શુક્રવાર, 31 જાન્યુઆરી, 2014

Gujarati Joke Part - 407

નોકર : 'સાહેબ ! હું આ ઘરની નોકરી છોડીને જાઉં છું.'
શેઠે એનું કારણ પૂછ્યું ત્યારે તેણે જણાવ્યું કે તમને મારા પર વિશ્વાસ તો છે નહિ, પછી અહીં રહેવાનો શો અર્થ છે ?'
'કેમ એમ બોલે છે ? મારા ઘરની બધી જ ચાવીઓ – તિજોરી સુદ્ધાંની તો ટેબલ પર પડી રહે છે.'
'પણ એમાંની એકેય ચાવીથી તિજોરી તો ખૂલતી જ નથી.' નોકરે જવાબ આપ્યો.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મૂરખનો સરદાર : 'મારા બાળક માટે કંઈક વિટામીનની ગોળીઓ આપો.'
દુકાનવાળો : 'ક્યા વિટામીન ? A, B, C કે D ?
મૂરખનો સરદાર : 'કોઈ પણ ચાલશે. હજી એને ABCD નથી આવડતી !'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પિતાજી -(પુત્રને) તમે આ કેવી રીતે સિધ્ધ કરશો કે લીલાં શાકભાજી ખાનારા લોકોને આંખોની કોઈ તકલીફ નથી હોતી.

પુત્ર - સહેલું છે પિતાજી, તમે કદી કોઈ ઘોડા કે બકરીને ચશ્મા પહેરેલા જોયા છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સોમવાર, 27 જાન્યુઆરી, 2014

Gujarati Joke Part - 406

એક વાર નીકી બીમાર પડી. તો તેમના ફેમિલી ડોક્ટર તેને તપાસવા આવ્યા. તેને તપાસ્યા પછી તે બોલ્યા - ગભરાવવા જેવુ કશુ નથી. બસ એનુ પેટ ખરાબ છે.
એટલામાં નીકી બોલી - પણ ડોક્ટર સાહેબ હું તો રોજ સાબુથી ઘસી ઘસીને ન્હાવુ છુ, જુઓ મારુ પેટ કેટલુ સાફ છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શિક્ષક : વિદેશપ્રવાસ કરનાર પ્રથમ ભારતીય મહિલા કોણ ?
મગન : સીતા માતા.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ડૉકટર : તમારે માટે એક સારા અને એક માઠા સમાચાર છે.
દર્દી : પહેલા સારા સમાચાર આપો.
ડોકટર : તમારો રોગગ્રસ્ત પગ હવે સુધારા ઉપર છે !
દર્દી : અને માઠા સમાચાર ?
ડોકટર : ભૂલથી તમારો સાજો પગ મેં ઓપરેટ કરી નાખ્યો છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ગુરુવાર, 23 જાન્યુઆરી, 2014

Gujarati Joke Part - 405

સંતા - યાર સંતા, તુ વિદેશી ચેનલ જ કેમ જોવાનુ પસંદ કરે છે ?
બંતા - અરે યાર, તુ જાણતો નથી કે તેમા દરેક સમયે ફ્રેશ માલ જોવા મળે છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

કુણાલ - મમ્મી, શુ બધી વાર્તાઓ 'એક રાજા હતો...' થી શરૂ થાય છે ?
મમ્મી એ કહ્યુ - નહી બેટા, એ તો બહુ જુની વાત છે. હવે તો વાર્તાઓ જે રાતે તારા પપ્પા સંભળાવે છે - 'આજે ઓફિસમાં જરૂરી કામ હતી, એટલે રાત સુધી રોકાવવુ પડ્યુ....' થી શરૂ થાય છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટોળું = બે સ્ત્રીઓ !
ટેબલ = ખાનાંઓ વાળી કચરાપેટી !
ઠંડુ યુદ્ધ = ગરમ શાંતિ !
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

રવિવાર, 19 જાન્યુઆરી, 2014

Gujarati Joke Part - 404

અપ્પુ (નાના ભાઈને) : પપ્પુ, હું ગીત ગાઉ ત્યારે તું બહાર કેમ ઊભો રહી જાય છે?
પપ્પુ : આજુબાજુમાં રહેતા લોકોને એમ તો ન થાય ને કે આવું બેસૂરું હું ગાઉ છું!
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શોપિંગ મોલમાં ખરીદી કરતી વખતે એક યુવકને એક વૃધ્ધ સ્ત્રી સતત જોઈ રહી હતી. યુવક જેવો બિલ કાઉંટર તરફ વધ્યો કે એ ડોશીમાં તેની પાસે આવીને બોલ્યા - બેટા, તુ મારા પુત્ર જેવો લાગે છે. યુવકે લાગણીશીલ થઈને હાથ જોડ્યા. ડોશીમાં બોલ્યા - સુખી રહે. પછી એ વૃધ્ધા સામાન લઈને નીકળી ગઈ

