બુધવાર, 30 જૂન, 2010

Gujarati Joke Part - 51

છોટુની પત્ની છોટુને કહી રહી હતી કે, 'આ શું બોલ બોલ કરો છો તમે ? 'મારું ઘર', 'મારી કાર', 'મારા બાળકો' એમ કહેવા કરતાં તમે 'આપણું' શબ્દ વાપરતા હોવ તો ! ભાષા તો જરા સુધારો. ચાલો ઠીક છે, હવે એ તો કહો કે આ કબાટમાં ક્યારના તમે શું શોધો છો ?'
છોટુ : 'આપણું પાટલૂન શોધું છું.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ધોરાજીના બે રહેવાસી રાજકોટમાં ભેગા થઈ ગયા.
'કાં, કેમ છે ધંધાપાણી ?'
'ઠીકઠીક છે, ભલા.'
'તો મને એક દસ રૂપિયા રૂપિયા ઉછીના દેશો ?'
'હું કેવી રીતે દઉં ? હું તો તમને ઓળખતોય નથી !'
'ઈ જ મોંકાણ છે ને ! અહીં રાજકોટમાં કોઈ ધીરે નહિ કારણકે મને કોઈ ઓળખતું નથી. અને ધોરાજીમાં કોઈ ધીરે નહિ, કેમ કે ત્યાં સહુ મને ઓળખે.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

લાલી : પપ્પા-, મારુ હોમવર્ક કરી આપો.
પપ્પા- : ના, અત્યાહરે માથું ખંજવાળવાનો પણ ટાઈમ નથી.
લાલી : લાવો, હું તમારું માથુ ખંજવાળું તમે મારું હોમવર્ક કરી આપો.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

રવિવાર, 27 જૂન, 2010

Gujarati Joke Part - 50

હવાલદાર : 'સાહેબ, પેલી અપહરણ થયેલી છોકરીને હું છોડાવી લાવ્યો છું.'
ઈન્સ્પેક્ટર : 'એણે અપહરણકર્તા સાથે લગ્ન કરી લીધાં છે અને એના પતિએ હાલ તારા ઉપર અપહરણનો આરોપ મૂક્યો છે !'



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

જ્યોતિષે ટ્રક ડ્રાઈવરને કહ્યુ - એક સુંદર સ્ત્રી તમારા માર્ગમાં આવશે, સાવધાન રહેજો.
ટ્રક ડ્રાઈવર બોલ્યો - મારે સાવધાન રહેવાની શુ જરૂરર સાવધાન તો એને રહેવાનુ છે.



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક સ્ટેશને આવેલી ગાડીમાંથી મુસાફરે બૂમ મારી : 'એ લારીવાળા, રૂપિયાનાં ગરમાગરમ ભજીયાં આલજે, ને મરચાંનો સંભાર ને આંબલીની ચટણી મહીં સારી પેઠે નાખજે – અને અલ્યા, બધું આજના છાપામાં વીંટીને લાવજે !!



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શુક્રવાર, 25 જૂન, 2010

Gujarati Joke Part - 49

શિક્ષકે પૂછ્યું : 'બેરિયમનું કેમિકલ સિમ્બોલ ?'
ટ્વિન્કલ : 'Ba'
શિક્ષક : 'સોડિયમનું ?'
ટ્વિન્કલ : 'Na'
શિક્ષક : 'બેરિયમનો એક અણુ ને સોડિયમના બે અણુને મિશ્ર કરીએ તો શું બને ?'
ટ્વિન્કલ : 'Banana સર !'


