શુક્રવાર, 30 ડિસેમ્બર, 2011

Gujarati Joke Part - 204

દર્દી : 'ડૉ. મારું ટેમ્પરેચર પાંચેક પોઈન્ટ ઉપર જાય તો શું કરું ?'
ડૉક્ટર એમના શૅર-સ્ટોકનાં ફોર્મ ભરવામાં વ્યસત હતા. ઊંચું જોઈને એમણે કહ્યું : 'એને વેચી દે !'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

નવવધૂએ પોતાના પતિને પૂછ્યું : 'પ્રિયે શાહજહાંએ એની બેગમ માટે તાજમહેલ બનાવ્યો હતો. તમે મારા માટે શું બનાવશો ?'
'રેશન કાર્ડ' પતિ ઉવાચ.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક વાર એક પત્રકારે અમિતાભની સાથે એક ઈંટરવ્યુ લેવાનુ નક્કી કર્યુ.
પત્રકારે પ્રશ્ન કર્યો - પુરૂષો અને સ્ત્રીઓની પસંદગી વિશે તમારે શુ કહેવુ છે ?
અમિતાભે જવાબ આપ્યો - પુરૂષોની પસંદ શ્રેષ્ઠ હોય છે ને સ્ત્રીઓની પસંદ હલકી હોય છે.
જયા બચ્ચને તરત જ જવાબ આપ્યો - તેથી જ તો આમને મને પસંદ કરી અને મેં તેમને.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બુધવાર, 28 ડિસેમ્બર, 2011

Gujarati Joke Part - 203

એક સ્ત્રી - જ્યારે પણ હું મારી પુત્રી સાથે જઉ છુ તો લોકો મને પૂછે છે કે શુ આ તમારી બહેન છે ?
બીજી સ્ત્રી - તો શુ તારી પુત્રી અત્યારથી વૃધ્ધ દેખાવા માંડી ?

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

માની લો કે ઓમ પુરી તાલિબાન દ્વારા પકડાય અને માની લો કે ભારત સરકાર એમને બચાવવા માટે એક મિશન લોન્ચ કરે, તો તેનું નામ શું રાખવામાં આવે?
વિચારો... વિચારો...
જવાબ: 'સેવ પુરી.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતા - જ્યારે હું દિલ્લીમાં આવ્યો ત્યારે મારા શરીર પર એક પણ કપડાં નહોતા.
બંતા - એવુ કેમ બને ?
સંતા - કારણ કે મારો જન્મ જ દિલ્લીમાં થયો હતો

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સોમવાર, 26 ડિસેમ્બર, 2011

Gujarati Joke Part - 202

મનુએ પોતાના મિત્ર રાહુલને કહ્યું : રાહુલ, મારા મામા મોટા ચિત્રકાર છે. એ ફક્ત પોતાના બ્રશને એક ઈશારો કરે તો હસતા માણસનું ચિત્ર રડતા માણસમાં ફેરવાઈ જાય છે.
રાહુલે કહ્યું : એ કંઈ ખાસ ખૂબી ન કહેવાય ! મારી મમ્મી આવું કામ એક ઝાડુ વડે પણ કરી શકે છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક દિવસ શિક્ષકે પૂછ્યું : 'રાજુ, માણસ અને ગધેડામાં શું ફરક છે ?'
રાજુ એ કહ્યું : 'સાહેબ ! ઘણો ફરક છે. માણસને ગધેડો કહી શકાય છે. પણ ગધેડાને માણસ કહી શકાતો નથી.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક વિદ્યાર્થીએ કહ્યુ - આ ખતરનાક રસ્તો છે, ખબર નહી કેમ અહીં સાવચેતીનું બોર્ડ કેમ નથી મૂક્યુ ?
તેની પાસે ઉભેલા છોકરાએ કહ્યુ - હા, આ એક ખતરનાક રસ્તો છે, અહીં સાવચેતીનુ બોર્ડ લગાવ્યુ હતુ, પણ બે વર્ષ સુધી કોઈ દુર્ધટના નથી તો તેને કાઢી નાખવામાં આવ્યુ.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શનિવાર, 24 ડિસેમ્બર, 2011

