સોમવાર, 30 ઑગસ્ટ, 2010

Gujarati Joke Part - 70

ચિંટુ - કેમ યાર, આકાશમાંથી હંમેશા વરસાદ પડતો રહે છે ?
પીંટુ - નહી તો.
ચિંટુ - તો પછી લોકો જ્યારે વિમાનમાંથી કૂદે છે ત્યારે છત્રી કેમ લગાવે છે ?

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ગ્રાહક : તમારી પાસે રંગીન ટીવી છે ?
દુકાનદાર : છે ને, જાતજાતનાં છે.
ગ્રાહક : મારા ઘરની દીવાલ સાથે મેચ થાય એવું લીલા રંગનું આપજો ને જરા !

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક વૃદ્ધની અઠ્ઠાણુંમી વરસગાંઠે તેમની છબી પાડીને પછી ફોટોગ્રાફરે જતાં જતાં કહ્યું 'દાદા, તમે એકસો વર્ષના થાવ ત્યારે પણ છબી પાડવા હું હાજર રહી શકીશ એવી આશા છે.'
'કેમ નહીં વળી ?' દાદાજી બોલ્યા : 'હજી તો તારી તબિયત ઘણી સારી દેખાય છે !'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શુક્રવાર, 27 ઑગસ્ટ, 2010

Gujarati Joke Part - 69

અંજૂએ પોતાના પતિને પૂછ્યુ - મારા વાળના રંગ સફેદ થઈ ગયો, ત્યારે પણ શુ તમે આવી જ રીતે પ્રેમ કરતા રહેશો ?
કેમ, તને શંકા કેમ થઈ ? અત્યાર સુધી તુ કેટલીવાર રંગ બદલી ચૂકી છે, શુ મેં તને કદી પ્રેમ કરવાનુ ઓછુ કર્યુ છે. પતિએ હસીને જવાબ આપ્યો.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પત્ની - જાણો છો, બાપૂજી જ્યારે ગાંતા હતા ત્યારે ઉડતાં પંક્ષી નીચે પડી જતાં હતા.
પતિ - શું તારા બાપૂજી મોઢામાં કારતૂસ ભરીને ગાંતા હતા ?

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

કીડીએ હાથી સાથે લગ્ન કર્યાં. હાથીની સાસુએ હાથીને ઘરનું બધું કામકાજ સોંપ્યું. એક દિવસ હાથી પોતું મારતો જાય ને રડતો જાય. સાસુએ પૂછ્યું : 'અલ્યા એય રડે છે કાં ?'
હાથી તો ડૂસકે ચડી ગયો : 'આ હું ક્યારનો પોતાં મારું છું ને તમારી દીકરી પગલાં પાડ્યા જ રાખે છે !!'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મંગળવાર, 24 ઑગસ્ટ, 2010

Gujarati Joke Part - 68

દીકરો : 'પપ્પા, બધા જ લોકો લગ્ન કરીને પસ્તાય છે, તો પછી લોકો લગ્ન કરે છે શા માટે ?
પિતા : 'બેટા, અક્કલ બદામ ખાવાથી નથી આવતી, ઠોકર ખાવાથી જ આવે છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પત્ની ટીવી પર મેચ જોઈ રહી હતી, એટલામાં પતિ મહારાજ તૈયાર થઈને આવ્યા અને બોલ્યા - હુ કેવો લાગી રહ્યો છુ ?
પત્ની એકદમ ચીસ પાડીને બોલી - છક્કો

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક માણસે એની સાસુના ખાટલા પર સાપ જોયો. બારમાંથી આઠ મહિના સાથે રહેતી સાસુથી કંટાળેલા માણસે સાપને કહ્યું : 'ભાઈ, જરા મારી સાસુને કરડતો જાને !'
સાપ : 'ના પોસાય દોસ્ત… હું મારું રિચાર્જ એની પાસેથી જ તો કરાવું છું.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શનિવાર, 21 ઑગસ્ટ, 2010

