શનિવાર, 29 ઑક્ટોબર, 2011

Gujarati Joke Part - 179

દર્દી : 'ડૉક્ટર સાહેબ, મને એવી દવા આપો કે તે ખાધા પછી હું મર્યા પછી તરત જીવતો થઈ જઉં.'
ડૉક્ટર : 'ભાઈ એવી દવા હું ન આપી શકું. તું એકતા કપૂર પાસે જા !'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પતિ-પત્નીમાં લડાઈ થઈ ગઈ. પતિ ગુસ્સામાં ઘરની બહાર ચાલ્યો ગયો. રાતે ઘરે ફોન કર્યો.
'ખાવામાં શું છે ?'
પત્નીએ ગુસ્સામાં જવાબ આપ્યો : 'ઝેર'
પતિ કહે : 'તુ ખાઈ લેજે, હું મોડો આવવાનો છું.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બંટાસિંહનાં બેઉ ટાબરિયાંએ પરીક્ષામાં બાપનું નામ જુદું લખ્યું. શિક્ષકે કાન પકડીને કારણ પૂછ્યું : 'કેમ અલ્યા ? આવું કેમ ?'
છોટે બંટા : 'ફિર તૂસી બોલતે હો કી કોપી કરતે હો….ઈસલિયે.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Gujarati Joke Part - 178

એક વાર પપ્પાએ નાશ્તો કરતી વખતે બિસ્કીટ માંગ્યા, મમ્મી બોલી બિસ્ટીક તો આઉટ ઓફ સ્ટોક છે. તેમના ચાર વર્ષના છોકરા બબલુને આ ખબર ન પડી આથી તેણે મમ્મીને પૂછ્યુ - મમ્મી આઉટ ઓફ સ્ટોક એટલે શુ ?
મમ્મી બોલી - જે ઘરમાં ન હોય તે.
એક દિવસ બપોરે ટીવી જોઈ રહ્યો હતો, એટલામાં કોઈ મિત્ર તેના પપ્પાને મળવા આવ્યા. તેમણે પૂછ્યુ - બેટા પપ્પા છે ?
બબલુ બોલ્યો - પપ્પા તો આઉટ ઓફ સ્ટોક છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતા - કેમ મિત્ર તમારા દાંત કેવી રીતે તૂટી ગયા ?
બંતા - હસવાને કારણે..
સંતા - હસવાને કારણે કેવી રીતે ?
બંતા - હા, યાર, ગઈકાલે મેં એક પહેલવાનને જોઈને હસી પડ્યો હતો.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ગટુ : 'મારી પત્નીની યાદશક્તિ ભયંકર ખરાબ છે.'
નટુ : 'કેમ ? એમને કશું યાદ નથી રહેતું કે શું ?'
ગટુ : 'ના યાર, એને બધું જ યાદ રહે છે.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ગુરુવાર, 27 ઑક્ટોબર, 2011

Gujarati Joke Part - 177

ડૉક્ટર (દર્દીને) : 'જો તમે આ બીમારીમાંથી બચવા માંગતા હોય તો તમારે બહુ ભીડભાડને માણસોથી ઉભરાતી જગ્યાએથી હમેશાં દૂર જ રહેવું પડશે.'
દર્દી : 'એ શક્ય નથી સાહેબ.'
ડોક્ટર : 'કેમ ? એમાં શું વાંધો છે ?'
દર્દી : 'વાંધો ? અરે, સાહેબ, મારો ધંધો જ ખિસ્સાંકાતરુઓનો છે !!'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શિક્ષકે કહ્યું : રમેશ, એક ટૂંકો નિબંધ લખ કે જેમાં અઠવાડિયાના દરેક વાર વિશે થોડું લખજે.
રમેશે લખ્યું : 'સોમવારે મા મામાને ઘેર ગઈ હતી ત્યારે પિતાથી એટલો શીરો બનાવાઈ ગયો કે તે મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રવિ સુધી ચાલ્યો !'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મગન - બોલ યાર, આખી જીંદગી કોણ આપણને સાથ આપી શકે, પત્ની કે પ્રેમિકા ?
છગન - આમ તો બંને સાથ આપે, પણ જો બંન્નેને એકબીજા વિશે ખબર પડી જાય તો બંનેમાંથી એકપણ નહી.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મંગળવાર, 25 ઑક્ટોબર, 2011

