રવિવાર, 30 સપ્ટેમ્બર, 2012

Gujarati Joke Part - 314

લગ્નની પાર્ટીમાં હાજર રહેલા આમંત્રિતોમાંથી સૌથી લાંબું લગ્નજીવન ટકાવનારા દંપતિને બોલાવીને પૂછ્યુ - 'તમે આ નવપરિણીત દંપતીને શી સલાહ આપશો?'
પતિએ જવાબ આપ્યો - 'લગ્નજીવન ટકાવી રાખવું હોય તો એક વાક્ય સૌથી વધારે વખત બોલવું: 'તારી વાત સાચી છે.'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ડોક્ટર સાહેબ મારુ દિલ અને મગજ બિલકુલ જવાબ આપી ચૂક્યુ છે. જરાક આહટ થતાં જ ઉછળી પડે છે.
દરવાજાની ઘંટી વાગત જ દિલ જોર-જોરથી ધડકવા માંડે છે. રાત્રે ઉંધ આવતી નથી, મારી બીમારી શુ છે. મને તો કશું જ સમજાતુ નથી. એક રોગીએ ડોક્ટરને આશ્ચર્ય સહિત પૂછ્યુ.

તમારી અને મારી બીમારીમાં કોઈ અંતર નથી. તારી જેમ હું પણ વિવાહિત છુ - ડોક્ટરે સમજાવતા કહ્યુ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મગન ક્યારનો અરીસા સામે આંખો બંધ કરીને ઊભો હતો. પત્નીએ બૂમ પાડી : શું કરો છો ?
મગન : જોઉં છું કે હું સૂતો હોઉં ત્યારે કેવો લાગું છું.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શુક્રવાર, 28 સપ્ટેમ્બર, 2012

Gujarati Joke Part - 313

સંતા- હમણા જે કમ્પ્યૂટરનુ નિર્માણ થયુ છે, ખબર છે તેની ખાસ વાત શુ છે
બંતા - તે લગભગ માણસ જેવુ છે, પોતાની દરેક વાત બીજા પર ઢોળે છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પતિ - (પત્નીને) તુ રોજ જમ્યા પછી મોઢું કેમ નથી ધોતી ? તારું મોં જોઈને હું કહી શકુ છુ કે આજે તે શું ખાધુ છે ?
પત્ની - બોલો તો મેં આજે શુ ખાધુ છે ?
પતિ - તે આજે દહીંવડા ખાધા છે.
પત્ની - તમે ઉલ્લુ બની ગયા, એ તો મેં કાલે રાતે તમારા ઉંધ્યા પછી ખાધા હતા.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

છોટુનો ચહેરો ઊતરેલો જોઈને તેના મિત્રએ એને પૂછયું : 'અલ્યા છોટુ, તારો ચહેરો કેમ ઉતરી ગયો છે ? શું થયું ?
છોટુ : 'મેં મારા મિત્ર ગટુને કૉસ્મેટિક સર્જરી કરાવવા માટે રૂપિયા પચાસ હજાર આપ્યા હતા. પણ હવે મને ચિંતા એ વાતની છે કે હું એને ઓળખીશ કેવી રીતે ?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બુધવાર, 26 સપ્ટેમ્બર, 2012

Gujarati Joke Part - 312

મ્નસુખલાલની પોતાની પત્ની સાથે સખત લડાઈ થઈ ગઈ. પત્નીએ ગુસ્સામાં વેલણ ફેંકીને માર્યુ, જે મનસુખના ઘુંટણ પર વાગ્યું અને હાડકું
તૂટી ગયુ.હોસ્પિટલમાં પ્લાસ્ટર કરાવ્યાં પછી જ્યારે તેને વોર્ડમાં લઈ જવામાં આવ્યો ત્યારે તેને પોતાના બાજુના પલંગ પર એક દર્દીને સૂતેલો
જોયો, જેના બંને પગ પર પ્લાસ્ટર હતું.
મનસુખલાલે તેને પૂછ્યું - શુ તમારી બે પત્નીઓ છે ?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શિક્ષક : 'કીડી આપણને કેવી રીતે ઉપયોગી છે ?'
મનિયો : 'હું બોલું સર ?'
શિક્ષક : 'હા બોલ'
મનિયો : 'કીડીઓ આપણને મમ્મીએ મીઠાઈ ક્યાં મૂકી છે એ શોધી આપે છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પત્ની-તમે મને ચીઢવો છો ને હું હવે પહેલા જેવી નથી દેખાતી, પણ ખબર છે હું આજે પણ દેખાવડી છુ, આજે બસમાં મને જોઈને ત્રણ-ત્રણ માણસોએ ઉભા થઈને મને જગ્યા આપી.
પતિ-તેઓ જાણતા હતા, કે કોઈ એક ઉઠશે તો તુ બેસી નહી શકે, અને બે ઉઠશે તો બાકીના એકને બેસવામાં તકલીફ થશે. તને ત્રણ સીટ તો જોઈએ જ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સોમવાર, 24 સપ્ટેમ્બર, 2012