Gujarati Joke Part - 201

મહેશ - રમેશ, તુ ખૂબ પરેશાન લાગી રહ્યો છે ? શુ થયુ ?
રમેશ - હુ બાપ બનવાનો છુ.
મહેશ - અરે આ તો ખુશખબર છે.
રમેશ - આમા સારુ શુ છે ? આ વાત મારી પત્નીને હજુ સુધી નથી ખબર.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક વ્યકિતએ પોતાનો કૂવો પાડોશીને વેચી દીધો.
જયારે પાડોશી પાણી ભરવા લાગ્યો ત્યારે તે વ્યકિત બોલી, 'મેં કૂવો વેચ્યો છે, પાણી નહીં. જો પાણી ભરવું હોય તો તેનો અલગ ચાર્જ થશે.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક હૉટલમાં એક ઉદાસ માણસ આવ્યો અને એક ટેબલ પાસે જઈને બેસી ગયો. જ્યારે વેઈટર ઑડર લેવા તેની પાસે ગયો ત્યારે તેણે કહ્યું : બે બળેલી રોટલી, એક દિવસનું વાસી શાક અને એક પ્યાલો ટાઢી ચા લઈ આવ.'
આશ્ચર્યચક્તિ વેઈટરે પૂછ્યું : 'સાહેબ, ખરેખર?'
'હા. લઈ આવ, તને કીધું ને.' ઘરાકે ગુસ્સે થતાં કહ્યું.
વેઈટર આશ્ચર્ય પામતો ચાલતો થયો અને થોડીવાર પછી મંગાવેલી વાનગીઓ લઈ આવ્યો. તેણે ટેબલ ઉપર સામાન મૂકીને પૂછ્યું, 'સાહેબ, બીજું કાંઈ?'
'હા, હવે મારી સામે બેસીને બડબડાટ શરૂ કરી દે ! એટલે મને ઘર જેવું લાગે….!

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સોમવાર, 12 ડિસેમ્બર, 2011

Gujarati Joke Part - 200

પત્ની ગભરાઈને અંદર આવી અને પતિને કહ્યુ - સાંભળો છો ? ભૂકંપ આવી રહ્યો છે. આખું મકાન હલી રહ્યું છે. કદાચ પડી જશે.
પતિ - પડતુ હોય તો પડવા દે. એની ચિંતા મકાનમાલિક કરશે.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

'આજે મારી બેબી સ્કૂલમાં આવી શકે તેમ નથી.'
'તમે કોણ બોલો છો ?'
'મારી મમ્મી બોલે છે !'


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

વેઈટર - સર! આ રહ્યો તમારો નેપકીન !
બંતા - ના, ના! મેં તો નેપકીન પ્લેટમાંથી ઉઠાવી લીધો છે.
વેઈટર - માફ કરજો સર, તમે રૂમાલી રોટલીને નેપકીન સમજીને ખિસ્સામાં મૂકી દીધી છે.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શનિવાર, 10 ડિસેમ્બર, 2011

Gujarati Joke Part - 199

મહિલા - ઈંસ્પેક્ટર સાહેબ, મારા પતિ શાકભાજી બનાવવા બટાકાં લેવા બજારમાં ગયા હતા, હજું સુધી પરત ફર્યા નથી.
ઈંસ્પેકટર - કોઈ વાંધો નહી, જ્યાં સુધી અમે શોધખોળ કરીએ છીએ ત્યાં સુધી બીજી શાકભાજી થી કામ ચલાવો.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતા - (સંગીતની મહેફિલમાં) ગાતી વખતે આ ગાયકો પોતાની આંખો કેમ બંધ કરી લે છે ?
બંતા - એ લોકો બહુ દયાળુ સ્વભાવના હોય છે, તેઓ લોકોનું દુ:ખ નથી જોઈ શકતા.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શિક્ષક : 'ખુદકુશી કરલી' ઔર 'ખુદકુશી કરની પડી' બેઉ વચ્ચેનો ભેદ બતાવો.
રમેશ : પહેલાનો જવાબ બેરોજગાર અને બીજાનો શાદીશુદા….


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ગુરુવાર, 8 ડિસેમ્બર, 2011

Gujarati Joke Part - 198

સ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થીઓને 'જો હું કોઈ મોટી કંપનીનો મેનેજર હોઉં તો...' વિષય પર નિબંધ લખવા આપ્યોક. બધા વિદ્યાર્થીઓ નિબંધ લખી રહ્યાં હતા, ત્યાંો જ શિક્ષકની નજર મનુ પર પડી, એ નોટબુક લઈને ચુપચાપ બેઠો હતો. શિક્ષક-કેમ મનુ શું થયું? નિબંધ આવડતો નથી.

મનુ- 'ના ના સર, હું મારી સેક્રેટરીની રાહ જોઈ રહ્યો છું.'