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એકવાર બંતા છાશને ફૂંકી ફૂંકીન પી રહ્યો હતો, એટલામાં સંતાએ આવીને કહ્યુ - અરે, તુ છાશને કેમ ફૂંકીને પીવે છે.
બંતા બોલ્યો - અરે, તે સાંભળ્યુ નથી કે દૂધના દાઝેલા છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે છે ?
સંતા બોલ્યો - પણ હવે તો જમાનો બદલાઈ ગયો છે. હવે લોકો છાશમાં બરફ નાખીને પીવે છે.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ભાડુઆત (મકાનમાલિકને): 'કાલે આખી રાત વરસાદ પડ્યો. છતમાંથી ખાસ્સું પાણી ટપકતું હતું. હું તો આખો નાહી ગયો ! હવે આ માટે આપ શું કરશો ?'
મકાનમાલિક : 'આજે પણ વરસાદ છે. હું તમારા માટે સાબુ અને ટુવાલ લઈને આવું છું.'


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બુધવાર, 23 જૂન, 2010

Gujarati Joke Part - 48

દીકરી : 'પપ્પા, મારે માટે તમને રમેશ જરૂર પસંદ પડશે.'
પિતા : 'એમ ? એની પાસે કેટલા પૈસા છે ?'
દીકરી : 'તમને પુરુષોને આ તે કેવી ટેવ ? રમેશ પણ વારંવાર આ જ સવાલ પૂછે છે ?'


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બંટીએ કહ્યુ - જ્યારે હું ખૂબ જ નાનો હતો ત્યારે એક વાર કુતુબમીનાર પરથી પડી ગયો હતો.
બબલી - છતા તુ બચી ગયો ?
બંટી - મને યાદ નથી કારણ કે હું ખૂબ જ નાનો હતો.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

વૃધ્ધ પત્નીએ પોતાની બહેનપણીને કહ્યુ - મેં મારા પતિની દાંતથી નખ તોડવાની આદત છોડાવી નાખી.
બહેનપણી બોલી - કેવી રીતે ?
પત્ની - મેં તેમના દાંત સંતાડીને મુકી દીધા.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સોમવાર, 21 જૂન, 2010

Gujarati Joke Part - 47

પુત્રને હાથના બળે ઘરમાં ઘૂસતો જોઈને ગુપ્તાજી જોરથી બરાડ્યા
મૂર્ખ આ શુ કરે છે તુ ?
પુત્ર એ નાદાનીથી જવાબ અપ્યો તમારી ઈચ્છાનુ પાલન કરી રહ્યો છુ પિતાજી, તમે કહ્યુ હતુ ને કે હું ફેલ થઈસ તો તમે ઘરમાં પગ નહી મૂકવા દો.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

જમ્યાપછી પતિએ પોતાની પત્નીને પૂછ્યુ - બોલો શ્રીમતીજી હવે તમે શુ કરશો ?
પત્ની - કશુ નહી બસ હવે પેપર વાંચીશ, ટીવી જોઈશ વગેરે વગેરે..
પતિ - ઠીક છે, તમે જ્યારે વગેરે વગેરે કામ કરવા આવો ત્યારે મારા શર્ટના બટન ટાંકવાનુ ન ભૂલતા.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

'તારે તારી પત્ની સાથે મતભેદ થતા નથી ?'
'થાય છે ને ! ઘણી વાર તો મોટા મતભેદ થાય છે. પણ તે બધા ઉકલી જાય છે.'
'એ કેવી રીતે ?' મિત્રે આશ્ચર્યથી પૂછ્યું.
'મારો મત હું ખાનગી રાખું છું – મારી પત્નીને જણાવતો નથી.'


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શનિવાર, 19 જૂન, 2010

Gujarati Joke Part - 46

લીલા : કાલે તમારા કુતરાએ મારી સાસુને પગે બચકું ભર્યું.
શીલા : માફ કરજો બહેન, એવું હોય તો હું તેના બદલે પૈસા આપવા તૈયાર છું.
લીલા : પૈસાની વાત નથી કરતી પણ હું એમ ઈચ્છું છું કે તમારો કુતરો જો મને વેચો તો કેટલા રૂપિયા મારે આપવાના ?


