શનિવાર, 27 એપ્રિલ, 2013

Gujarati Joke Part - 365

એક જગાએ જૂની ચીજોની હરાજી (લિલામ) થતી હતી. ત્યાં ભીડમાં એક મહાશયનું પાકીટ ખોવાઈ ગયું જેમાં સાત હજાર રૂપિયા રોકડા હતા. મહાશયે આગળ આવીને જાહેરમાં કહ્યું : 'મારું એક પાકીટ હમણાં ખોવાયું છે. તેમાં સાત હજાર રૂપિયા રોકડા છે. જે કોઈને મળ્યું હોય તે મને આપી જશે તો તેને પાંચસો રૂપિયાનું ઈનામ હું આપીશ.'
ટોળામાં છેલ્લે ઊભેલા એક માણસે કહ્યું : 'આપણા સવા પાંચસો….!'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક બાળક તેના ઘરે મેહમાન આવે છે ત્યારે - આવી જાવ, કૂતરાથી બીશો નહિ.
મહેમાન - કેમ, કૂતરો કરડતો નથી ?
બાળક - એ જ તો મારે જોવું છે, પપ્પા આજે જ આને ખરીદી લાવ્યાં છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતાને 5 નંબરની બસમાં જવું હતું. બંતાને 7 નંબરની બસમાં જવું હતું. ઘણી વાર રાહ જોયા પછી 57નંબરની બસ આવી. રાજી થઈ બંને ચઢી ગયા.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ગુરુવાર, 25 એપ્રિલ, 2013

Gujarati Joke Part - 364

એક સ્ત્રીએ એક ફકીરને કહ્યું : 'તું જુવાન છે, તાકાતવાન પણ છે, તો પછી મહેનતમજૂરી કેમ નથી કરતો ?'
'અને તમે પણ એટલાં બધાં સુંદર છો કે ફિલ્મની હીરોઈન બની શકો તેમ છો, છતાં સ્ટુડિયોમાં જવાને બદલે ઘરમાં કામ કેમ કર્યા કરો છો ?' ફકીરે કહ્યું.
'ઊભો રહે તારા માટે કાંઈક લઈ આવું.' ખુશ થઈને સ્ત્રી બોલી.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શિક્ષક : છોકરાઓ, સાયક્લોન એટલે શું ?
છોટુ : હું કહું સાહેબ.
શિક્ષક : હા, બોલ ને ! સાઈક્લોન એટલે ?
છોટુ : સાઈકલ ખરીદવા માટે જે લોન આપે ને…..એ …
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

નટુ તેના પિતાના મૃત્યુ અને બેસણાની જાહેરખબર છપાવવા એક છાપાની ઑફિસે ગયો. જાહેરખબર વિભાગના કર્મચારી ગટુએ તેને કહ્યું : 'જાહેરખબરનો દર એક કોલમ સેન્ટીમીટરના 300 રૂપિયા છે.'
આ સાંભળીને નટુ બોલ્યો : 'હું તો લૂંટાઈ જઈશ. મારા પિતાની ઊંચાઈ 182 સેન્ટીમીટર હતી.'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મંગળવાર, 23 એપ્રિલ, 2013

Gujarati Joke Part - 363

એક ધનવાન પતિએ પોતાની પત્નીને જણાવ્યુ - હુ પોતાની કોલેજ લાઈફને કારણે ઈલેક્શન હાર્યો.
પત્નીએ પૂછ્યુ - કોલેજ લાઈફને કારણે ? પણ તમારી કોલેજ લાઈફ તો વીતી ગઈ છે.
પતિએ જવાબ આપ્યો હા, વાત એમ છે કે લોકોને ખબર પડી ગઈ કે હુ કોલેજ લાઈફમાં એક સમયે આઠ-દસ છોકરીઓ સાથે દોસ્તી કરતો હતો.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

માલિકે ગુસ્સામાં નોકરને કહ્યુ : હું એક કલાકથી ડોરબેલ વગાડી રહ્યો છું.
નોકર બોલ્યો : 'તમે માલિક છો. એક કલાક શું, આખો દિવસ ડોરબેલ વગાડી શકો છો.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પુત્ર - પપ્પા તમે મને આંખને બદલે દાંતનો ડોક્ટર કેમ બનાવવા માંગો છો ?
પપ્પા - મૂર્ખ એટલી ખબર નથી પડતી, માણસોને આંખ માત્ર બે જ હોય છે, જ્યારે દાંત 32.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