વૃધ્ધા જતા ક્લર્કે યુવકને જે બિલ આપ્યુ તે જોઈને તે નવાઈ પામ્યો. ક્લર્કે તેને કહ્યુ તમારુ બિલ તો 500 રૂપિયાનુ જ છે, પરંતુ તમારા માતાનુ બિલ 3200 રૂપિયાનુ છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

'ડોક્ટર સાહેબ, મારાં મમ્મીને મચ્છરિયા થઈ ગયો છે.'
'મચ્છરિયા નહીં, મેલેરિયા કહેવાય.'
'ના-ના સાહેબ, એ ઊંઘમાંય મચ્છરની જેમ ગણગણાટ કરતી રહે છે.'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બુધવાર, 15 જાન્યુઆરી, 2014

Gujarati Joke Part - 403

મમ્મી - પીંકીં તુ સુઈ કેમ નથી જતી ? સવારે સ્કૂલે જવાનું છે.
પિંકી- મમ્મી, એ જ ચિંતા તો મને સુવા નથી દેતી.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પતિ - પ્રિયે, મારા સમ ખાઈને કહો કે તને બિલકુલ ભૂખ નથી લાગી.
પત્ની - સમ ખાવા જેટલી જગ્યા હોત તો તમે લાવેલી મીઠાઈ ન ખાઈ લેતી ?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટીચર કહેઃ ગટ્ટુ બોલ તો, આપણે જે ભાષા બોલીયે છીયે તેને માતૃભાષા કેમ કહેવાય છે?
ગટ્ટુ : કારણ કે મેડમ, પિતાનો બોલવાનો વારો તો ક્યારેય આવતો જ નથી હોતો…
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શનિવાર, 11 જાન્યુઆરી, 2014

Gujarati Joke Part - 402

'છગન, તું સવારે કેટલા વાગ્યે ઊઠી જાય છે ?'
'મિત્ર, હું તો છે ને સૂર્યનાં કિરણો બારીમાંથી મારી પથારી ઉપર પડે કે તરત જ ઊઠી જાઉં છું….'
'ઓહો ! આ હિસાબે તો તું જબરો વહેલો ઊઠી જતો કહેવાય.'
'ના… મારા બેડરૂમની બારી પશ્ચિમ દિશામાં પડે છે….'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

રામની ભેસ બીમાર પડી રામ શ્યામ પાસે સલાહ લેવા ગયો.
શ્યામે કહ્યુ - થોડુ કેરોસીન પીવડાવી દે. મેં પણ એમ જ કર્યુ હતુ.
કેરોસીન પીવરાવવાથી ભેંસ મરી ગઇ..બીજા દિવસે રામ રડતો રડતો શ્યામ પાસે આવ્યો - દોસ્ત ભેંસ તો મરી ગઈ.
શ્યામે કહ્યું : હા, મારી ભેંસ પણ મરી જ ગઇ હતી.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

વરસાદ પડવાનો ચાલુ થયો હતો. સંતા-બંતા જઈ રહ્યા હતા. સંતાએ છત્રી ખોલી, અને બંતાને કહ્યુ - બંતાજી છત્રી ખોલી લો, વરસાદ આવી રહ્યો છે.
બંતા - કોઈ ફાયદો નથી, આમાં તો કાણા જ કાંણા છે.
સંતા - તો પછી લાવ્યા કેમ ?
બંતા - મને ખબર નહોતી કે વરસાદ પડશે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ગુરુવાર, 9 જાન્યુઆરી, 2014

Gujarati Joke Part - 401

વિજ્ઞાનના પીરિયડમાં શિક્ષિકાએ મીનૂને પ્રશ્ન કર્યો પૂછ્યો - વરસાદ પડે ત્યારે વીજળી કેમ ચમકે છે?
મીનૂ - ભગવાન પોતાની ટોર્ચ ચાલૂ કરીને એ જુએ છે કે ક્યાંક સૂકુ તો નથી રહી ગયુ ને.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પાડોશી - પોપટજી શું તે તમારો દિકરો જ છે જે મારી બારી પર પથ્થર મારી રહ્યો છે ?
પોપટજી - ના...ના... એ તો મારો ભત્રીજો છે. મારો દીકરો તો એ છે જે તમારા સ્કુટરની હવા કાઢી રહ્યો છે ! !
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક દોસ્ત (બીજા ને): તને શું લાગે છે ? મેનેજમેન્ટ બહેતર છે કે આઇ ટી?
બીજો મિત્ર : જયાં વધારે સારું પેકેજ મળવાની સંભાવના હોય?
પહેલો મિત્ર : મારા ખ્યાલ પ્રમાણે તો સૌથી વધારે પોલિટિકસ બહેતર વિકલ્પ છે આપણું પેકેજ..!
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~