રવિવાર, 31 ઑક્ટોબર, 2010

Gujarati Joke Part - 91

પતિએ પોતાની નવીનવેલી પત્નીને કહ્યુ - પાર્ટનર હું તારા માટે બધુ જ કરવા તૈયાર છુ.
પત્ની બોલી - સારું, શરૂઆત તમારી ચેકબુકથી કરી દો.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શિક્ષક : ચીંટુ, હું તારાથી ખૂબ ત્રાસી ગઈ છું હવે મારે તારા પપ્પાછની એક વખત મુલાકાત કરવી પડશે.
ચીંટુ : લો સાહેબ, ચોક્કસ, મારા પપ્પાા અત્યાછરે સ્વવર્ગમાં આરામ ફરમાવી રહ્યાં છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પતિ (પત્નીને) મારો કોઈ ફોન આવે તો કહેજો કે હું ઘરમા નથી
થોડીવારે ફોનની ઘંટડી વાગી, પત્નીએ ફોન ઉઠાવીને કહ્યુ - હમણા તેઓ ઘરે જ છે.
પતિ ગુસ્સે થઈને બોલ્યો - મે તને ના પાડી છતાં તે કહ્યુ કે હું ઘરે જ છુ ?
પત્ની - તમે તમારા ફોન માટે ના પાડી હતી,પણ આ તો મારા માટે ફોન આવ્યો હતો.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ગુરુવાર, 28 ઑક્ટોબર, 2010

Gujarati Joke Part - 90

ઠોઠ વિદ્યાર્થી - સર, મને શૂન્ય માર્ક તો મળવા ન જોઈએ, એમ મને લાગે છે.
શિક્ષક - મને પણ એવુ જ લાગે છે, પણ હું લાચાર છુ. શૂન્યથી ઓછા માર્ક આપવાનો મને અધિકાર નથી.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

'પપ્પા, હું પાસ થાઉં તો તમે મને શું અપાવશો ?'
'સાયકલ'
'ને નાપાસ થાઉં તો ?'
'રિક્ષા'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પત્ની - સામેની બારીમાં જે પોપટ-મેના બેઠા છે,તે રોજ અહીં આવે છે. સાથે-સાથે બેસે છે અને પ્રેમાલાપ કરે છે અને એક અમે છે કે દિવસભર લડતાં રહે છે.
પતિ - પણ તે એ વાતનું ધ્યાન નથી રાખ્યું કે આ પોપટ અને મેનાની જોડીમાં પોપટ તો હંમેશા એ જ રહે છે, પણ મેના રોજ નવી આવે છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સોમવાર, 25 ઑક્ટોબર, 2010

Gujarati Joke Part - 89

એક યુવાનનું અવસાન થયું. બેસણામાં બેઠેલા લોકો અંદર અંદર વાતો કરતા હતા :
'બિચારાનાં બે મહિના પહેલાં જ લગ્ન થયાં હતાં….'
'તો તો સારું થયું…. એને ઝાઝો વખત દુ:ખ વેઠવું ના પડ્યું !'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

લલ્લુએ પોલીસસ્ટેશને જઈને ફરિયાદ કરી : 'ચોર મારા ઘરમાં ટી.વી. સિવાય બધું જ ચોરી ગયા…'
પોલીસ : 'પણ એવું કેવી રીતે બને ? ચોર ટી.વી. કેમ છોડતા ગયા ?'
સંતા : 'ટી.વી. તો હું જોતો હતો ને ?'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મુરખ : 'મેં એક એવી શોધ કરી છે કે લોકો દીવાલની આરપાર જોઈ શકશે.'
ડાહ્યો માણસ : 'અરે વાહ ! જોઉં તો ખરો તારી શોધ !'
મુરખ : 'આ બારી જો !!'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શનિવાર, 23 ઑક્ટોબર, 2010

ચડો ચડાય તો !!!

ક્યાં જવું?

Gujarati Joke Part - 101

બટુક : 'મમ્મી, પરી ઊડી શકે ?' મમ્મી : 'હા બટુક, પણ તું શા માટે પૂછે છે ?' બટુક : 'આપણી નવી કામવાળી ઊડી શકે ? પપ્પા તેને પરી કહેતા હતા.' મમ્મી : 'એ પરી કાલે ઊડી સમજ !'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
પોસ્ટ ઑફિસની ભરતીની પરીક્ષા વખતે પ્રશ્ન પૂછવામાં આવ્યો : 'પૃથ્વીથી ચંદ્ર કેટલો દૂર છે ?' એક ઉમેદવારે જવાબ લખ્યો : 'જો પૃથ્વી પરથી ચંદ્ર પર ટપાલ આપવા જવાનું હોય તો મારે આ નોકરી નથી કરવી ….'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
શેઠાણીએ નોકરને પૂછ્યુ - મારા ગયા પછી તે ફ્રીજ સાફ કર્યુ ? નોકર - હા, દાળ બગડી ગઈ છે, પણ વ્હીસકીનો સ્વાદ સારો છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શુક્રવાર, 22 ઑક્ટોબર, 2010

