ગુરુવાર, 12 એપ્રિલ, 2012

Gujarati Joke Part - 254

એક ગાંડાએ બીજાને કહ્યું : હા, હા સૂર્ય જ છે ભાઈ.
બીજો : ના, ના ચંદ્ર છે ચંદ્ર.
બન્ને વચ્ચે ખાસી ખેચંતાણી ચાલી. અંતે એમણે હતી એટલી બુદ્ધિ વાપરીને ત્રીજા કોઈને પૂછ્યું 'અરે ભાઈસાબ, આ સૂર્ય છે કે ચંદ્ર ?'
ત્રીજો : મને ના પૂછશો. હું અહીં નવો નવો આવ્યો છું.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પત્રકાર : પહેલાં તમે વીરરસના કવિ હતા, પરંતુ આજકાલ ગુલામી ઉપર કવિતા લખી રહ્યા છો, એનું શું કારણ છે ?
કવિ : 'મેં લગ્ન કર્યા પછી જાણ્યું કે વીરતા દેખાડવી એ એટલું સહેલું કામ નથી. હું જે કરી રહ્યો છું એ જ લખી રહ્યો છું.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ચોરીના આરોપમાં બંતાને છ મહિનાની સજા કરવામાં આવી.
બંતાએ જજને કહ્યુ - નામદાર, આ સજા તો મારા વકીલને મળવી જોઈએ
જજ - કેમ ?
બંતા - કારણકે મેં જેટલા રૂપિયા ચોર્યા હતા તે બધા મહેનતાણાના રૂપે આ વકીલ સાહેબ હડપ કરી ગયા છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મંગળવાર, 10 એપ્રિલ, 2012

Gujarati Joke Part - 253

સન્તા(નાસ્તો કરતાં કરતાં): આ ચકરી કેટલી જુદી અને સ્વાદિષ્ટ છે, નહીં?...
બન્તા: એ ચકરી નહીં, મચ્છર અગરબત્તી છે...

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પીંકીં- મમ્મી, તારા વાળમાં આ બે સફેદ વાળ ક્યાંથી આવી ગયા ?
મમ્મી - જે છોકરી પોતાની મમ્મીને જેટલી સતાવે, તેટલા જ મમ્મીને સફેદ વાળ આવી જાય છે, સમજી ?
પીકીં - ત્યારે જ મેં વિચારી રહી હતી કે નાનીના બધા જ વાળ સફેદ કેમ થઈ ગયા ?

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક સૈનિક - તમે ફોજમાં કેમ જોડાયા ?
બીજો સૈનિક - મારી પત્ની છે નહી, અને હું લડાકૂ સ્વભાવનો છુ, પરંતુ તમે કેવી રીતે ભરતી થયા ?
પહેલો સૈનિક - મારી પત્ની છે અને હું શાંતિ ઈચ્છુ છુ.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

રવિવાર, 8 એપ્રિલ, 2012

Gujarati Joke Part - 252

શિક્ષકઃ ગટ્ટુ, આ નદીનું પાણી ગરમ કેમ છે?
ગટ્ટુ : સર, માછલીઓ રસોઇ બનાવી રહી હશે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

2010નો અલ્ટ્રામોર્ડન ભિખારી : 'એ માઈ થોડા ખાના દે દે, કુછ ખાયા નહીં હૈ…'
સ્ત્રી : 'અભી બનાયા હી નહીં હૈ, ક્યા દૂં મેરા સર ?'
ભિખારી : 'ગરમ ના હો માઈ ? ખાના બન જાને કે બાદ જરા મિસ કોલ દે દેના…..'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પિતા - કેટલીવાર કીધુ કે જમતી વખતે બોલવાનુ નહી
પુત્ર - પણ પિતાજી હુ તો બતાવી રહ્યો હતો કે તમારી દાળમાં મચ્છર પડ્યુ છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શુક્રવાર, 6 એપ્રિલ, 2012

Gujarati Joke Part - 251

એક દિવસ પતિ-પત્ની એક કવિ સંમેલનમાં ગયા. થોડીવાર પછી પતિએ પત્નીને ધીરેથી કાનમાં કહ્યું - જો તારી બાજુવાળા કાકા ઉંધી રહ્યા છે.
પત્ની ખિજાઈને બોલી - ઓહ હો...આટલી અમથી વાત કહેવા માટે તમે મારી ઉંધ બગાડી ?

