શુક્રવાર, 31 મે, 2013

Gujarati Joke Part - 372

સંતા એક દિવસ બંતાની હોટલમાં ગયો.
બિરયાની ખાતાં ખાતાં તેણે ફરિયાદ કરી કે બિરયાની બહુ ખરાબ છે.
આ સાંભળીને બંતાએ કહ્યુ કે - હુ ત્યારથી બિરયાની બનાવી રહ્યો છુ જ્યારે તુ જનમ્યો પણ નહી હોય.
સંતા બોલ્યો - વાત સાચી હશે, પણ તે બિરયાની હમણાં કેમ વેચી રહ્યા છો ?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પત્ની : 'આજે અકસ્માત થતાં રહી ગયો !'
પતિ : 'શું થયું ?'
પત્ની : 'આ આપણી ઘડિયાળ, ઉપરથી એવી પડી ! એક સેકંડનો ફરક પડ્યો હોત તો મારી માનું માથું ભાંગી જાત !'
પતિ : 'હું નહોતો કહેતો આ ઘડિયાળ થોડું મોડું જ છે !'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતા - યાર, તમારો ફોટો તો બહુ સંદર છે.
બંતા - ક્યા જોયો ? પત્ર-મિત્રમાં ?
સંતા - નહી, પોલીસ ચોકીમાં.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બુધવાર, 29 મે, 2013

Gujarati Joke Part - 371

એક દરવાજા ઉપર લખ્યું હતું કે BEWARE OF PARROT. તેના એક મીત્રને આ વાક્ય સમજાયું નહી તેથી તેણે પુછ્યુ કે BEWARE OF DOG હોય તો બરોબર છે પણ આ BEWARE OF PARROT વળી શું? પોપટથી વળી શું બીવાનું? તેના મીત્રએ ફોડ પાડતા કહ્યું કે કોઈ અજાણ્યો આવે એટલે પોપટ સીટી વગાડે અને તે સીટીનો અવાજ સાંભળીને ઘરમાંથી કુતરો બહાર આવે
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક મિત્ર (બીજાંને ) યાર, લગ્ન પછી શું થાય છે ?
બીજો મિત્ર - પહેલાં વર્ષે પતિ બોલે છે, અને પત્ની સાંભળે છે. બીજા વર્ષે પત્ની બોલે છે, અને પતિ સાંભળે છે. ત્રીજા વર્ષે બંને બોલે છે અને આજુબાજુવાળા સાંભળે છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મગન શેઠ -છગન, તું દરરોજ ઓફિસે મોડો કેમ આવે છે?
છગન - શું કરું સર, ઘરનું બધું કામ મારે જ કરવું પડે છે.
મગન શેઠ - તો તું લગ્ન કેમ નથી કરી લેતો?
છગન - સર, હું પરણેલો જ છું.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સોમવાર, 27 મે, 2013

Gujarati Joke Part - 370

વક્તા ભાષણ આપી રહ્યા હતા; કોઈકે તેમના પર સડેલું ટામેટું નાખ્યું. વક્તાએ બૂમ મારી : 'આ શું તોફાન છે ? પોલીસ ક્યાં છે ?
'બીજા ટામેટા લેવા ગયા છે !' કોઈકે કહ્યું.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક મૂરખના સરદારે ફૂટપાથ ઉપર ચોકથી લખેલું વાક્ય વાંચ્યું :
'વાંચવાવાળો ગધેડો.'
મૂરખના સરદારે એ ભૂંસીને લખ્યું :
'લખવાવાળો ગધેડૉ !'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક વાર પોતાના ટાલિયા પતિને પત્નીએ પૂછ્યુ - શું તમને આ ટાલથી કદી કોઈ તકલીફ નથી થતી ?
પતિ - ના, આમ તો ખાસ કોઈ નહિ, હા, પણ જ્યારે મોઢુ ધોઉં છુ ત્યારે એ સમજાતુ નથી કે ક્યા સુધી ધોવાનું છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શનિવાર, 25 મે, 2013