Gujarati Joke Part - 88

20 વર્ષની વયે હુ સમજતો હતો કે હું દુનિયાને બચાવી લઈશ
હવે તો તમે 30 વર્ષના થઈ ગયા હશો.
હા, હવે હુ માનુ છુ કે જો મારા વેતનમાંથી હુ થોડુ બચાવી શકુ તો હુ મારી જાતને ભાગ્યશાળી સમજીશ.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શિરીષ : 'રમેશ, તું અને તારી પત્ની હંમેશાં રાત્રે જ કેમ ફરવા જાઓ છો ?'
રમેશ : 'એને તૈયાર થતાં જ સાંજ પડી જાય છે !'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ભિખારી ભીખ માંગતા માંગતા એક દુકાન પર જઈને કહ્યું : 'ખરેખર તો હું એક લેખક છું, હાલમાં જ મારું એક પુસ્તક પ્રકાશિત થયું છે.
દુકાનદાર : શું નામ છે પુસ્તકનું ? ભિખારી : પૈસા કમાવવાના 101 નુસખા.
દુકાનદાર : તો પછી તું ભીખ શા માટે માંગે છે ?
ભિખારી ; આ પણ એમાંનો જ એક નુસખો છે !

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ગુરુવાર, 21 ઑક્ટોબર, 2010

આને ટીવી જોવાનું હવેથી બંધ

ડ્રાઈવિંગ


રમત ગમત અને ભારત

ખુરસી અને ઉપયોગ


સિક્યોરીટી!!!

પરિક્ષા - સવાલ અને જવાબ



ફેસબુક ની અસર

મંગળવાર, 19 ઑક્ટોબર, 2010

Gujarati Joke Part - 87

ટીચર - જે પોતાને મૂર્ખ સમજતો હોય તે ઉભો થઈ જાય.
ત્યારે પપ્પુ ઉભો થઈ જાય છે.
ટીચર - તુ પોતાને સાચે જ મૂર્ખ સમજે છે ?
પપ્પુ - નહીં સર, હું તો તમને સાથ આપવા ઉભો છું.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતા - મને તો મારા મિત્રએ કહ્યું હતુ કે તમારું અવસાન થઈ ગયુ છે.
બંતા- કેવી વાત કરી રહ્યા છો, હું તો તમારી સામે જ જીવતો ઉભો છુ.
સંતા- હું તમારી વાતથી વધારે મારા મિત્રની વાત પર વિશ્વાસ કરું છું.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ચૂંટણીનો એક ઉમેદવાર ઘેર ઘેર ફરીને પ્રચાર કરતો હતો. એક ઘરનું બારણું ખૂલ્યું ત્યારે સામે એક મિજાજી સ્ત્રી ઊભી હતી.
'શું છે, બોલો ?' તે સ્ત્રીએ પૂછ્યું.
'તમારા પતિ કયા પક્ષના છે ?' ઉમેદવારે તે સ્ત્રીને પૂછ્યું.
સ્ત્રીએ ગુસ્સે થઈને જવાબ આપ્યો : 'મારા પક્ષના; બીજા કોઈ પક્ષના હોય ?'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શનિવાર, 16 ઑક્ટોબર, 2010

Gujarati Joke Part - 86

વકીલ : 'તલ્લાક કરવાના રૂ. 10,000 થશે.'
પતિ : 'પાગલ તો નથી થઈ ગયા ને ? શાદી કરવાના તો માત્ર રૂ. 100 જ થયેલા અને હવે તલ્લાકના રૂ. 10,000 ?
વકીલ : 'જોયું ? સસ્તામાં લેવાનું પરિણામ જોયું ને ?'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતા - યાર, આપણે ફટકડા સળગાવીએ છીએ તો પહેલા પ્રકાશ દેખાય છે અને પછી અવાજ સંભળાય છે, આવું કેમ ?
બંતા- અરે યાર, આવું એટલા માટે હોય છે કારણ કે આપણી આંખો આગળ છે અને કાન પાછળ.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

