટેલીજન્ટછે તેવુ જાહેર કરો
38. લાલ કપડામાં પોસ્ટ ઓફિસનાડબલા જેવી લાગે છે તેવી લોથલ જોક ન મારવી. લાલ કપડામાં સાગરમાં ડિમ્પલ કાપડિયા આવીજ લાગતી હતી એમ કહો.
39. લગ્નદિવસે સાચા સોનાના ઘરેણાલાવી આપો.
40. તમે ખરીદેલી વસ્તુની સાચીકિંમત એના મોંઢે બોલવા દો, અને પછી એની બોલેલી કિંમતની આજુબાજુનો કોઇ પણ આંકડો પાડી દો.તમે જો ડાહ્યા થઇ ને પહેલાજ સાચી કિંમત જાહેર કરશો તો "તમે છેતરાયા" એવુ પ્રમાણપત્ર આપશે અથવાએના માટે તમે "કાયમ હલકી વસ્તુ લાવો છો" એ વાત પર મામલો બીચકશે
41. ઓફિસેથી ઘેર પાછા આવતા પહેલા મોબાઇલના ઇન બોક્સમાંથી SMS ડીલીટ કરીને આવો.
42. શક્ય હોય તો મોબાઇલનુ રીસન્ટકોલ લીસ્ટ પણ ડીલીટ કરીને ઘેર આવો.
43. એની મોટી બહેનના ગંદા-ગોબરાતોફાની છોકરાને જોતા જ તેડી લો, અને કહો "કેટલો ક્યુટ અને નૉટી છે!"
44. તમારા સાસરે કૂતરો રાખ્યોહોય તો એ તો તમને ચાટશે જ, મોં નહી બગાડવાનુ, અને એને એની હાજરીમાં ભગાડવાનો કે હટ નહીં કહેવાનું.
45. એ રડે તો રૂમાલ નહીં,એને જે જોઇતુ હોય તેલાવી આપો.
46. રક્ષાબંધને સાસરે જ જમવાનુ ભાઇ ! બેસતું વર્ષ અને ભાઈબીજ પણ સાસરે જ ઉજવવા. અને રવિવારે સાસરે ના જવું હોય તો ખર્ચો કરીને બીજે ગમે ત્યાં ફરવા જવાનું.
47. દાળમાંથી કોથમીર અને બીજો કચરો કાઢતા કાઢતા કોઇના બાવડા સુજી ગયા હોય તેવા વૈજ્ઞાનિક પુરાવા નથી, માટે ખોટી ફરિયાદ કરવાનું બંધ કરો.
48. "સાસરૂ સોનાની ખાણ"ની ડીવીડી વસાવી લો
49. ફોનનું બિલ એના લીધે વધારે આવે છે એવુ કદી ન કહો.
50. મુસાફરીમાં બધો સામાન તમેજ ઉપાડો! પોત-પોતાનો સામાન પોતે ઉપાડે એટલી બધી સ્ત્રી સમાનતા હજુ આપણા દેશમાં આવી નથી!
૫૧. ચાલવાથી કોઇ પણ અનને લગભગ બધી ભારતીય સ્ત્રીઓ થાકી શકે છે. એનો કકળાટ હીલ-સ્ટેશન પર ના કરાય !
૫૨. ઘરનાં ખાવામાં બદલાવ જોવા ઇચ્છતા હોવ તો અઠવાડિયે એક દિવસ ગોગલ્સ પહેરીને જમવા બેસો બોસ !
૫૩. દાળ અને શાકનો કલર જોઇ એના ટેસ્ટ વિષે ચુકાદો ન આપી દો, આજે જે બન્યુ છે તે ન બન્યુ નથી થવાનું!
૫૪. તૈયાર થવામાં વાર લાગે તો કકળાટ ન કરવો. તમે મોડા પહોંચશો તો લગ્ન અટકી પડવાના નથી. અરે, આજકાલ તો રીસેપ્શનમાં વર-કન્યાજ મોડા પહોંચે છે.
૫૫. છાપું વાંચતા વાંચતા કૂકરની સીટી ગણવાનું શીખી જાવ.
૫૬. ગેસ બંધ કરતા પણ શીખી જાવ. રસોડા સુધી ચાલવાથી તમારી ફાંદ ઉતરે તેવુ તે માનતી હોય તો માનવા દો.