Gujarati Joke Part - 369

એક મુસાફર : 'આજે લાગે છે કે બસમાં મુસાફરોના બદલે બધી જાતનાં જાનવરો જ ભરી દીધાં છે.'
બીજો મુસાફર : 'ખરી વાત છે, તમે આવ્યા એ પહેલાં એક ઘુવડની કમી હતી, અને તમે આવી ગયા.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતાએ બંતા સિપાહીને પૂછ્યુ - તે ચોરને પકડ્યો કેમ નહી ?
બંતા બોલ્યો - શુ કરુ સર, જે ઘરમાં ચોર ઘુસ્યો હતો, ત્યાં દરવાજા પર લખ્યુ હતુ કે -અંદર આવવાની મનાઈ છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મનોચિકિત્સક કોને કહેવાય ?
એક એવો માણસ જે ખૂબ મોટા પૈસા લઇને તમે કેવા છો એવું વર્ણન આપે છે, જે તમારી પત્ની તમને રોજ મફતમાં આપતી હોય છે...!
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ગુરુવાર, 23 મે, 2013

Gujarati Joke Part - 368

એક ખીચોખીચ ભરેલી બસમાં પપ્પૂ એક ટકલા માણસને બિલકુલ અડીને બેસી ગયો. ટકલા માણસે ગુસ્સામાં કહ્યુ - હા, હા, આવી જા બિલકુલ મારા માથા પર જ બેસી જાને.
પપ્પૂ- ના અંકલ, હું અહી જ ઠીક છું, ત્યાંથી તો લપસી જવાનો ડર રહે છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શિક્ષક - ટિમ્બકટુ ક્યા છે ?
વિદ્યાર્થી - ખબર નહી મેડમ, પણ મારા ખ્યાલથી ટિમ્બક વન અને ટિમ્બક થ્રી ની વચ્ચે જ ક્યાક હશે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સુહાગરાતે પોતાની નવી નવેલી પત્નીને તેના પતિએ પૂછ્યુ - લગ્ન પહેલા કેટલા યુવકો સાથે તારી દોસ્તી હતી ?
પની એકદમ ચૂપ થઈ ગઈ. તેથી પતિએ કહ્યુ - કેમ જવાબ નહી આપે ?
પત્ની શરમાઈને - તમે તો કેટલી ઉતાવળ કરો છો, જરા ગણવા તો દો.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મંગળવાર, 21 મે, 2013

Gujarati Joke Part - 367

બાયોલોજીની પ્રાયોગિક પરીક્ષામાં મગનને શિક્ષકે એક પગ દેખાડીને પૂછ્યું : 'આ કયું પક્ષી છે ?'
મગનને જવાબ ન આવડ્યો તેથી નાપાસ કર્યો. શિક્ષકે એને માર્ક મૂકતાં પહેલાં પૂછ્યું : 'તારું નામ ?'
મગને પગ ઊંચો કર્યો : 'તમને આવડે તો લખી લો !'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શિક્ષક : તું એવું કઈ રીતે પુરવાર કરીશ કે લીલી શાકભાજી ખાવી આંખ માટે હિતાવહ છે ?'
મગન : સાહેબ, તમે જ કહો જોઉં ! તમે કોઈ ગાય કે ભેંસને કદી પણ ચશ્માં પહેરેલી જોઈ છે ખરી ?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક હૉટલમાં મૂકાયેલું બોર્ડ :
ઈશ્વર નિરાકાર છે, પૂરી ગરમાગરમ છે.
ઈશ્વરને બધા સરખા છે, ભજિયાં ઘણી જાતનાં છે.
સંતોષી નર સદા સુખી, સાથે શીખંડ પૂરી ઠીક પડશે.
વિદ્યા એ ખરું ધન છે, ખમણ ખાવા જેવું છે,
મહાત્માઓનાં વૃત્તાંત વાંચજો, ચા સ્પેશ્યલ જ મંગાવજો !
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

રવિવાર, 19 મે, 2013

Gujarati Joke Part - 366

એક મુસાફર (બીજા મુસાફરને)ઓ ભાઈ, ટ્રેન સમયસર તો આવશે ને?
બીજો મુસાફર : ના રે ના, ટ્રેન તો પાટા ઉપર આવશે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક પતિએ પત્નીને તમાચો માર્યો. પત્ની ગુસ્સે થઈ ગઈ.
પતિ બોલ્યો : માણસ કોને મારે ? જેને એ પ્રેમ કરતો હોય.
પત્નીએ ડાબા હાથની બે ઝીંકી દીધી : તમે શું સમજો છો ? હું શું તમને ઓછો પ્રેમ કરું છું ?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શિક્ષક - બોલો, ફર્સ્ટ એડ કોને કહેવાય ?
પપ્પૂ - જી, છાપામાં છપાયેલી પહેલી જાહેરખબરને.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~