Gujarati Joke Part - 176

સંતાને ચૂંટણીમાં ઉભા રહેવાનો શોખ થયો, તેણે પોતાનુ નામાંકન ભરી દીધુ. તેણે પ્રચાર કરવાનો પણ શરૂ કર્યો. એક દિવસે પત્રકારોએ તેનો ઈંટરવ્યુ લીધો. તમે છેક નીચેના પગથિયાથી શરૂ કરીને ટોચ સુધીના ધંધાએ પહોંચ્યા એમ ને ? તમે જરા કહેશો કે તમે શરૂઆત ક્યાંથી કરી હતી અને હમણાં ક્યા સુધી પહોંચ્યા છો.

મેં જૂતા-પોલીશથી શરૂઆત કરી હતી, અને હવે લોકોના વાળ કાપું છુ.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બે સ્ત્રીઓ પુરુષોની બીજા પર નિર્ભરતા વિશે વાત કરી રહી હતી. એક હસીને બોલી - મારા પતિ બિલકુલ બાળકોની જેમ અસહાય છે.
બીજી બોલી - મારા પતિના પણ એ જ હાલ છે. ક્યાં સુધીની વાત કરું ? ઓફિસમાંથી આવીને જ્યારે તે શર્ટમાં બટન લગાવે છે ત્યારે સોઈમાં દોરો પણ મારે જ પરોવી આપવો પડે છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પત્ની - કુંવારા અને પરિણિત વ્યક્તિમાં શુ ફરક છે ?
પતિ - કુંવારાના શર્ટનુ બટન ઉંધુ કે બાયો વળેલુ ટાંગેલુ હોય છે અને પરણેલાના શર્ટ પર બટન જ નથી ટકતા.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શુક્રવાર, 21 ઑક્ટોબર, 2011

Gujarati Joke Part - 175

પીડાની પરાકાષ્ઠા શું છે? એક જ હાથ હોય તેવો માણસ ખીણની ધાર પર હાથ વડે લટકી રાો છે...અને એની પૂંઠ પર સખત ખંજવાળ ઊપડી છે ! મોતની પરાકાષ્ઠા શું છે ? એણે પોતાની પૂંઠ ખંજવાળી લીધી ..!
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
કનુ : 'હું તમારી દીકરીને એટલું બધું ચાહું છું કે એની ખાતર હું બધું છોડીને આવ્યો છું.' દીકરીનો બાપ : 'બધું એટલે શું ?' કનુ : 'ચાર છોકરાં અને એક પત્ની !'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
મગન : 'ડૉક્ટર, રોજ હું 100 રૂ. ની દવા લઉં છું પણ કશો ફાયદો નથી થતો. ડૉક્ટર : 'મગનભાઈ ! રોજ 50 રૂ.ની દવા લેવાનું રાખો. રૂ. 50 નો ચોખ્ખો ફાયદો થશે ને ?!
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બુધવાર, 19 ઑક્ટોબર, 2011