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પતિ- ચાલ આજે આપણે કોઈ હોટેલમાં જમવા જઈએ.
પત્ની-- કેમ, મારા હાથનું ખાવાનું ખાઈ ખાઈને બોર થઈ ગયા છો?
પતિ- અરે નહીં, બસ આજે વાસણ સાફ કરવાનો મૂડ નથી.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પપ્પા : દીકરી પહેલાં તું મને પપ્પા કહેતી હતી અને હવે ડેડી કહે છે એની પાછળનું કારણ શું છે ?
દીકરી : પપ્પા બોલવાથી મારી લિપસ્ટિક ખરાબ થઇ જાય છે


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ગુરુવાર, 17 જૂન, 2010

Gujarati Joke Part - 45

પતિએ પત્નીને ધમકાવતાં કહ્યુ - તુ મોહનલાલની દુકાનેથી ખરીદી ના કરતી, એ આંખોમાં ધૂળ નાખીને સામાન આપે છે.
પત્ની - તમે મને નથી ઓળખતાં ? હું જ્યારે પણ સામાન ખરીદુ છુ ત્યારે હું આંખો બંધ કરી દઉં છું.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પત્ની - સાંભળ્યુ તમે ? રાજેશની પત્નીએ એકસાથે ત્રણ બાળકોને જન્મ આપ્યો છે.
પતિ - તે ટેલિફોન એક્સચેંજમાં કામ કરે છે. ખબર છે ને કે ટેલિફોન ઓપરેટર કદી કદી રોંગ નંબર પણ આપી દે છે.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મોહન - જાણો છો, જેટલી વારમાં હું શ્વાસ લઉં છું તેટલી વારમાં એક નવા બાળકનો જન્મ થાય છે.
સોહન - હે ભગવાન! તું પોતાની આ ટેવ છોડી કેમ નથી દેતો. પહેલાંજ દેશની વસ્તી આટલી વધી ગઈ છે.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

વિઘ્નદોડ


આમાં અમને કોઈ નાં પહોચે

બુધવાર, 16 જૂન, 2010

Gujarati Joke Part - 44

મંગુ: અરે વાહ ચંદુજી., આ સુંદર કાર તમારી છે?

ચંદુજી: ખુલાસો કરતા કહે છે કે હા મારી છે પણ ખરી અને નથી પણ...જયારે શોપીંગ કરવાનું હોય ત્યારે મારી પત્ નીની, જયારે પિકનિક પર જવાનું હોય ત્યારે મારા બાળકોની અને જયારે તેને પેટ્રોલ અને સર્વિસની જરુર હોય ત્યારે આ કાર મારી બની જાય છે....


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પતિ : 'આપણો છોકરો આટલી બધી ઠોકર ખાવા છતાં જરાય સુધરતો નથી.'
પત્ની : 'કોણ જાણે, હું મરી જાઉં પછી સુધરશે.'
પતિ : 'ભગવાન, એ સુધરે એ દહાડો જલદી આવે.'


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પ્રશ્ન - સ્ત્રીઓ પોતાના મગજને બદલે પોતાના રૂપ તરફ કેમ વધુ ધ્યાન આપતી હોય છે ?
જવાબ - કારણ કે પુરૂષ ગમે તેટલો મૂર્ખ કેમ ન હોય, આંધળો નથી હોતો.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સોમવાર, 14 જૂન, 2010

Gujarati Joke Part - 43

સંતા- યાર, મને ખાસી બહું થઈ રહી છે, શું કરુ ?
બંતા - આજથી તું તળેલી વસ્તુ ખાવાની બંધ કરી દે અને ફક્ત દૂધ બ્રેડ જ ખા.
સંતા - આજથી નહી યાર, કાલથી.
બંતા - એક કેમ ?
સંતા - આજે તો તારી ઘેર જમણવાર છે ને.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પિતા - બેટા, તને ગણિતમાં કેટલા માર્કસ મળ્યા ?
પુત્ર - પિતાજી મને ભાઈ કરતાં 10 ઓછા મળ્યા.
પિતા - સારું, તો તારા ભાઈને કેટલા મળ્યા ?
પુત્ર - તેને દસ નંબર મળ્યા.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંબંધીના બેસણામાં જઈ આવેલા પોતાના પતિને પત્નીએ સાંત્વના આપતા કહ્યુ
પત્ની - સાંભળીને દુ:ખ થયુ કે તમારા મામાજીનુ અવસાન થઈ ગયુ. શુ બીમારી હતી તેમને ?
પતિ - ભૂલી જવાની બીમારી હતી, તે દિવસે શ્વાસ લેવાનુ જ ભૂલી ગયા હતા.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શનિવાર, 12 જૂન, 2010