અમુક ઊગતા કવિઓની પ્રશસ્તિ જ્યાં થઈ રહી હતી તેવા એક સમારંભમાં કેટલાક હમદર્દો બોલી ઊઠ્યા : 'પ્રેમાનંદો ને ન્હાનાલાલો ભુલાઈ ગયા હશે ત્યારે પણ એ વંચાશે.'
'હા' છેવાડેથી એક બુઝર્ગે ટમકું મૂક્યું, '-પણ ત્યાં સુધી નહિ.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બુધવાર, 13 ઑક્ટોબર, 2010

Gujarati Joke Part - 85

એક કંજૂસ તેની બીમાર પત્નીને ડૉકટર પાસે લઈ ગયો. ડોકટરે પૂછ્યું કે 'તમે મારી ફી તો બરાબર આપશો ને ?' કંજૂસ કહે હા 'તમે મારી પત્નીને જીવાડો કે મારો, હું તમને ફી આપીશ.' બન્યું એવું કે સારવાર દરમિયાન એ સ્ત્રી મૃત્યુ પામી. ડૉકટરે પોતાની ફી માંગી.
કંજૂસ : 'તમે મારી પત્નીને જિવાડી ?'
ડૉકટર : 'ના.'
કંજૂસ : 'તો શું તમે એને મારી નાખી ?'
ડૉકટર : 'ના.'
કંજૂસ : 'તો પછી હું તમને ફી શાની આપું ?'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

દર્દી : ડૉક્ટર સાહેબ, મારી સમસ્યા એ છે કે હું મારી જાતને ભગવાન સમજવા લાગ્યો છું.
ડોક્ટર : પણ એવું ક્યારથી થાય છે ?
દર્દી : જ્યારથી મેં આ દુનિયા બનાવી ત્યારથી.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પત્ની - જુઓ છાપામાં દારૂ પીવાથી થતાં નુકશાનો લખ્યા છે અને તમે રાત-દિવસ નશામાં રહો છો.
પતિ - બસ, બહુ થયું, કાલથી બિલકુલ બંધ.
પત્ની - (ખુશ થઈને) સાચે જ, કાલથી દારૂ પીવાનુ બંધ કરી દેશો ?
પતિ - ના, કાલથી છાપુ બંધ.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

રવિવાર, 10 ઑક્ટોબર, 2010

Gujarati Joke Part - 84

મમ્મી - જો પિંટું, તુ હંમેશા ખરાબ બાળકો સાથે રમે છે, તું સારા બાળકો સાથે કેમ નથી રમતો?
પિંટું- શું કરું મમ્મી, સારા બાળકોની મમ્મીઓએ સારા બાળકોને મારી સાથે રમવાની ના પાડી છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પતિ -હવે તમે ઝગડો બંધ કરો હું શાંતિ સાથે રહેવા માંગુ છુ.
પત્ની-તમે રહો શાંતિ સાથે હું રમણ સાથે રહેવા માંગુ છુ.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મહેશ ભટ્ટે સલમાનને પૂછ્યુ - જો કોઈ 1945મા જન્મયો હોય તો તેની ઉંમર શુ હોય ?
સલમાન બોલ્યો - ઉમંર ત્યારેજ બતાવી શકાય જ્યારે ખબર પડે કે તે સ્ત્રી છે કે પુરૂષ. કારણકે એક જ વર્ષે જન્મેલા સ્ત્રી પુરુષની વચ્ચે ઓછામાં ઓછુ દસ વર્ષનુ અંતર હોય છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શુક્રવાર, 8 ઑક્ટોબર, 2010

Gujarati Joke Part - 83

મોનૂ - પપ્પા, તમે હાથીથી ડરો છો ?
પિતા - ના, બેટા.
મોનૂ - વાધથી ડરો છો?
પિતા - ના.
મોનૂ - ભૂતથી?
પિતા - ના,
મોનૂ - તો તેનો મતલબ કે તમે મમ્મી સિવાય કોઈનાથી ડરતા નથી.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક કવિ મહાશયે તેમની પત્નીને કહ્યું : 'મેં બે કવિતાઓ લખી છે, એમાં કઈ કવિતા શ્રેષ્ઠ છે તે મારે જાણવું છે….'
'ભલે, તમારી બંને કવિતાઓ મને વાંચી સંભળાવો.' પત્ની સહર્ષ બોલી.
કવિએ એક કવિતા વાંચી લીધી એટલે બગાસું ખાતાં પત્ની બોલી : 'તમારી બીજી કવિતા શ્રેષ્ઠ છે.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મેગી બનાવવાની નવી રીત : સૌરવ ગાંગુલી મેદાનમાં જાય ત્યારે પાણી મૂકો, એ પ્રથમ દડો ફૅસ કરે ત્યારે મસાલો નાખો. અને સૌરવ આઉટ થઈને પાછો ફરે ત્યારે ઉતારી લો….. મેગી તૈયાર!

