મંગળવાર, 30 જુલાઈ, 2013

Gujarati Joke Part - 377

નાનો ભાઈ: 'આપણે હવે થોડા સમયમાં પૈસાદાર થઈ જઈશું.'
મોટો ભાઈ : 'એ કેવી રીતે?'
નાનો ભાઈ : 'આવતીકાલે મારા ગણિતના શિક્ષક પૈસાને રૂપિયામાં કેવી રીતે ફેરવાય તે શિખવાડવાના છે.'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

રમેશ : મારી ને કેટરીના કૈફની એક આદત એક સરખી છે.મહેશ : કઇ આદત?
રમેશ : એ પણ મને એસએમએસ નથી કરતી અને હું પણ એને એસએમએસ નથી કરતો.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક શ્રીમંત શેઠે નવો નોકર રાખ્યો હતો. શેઠે એક વખત તેને પાણી લાવવા કહ્યું. નોકર તરત પાણીનો ગ્લાસ લઈને આવ્યો. શેઠે તેને ધમકાવતા કહ્યું, 'મૂરખ ! પાણી આ રીતે અપાય ? ટ્રેમાં મૂકી લાવવું જોઈએ, સમજ્યો ?'
નોકરે થોડી વારે ટ્રેમાં પાણી લઈને હાજર થતા કહ્યું, 'શેઠ ! આ ટ્રેમાનું પાણી ચમચી વડે પીશો કે પછી ચાટી જશો ?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

રવિવાર, 28 જુલાઈ, 2013

Gujarati Joke Part - 376

પુત્ર : 'પિતાજી, કોઈ વ્યક્તિ આપણા પક્ષમાંથી બીજા પક્ષમાં જાય તો તેને શું કહેવાય ?'
પિતા : 'વિશ્વાસઘાત.'
પુત્ર : 'અને સામા પક્ષમાંથી કોઈ આપણા પક્ષમાં જોડાય તો ?'
પિતા : 'દીકરા ! એને હૃદયપરિવર્તન કહેવાય, સમજ્યો ?'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પ્રોફેસર નટુ (વિદ્યાર્થી ગટુને) : 'આસામ કઈ વસ્તુ માટે જાણીતું છે ?'
ગટુ : 'મને ખબર નથી.'
નટુ : 'સારું, હું તને એક સંકેત આપું છું. તારા ઘરમાં જે ચા બને છે તેની પત્તી ક્યાંથી આવે છે ?'
ગટુ : 'અમારા પડોશીના ઘરમાંથી.'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક વિદ્યાર્થી - ચાલતી બસમાંથી ક્યારે ઉતરવું જોઈએ ?
બીજો વિદ્યાર્થી - જ્યારે હોસ્પિટલ પાસે હોય.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શનિવાર, 27 જુલાઈ, 2013

Gujarati Joke Part - 385

એક હજામની દુકાને બોર્ડ લગાડવામાં આવ્યુ હતુ અહી માત્ર એક રૂપિયામાં વાળ કાપી આપવામાં આવશે.
બીજા હજામે બોર્ડ લગાવ્યુ - બિનઅનુભવી લોકોએ કાપેલા ઉંધા-છતા વાળને અહીં માત્ર બે રૂપિયામાં સુધારી અપાય છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પતિ - ચાલ આજે આપણે બહાર જઈને ચા પીશુ
પત્ની - કેમ, તમે એમ સમજો છો કે હું ચા બનાવી-બનાવીને કંટાળી ગયો છુ ?
પતિ - અરે નહી, હુ રોજ કપ-રકાબી ધોઈ ધોઈને કંટાળી ગયો છુ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મમ્મી એ ગુસ્સે થઈને પપ્પૂને પૂછ્યું - કબાટમાં મે ગઈકાલે રાતે બે લાડવા મુક્યાં હતા, તો એક જ કેમ રહી ગયો.?
પપ્પુ બોલ્યો - માઁ, એક એટલા માટે રહી ગયો કે મને બીજો લાડવો અંધારામાં દેખાયો જ નહિ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~