રવિવાર, 21 એપ્રિલ, 2013

Gujarati Joke Part - 362

પોપટ -આજે જીવનમાં પહેલી વખત એલાર્મ ઘડિયાળને લીધે મારી ઊઘ ખૂલી.
મિત્ર - કેમ અત્યાર સુધી એલાર્મનો અવાજ કાને નહોતો પડતો.
પોપટ -ના, એવું નથી પણ આજે પત્નીએ ઘડિયાળ મારા માથા પર મારી.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

નટુ : 'તને ખબર છે ? મારી પત્ની દેવી છે. '
ગટુ : 'દેવી તો મારેય છે, પણ લ્યે કોણ ?'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સુરેશ કીડા, મકોડા અને પશુપંખી વેચતા દુકાનદારને ત્યાં ગયો.
રમેશ : 'તમે માંકડ અને ઊંદરડા રાખો છો ?'
દુકાનદાર : 'હા, કેટલા આપું ?'
રમેશ : 'સો માંકડ અને પચાસ ઊંદરડા.'
દુકાનદાર : 'સો માંકડ ! પચાસ ઊંદરડા ! આટલા બધાનું તમારે શું કરવું છે ?'
રમેશ : 'ઘર ખાલી કરવાનું છે. મકાનમાલિકે કહ્યું છે કે ઘર જેવું હતું એવું પાછું કરી આપજો.'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શુક્રવાર, 19 એપ્રિલ, 2013

Gujarati Joke Part - 361

રજત(મયંકને) ટપાલમાં નવા પ્રતિક ચિહ્નોમાં વાપરવામાં આવેલ લાલ અને પીળા રંગો અંગે તમારા શુ વિચારો છે ?
મયંક - એટલુ જ કે આપણે પણ આપણા જીવનમાં લાલ અને પીળા કોમ્બિનેશનના કપડાં વધુમાં વધુ પહેરવા જોઈએ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતા કશ્મીરની રજાઓ ગાળી રહ્યો હતો. એક દિવસ તેને બંતા નામનો બીજો વેપારી મળ્યો તેણે પોતાનો પરિચય આપત કહ્યુ - હુ અહી વીમા કંપનીના રૂપિયે મોજ કરી રહ્યો છુ. મને આગ લાગવાના ફળસ્વરૂપ વીસ હજાર રૂપિયા વીમાના મળ્યા હતા.
સંતા બોલ્યો - હું પણ વીમા કંપનીના પૈસે મોજ કરી રહ્યો છુ મને પુરના કારણે થયેલ નુકશાનના 50,000 મળ્યા.

બંતાએ માથુ ખંજવાળતા કહ્યુ - યાર, એ બતાવો કે પૂરની શરૂઆત કેવી રીતે કરવી ?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

દારૂ પીતા લોકોને ખરાબ આદતથી છોડાવવા એક ડૉક્ટર તેમની વચ્ચે ગયાં. સૌને ભેગા કર્યાં. તેમની સામે બે મોટા કાચના ગ્લાસ ભર્યા. એકમાં શુદ્ધ પાણી નાખ્યું અને બીજામાં દારૂ ભર્યો. સૌના દેખતાં તેમાં એમણે બે અળસિયા નાખ્યાં. બધાને ધ્યાનથી જોવાનું કહ્યું. પાંચેક મિનિટ બાદ, દારૂના ગ્લાસમાં નાખેલું અળસિયું તરફડીને મરી ગયું જ્યારે પાણીમાં નાખેલું અળસિયું આરામથી ઉપર તરતું રહ્યું. છેવટે ડૉક્ટરે એમાંના એકને પૂછ્યું :
'આ પ્રયોગ જોવાથી, તમને શું શીખ મળી ?'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બુધવાર, 17 એપ્રિલ, 2013

