મંગળવાર, 10 એપ્રિલ, 2018

Gujarati Jokes Part - 430

આજ કાલ છોકરાવ ને ગરમી લાગે નહીં એટલે માતા પિતા તેમને મનાલી, કાશ્મીર કે ગોવા લઇ જાય ......

અને અમે નાના હતા ત્યારે ગરમી લાગવાનું કહીયે તો પકડીને ટકો કરાવી નાખતા......

😜😜😂😂🤣🤣😆😆

----------------------

😀7/12, 8-અ,  મા જો નામ રાખવુ હોય તો  IPL ના સટ્ટા  થી દુર રહેવા નમ્ર વિનંતી.😃🙏

----------------------

😜😜😜 હસવાની છૂટ પણ
દાંત કાઢવાની મનાઈ :😅😅😅

🙏🙏 "જમાઈની સમસ્યા" 🙏🙏

એકવાર એક સસરા બિમાર પડ્યા.
સસરા માંદા પડે અને દોડાદોડ કરી મૂકે એવા જમાઈ ઘણાં હશે પરંતુ.....
સસરાની બિમારીથી સાચા હૃદયથી દુઃખી થાય એવા જમાઈની ટકાવારી બહુ ઓછી છે.
બાકી પત્ની અથવા સાળીને રાજી રાખવા માટે દોડાદોડ કરવી એ પુરુષનો લગ્નસિદ્ધ અધિકાર છે.
પેલા સસરા માંદા પડ્યા એટલે તબિયત પૂછવા જવું પડે..... નહીંતર ઘરની શાંતિ જોખમાય એટલે જમાઈ બિચારો અનિચ્છાએ તૈયાર થયો....
જમાઈની સમસ્યા એક જ હતી કે ..... એ બન્ને કાને બહેરો હતો. તથા દામાદનાં કાન માત્ર ચશ્માની દાંડલી ખોસવા માટે જ છે આ વાત સસરાનાં કાન સુધી પહોંચી નહોતી.

જમાઈ નેતાની પેઠે પોતાની નબળાઈ જાહેર કરવા માગતો નહોતો એટલે એણે આઈડીયા માર્યો, જમાઈએ નક્કી કર્યું કે ત્રણ સાદા સવાલો એવા કરવા જેનો જવાબ દરેક દર્દી પાસેથી સરખો જ આવે.

1. પહેલા પૂછવું કે ‘દવાથી કંઈ ફરક પડ્યો ?’
જવાબ પૂરો થાય એટલે કહેવું કે ...... ‘બસ એ જ ચાલુ રાખો.’

2.બીજો સવાલ કરવો કે ‘જમવામાં શું લ્યો છો ?’
સસરાનાં હોઠ ફફડતાં બંધ થાય એટલે કહેવું કે .....
‘તમારા માટે એ જ બરાબર છે.’

3. ત્રીજો અને છેલ્લો સવાલ કરવો કે...
'ક્યા દાક્તરની દવા લ્યો છો ?’
જવાબ મળે એટલે કહેવું કે..
‘એનાથી વધુ અનુભવી કોઈ નથી.’
આ રીતે તૈયારી કરીને બહેરાકુમાર દવાખાને પહોંચ્યા.

પ્રથમ સવાલ કર્યો કે ‘દવાથી કંઈ ફરક પડ્યો ?’
સસરો થોડો આખાબોલો નીકળ્યો એટલે જવાબ આપ્યો કે
‘દવાનું બિલ ભરવામાં અડધું ફર્નિચર વેચાઈ ગયું છે.’
એટલે જમાઈ બોલ્યો : ‘બસ, એ જ ચાલુ રાખો એટલે સાવ રાહત થઈ જશે.’
જમાઈનો જવાબ સાંભળી સસરાની આંખે અંધારા આવી ગયા છતાં ગમ સાથે પપૈયુ પણ ખાતા રહ્યા.
જમાઈએ બીજો ઘા કર્યો કે ‘શું જમો છો ?’
આ વખતે સાસુ બોલ્યા કે......
" પથરાં ખાય છે અને ધૂળ ફાકે છે."
જમાઈ કહે, ‘એ જ ચાલુ રાખો. તમારા માટે એ જ યોગ્ય છે.’
હવે સાસુનું બી.પી. વધવા માંડ્યું હતું ત્યાં જમાઈએ ત્રીજો પ્રહાર કર્યો કે....
‘આ ક્યા દાક્તરની દવા ચાલે છે ?’
આ વખતે તો સલમાનખાન જેવો સાળો ઊભો થઈને બરાડ્યો કે,
‘જમરાજાની દવા ચાલે છે.’
અને તરત જ જમ જેવો જ જમાઈ બોલ્યો કે,
‘એમનાથી અનુભવી બીજું કોઈ નથી. એમની ચાલુ રાખો એટલે સાવ શાંતિ થઈ જશે.’ ....

પછી જમાઈનું શું થયું એ ખબર નથી ....પણ
છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સસરાનાં રૂમની બાજુનાં રૂમમાં જ દાખલ કરેલા છે.

🤗🤗🤗🤗🤗

રવિવાર, 1 એપ્રિલ, 2018

Gujarati Jokes Part - 429


અત્યાર ના છોકરાવ ઓછા માર્ક્સ આવે તો આત્મહત્યા કરી લે છે.. 😩
અને
એક અમે હતા કે 😎
અમારા માંર્કસ જોઈને ટીચસઁ 😳 આત્મહત્યા કરવાનું વિચારી લેતા, 🙄😳
આ રખડેલ ને આટલા આવ્યા ક્યાંથી?? 😂😂
😂😂😅😅😆😆😜😜

---------------------------

પહેલાંના જમણવાર અને આજના જમણવારમાં મૂળભૂત ફરક:-
પહેલા જમવા વાળા એક જ જગ્યાએ રહેતા
અને 
પીરસવા વાળા ફરતા રહેતા ,
આજે પીરસવા વાળા  ઉભા હોય છે અને જમવા વાળા ભટક્યા કરે છે.
😝😝😝😝😝😝😝😝😝😝

---------------------------

કાપડ બજારમાં ભયંકર મંદી ના એંધાણ દેખાય છે મીત્રો...

બાઈક માં થી કોક ગાભો કાઢી ગ્યુ બોલો !!
💁🤔🤔🤔🤔🤔🤔🤔💁

---------------------------

🤔🤔🤔🤔🤔🤔🤔

એક ભાઈલગ્ન બાદ પ્રથમવાર પોતાને સાસરે જમવા ગયા.

સાસુજીએ પુછ્યું, : "જમાઈરાજ, તમારી ફેવરીટ ડીશ કઈ ?"

ભાઈએ જવાબ આપ્યો, : *"ટાટા સ્કાય."*

😉😉😉😉😉😉😁

---------------------------
By : Ankit Gandhi