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક વાર બંતા પોતાની પ્રેમિકાને મળવા હોસ્પિટલમાં ગયો. તે ખુશ થઈને બોલી - તમને ખબર છે મારું પ્રમોશન થઈ ગયુ છે, હવે હું નર્સમાંથી સિસ્ટર બની ગઈ છુ.
બંતા - જો જે પાછી સિસ્ટરમાંથી મધર ન બની જતી.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

કીડી : તું મને તારું શર્ટ આપીશ?
હાથી : ના રે ના શું કામ આપું?
કીડી : મારી બહેનના લગ્ન છે તો મારે તંબુ બાંધવો છો.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મંગળવાર, 6 ડિસેમ્બર, 2011

Gujarati Joke Part - 197

પતિ પત્નીને - ભાગ્યવાન, તારી જોડે લગ્ન કરીને મને એક ફાયદો થયો.
પત્ની - શુ થયો બતવો તો ખરા.
પતિ - મને મારા કર્મોની સજા જીવતા જીવત મળી ગઈ.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

કાકા : 'અરે ભાઈ, મારા કૉમ્પ્યુટર માટે સારામાંના પડદા આપજો ને !
દુકાનદાર : 'કાકા, કૉમ્પ્યુટરના પડદા વિશે તો સાંભળ્યું નથી. કૉમ્પ્યુરરમાં વળી પડદાની શી જરૂર ?'
કાકા : 'અર ભાઈ, મારા કૉમ્પ્યુટરમાં 'વિન્ડો' છે !'


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પ્રેમી - તો પાકુ છે ને કે આજે રાતે આપણે બે વાગે શહેર છોડીને ભાગી જશુ.
તુ બિલકુલ પણ મોડુ ન કરતી, હું તારી રાહ જોઈશ.
પ્રેમિકા - તુ ચિંતા ન કરીશ મારા પતિ મારો સામાન બાંધી રહ્યા છે.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

રવિવાર, 4 ડિસેમ્બર, 2011

Gujarati Joke Part - 196

બંતાએ પોતાને મોટી કંપની ખોલી અને વર્કરોની નિમણૂક કરવા માટે એક જાહેરાત કાઢી
જેમા લખ્યુ હતુ કે -સ્માર્ટ લોકોની જરૂર છે, જેની વય 21 થી 35 વર્ષની હોય, અને કામ ખૂબ જ મહત્વનુ હોવાથી 30 વર્ષનો અનુભવ જરૂરી છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બે મુર્ખાઓ બેન્ક લૂંટવા ગયા પણ બંદૂક લઈ જવાનું જ ભૂલી ગયા. તોય બેંક તો લૂંટી જ. બોલો કેવી રીતે ? બૅન્ક મેનેજર પણ મુર્ખો જ હતો. એણે કહ્યું : 'અરે કશો વાંધો નહિ, બંદૂક કાલે બતાવી જજો.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

રામ: યાર, મને લાગતું હતું કે આ દુનિયામાં હું જ મૂર્ખ છું.
શ્યામ: કેમ શું થયું?
રામ: કાલે મેં મારી પત્નીને કાશ્મીરી સફરજન લાવવાનું કહ્યું હતું.
શ્યામ: તો શું થયું? રામ: આજે કાશ્મીરથી ફોન આવ્યો કે તેણે સફરજન ખરીદી લીધાં છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શુક્રવાર, 2 ડિસેમ્બર, 2011

Gujarati Joke Part - 195

નરેશ : 'મારે પત્નીની આંખો ખૂબ મારકણી છે.'
પરેશ : 'મારી પત્નીની રસોઈ એવી છે ! બોલ, શું કરું !'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મિત્રોએ જેમને આજીવન બ્રહ્મચારી માની લીધા હતા તે મનસુખલાલે 58 વર્ષની વયે પ્રભુતામાં પગલાં પાડ્યાં ત્યારે તેમને મિત્રોએ પૂછ્યું : 'મનસુખલાલ, તમારે લગ્ન કરવાં જ હતાં તો પછી આટલો બધો વિલંબ કેમ કર્યો ?'
મનસુખલાલે જણાવ્યું : 'જો મારી પત્ની વઢકણી નીકળે તો એની સાથે વધુ દિવસો વિતાવવા ન પડે. પણ એથી ઊલટું જો એ ડાહી નીકળે તો એને માટે આટલી બધી રાહ જોઈ, એ લેખે લાગે.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પત્ની (ગુસ્સામાં)- 12 વાગ્યે ઘરે આવવાનો સમય છે? ક્યારની વાટ જોઈ રહી છું?'
પતિ- શું આ જાગતા રહેવાનો સમય છે? 4 કલાકથી બહાર તું ઉંઘી જાય તેની રાહ જોઈ રહ્યો છું.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~