Gujarati Joke Part - 67

સંતા : યાર પેપર લીક થઈ ગયું એટલે મારી પરીક્ષા રદ થઈ ગઈ.
બંતા : કેવી પરીક્ષા લે છે, પેપરને પ્લંઈબરથી ચેક કરાવી લેવું જોઈએ ને.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બંતા જ્યોતિષને પોતાનો હાથ બતાવવા ગયો.
જ્યોતિષીએ કહ્યુ - આજે તમારી પત્નીને જરૂર ધનનો લાભ થશે.
બંતાએ મોઢું બગાડતા કહ્યુ - તમે સાચુ કહી રહ્યા છો, આજે હું મારુ પાકીટ ઘરે ભૂલી આવ્યો છુ.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પત્ની - જુઓ છાપામાં દારૂ પીવાથી થતાં નુકશાનો લખ્યા છે અને તમે રાત-દિવસ નશામાં રહો છો.
પતિ - બસ, બહુ થયું, કાલથી બિલકુલ બંધ.
પત્ની - (ખુશ થઈને) સાચે જ, કાલથી દારૂ પીવાનુ બંધ કરી દેશો ?
પતિ - ના, કાલથી છાપુ બંધ.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બુધવાર, 18 ઑગસ્ટ, 2010

Gujarati Joke Part - 66

સંતા - હું બધા પ્રકારના હોસ્પિટલમાં દાખલ થઈ ચૂક્યો છુ.
બંતા- ખોટું, તુ મેટરનિટિ હોસ્પિટલમાં તો નહિ દાખલ થયો હોય ને ?
સંતા - અરે યાર ત્યાજ તો હું જન્મયો હતો.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

માઁ - બબલી, તુ આટલી આળસી કેમ છે ?
બબલી- 'મેન્યુફૈક્ચરિંગ ડિફેક્ટ' ને કારણે જ માઁ.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતા ચોરે બંતા ચોરને કહ્યુ - મને આ ઠંડીની ઋતુ બિલકુલ ગમતી નથી.
બંતા -કેમ ?
સંતા - બધા લોકો પોતાના ખિસ્સામાં હાથ નાખે છે માટે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

રવિવાર, 15 ઑગસ્ટ, 2010

Gujarati Joke Part - 65

યમદૂત જ્યારે શ્યામને લેવા પહોંચ્યો તો એ ખૂબ જ કરગરવા લાગ્યો. જેના કારણે યમદૂતે તેને આશ્વાસન આપ્યુ : તુ રડે છે કેમ ? સ્વર્ગમાં ચાલ, ત્યાં બધુ જ મળશે.
શ્યામ - શુ સ્વર્ગમાં બધી વસ્તુ મળી જાય છે ?
યમદૂત - હા દરેક વસ્તુ.
શ્યામ - સિગરેટ પણ ?
યમદૂત - હા પરંતુ, સિગરેટ સળગાવવા તારે નરકમાં જવુ પડશે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક શાણા અર્થશાસ્ત્રીએ આવનારી મંદી માટે એક સોનેરી સલાહ આપી છે.જૉ તમે જરુર ના હોય એવી ચીજો ખરીદતા રહેશો, તો ઝડપથી એવો સમય આવશે કે તમને જરુર હોય એવી ચીજૉ તમારે વેચવી પડશે...!

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પ્રશ્નપત્ર સેટ કરનારા પ્રોફેસરે પોતાની પુત્રીના લગ્નમાં લાગેલ મીઠાઈના સ્ટોલ પર મોટા અક્ષરોમાં એક સૂચના લખાવી દીધી : બધી મીઠાઈઓનો સ્વાદ એક સમાન છે, કોઈપણ 3 મીઠાઈ પસંદ કરી શકો છો.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ગુરુવાર, 12 ઑગસ્ટ, 2010

Gujarati Joke Part - 64

પતિ : 'તારા જન્મદિવસે હીરાનો હાર ભેટ લાવ્યો છું.'
પત્ની : 'તમે તો મને મોટરકાર લઈ દેવાના હતા ને ?'
પતિ : 'હા, પણ નકલી મોટરકાર મળી નહીં.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતા (બંતાને) સાંભળ્યુ છે કે ચૂટણી આયોગે દેશના પાંચ રાજ્યોમાં ચૂટણીની જાહેરાત કરી છે.
બંતા-સારુ છે દોસ્ત, હું તો ક્યારનો આ દિવસની જ રાહ જોઈ રહ્યો હતો.
સંતા-કેમ ?
બંતા-અરે વાહ, કેમ નહી. મારા માથા પર પણ ફરીવાર મુગટ પહેરાવવામાં આવશે ને.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પ્રેમી જોડી પરસ્પર વાતો કરી રહી હતી.
પ્રેમિકા - અમે લોકો બે વર્ષથી એક-બીજાને પ્રેમ કરી રહ્યા છે. શુ તે કદી લગ્ન વિશે વિચાર્યુ નહી ?
પ્રેમી - વાત એમ છે કે ...મારે આ વિશે મારી પત્નીને વાત કરવી પડશે. ત્યારે હુ તને કંઈક જવાબ આપી શકીશ.
પ્રેમિકા - ઓહો, તો તુ પણ પરણેલો છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સોમવાર, 9 ઑગસ્ટ, 2010

Gujarati Joke Part - 63

નયન : બચપન મેં મા કી બાત સૂની હોતી તો આજ યે દિન ના દેખને પડતે.
ન્યાયાધીશ : ક્યા કહેતી થી તુમ્હારી માં ?
નયન : જબ બાત હી નહીં સૂની તો કૈસે બતાવું માં ક્યાં કહેતી થી ?!

