શુક્રવાર, 28 માર્ચ, 2014

Gujarati Joke Part - 421

બે બાળકો પરસ્પર લડી રહ્યા હતા. પહેલો બોલ્યો - મારો એક હાથ પડવાથી તારા બત્રીસ દાંત તૂટી જશે.
બીજો બોલ્યો - હુ તારા ચોસઠ દાંત તોડી નાખીશ.
એક ત્રીજો છોકરો, જે પાસે જ ઉભો હતો તે હંસીને બોલ્યો - તને કદાચ ખબર નથી કે એક વ્યક્તિને બત્રીસ જ દાંત હોય છે.
બીજો બોલ્યો - મને ખબર હતી કે તુ વચ્ચે જરૂર બોલીશ, આથી બત્રીસ તારા પણ ગણી લીધા હતા.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક બહુ જ સિગારેટ પીનાર માણસને ખૂબ જ તાવ આવ્યો. તાવ માપવા ડોક્ટરે મોમાં થરમોમીટર મૂક્યું એટલે પેલો કહે : 'બાક્સ આપો !'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

વકીલ પુત્રે કહ્યું : 'પપ્પા, મમ્મીએ મને માર્યું'
'જો ભાઈ, ઉપલી કોર્ટે કરેલી સજા વિશે નીચલી કોર્ટમાં અપીલ નથી થઈ શકતી !'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સોમવાર, 24 માર્ચ, 2014

Gujarati Joke Part - 420

બંટી- પપ્પા, આ રાવણ કોણ હતો ?
પપ્પા - તુ સ્કુલે જાય છે તો તને ખબર નથી કે રાવણ કોણ હતો ? જા જઈને મહાભારત જો, તને ખબર પડી જશે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

દારૂડિયા પતિએ પત્નીની ફટકારથી બચવા ઘરે આવતાં જ મોટી ચોપડી ખોલીને વાંચવા માંડ્યું
પત્ની - આજે ફ્રીમાં પી ને આવ્યા ?
પતિ - ના, આજે નથી પીધી.
પત્ની - તો પછી આ સૂટકેસ ખોલીને શું બબડી રહ્યાં છો. ?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતા - તમને સંગીતનો શોખ છે?
બંતા - હા, હુ તો સંગીતને પ્રેમ કરું છું.
સંતા - તમે કયુ વાદ્ય યંત્ર વગાડો છો.
બંતા - ગ્રામોફોન.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ગુરુવાર, 20 માર્ચ, 2014

Gujarati Joke Part - 419

શિક્ષક : જો તમે ભગવાનને ખરા દિલથી પ્રાર્થના કરો તો સાચી જ પડે.
મગન : ખોટું સાહેબ. જો એવું હોત તો તમે અત્યાર સુધી જીવતા જ ન હોત.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ચીંટુ : પાપ્પા-, તમે અંધારામાં લખી શકો છો?
પપ્પા : શું લખાવવું છે તારે મારી પાસે?
ચીંટુ : આ મારા રિપોર્ટ કાર્ડ પર સહી કરી આપો.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સિપાહીએ એક સંતાને કહ્યુ -માફ કરજો, મને ખબર નહોતી કે ગાર્ડનમાં અંધારા ખૂણામાં તમે જે સ્ત્રીને ચૂમી રહ્યા હતા, તે તમારી પત્ની છે.
સંતા બોલ્યો - એમા માફી માંગવાની જરૂર નથી, તમે જ્યારે ટોર્ચથી પ્રકાશ નાખ્યો ત્યારે જ મને પણ ખબર પડી.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

રવિવાર, 16 માર્ચ, 2014

Gujarati Joke Part - 418

નેતા : 'તું બેરોજગારીનો અંત આણીશ એમ કહે છે.'
ઉમેદવાર : 'હા, સર.'
નેતા : એને માટે તે શું યોજના વિચારી છે ?'
ઉમેદવાર : 'પુરુષોને હું એક ટાપુ પર મોકલીશ. સ્ત્રીઓને બીજા ટાપુ પર મોકલીશ.'
નેતા : 'ત્યાં તેઓ શું કરશે ?'
ઉમેદવાર : 'બોટ બનાવશે !'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બાપુએ છાપામાં વાંચ્યું : 'કમળાએ મોડાસામાં 45 માણસોનો ભોગ લીધો…'
આ વાંચીને બાપુ બોલ્યા : 'ઈ બાઈ બવ જબરી લાગે છે !'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એકવાર એક નેતાનું મૃત્યુ થયું. એમના આત્માને યમદૂત લેવા આવ્યા તો એ આત્મા એકપણ ડગલું ચાલ્યો નહિ. છેવટે કંટાળીને યમદૂત બોલ્યો : 'હે જીવાત્મા ! તને હું આટલો આગ્રહ કરું છું છતાં તું કેમ એક ડગલું પણ ચાલતો નથી ?'
નેતાના તે મહાન આત્માએ સંપૂર્ણ ગૌરવથી કહ્યું : 'હું જીપની રાહ જોઈ રહ્યો છું.'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બુધવાર, 12 માર્ચ, 2014