Gujarati Joke Part - 42

રમેશ : આ ઓપરેશનથી મને કંઇ થઇ જાય તો તું આ ડોક્ટર સાથે લગ્ન કરી લેજે.
પત્ની : આવું કેમ કહી રહ્યા છો?
રમેશ : ડોક્ટર સાથે બદલો લેવાનો આ એક જ ઉપાય છે.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ફ્રી લંચ, ફ્રી રેસ્ટ, ફ્રી સ્ટે, ફ્રી સિક્યોરીટી…. સાથ મેં સંજયદત્ત કે સાથ રોજ ડિનર…. રસ છે ?
તો 100 નંબર ડાયલ કરીને કહો કે બોમ્બે બ્લાસ્ટમાં તમારો હાથ હતો !


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મગનને કોઈ મોબાઈલ પર વારેઘડીએ સતાવી રહ્યુ હતુ.
મગને નવી સિમ ખરીદી અને તેને મેસેજ કરી દીધો કે 'મેં તો એ નંબર જ બંધ કરી નાખ્યો. હવે તુ શુ તારો બાપ પણ મને સતાવી નહી શકે.'


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શુક્રવાર, 11 જૂન, 2010

Gujarati Joke Part - 41

'ડૉક્ટર સાહેબ ! તમે ચામડીનાં દર્દોના ડોક્ટર જ શા માટે બન્યા ?'
'એમાં ત્રણ લાભ છે. એક તો ચામડીના દર્દનો રોગી આ રોગને જ કારણે કદી મૃત્યુ પામ્યો નથી. તેથી અપયશ મળે નહીં ! બીજું કારણ એ કે આવા રોગીઓ ડૉક્ટરને અડધી રાતે જગાડીને પજવતા નથી. અને ત્રીજું કારણ એ છે કે, આવા રોગો સામાન્ય રીતે જીવનભર મટતા નથી !'


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતા પ્લેટફોર્મ પર ઉભો હતો અને અચાનક જ ટ્રેનના પાટા પર કૂદી જાય છે.
બંતા - અરે, તુ મરી જઈશ.
સંતા - અરે, તુ મરી જઈશ, તે સાંભળ્યું નહી કે ટ્રેન પ્લેટફોર્મ પર આવી રહી છે.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

નરેશ : ઇન્ટરનેટમાં 'ગૂગલ' પર કોઇ નામ સર્ચમાં લખવાથી તે મળી જાય છે....!
રમેશ : તો કાંતામાસી લખને જરા ..!
નરેશ: એ કોણ છે?
રમેશ : એ અમારી કામવાળી છે. સુરતમાં પૂર આવ્યું ત્યાર પછી નથી આવી, કદાચ ગૂગલમાં મળી જાય તો જો..ને..!


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બુધવાર, 9 જૂન, 2010

Gujarati Joke Part - 40

પત્ની પોતાના ડોક્ટર પતિને એકવાર બોલી - તમે બીજાને પાન-સિગારેટ છોડવાનું કહો છો અને પોતે તો આખો દિવસ આને ફૂંકે રાખો છો.
આવુ કેમ ?
પતિ - જો હું ખુદ ફૂંકીશ નહી તો એનાથી થતાં નુકસાનની જાણ કેવી રીતે થશે ?