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મંગળવાર, 5 ઑક્ટોબર, 2010

Gujarati Joke Part - 82

શિક્ષક - તે આ પ્રશ્નનો જવાબ કેમ ન આપ્યો ? આ એટલો સહેલો પ્રશ્ન છે કે કોઈ મૂર્ખ પણ આનો જવાબ આપી દે.
વિદ્યાર્થી - એટલે જ તો મે તેનો જવાબ ન લખ્યો.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક સાહેબે પોતાની પત્નીને જણાવ્યુ આપણો પુત્ર મોટો થઈને નેતા બનશે
પત્ની બોલી - કેવી રીતે જાણ્યુ ?
પતિ - તેની વાતો પરથી, તેની વાતો સાંભળવામાં સારી લાગે છે પણ તેનો મતલબ કંઈ નથી નીકળતો.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મેડમ એ ચુન્નુને પૂછ્યું - તારી તબિયત તો સારી છે ને ? છેલ્લા ત્રણ દિવસથી તુ લેશન નથી કરી લાવતો.
ચુન્નુ એ જવાબ આપ્યો - મારી તબિયત તો સારી છે, પણ કામવાળી બાઈ બીમાર છે. એટલે ઘરના કામોમાંથી પપ્પાને જ સમય નથી મળતો કે તે મારા હોમવર્ક પર ધ્યાન આપી શકે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

રવિવાર, 3 ઑક્ટોબર, 2010

Gujarati Joke Part - 81

હોમિયોપેથી ડૉકટર : બહેન, હું તમને આ ચાર પડીકી આપું છું. તમારે દરરોજ એક પડીકી લેવી.
મહિલા : ડૉકટર સાહેબ, આ વખતે પાતળા કાગળમાં બાંધજો. ગયા વખતે પડીકી ગળવાથી ગળામાં ખૂબ તકલીફ પડી હતી.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટીચર - પપ્પુ બતાવો અકબરંનું શાસન ક્યાંથી ક્યાં સુધી ફેલાયેલુ છે.
પપ્પુ - સર, અમારી ઈતિહાસના પુસ્તકમાં પેજ નંબર 110 થી 117 સુધી.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બંતાએ સાઈકલની નવી દુકાન ખોલી હતી. સંતા નામનો એક ઘરાક તેની દુકાને આવ્યો.
સંતા - મારે સાઈકલ ખરીદવી તો છે, પણ સરળ હપ્તેથી.
બંતા - કંઈ વાંધો નહી, બોલો, પહેલાં હેંડલ લઈ જશો કે પૈંડલ.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શુક્રવાર, 1 ઑક્ટોબર, 2010

Gujarati Joke Part - 80

શિક્ષક : સંતા, તું મને જણાવશે કે તારો જન્મ ક્યાં થયો ?
સંતા : તિરુવનંતપુરમ ખાતે.
શિક્ષક : અચ્છા. તું મને એનો સ્પેલિંગ કહી શકશે ?
સંતા: મને લાગે છે કે મારો જન્મ કદાચ ગોવા ખાતે થયો હતો.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ડોક્ટરે દિલાસો આપતા પતિને કહ્યુ - તમે તમરી પત્નીની ચિંતા કરશો, તમે તો સમજો કે અમારી અહીંથી તમને પત્નીના રૂપમાં એક નવી સ્ત્રી મળશે.
પતિ ઉછળીને બોલ્યો - સાચે જ, પણ મારી પત્નીને ખબર પડી જશે તો ?


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

'બોલો, પ્રોફેસર ભોલારામ. આજકાલ શું ચાલી રહ્યું છે ?'
'એક સંશોધનમાં ગૂંથાયો હતો. હમણાં જ એ કામ પૂરું થયું.'
'શેનું સંશોધન કરતા હતા ?'
'ઍરોપ્લેનમાં આગ લાગે ત્યારે મુસાફરોને કેવી રીતે બચાવી લેવા ?'
'તો તમે કયા તારણ પર આવ્યા ?'
'એ જ કે વિમાનમાં આગ લાગે તેમાં કોઈએ બેસવું નહિ. અને જો તેમાં પ્રવાસીઓ બેઠા હોય તો આગ લાગે ત્યારે વિમાનને રોકીને પ્રવાસીઓને ઊતારી દેવા.'


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~