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક જાડા માણસે પોતાની પત્નીને પૂછ્યું- જાડા લોકો ખુશમિજાજ કેમ હોય છે ?
પત્ની - ખુશમિજાજ ન રહે તો શુ કરે, ના તો તે લડી શકે છે, અને ન તો ભાગી શકે છે

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

છગન તેના ચીની મિત્રને હોસ્પિટલમાં મળવા ગયો. ચીની મિત્ર તેને - ચીન યુન યાન એટલુ બોલતા બોલતા જ મરી ગયો.
છગન ચીન ગયો અને એ શબ્દોએ અર્થ પૂછ્યો. અર્થ હતો - તુ મારી ઓક્સિજનની નળી ઉપર ઉભો છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બુધવાર, 4 એપ્રિલ, 2012

Gujarati Joke Part - 250

સંતા - વાધને મારવો હોય તો તુ શું કરીશ ?
બંતા - પહેલા હું ઝેર ખાઈશ, અને પછી વાધને હવાલે થઈ જઈશ.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક ચોર ચોરી કરતાં પકડાઈ ગયો. એને કોર્ટમાં મેજિસ્ટ્રેટની સામે ઊભો કરવામાં આવ્યો અને મેજિસ્ટ્રેટે તેને કહ્યું : 'તારા ખિસ્સમાં જે કાંઈ હોય તે બધું જ ટેબલ ઉપર મૂકી દે.'
આ સાંભળી ચોર બોલી ઊઠ્યો : 'આ તો હળાહળ અન્યાય છે, સાહેબ. માલના બે સરખા ભાગ પાડવા જોઈએ.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક ફિલ્મના ઉદ્ઘાટન પછી તે ફિલ્મના નિર્માતાએ ખૂબ ઉત્સાહપૂર્વક પત્રકારોને પૂછ્યુ - તમને ફિલ્મનો કયો ભાગ સારો લાગ્યો ?
પત્રકાર - ઈંટરવલ.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સોમવાર, 2 એપ્રિલ, 2012

Gujarati Joke Part - 249

ગણિતના એક પ્રોફેસરનો રામો કપડાં ધોતાં ધોકા પાડીને વખતોવખત તેમનાં કપડાંમાં બાકોરાં પાડતો. આખરે ખીજાઈને પ્રોફેસરે રામાને કહ્યું : 'જો રામા, હવેથી તું મારાં કપડાંને જેટલાં બાકોરાં પાડીશ તેટલા રૂપિયા તારો દંડ કરીશ.'
રામાએ ધોયેલા ધોતિયામાં ચાર બાકોરાં પાડેલાં પ્રોફેસરે જોયાં. તેમણે કહ્યું : 'આજે તેં મારા ધોતિયામાં ચાર બાકોરાં પાડ્યા છે, તેથી તારોક ચાર રૂપિયા દંડ કરું છું.'
રામો ચૂપચાપ ધોતિયું લઈ ગયો. ચારે બાકોરાંને વધુ ફાડી તેણે એક જ બાકોરું પાડી બતાવ્યું અને કહ્યું : 'સાહેબ, આ ધોતિયાને એક જ બાકોરું પડ્યું છે, જુઓ.'
પ્રોફેસરે એક બાકોરું જોયું અને કહ્યું : 'બરાબર, એક જ બાકોરું છે. જો તારો એક રૂપિયો દંડ કરું છું !'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પપ્પા - રાજુ તુ વ્યવસ્થિત જમ્યા કર, નહી તો તારી હેલ્થ ડાઉન થઈ જશે.
રાજુ - શુ પપ્પા, હુ તમને બેટરીનો સેલ દેખાવુ છુ, કે મારી સેહત ડાઉન થઈ જાય.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પત્ની (બહેનપણીને)આજકાલ મારા પતિ રોજ મોડા ઘરે આવે છે.
બહેનપણી - તો તુ તેને ધમકાવીને રાખ, એટલે તે સીધા થઈ જશે.
પત્ની - પણ ક્યારે ધમકાવુ ? જ્યારે હું ઘરે પહોંચુ છુ ત્યારે તે સુતા હોય છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~