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક વ્યક્તિએ બીજા વ્યક્તિને પૂછ્યું - તમારી શર્ટના ખૂણાં પર આ ગાઁઠ કેવી રીતે બંધાઈ ?
બીજાએ જવાબ આપ્યો - પત્નીનો પત્ર પોસ્ટબોક્સમાં નાખવાની યાદ રહે તે માટે.
પહેલો બોલ્યો - શુ તમે તે પત્ર પોસ્ટ કરી દીધો ?
બીજાએ જવાબ આપ્યો - નહી, મારી પત્ની મને તે પત્ર આપવાનું જ ભૂલી ગઈ.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મોનૂ - સોનુ, કરોળિયો તારા કમ્પ્યુટર પર શુ કરી રહ્યો છે ?
સોનુ- ખબર નહી... તું જ બતાવી દે.
મોનુ - મને લાગે છે કે કોઈ વેબસાઈટ બનાવી રહ્યો હશે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શુક્રવાર, 6 ઑગસ્ટ, 2010

Gujarati Joke Part - 62

બંતા- અરે જો સંતા, આ કોલ્ડ્રિંકની બોટલમાં વંદો તરી રહ્યો છે
સંતા- અરે વાહ, શુ સીન છે.
માણસોની સાથે સાથે આ જીવોને પણ ફેવરેટ ડ્રિંક છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મહેશ : ઈન્ટરનેટમાં 'ગૂગલ' પર કોઈ પણ નામ સર્ચમાં લખો, તો એ મળી આવે.'
સુરેશ : તો કાંતામાસી લખ તો જરા.
મહેશ : એ કોણ છે ?
સુરેશ : એ અમારી કામવાળી છે. સુરતમાં પુર આવ્યું ત્યારની આવી નથી…. કદાચ ગૂગલમાં મળી જાય !!

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

વૃધ્ધ પતિ પત્ની પોતાના લગ્નની પચાસમી વર્ષગાંઠ ઉજવી રહ્યા હતા. એક પત્રનો રિપોર્ટર તેમનો ઈંટરવ્યુ લેવા આવ્યો - મેં સાંભળ્યુ છે કે રંગનાથન જી, તમે ફક્ત 1575 રૂપિયાના માસિક વેતન પર તમારા સાત છોકરાઓ અને ચાર છોકરીઓનુ પાલન કર્યુ છે.
વૃધ્ધ તરત જ ગભરાઈને બોલ્યો - શ....શ... ચૂપ.. આટલા જોરથી ન બોલતા. શુ તમે અમારી આ અવસ્થામાં ફજેતી કરવા માંગો છો. મારી પત્નીનો તો એ વિચાર છે કે મને ફક્ત 1250 રૂપિયાજ મળે છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મંગળવાર, 3 ઑગસ્ટ, 2010

Gujarati Joke Part - 61

પત્ની - મેં તમારી સાથે એ માટે લગ્ન કર્યા કે મને તમારી પર દયા આવી ગઈ કારણ કે તમારી સાથે કોઈ વાત નહોતુ કરતુ.
પતિ - હા, પ્રિયે પણ હવે બધાને મારા પર દયા આવે છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતા જજે ગુનેગાર બંતાને કહ્યુ - તે રેલવેના ડબ્બામાંથી પંખા અને વીજળીના બલ્બ ચોરવાનો પ્રયત્ન કેમ કર્યો ?
બંતા ગુનેગારે કહ્યુ - સાહેબ, ડબ્બામાં લખ્યુ હતુ કે 'આ તમામ સંપત્તિ તમારી પોતાની છે.' એટલે એમાંથી હુ મારો ભાગ લેતો હતો.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક ચોર ચોરી કરતા પકડાયો અને કોર્ટમાં મેજીસ્ટ્રેટની સામે ઉભો કરવામાં આવ્યો અને મેજિસ્ટ્રેટે કહ્યુ - તારા ખિસ્સામાં જે કંઈ હોય તે ટેબલ પર મૂકી દે.
આ સાંભળી ચોર બોલ્યો - આ તો અન્યાય છે, માલના બે ભાગ થવા જોઈએ.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~