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પતિ - આજે કોણ જાણે કોનુ મોઢુ જોયું હતુ કે આખો દિવસ ખાવાનું ન મળ્યું.
પત્ની - મારુ માનો તો, બેડરુમમાંથી અરીસો હટાવી લો, નહિ તો રોજે-રોજ આ જ ફરિયાદ રહેશે.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતા પોતાના બાળકોને બાળક-ગાડીમાં ફેરવી રહ્યો હતો, જે કોઈ પણ મળતું તે પૂછતું, કેમ સંતા પોતાના બાળકોને ફેરવી રહ્યા છો?
સંતાએ ગુસ્સાથી એક વ્યક્તિને જવાબ આપ્યો- મારા નહીં, ગધેડા નાં બાળકો છે.
વ્યક્તિ - તેથી જ તો તમારા જેવા દેખાઈ રહ્યાં છે.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સોમવાર, 7 જૂન, 2010

ખમતીધર

ગભરામણ


દીકરા, ગભરામાં, શાંતિથી પરણી જા, તેમ છતાં અણવરને દરેક એમ્બ્યુલન્સના ફોન નંબર આપેલા જ છે

Gujarati Joke Part - 39

ઠોઠ વિદ્યાર્થી : " પણ સાહેબ, મને શૂન્ય માર્ક તો ન જ મળવા જોઇએ એમ મને લાગે છે." શિક્ષક : "મને પણ એમ જ લાગે છે, પણ હું લાચાર હતો – શૂન્યથી ઓછા માર્ક આપવા નો મને અધિકાર નથી."
************
નિશાળમાં એક દિવસ બહુ ભણવાનુ થયું પછી થાક્યો પાક્યો ઘેર આવેલ નાનો મહેશ એની મમ્મીને કહે , "હું જૂના જમાનામાં જનમ્યો હોત તો કેવું સારુ થાત !" "કેમ એમ, બેટા ?" મહેશની મમ્મીએ પૂછ્યું. મહેશ કહે "કારણ કે મારે આટલો બધો ઇતિહાસ ભણવો પડત નહી ને !"
************
એક દાદા તેમની 125 મી વર્ષગાંઠ ઉજવતા હતા. એટલે છાપાવાળાઓએ તેમનુ ઇન્ટરવ્યુ ગોઠવ્યુ. પૂછ્યુ કે દાદા, " આપની આટલી લાંબી જિંદગી નું કારણ શું લાગે છે આપને ?" દાદાએ ઘડીભર વિચાર કરીને કહ્યું, " મને તો લાગે છે કે તેનું કારણ એ હશે કે હું આટલાં બધાં વર્ષો અગાઉ જન્મેલો."


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતા - માણસ પત્નીથી પણ વધુ કોમ્ય્યૂટર પાછળ પાગલ કેમ બને છે ?
બંતા - કંટ્રોલ કી ને કારણે.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

'અરે ભાઈ, આ ટુવાલની કિંમત કેટલી છે ?'
'પંદર રૂપિયા….'
'દસ રૂપિયામાં આપવો છે ?'
'ના રે ! બાર રૂપિયે તો ઘરમાં પડે છે…!' વેપારી બોલ્યો.
'તો હું તમારા ઘેર આવીને લઈ જઈશ.'


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શનિવાર, 5 જૂન, 2010

દુર્લભ પ્રજાતિ


ગુજરાતમાં સિંહો તો હવે બે હજાર થઈ ગયા પણ સાહિત્યકારો ફક્ત અઢાર જ વધ્યા છે એટલે હવે એમને દુર્લભ પ્રજાતિમાં મૂક્યા છે.

Gujarati Joke Part - 38

એકવાર સંતાએ રોડ પર બહુ બધાને દોડતા જોયાં. એ જોઈને તેમને બાજુ પર ઉભેલા બંતાને પૂછ્યુ - આ બધા કેમ દોડી રહ્યા છે ?
બંતા - મેરેથોન દોડ યોજાઈ રહી છે.
સંતા - તેનાથી તેમને શુ ફાયદો થવાનો છે ?
બંતા - જે જીતશે તેને ઈનામ મળશે.
સંતા - તો પછી બીજા કેમ દોડી રહ્યા છે ?