Gujarati Joke Part - 360

શિક્ષક - રમેશ, સમુદ્રમાં લાલ ઈંટ નાખીએ તો શુ થાય ?
રમેશ - ઈંટ ભીની થઈ જાય.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શોપિંગ કરીને પતિદેવે બંને હાથમાંના થેલા ઘરમાં ખુશી-ખુશી મુકતા પત્નીને કહ્યું કે, પ્રિયે ! આજે તેં જણાવેલી વસ્તુઓમાંથી એક પણ ચીજ ભૂલ્યો નથી. બધુ યાદ કરી-કરીને લાવ્યો છું..
પત્નીએ કહ્યુ - અરે વાહ, તમે તો સાચે જ બધુ લાવ્યા, પણ પીંટુ ક્યાં છે ? તેનો અવાજ નથી આવતો.
પતિદેવે માથું ખંજવાળતા દોડ લગાવતાં કહ્યું કે અરે, મેં પીંટુને મોલમાં એક શોપિંગ બાસ્કેટમાં બેસાડ્યો હતો એ તો ત્યાં જ રહી ગયો !!
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

છગન : આ બધા માણસો કેમ દોડે છે ?
મગન : આ રેસ છે. જે જીતે ને એને કપ મળે.
છગન : જો જીતનારને જ કપ મળવાનો હોય, તો બાકી બધા શું કામ ખોટી દોડાદોડ કરે છે !?!
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સોમવાર, 15 એપ્રિલ, 2013

Gujarati Joke Part - 359

પત્ની (ગુસ્સાથી)- 'ભગવાન જ્યારે અક્કલ વેચી રહ્યાં હતાં, ત્યારે તમે ક્યાં ગયેલા?'
પતિ (નિશ્ચિંતતાથી)- 'હું તારી સાથે ફેરા લઈ રહ્યો હતો.'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પતિ(ગુસ્સેથી) - કેમ આજે તુ ફરી પેલા મીનાભાભી જોડે ઝઘડી ?
પત્ની - અરે ના હવે, મારો તો આઠ દિવસથી એક જ ઝઘડો ચાલે છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સોનુ : પપ્પા, આપણે કાલે માલામાલ થઈ જઈશું.
પપ્પા : ઓહો! પણ કેવી રીતે બેટા?
સોનુ : કાલે સ્કૂલમાં ગણિતના ટીચર પૈસામાંથી રૂપિયા બનાવતા શીખવાડવાના છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શનિવાર, 13 એપ્રિલ, 2013

Gujarati Joke Part - 358

સંતા (પ્રેમિકાને) તને સંગીતનો શોખ છે ?
પ્રેમિકા - હા.
સંતા- કયું વાદ્યાયંત્ર વગાડે છે ?
પ્રેમિકા - ગ્રામોફોન.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બે મિત્રો ઝઘડી રહ્યા હતા. એક મિત્રે ઉગ્ર થઈને બીજા મિત્રને કહ્યું. 'તું મારી વાત સમજતો કેમ નથી ? મને લાગે છે કે તારા મગજમાં ભૂસું ભરાયેલું છે.'
બીજા મિત્રે શાંતિથી કહ્યું : 'મારા મગજમાં ભૂંસું ભરાયેલું છે, તેથી જ સ્તો તું ક્યારનો મારું મગજ ખાધા કરે છે.'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતા (બંતાને) - આ શુ કરી રહ્યો છે ?
બંતા - ફાંસી લગાવી રહ્યો છુ.
સંતા - તો દોરડું કમર પર કેમ બાંધ્યું છે.
બંતા - ગળામાં બાંધીશ તો ગૂંગળામણ થશે ને.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ગુરુવાર, 11 એપ્રિલ, 2013

Gujarati Joke Part - 357

ટીચર- હુ તને અડધો કલાકથી જોઈ રહ્યો છુ કે તુ નોટબુકમાં ફક્ત પ્રશ્ન જ પ્રશ્ન લખી રહ્યો છે, જવાબ ક્યારે લખીશ.
બંટી - સર, તમે જ્યારે ચા પીવા બહાર જશો ત્યારે જવાબ પણ લખી નાખીશ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

