ભિખારી : '50 પૈસા આપો ભૈસાબ, ત્રણ દિવસથી ખાધું નથી.' કંજૂસ : '10 રૂપિયા આપીશ, પણ પહેલા એ કહે કે 50 પૈસામાં ખાવાનું ક્યાં મળે છે ?'
'પપ્પા, પપ્પા ! એન્ટાર્કટિકા ક્યાં છે ?' 'મને હેરાન ન કર. આ ઘરમાં બધી વસ્તુઓ તારી મમ્મી મૂકે છે એને પૂછ !'
સત્તારૂઢ થયેલા પ્રધાન મનોમન બબડ્યા : 'આ લોકો તે કેવા છે ! આખો દિવસ મળવા જ આવતા રહે છે !' પણ થોડા વર્ષો બાદ સત્તા ગયા પછી એક દિવસ તે પ્રધાન ફરીથી બબડ્યા : 'આ લોકો તે કેવા છે ! કોઈ મળવા પણ આવતા નથી !'
પત્ની- આજે મેં વિશ્વની સૌથી સુંદર સ્ત્રીને જોઈ. એટલી સુંદર લાગી રહી હતીને કે ન પૂછો વાત. પતિ- પછી શું થયું? પત્ની- પછી શું હું અરીસા સામેથી હટી ગઈ.
એક દિવસ સંતાએ ડોક્ટરને આવીને કહ્યુ - તમારી સારવારથી મને ઘણો ફાયદો થયો છે, ડોક્ટર સાહેબ. ડોક્ટરે કહ્યુ - થયો હશે. પણ મને યાદ નથી આવતુ કે મેં તમારી સારવાર ક્યારે કરી ? બંતા - મારી નહી, મારા કાકાની. તમારી સારવારથી મારા કાકા સ્વર્ગમાં ગયા અને તેમની મિલકતનો હું એકમાત્ર વારસદાર થઈ ગયો.
સંતા-કેમ લા, ગઈકાલે રસ્તા પર કેમ પડ્યો હતો ? બંતા- હું મારી આખી બોટલ પી ગયો હતો, કારણ કે આ જરૂરી થઈ ગયુ હતુ. સંતા- અરે, જરૂરી કેમ થઈ ગયુ હતુ ? બંતા - કારણ કે મારી બોટલનું ઢાંકણું ખોવાય ગયુ હતુ.
'એના કહેવાથી તેં સિગારેટ છોડી ?' 'હા' 'અને દારૂ પણ ?' 'હા' 'જુગારની કલબમાં જવાનું પણ એના કહેવાથી જ બંધ કર્યું ને ?' 'હા. હા.' 'તો પછી એની સાથે પરણ્યો કેમ નહીં ?' 'સુધરી ગયા પછી લાગ્યું કે મને એના કરતાં વધારે સારી છોકરી મળી શકે એમ છે !'
દિનેશે રમેશને - તુ લવ મેરેજ કરીશ કે એરેંજ મેરેજ ? રમેશ - મને તો આ પ્રશ્ન પર જ હસુ આવે છે. આ તો એ જ રીતે છે કે કોઈ પૂછે કે તુ આત્મહત્યા કરીશ કે તને ફાંસીએ લટકાવી દેવામાં આવે.
શાળામાં એક વિદ્યાર્થીને પરીક્ષા આપતા એક પ્રશ્ન - ક્રિકેટ મેચ પર નિબંધ લખો. ના જવાબમાં લખ્યુ કે - વરસાદને કારણે આજે મેચ નહી રમાઈ શકી.
એક શેઠ ટેલિસ્કોપથી આકાશમાં જોઈ રહ્યા હતા. તેની પાસે નોકર ઊભો હતો. અચાનક એક તારો તૂટયો. નોકર : 'વાહ શેઠ, શું નિશાન લગાવ્યુ છે!'
સંજના - સંજય, જો મારા જીભ પર કેટલા મોટા ચાંદા પડી ગયા છે. સંજય - પડે જ ને ! તુ તેને કદી આરામ જ નથી આપતી, દિવસભર ચલાવ્યા જ કરે છે તો એવુ જ થાય ને.
ચિંગૂસ પિતાએ પુત્રને વઢતાં કહ્યું : 'મૂરખ છે તું મહામૂરખ ! સગાઈ પહેલાં એક છોકરી માટે હજાર રૂપિયા વાપર્યા ?' પુત્ર : 'હું શું કરું પપ્પા એની પાસે એટલા જ પૈસા હતા !'
પ્રેમિકા - (પ્રેમીને) હુ તારી પત્ની બનીને તારી ઘરે આવીશ તો તારી ઘરે અજવાળુ જ અજવાળુ થઈ જશે. પ્રેમી હસીને બોલ્યો - હા, પછી તો હું લાઈટનુ કનેક્શન જ કપાવી નાખીશ.
શિક્ષક : 'તું એવું કઈ રીતે પુરવાર કરીશ કે લીલી શાકભાજી ખાવી આંખ માટે હિતાવહ છે ?' મગન : 'સાહેબ, તમે જ કહો જોઉં ! તમે કોઈ ગાય કે ભેંશને કદી પણ ચશ્માં પહેરેલી જોઈ છે ખરી ?'
પતિ- (પત્નીને) હું રાત્રે સપનુ જોયુ. પત્ની - શુ જોયુ. પતિ - કે તુ પ્રેમ કરી રહી છે. પત્ની - કોને ? પતિ - એ જ તો હુ ઓળખી ન શક્યો, રાત્રે હું ચશ્મા વગર જ સૂઈ ગયો હતો.