Gujarati Joke Part - 311

અંકલ : 'બંટી, તું મોટો થઈને શું બનીશ ?'
બંટી : 'ટીચર.'
અંકલ : 'પણ એને માટે તો બહુ બધું ભણવું પડે.'
બંટી : 'ના, અંકલ અમારા ટીચર બધું અમને જ પૂછ્યા કરે છે. ભણવું તો અમારે જ પડે છે.'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટીચર બાળકોને - ભારતની જનસંખ્યા ઝડપથી વધી રહી છે અને દેશમાં દર ત્રણ મિનિટે કોઈ સ્ત્રી એક બાળકને જન્મ આપે છે. તો બોલો જનસંખ્યા પર કેવી રીતે નિયંત્રણ કરી શકાય.
ચિકુ - મેડમ, મેડમ, આપણે સૌથી પહેલા પેલી સ્ત્રીને શોધવી જોઈએ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતાસિંહને મનોવિજ્ઞાન વાંચવાની સૂજી, તે તેમાં ડૂબી ગયા. એક દિવસ તેમનો એક મિત્ર મળ્યો. સંતાસિંહએ તેને કહ્યુ - મેં સાંભળ્યુ હતો કે તારું મૃત્યુ થઈ ગય છે.
મિત્રએ કહ્યુ કે - પણ હું તો તમારી સામે ઉભો છુ.
સંતાએ કહ્યુ - અસંભવ, કારણકે જેણે મને બતાવ્યુ હતુ તે તમારાથી વધુ ભરોસાવાળો છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શનિવાર, 22 સપ્ટેમ્બર, 2012

Gujarati Joke Part - 310

વૈદ્ય : 'કાકા ! તમારા ડાબા ઘૂંટણમાં જે દરદ થાય છે તે ઉંમરને કારણે હોઈ શકે.'
કાકા : 'તમેય શું ધૂળ જેવી ફેંકી દેવા જેવી વાત કરો છો વૈદ્યરાજ ! મારા જમણા ઘૂંટણની પણ એટલી જ ઉંમર છે.'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પત્ની એને કહેવાય જે લગ્ન પછી 10-15 વર્ષ સુધી ટોકી ટોકીને તમારી બધી જ આદતો ને બદલતી રહે અને પછી પાછી એની એ જ એવું કહે કે :
'તમે હવે પહેલાં જેવા નથી રહ્યા !!'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક રાજકીય નેતાને મેદાનમાંથી પથ્થરો વીણતા જોઈને કોઈએ તેમને પૂછ્યું : 'અરે વાહ ! તમે તો ભારે નિષ્ઠાવાન ! જાતે જ મેદાન સાફ કરવા લાગી પડ્યા… શ્રમ-સપ્તાહ ઊજવો છો કે શું ?'
નેતા કહે : 'ના ભાઈ ના, આજે રાતે અહીં મારું ભાષણ છે.'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ગુરુવાર, 20 સપ્ટેમ્બર, 2012

Gujarati Joke Part - 309

પતિ-પત્નીમાં બોલચાલ બંધ હતી પતિએ બીજા દિવસે સવારે ઉઠીને કશે જવાનું હતુ. તેમણે એક કાગળ પર પત્નીને લખી દીધુ - સવારે મને છ વાગે ઉઠાડી દેજે. સવારે પતિની આંખો ખુલી તો સાત વાગ્યા હતા, પણ તેના પથારી પાસે એક કાગળ પડ્યો હતો, જેમાં લખ્યું હતુ કે - ઉઠો છ વાગી ગયા છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

યુવતી (ભિખારીને) : ભાઈ, તું આવો હટોકટો થઈને ભીખ માગે છે આના કરતાં તું મહેનત કરીને કમાણી કર.
ભિખારી : બેન, તમે પણ એવા રૂપાળાં છો કે તમે ફિલ્મ લાઈનમાં ચાલો તોય તમે ઘરકામ કરો છો.
યુવતી : એક મિનિટ ઉભો રહે, લે આ પાંચ રૂપિયા.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતા - અરે યાર બંતા, તુ મારા લગ્નમાં તો આવીશને ?
બંતા - જરૂર, હુ એ લોકો જેવો નથી જે મુસીબતમાં પોતાના મિત્રને એકલો છોડી દે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મંગળવાર, 18 સપ્ટેમ્બર, 2012