કોઇએ એક સરદારજીને પૂછ્યું :'અગર આપકી બીબી કો ભૂત ઉઠાકે લે જાયે તો આપ ક્યા કરોગે ?
સરદાર : 'મૈને કયા કરના ભઇ, ગલતી ભૂત કી તો વો ખૂદ ભુગતેગા ના..!'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પ્લેટફોર્મ પરથી ઊપડતી ગાડી જોઈને દુ:ખી થતો મયંક બોલ્યો : 'માલતી, તેં જો તૈયાર થવામાં આટલું મોડું ન કર્યું હોત તો આપણે આ ગાડી જરૂર પકડી શકત.'
'હા,' મયંકની પત્નીએ કહ્યું : 'અને તેં જો મને આટલી બધી ઉતાવળ ન કરાવી હોત તો હવે પછીની ગાડી માટે આપણે આટલી બધી રાહ જોવી ન પડત.'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મંગળવાર, 9 એપ્રિલ, 2013

Gujarati Joke Part - 356

સંતાસિંહ એક મકાનને હોટલ માની અંદર ઘૂસ્યા અને જોરથી બૂમ મારીને ઑર્ડર આપ્યો : 'એક લસ્સી લાના…'
ત્યાં ટેબલ પાછળ બેઠેલ માણસે કહ્યું : 'સીસ…. આ લાઈબ્રેરી છે.'
સંતાએ માફી માગી અને ધીમેથી કહ્યું : 'એક લસ્સી લાના….'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ગૃહિણી : 'માફ કરો. અમે ફેરિયાઓ પાસેથી કોઈ વસ્તુ ખરીદતા નથી.'
ફેરિયો : 'મેડમ, તો તો મારી પાસે એક એવી ચીજ છે જેની તમે ના નહિ કહી શકો.'
ગૃહિણી : 'એવું તે વળી શું છે?'
ફેરિયો : 'ફેરિયાઓએ અંદર આવવું નહિ'નું બોર્ડ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સવાલ - એક જહાજમાં 900 સરદાર હતા. સમુદ્રની વચ્ચે જહાજ ઉભુ રહ્યુ, પણ બધા સરદાર ડૂબી ગયા, કેમ ?
જવાબ - સમુદ્રમાં જહાજ રોકાતા બધા સરદાર તેને ધક્કો મારવા સમુદ્રમાં ઉતરી પડ્યા.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

રવિવાર, 7 એપ્રિલ, 2013

Gujarati Joke Part - 355

સંતા પોતાના બાળકોને બાળક-ગાડીમાં ફેરવી રહ્યો હતો, જે કોઈ પણ મળતું તે પૂછતું, કેમ સંતા પોતાના બાળકોને ફેરવી રહ્યા છો?
સંતાએ ગુસ્સાથી એક વ્યક્તિને જવાબ આપ્યો- મારા નહીં, ગધેડા નાં બાળકો છે.
વ્યક્તિ - ત્યારેજ તો તમારા જેવા દેખાઈ રહ્યાં છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શેઠ (ભિખારીને) : 'તું ગંદા કપડાં કાઢી, નહાઈ-ધોઈ ચોખ્ખાં કપડાં પહેરી લે, વાળ કપાવીને દાઢી બનાવી લે તો કોઈક તને કામ પર રાખી લેશે.
ભિખારી : 'ખબર છે એટલે જ આ બધુ નથી કરતો શેઠજી.'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શિક્ષક : એક વર્ષમાં કેટલી રાત આવે ?
મગન : 10 રાત આવે.
શિક્ષક : કેવી રીતે અલ્યા ?
મગન : નવ-નવરાત્રી અને એક શિવરાત્રી. થઈ ગઈને દસ !!
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ગુરુવાર, 4 એપ્રિલ, 2013

Gujarati Joke Part - 354

છગન : અલ્યા તું બધા 'એસ.એમ.એસ' મને બે-બે વાર કેમ મોકલે છે ?
મગન : એ તો એટલા માટે કે કદાચને તું એક ફોરવર્ડ કરી દે તો બીજો તો તારી પાસે રહે ને !
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ચંપા : 'મારા ગગા માટે વિટામીનની ગોળી આલો ને !'
કેમિસ્ટ : 'ક્યા વિટામિનની એ, બી, સી કે ડી ?'
ચંપા : 'ગમે તે આલો ને. એને હજી એ-બી-સી-ડી નથી આવડતી !'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પતિ બેહોશીમાંથી ધીરે ધીરે ભાનમાં આવતા બબડવા લાગ્યો :
'હું ક્યાં છું ? સ્વર્ગમાં આવી ગયો કે શું ?'
પત્ની : ના, ના. તમે હજુ મારી પાસે જ છો !'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~