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક દિવસ સંતાએ બંતાને પૂછ્ય - તે આજ સુધી લગ્ન કેમ ન કર્યા ?
તેણે હસતા- હસતા જવાબ આપ્યો - જેણે રામ રાખે તેણે કોણ ચાખે ?


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પોસ્ટ ઑફિસના કલાર્કે ગ્રાહકને કહ્યું, 'ભાઈ, તમે જે કવર પોસ્ટ કરવા માગો છો તેનું વજન વધુ હોવાથી તમારે વધારાની એક રૂપિયાની ટિકિટ લગાડવી પડશે…..!'
ગ્રાહક બોલ્યો : 'પણ એમ કરવાથી તો કવરનું વજન હજી પણ વધી જશે ને !'


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ગુરુવાર, 3 જૂન, 2010

Gujarati Joke Part - 37

મનુએ પોતાના મિત્ર રાહુલને કહ્યું : રાહુલ, મારા મામા મોટા ચિત્રકાર છે. એ ફક્ત પોતાના બ્રશને એક ઈશારો કરે તો હસતા માણસનું ચિત્ર રડતા માણસમાં ફેરવાઈ જાય છે.
રાહુલે કહ્યું : એ કંઈ ખાસ ખૂબી ન કહેવાય ! મારી મમ્મી આવું કામ એક ઝાડુ વડે પણ કરી શકે છે.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ભાડૂત : બહાર ભારે વરસાદ પડે છે અને છતમાં કેટલીય જગ્યાએથી પાણી પડે છે, એ મેં તમને અનેક વાર કીધેલું છે; તો આમ ક્યાં સુધી ચાલશે ?
મકાનમાલિક : મને કેમ ખબર પડે ? હું કાંઈ હવામાનશાસ્ત્રી થોડો છું !


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક બહેનપણી - કાલે એક છોકરો મને જોવા આવ્યો હતો તેણે મારું ખૂબ અપમાન કર્યુ.
બીજી બોલી - કેમ ?
પહેલીએ જણાવ્યુ - તે મને પૂછવા લાગ્યો કે તમને ગીત ગાતા આવડે છે ?
બીજીએ પૂછ્યુ - એમાં અપમાન ક્યા થયુ ? તેણે તો તને સીધો એક સવાલ જ પૂછ્યો
પણ તેણે ખાસ્સીવાર સુધી આ ગીત સાંભળ્યા પછી આ સવાલ કર્યો હતો - પહેલી બહેનપણીએ ચોખવટ કરી.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મંગળવાર, 1 જૂન, 2010

Gujarati Joke Part - 36

બંટી- પપ્પા-, આ રાવણ કોણ હતો? પપ્પાી- તું સ્કૂ.લે જાય છે અને તને ખબર નથી કે રાવણ કોણ હતો? જા જઈને મહાભારત જો, તને ખબર પડી જશે.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક ભિખારીને એક દિવસ કંઈ ન મળ્યુ. તે ઈશ્વર પાસે પ્રાર્થના કરવા લાગ્યો - હે ઈશ્વર, જો મને 10 રૂપિયા મળી જાય તો તેમાંથી પાંચ રૂપિયા તમારા. થોડે આગળ જતા તેને પાંચનો સિક્કો મળ્યો. તે ઉઠાવીને તે બોલ્યો - વાહ ભગવાન, મારી પર આટલો પણ વિશ્વાસ નથી. પાંચ રૂપિયા પહેલા જ કાપી લીધા.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક બહેન - બટાકા શુ ભાવ છે ?
શાકવાળો - 6 રૂપિયે કિલો.
બહેન - પણ સામેના દુકાનવાળો તો ચાર રૂપિયે કિલો આપી રહ્યો છે.
શાકવાળો - તો જાવ ત્યાંથી જ લો.
બહેન - પણ તેની પાસે હમણા નથી.
શાકવાળો - જ્યારે મારી પાસે નથી હોતા, તો હું બે રૂપિયે કિલો વેચુ છુ.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~