Gujarati Joke Part - 174

ચિન્ટુ ગાલિબના ઘરે ગયો. બારણું ખખડાવ્યું, ગાલિબે પૂછ્યું : 'કૌન ?' ચિન્ટુ : 'મેં !' ગાલિબ : 'મૈં કૌન ?' ચિન્ટુ : 'અરે યાર તૂ તો ગાલિબ હૈ ! પૂછતા ક્યું હૈ ?'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
એક અભણ ભાઈ એક ભણેલી શહેરી છોકરીને પરણ્યા. ગામના તળાવની સુંદરતા જોઈને પેલી બોલી ઊઠી: 'How Nice!' ભાઈ બોલ્યા: 'તું એકલી શું કામ ? તું નાઈસ (ન્હાઈશ) તો હું બી નાઈસ (ન્હાઈશ) !
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
એક સટોડિયાને તાવ આવ્યો. ડૉક્ટરે તાવ માપીને કહ્યું : 'ચાર છે.' 'પાંચ થાય ત્યારે વેચી નાખજો' સટોડિયાએ કહ્યું.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સોમવાર, 17 ઑક્ટોબર, 2011

Gujarati Joke Part - 173

ટીનુ : 'મમ્મી, 1 રૂપિયો આપ ને બિચારો ડોસો ક્યારની બૂમો પાડે છે.' મમ્મી : 'એ શું કહે છે ?' ટીનુ : 'એ કહે છે.. ફુગ્ગાની કિંમત ફક્ત એક રૂપિયો.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
પપ્પુ - ડોક્ટર, હું જ્યારે બર્થડે કેક ખાઉં છુ ત્યારે મને છાતીમાં બળતરા થાય છે. ડોક્ટર - હવે બીજીવાર મીણબત્તી હટાવીને ખાજો.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
પત્ની (પતિને) - સાંભળો છો, તમારો મિત્ર જે છોકરી સાથે લગ્ન કરવા માંગે છે તે છોકરી સારી નથી, તમે તમારા મિત્રને રોકતા કેમ નથી. પતિ - (પતિએ મૂર્ખામી પર હસતા)- તેને મને રોક્યો હતો ?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શનિવાર, 15 ઑક્ટોબર, 2011

Gujarati Joke Part - 172

વિદાયની વેળાએ નવવધૂ માઁ સાથે વિંટળાઈને રડી રહી હતી. માઁ - રડીશ નહી, હું પણ ક્યારેક તારા પપ્પાની સાથે નવા ઘરમાં ગઈ હતી. નવવધૂ- તમે તો પપ્પાની સાથે ગયેલા, પણ હું તો અજાણ્યા માણસની સાથે જઈ રહી છું.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
સંતા - નેપોલિયનની વાત સાચી છે યાર, દુનિયામાં કંઈ અશક્ય નથી બંતા - પણ, હુ તો કહુ છુ કે આ વાત ત્યારે સાબિત થાય જ્યારે કોઈ એક હાથમાં બે તરબૂચ પકડી બતાવે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ગરબડદાસ ટેલિફોન બુથ પર ગયા. ત્યાં લખ્યું હતું કે : 'નંબર ડાયલ કરને સે પહેલે દો લગાઓ ! ગરબડદાસ ત્યાં બેઠેલા માણસને બે અડબોથ લગાવીને પછી નંબર ડાયલ કરવા માંડયા, બોલો !!
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ગુરુવાર, 13 ઑક્ટોબર, 2011

Gujarati Joke Part - 171

પતિ - શુ જમવાનુ બનાવ્યુ છે તમે, શાક કાંચુ અને રોટલી બાળી નાખી છે. પત્ની - તમે જ તો કહો છો કે પ્રેમ.... પતિ - આંધળો હોય છે, પણ આટલો પણ નહી કે કાચુ કે બળેલુ પણ ખબર ન પડે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
સંતા- અહી પાસે કોઈ કબ્રસ્તાન છે ? બંતા - નહી સંતા - તો પછી ગાડીની રાહ જોતા જોતા જે લોકો મરી જાય છે, તેમણે દફન કયાં કરવામાં આવે છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
રાજીવ : 'યાર, મહેશ તને ખબર છે કે મીસ શર્માની વાણી અચાનક બંધ થઈ ગઈ છે ?' મહેશ : 'તો તો આજે જ મારી પત્નીને તેને ઘરે જોવા માટે મોકલું છું. રાજીવ : 'કેમ ? તેણી તારી પત્નીની બહેનપણી છે ?' મહેશ : 'ના, ના, પણ હું વિચારી રહ્યો છું કે જો મીસ શર્માની બિમારી ચેપી નીકળી તો આજે મારી આઝાદી નિશ્ચિત્ત છે !'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મંગળવાર, 11 ઑક્ટોબર, 2011