Gujarati Joke Part - 308

બંતાએ બગીચા માટે નોકર રાખ્યો હતો. એક દિવસ નોકર ઘરના ઓટલે જ બેસી રહ્યો હતો.
ત્યારે બંતાએ કહ્યુ - અરે, તુ અહીં જ બઠો છે ? જા બગીચામાં પાણી છાંટ.
નોકર - પણ શેઠજી બહાર વરસાદ આવી રહ્યો છે.
બંતા - તો જા છત્રી લઈને પાણી નાખ, આળસુ કહીનો.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પતિ - તુ કેટલી ભોળી છે. શુ તુ મારી આંખોમાં મારા દિલની સ્થિતિ નથી વાંચી શકતી ?
પત્ની - તમે તો જાણો છો કે હુ ભણેલી નથી.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પોપટ -આજે જીવનમાં પહેલી વખત એલાર્મ ઘડિયાળને લીધે મારી ઊઘ ખૂલી.
મિત્ર - કેમ અત્યાર સુધી એલાર્મનો અવાજ કાને નહોતો પડતો.
પોપટ -ના, એવું નથી પણ આજે પત્નીએ ઘડિયાળ મારા માથા પર મારી.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

રવિવાર, 16 સપ્ટેમ્બર, 2012

Gujarati Joke Part - 307

ગણિતના શિક્ષક - સમીકરણ શુ છે ?
અંકિત - સર, સમી મારી બહેન છે અને કરણ મારો ભાઈ, બંને હંમેશા એક બીજા સાથે લડ્યા જ કરે છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક દારૂડિયાને પોલીસે અટકાવ્યો : ક્યાં જાય છે ?
દારૂડિયો : દારૂના ગેરફાયદા વિશે લેકચર સાંભળવા
પોલીસ : અત્યારે ? રાત્રે ?
દારૂડિયો : હા. ઘરે જાઉં છું.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બુધ્ધુરામ : ડૉકટર, મારે એક મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે !
ડૉકટર : શું થયું ?
બુધ્ધુરામ : વાત કરતી વખતે મને માણસનો અવાજ સંભળાય છે, પણ જોઈ શકાતો નથી.
ડૉકટર : આવું કેટલા વખતથી થાય છે ?
બુધ્ધુરામ : જ્યારથી ઘરમાં ટેલિફોન આવ્યો છે !
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શુક્રવાર, 14 સપ્ટેમ્બર, 2012

Gujarati Joke Part - 306

બંતા - સંતા, આ શાયરી કોણે કહેવાય ?
સંતા - શાયરની પત્નીને
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પતિ-પત્ની ઝઘડી રહ્યાં હતાં.
પતિ બરાડ્યો : 'મારામાંના પ્રાણીને જગાડ નહિ !'
પત્ની : 'ભલે જાગે, ઉંદરથી કોણ ડરે છે !'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મુવી ડિરેકટર કહે : હવે તારે આ સીનમા ૧૫માં માળેથી કૂદવાનું છે.
બિચારો નવો એકટર : સર, પણ મને કંઇ થઇ ગયું તો ?
ડિરેકટર : અરે, ચિંતા ના કર, આ મુવીનો છેલ્લો જ સીન છે....!
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બુધવાર, 12 સપ્ટેમ્બર, 2012

Gujarati Joke Part - 305

સંતા પોતાના ઘરે આંસરિંગ મશીન લઈ આવે છે. બીજા દિવસે બંતા તેને ફોન કરે છે. આંસરિંગ મશીનથી અવાજ આવે છે. સંતા ઘરે નથી, તમે તમારો મેસેજ રેકોર્ડ કરી દો.
બંતા - મને મૂર્ખ સમજે છે. ઘરે હોવાં છતાં પણ બોલે છે કે ઘરે નથી.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પ્રેમિકા - તમે તો બસ કામમાં જ લાગ્યા રહો છો, મારી તો તમે પરવા જ નથી કરતા.
પ્રેમી - એક વાત સાંભળી લે, પ્રેમ કરનારા દુનિયાની પરવા નથી કરતા.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

નેતા : ઠીક છે ! હું તને ડ્રાઇવર તરીકે નોકરી ઉપર રાખી લઉ છું, તારી સ્ટાર્ટિંગ સેલેરી ત્રણ હજાર રુપિયા,
બોલો મંજૂર! ડ્રાઇવર : જી સર, મંજૂર ૧ સ્ટાર્ટિંગ સેલેરી તો ઠીક છે, પરંતુ ગાડી ચલાવવાના કેટલા મળશે તે પણ જણાવી દો!
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સોમવાર, 10 સપ્ટેમ્બર, 2012