Gujarati Joke Part - 417

અધ્યાપક - ખિસ્સુ કાપવું કયુ કારક કહેવાય ?
છાત્ર - હાનિકારક.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ગામડામાં નવી કૉલેજ ખુલી. બાજુના ગામડેથી રણછોડલાલ રોજ ઘોડા પર બેસીને કૉલેજ આવે. એમનો બહુ વટ પડે. પણ એક દિવસ રણછોડલાલ ચાલતા ચાલતા આવ્યાં.
લોકોએ પૂછ્યું : 'ઘોડો ક્યાં ?'
રણછોડલાલે કીધું : 'ઈ ગ્રેજ્યુએટ થઈ ગ્યો !'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

છગન - તમે આટલા દિવસથી દેખાતાં કેમ નહોતા ?
મગન .- હું શ્રમદાન કરવા ગયો હતો.
છગન - મને સમજાયુ નહી.
મગન - મને છ મહિના માટે સશ્રમ કારાવાસ મળ્યો હતો.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શનિવાર, 8 માર્ચ, 2014

Gujarati Joke Part - 416

પત્ની એ પતિને કહ્યું - સાંભળો છો ? આવી જ રીતે જો તમારા વાળ ખરતાં રહેશે તો હું તમને છુટાછેડા આપી દઈશ
મને ટાલિયા લોકો પસંદ નથી.
પતિ ચોંકીને બોલ્યો - હેં.. હું પણ કેટલો મૂર્ખો છુ, ભગવાન જોડે કશું સારું માંગવાને બદલે હંમેશા કહેતો રહ્યો કે મારા વાળ સહી- સલામત રહે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક સ્ત્રીને પતિની કબર પર પંખો કરતી જોઈ પોપટે પૂછ્યું તમે તમારા પતિને ખૂબ પ્રેમ કરતા હતા, હજી પણ તેનો ખ્યાલ રાખો છો.
સ્ત્રી - અમારામાં રિવાજ છે કે પતિની કબર સૂકાય નહી ત્યાં સુધી બીજા લગ્ન નથી કરી શકાતા.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક દિવસે મગન રેલવેની મુસાફરી કરી રહ્યો હતો, ટીટીએ આવીને તેને પૂછ્યુ- તમારે ક્યા જવાનુ છે ?
મગન - રામના જન્મસ્થાન.
ટીટી - ટિકિટ લીધી છે ?
મગન - એની શી જરૂર છે ? હુ તો ભાઈ પુણ્યકામ માટે જઉં છુ.
ટીટી - તો પછી ચાલો મારી સાથે.
મગન - ક્યા ? ટીટી - કૃષ્ણના જન્મસ્થાને.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મંગળવાર, 4 માર્ચ, 2014

Gujarati Joke Part - 415

સંતા - શુ તુ ખાધા વગર જીવતો રહી શકે છે ?
બંતા - નહી.
સંતા - પણ હુ રહી શકુ છુ.
બંતા - કેવી રીતે ?
સંતા- નાશ્તો કરી ને.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

છગન : 'મારી પ્રેમિકા છેલ્લા બે મહિનાથી દર રવિવારે સો રૂપિયા માંગે છે.'
મગન : 'એમ ? પણ એ રૂપિયાનું એ શું કરે છે ?'
છગન : 'એ વાતની તો મને પણ ખબર નથી. કારણકે મેં હજુ સુધી એને ક્યારેય પૈસા આપ્યા જ નથી.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મગન : તારી કારનું નામ શું ?
છગન : યાદ નથી યાર, પણ કંઈક T થી શરૂ થાય છે.
મગન : ઓયે…. તારી ગાડી તો કમાલની છે યાર. ટી થી શરૂ થાય છે ! મારી તો પેટ્રોલથી શરૂ થાય છે….!
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~