Gujarati Joke Part - 170

રામુ : શ્યામ, તું મને એક સવાલનો જવાબ આપ કે ચા પીવી ફાયદાકારક છે કે નુકસાનકારક? શ્યામ : કોઈ પીવડાવે તો ફાયદાકારક અને પીવડાવવી પડે તો નુકસાનકારક.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
મગન - અરે યાર આ મચ્છર કાન પાસે ગણગણ કેમ કરતા રહે છે ? છગન - તને એટલુ સમજાતુ નથી કે દુશ્મને સાથે લડતા પહેલા તેને સાવચેત કરવો જોઈએ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
મગન - હું આજે દસ ઈ-મેલ મોકલવાનો છે. છગન - હું તે પોસ્ટબોકસમાં નાખી આવીશ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

રવિવાર, 9 ઑક્ટોબર, 2011

Gujarati Joke Part - 169

શિક્ષક: બોલો, લેંઘો એકવચન કહેવાય કે બહુવચન? ટપુ: ઉપરથી તો એકવચન અને નીચેથી બહુવચન.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
એક ગ્રાહકે ચીસ પાડીને કહ્યુ - વેટર, બટાકાના પરાઠો કહે છે ,પરંતુ તેમા બટાકુ તો ક્યાય દેખાતુ જ નથી. વેટર બોલ્યો - નામ પર ન જશો સર, જો તમે કાશ્મીરી પુલાવ મંગાવો છો તો શુ તેમા ક્યાય કાશ્મીર જોવા મળે છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
સંતા- સાહેબ, બજારમાં આપણો માલ નથી વેચાઈ રહ્યો. આ માટે આપણે કાંઈક કરવુ જોઈએ. સાહેબ - તુ જ બતાવ શુ કરીએ ? સંતા - માલની કિમંત દસની જગ્યાએ વીસ કરી દો અને રિડ્ક્શનનુ લેબલ લગાવીને વેચી દો.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શુક્રવાર, 7 ઑક્ટોબર, 2011

બોલો ઓમ નમઃશિવાય


Gujarati Joke Part - 168

કવિ : 'કાલે રાતે મારા ઘરમાં ચોર ઘૂસેલા.' મિત્ર : 'શું ચોરાયું ?' કવિ : 'તે બધા ઓરડા ખૂંદી વળ્યા ને આખરે ટેબલ પર પાંચ રૂપિયાની નોટ મૂકીને જતા રહ્યા.'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
શિક્ષક - કહો ગટ્ટુ ચંદ્ર અને નેપાળ અહીંથી કેટલુ દૂર છે ? ગટ્ટુ - કેવી રીતે કહુ ? ચંદ્ર તો સામે જ દેખાય છે, પણ નેપાળ નથી દેખાતું.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
એક પતિએ પત્નીને જોરથી તમાચો માર્યો તો પત્ની ગુસ્સે થઈ ગઈ. પતિએ કહ્યુ - માણસ તેના પર જ હાથ ઉઠાવે જેને પ્રેમ કરતો હોય. પત્નીએ પતિ પર બે તમાચા ઝીંકી બોલી - તમે શુ સમજો છો, હુ તમને ઓછો પ્રેમ કરુ છુ ?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બુધવાર, 5 ઑક્ટોબર, 2011