Gujarati Joke Part - 304

ટિકિટચેકર : 'માત્ર બાર વર્ષની ઉંમરથી નીચેનાં બાળકો જ અડધી ટિકિટમાં મુસાફરી કરી શકે છે. તને કેટલાં વર્ષ થયાં છે ?'
છોકરો : 'અગિયાર વર્ષ, અગિયાર મહિના, ઓગણત્રીસ દિવસ અને ત્રેવીસ કલાક.'
ટિકિટચેકર : 'બારમું વર્ષ ક્યારે પૂરું થશે ?'
છોકરો : 'સ્ટેશનના ઝાંપાની બહાર નીકળીશ કે તુરતજ.'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતા જવાનોની પરેડ કરાવી રહ્યો હતો.
તેણે ગરજીને કહ્યુ - બધા જવાનો પોતાનો ડાબો પગ ઉંચો કરે.
એક જવાને ભૂલથી જમણો પગ ઉપર કર્યો. આ જોઈને સંતા બરાડ્યો.
કોણ મૂર્ખ પોતાના બંને પગ ઉપર ઉઠાવી રહ્યો છે ?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક નવવધુ રડી રહી હતી. તેની બહેનપણીએ પૂછ્યુ - શુ થયુ ?
મારા પતિએ મને દગો આપ્યો છે. તેઓ પહેલાથી જ પરણેલા છે. તેમના પાંચ બાળકો છે - નવવધુએ રડતાં-રડતાં કહ્યુ.
બહેનપણી બોલી - અરે ભગવાન, આ સાંભળીને તને ખૂબ જ દુ:ખ થયુ હશે.
હા, અને મારા ત્રણે બાળકો પણ આ સાંભળીને બિલકુલ ખુશ નથી - નવવધુએ સ્પષ્ટતા કરી.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શનિવાર, 8 સપ્ટેમ્બર, 2012

Gujarati Joke Part - 303

સંતા- મારી આવકનો મોટો ભાગ તો જાહેરતો પાછળ જ વપરાય જાય છે.
બંતા - પણ મેં કદી તમારી કોઈ વસ્તુની જાહેરાત નથી જોઈ.
સંતા - એ તો ઠીક છે, પણ મારી પત્ની જાહેરાત વાંચે છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

છગન : મારા પપ્પાના હાથ નીચેથી ઢગલાબંધ ગાડીઓ પસાર થાય છે.
મગન : તારા પપ્પા કામ શું કરે છે?
છગન : ટ્રાફિક હવાલદાર છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પતિ : હે મહારાજ! હું મારી પત્નીથી ત્રાસી ગયો છું, કોઈ ઉપાય બતાવો.
સાધુઃ જો ઉપાય ખબર હોત તો મારે સાધુ થોડું બનવુ પડત.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ગુરુવાર, 6 સપ્ટેમ્બર, 2012

Gujarati Joke Part - 302

પત્ની - મારી માઁ ની વાત માનતી તો આજે આ દિવસ ન જોવો પડતો. કેટલી સમજાવી હતી તેણે મને કે તમારા જેવા નિખટ્ટૂ સાથે લગ્ન ન કરુ.
પતિ - સાચેજ, પત્થર પડે મારી અક્કલ પર. હું તે ભલી સ્ત્રી વિશે આજ સુધી એ જ વિચારતો રહ્યો કે તે મારુ ખરાબ જ વિચારે છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

દર્દી : ડોકટર સાહેબ મારુંમગજ કામ નથી કરતુ. થોડોક અવાજ થતાં જ હું ચમકી જાઉ છું. દરવાજાની ઘંટડી વાગતાં જ સાથે જ દિલ જોરથી ધબકે છે. રાત્રે ઊઘ નથી આવતી. આ કયો રોગ છે?
ડોકટર સાહેબ : તમારા લગ્ન થઈ ગયા ?
દર્દી : હા, લગ્નને બે વર્ષ વીતી ગયા.
ડોકટર : તો ઠીક છે. આ રોગ મને પણ છે. આ પરિણીત લોકોનો રોગ છે જેનો કોઈ ઈલાજ નથી.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ચંપા : 'મોંઘી સાડી લઉં ત્યારે હું ખુશ થાઉં અને સસ્તી સાડી લઉં ત્યારે પતિ રાજી થાય.'
વીણા : 'ઓહ ! તો તો ભારે તકલીફ.'
ચંપા : 'ના રે ! એમાં તકલીફ શેની ? હવે મેં બંનેને રાજી રાખવાની નીતિ અપનાવી છે.'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~