૫૭. ડસ્ટબીન નજીક જઇ કચરો નાખવા માટે છે, દુરથી નિશાનબાજીની પ્રેક્ટીસ કરવા માટે નથી. સમજ્યા ? તમારા ખોટા નિશાનના લીધે કચરાપેટીની અંદર કરતા બહાર વધારે કચરો દેખાય તો ગમે તેને ગુસ્સો આવે.
૫૮. કોબીના શાકમાં ખાંડ ન નખાય એવો કોઇ કાયદો નથી. ખોટા કાયદા નહી બતાવવાના.
૫૯. શિયાળામાં દહીં ન જામે. તમને વધારે સારુ જમાવતા આવડતુ હોય તો તમે જમાવોને બૉસ! એકાદ દહાડો ખીચડીમાં દહીં ન મળે તો ઝાડાન થઇ જાય.
૬૦. "ટીવીનું રિમોટ ક્યાં પડ્યું છે ?" આવા વાહિયાત સવાલો ન કરો.
૬૧. ઉનાળામાં બે જ શાકભાજી મળે છે. બટાકાઅને રીંગણ. અને આ બંને તમને નથી ભાવતા તે તમારી સમસ્યા છે.
૬૨. ઘરની પાણીપુરી એ બજારની પાણીપુરી જેવી ના પણ બને, એ માટે ભૈયાના પરસેવા વાળા હાથ ઘરે લાવવા પડે !
૬૩. એ હસી હસીને ફોન પર વાત કરે છે ? તો ફોન પીયરિયાનો હશે,બીજી કોઈ શંકા અસ્થાને છે.
૬૪. સ્ત્રીઓને ઇલેકટ્રોનિક ગેજેટસ વાપરતા નથી આવડતું, એ વાત અમેરિકન રીસર્ચથી સાબિત થયેલ છે, માટે એ વિષે તમારે અલગ વ્યાખ્યાન આપવાની જરૂર નથી.
૬૫. એને કાર ચલાવતા શીખવવાની કોશિશ ન કરશો. ડ્રાઇવિંગ સ્કુલવાળાઓને પૈસા આપો અને એ વસુલ થતા જુઓ.
૬૬. એને કાર ચલાવતા નથી આવડતુ તો શું થયુ? રસ્તામાંતમે કોઇની સાથે ભટકાઇ ના પડો તે માટે તમને સુચના આપે તો એમાં એણે શું ખોટું છે ?
૬૭. ટુથપેસ્ટ પુરી થવા આવે ત્યારે પેસ્ટ કાઢી આપવી એ પતિનો ધર્મ છે. આવા ક્ષુલ્લક કામો એ આટલા વર્ષોમાં કેમ ન શીખી તેવા તુચ્છ વિચારો ન કરવા.
૬૮. એના પર્સમાંથી તમારે જે જોઇએ છે તે માંગો, એમ ખાંખાંખોળા કરી કામ ના વધારો.
૬૯. માંગ્યા વિના તો મા પણ ના પીરસે.આ તો પત્ની છે.
૭૦. ઓફિસેથી ઘેર પાછા આવતા અવશ્ય ફોન કરો, ડાર્લિંગ કાઈ લાવવાનું છે?
૭૧. પીરસતા વાર થાય તો રાહ જુવો,તકિયો ના માંગો.
૭૨. ઘરમાં વોશિંગ મશીન તમારા સ્ટેટસ માટે લીધું છે, કપડા તો રામો જ સારા ધુવે. માટે 'વોશિંગ મશીનનો ખર્ચો કેમ કરાવ્યો ?' એવો બેવકૂફ જેવો સવાલ કરવો નહિ.
૭૩. રેલ્વે સ્ટેશને કે એરપોર્ટ પર એને વિદાય કરવા જતી વખતે ક્યારેય મોઢું હસતું ના રાખો. તમારા અરમાનોને દબાવી રાખતા શીખો.
૭૪. રાતે ઊંઘમાં બબડતા હોવ તો જે બોલોતે સ્પષ્ટ બોલો, ખાસ કરીને કોઈ સ્ત્રીનું નામ.
૭૫. મોબાઈલ પર્સમાં મુક્યો હોય તો રીંગ ના સંભળાય એ કોમન સેન્સની વાત છે. સ્ત્રીઓ એ સિવાય મોબાઈલ ફોન ક્યાં મુકે? છે કોઈ જવાબ ?