Gujarati Joke Part - 167

કેરોની બજારમાં અંગ્રેજ પ્રવાસીને ત્યાંના ફેરિયાએ રાણી કિલયોપેટ્રાની ખોપરી બતાવી કહ્યું : 'માત્ર 100 પાઉન્ડ.' પ્રવાસી : 'આભાર, પણ ઘણી મોંઘી છે.' ફેરિયો : 'આ નાની ખોપરી માટે શું વિચાર છે ?' પ્રવાસી : 'કોની છે ?' ફેરિયો : 'ક્લિયોપેટ્રા નાની હતી ત્યારની છે.'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
શિક્ષક - શુ તમે મને રાજા રામ મોહન રાય વિશે કશુ બતાવી શકો છો ? રાજુ - હા, સર તે ચારે પાકા મિત્રો હતા.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
રમણ - અરે યાર, હુ જ્યારે પણ એટીએમમાં પૈસા કાઢવા જઉ છુ તો ત્યાં એટીએમમાં પાસવર્ડ નાખુ છુ તો એટીએમમાં ફીગરને બદલે સ્ટાર-સ્ટાર આવે છે. છગન - અરે એ તો તારો પાસવર્ડ પાછળવાળો માણસ ન જોઈ જાય માટે રમણ - પણ જ્યારે હું એકલો હોવુ ત્યારે પણ સ્ટાર જ આવે છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સોમવાર, 3 ઑક્ટોબર, 2011

Gujarati Joke Part - 166

મેનેજર - (આવેદકને) આ પદ માટે અમને એવો માણસ જોઈએ જે જવાબદાર હોય. આવેદક - હું આ પદ માટે હું બિલકુલ યોગ્ય છુ, કારણ કે મારી અગાઉની નોકરીમાં કંઈ પણ નુકશાન થતુ તો તેઓ કહેતા હતા કે - આ માટે હું જવાબદાર છુ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
પપ્પૂની મેડમ (પપ્પૂની મમ્મીને) - પપ્પૂના અક્ષર બહુ ખરાબ છે. શુ લખે છે તે બિલકુલ સમજાતુ જ નથી. આ વખતે બહુ મુશ્કેલીથી પાસ થયો છે. મમ્મીએ જ્યારે ઘરે આવીને પપ્પૂને ફટકાર્યો ત્યારે પપ્પૂએ કહ્યુ - મમ્મી જો મેં સારા અક્ષરમાં લખ્યું હોત તો મને એક પણ માર્ક ન મળતો.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
પોસ્ટમેન સંતાને - તમારી ચિઠ્ઠી પહોંચાડવા માટે 3 કિલોમીટર પગપાળા ચાલીને આવવુ પડે છે. સંતા - તમે આવવાને બદલે ચિઠ્ઠી પોસ્ટ કરી દેજો
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શનિવાર, 1 ઑક્ટોબર, 2011

Easy Solution....


કામ ધંધો................


મોબાઈલ સોલ્યુશન


ખાસ મહિલાઓ માટે.....


Gujarati Joke Part - 165

સંતા(લાઈબ્રેરિયનને)-હું આ ચોપડી લઈ ગયો હતો પરંતુ આ વાચેલી બધી ચોપડીઓ કરતાં સૌથી વધારે બોરિંગ છે. આમા તો ફક્ત પાત્ર જ છે. વાર્તા તો ક્યાંય નથી. લાઈબ્રેરિયન - તમે અમારી ફોનબુક લઈ ગયા હતા.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
નાનકડી છોકરીએ લગ્નમાં મમ્મીને પૂછ્યું : 'મમ્મી કન્યાએ કેમ સફેદ પાનેતર પહેર્યું છે ?' મમ્મી : 'સફેદ ખુશી આપનારો રંગ છે અને આજે તેનો સૌથી ખુશીનો દિવસ છે.' છોકરી : 'તો વરે કેમ કાળો શૂટ પહેર્યો છે ?'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
બાળક(શિક્ષકને) - મેડમ, જેણે કશું ન કર્યુ હોય તેને સજા આપવી યોગ્ય કહેવાય ? શિક્ષક - નહી. બાળક - તો ઠીક છે આજે મેં હોમવર્ક નથી કર્યુ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~