બુધવાર, 31 ઑક્ટોબર, 2012

Gujarati Joke Part - 325

પત્ની - મને ગોલ્ડવાળો હીરા જડેલો હાર અપાવી દો, તો હુ તમને સાત જન્મો સુધી પ્રેમ કરીશ.
પતિ - હાર સાથે કંગન પણ અપાવી દઈશ, પણ એક સરતે તુ આપણી મુલાકાત આ એક જ વર્ષ પૂરતી રાખે, આ પછી હુ સહી નહી શકુ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પુરૂષ - તમે સ્ત્રીઓ વ્યવસ્થિત કપડાં પહેરો એ માટે કોઈ સરળ ઉપાય છે ખરો ?
સ્ત્રી - હા છે.
પુરૂષ - શુ છે ?
સ્ત્રી - એ જ કે પુરૂષોને દુનિયામાંથી વિદાય આપી દેવી જોઈએ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શિક્ષક : પાણીમાં રહેતા પાંચ પ્રાણીઓનાં નામ આપો.
છોટા બંટાસિંહ : ફિશ
શિક્ષક : શાબાશ ! હવે બીજાં ચાર કહે.
છોટા બંટાસિંહ : ફિશ દા પુત્તર, ફિશ દી કુડી, ફિશ દા પાપા, ઔર ફિશ દી મા !
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સોમવાર, 29 ઑક્ટોબર, 2012

Gujarati Joke Part - 324

સફળ વેપારીએ પોતાના દીકરાને સલાહ આપી કે, વેપારમાં આગળ વધવા બે વસ્તુ જરૂરી છે.
'પ્રમાણિકતા અને હોંશિયારી.'
'પ્રમાણિકતા ?'
'એટલે કે તમે કોઈને જે કંઈ વચન આપ્યું હોય, તેનું જરૂર પાલન કરો. ભલે ને પછી ગમે તે થઈ જાય ?'
'અને હોશિયારી કેવી ?'
'કોઈને કોઈ પણ જાતનું વચન જ આપવું નહીં.'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બે અભિનેતાઓના પુત્ર પરસ્પર વાતચીત કરી રહ્યા હતા.
પહેલો - ખબર છે, ગઈકાલે મારા પપ્પા મારી માટે એક નવી મમ્મી લઈને આવ્યા. તે ખૂબ જ સુંદર છે.
બીજો - મને ખબર છે, ગયા વર્ષે તે મારી મમ્મી બની હતી.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પત્ની (પતિથી)- તમને મારામાં શું સૌથી વધુ પસંદ છે? મારી સમજદારી કે મારી સુંદરતા?
પતિ- મને તો તારી મજાક કરવાની ટેવ ખૂબ પસંદ છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શનિવાર, 27 ઑક્ટોબર, 2012

Gujarati Joke Part - 323

પત્ની(દયાની ઈચ્છાથી) મને એવો શક છે કે મારા પતિ પોતાની નવી સ્ટેનોને પ્રેમ કરી રહ્યા છે.
નોકરાણી - હું નથી માની શકતી. તમે મને બળાવવા આવી વાતો કરી રહ્યા છો.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

'મારા અને મારી પત્નીના વિચારો મળતા હોય છે.'
'એ કેવી રીતે ? ટેલિપથી ?'
'ના. પહેલા એ વિચારે છે, પછી હું પણ એ જ રીતે વિચારું છું.'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટીચર - સાંજે સમુદ્રનું પાણી ગરમ કેમ થઈ જાય છે ?
એક વિદ્યાર્થી - કેમકે સાંજે સૂરજ એમાં ડૂબી જાય છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ગુરુવાર, 25 ઑક્ટોબર, 2012

Gujarati Joke Part - 322

રામ : 'શું ? તારાં લગ્ન છળકપટથી થયાં છે ? કઈ રીતે ?'
શ્યામ : 'જે બંદૂકની અણીએ મને પરણાવ્યો હતો, તે બંદૂકમાં કારતૂસ જ નહોતી !'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ડોક્ટર - દિલ ખોલીને હસવું જોઈએ.
રાજેશ - મેં તો અત્યાર સુધી લોકોને મોં ખોલીને જ હસતાં જોયા છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

'તમે આરામથી આરામ લો છો પણ આરામમાંથી આરામ નથી લેતાં!'
'હા. હું આરામથી આરામ લઈ શકું છું. આરામમાંથી મને આરામ મળી રહે છે, આરામમાંથી આરામ લેવાની જરૂર નથી પડતી.'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મંગળવાર, 23 ઑક્ટોબર, 2012

Gujarati Joke Part - 321

સંતા- બંતા, તુ વારેઘડીએ તારી પેંટ ઉપર ના ચઢાવ્યા કરીશ, ખરાબ લાગે છે.
બંતા- જો હું પેંટ ઉપર નહી ખેંચુ તો તને વધુ ખોટું લાગશે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

માતા કરતાં પણ લેક્ચરર કેમ મહાન છે ?
કારણ કે મા તો કેવળ એક બાળકને હાલરડું ગાઈને ઊંઘાડી શકે છે, જ્યારે લેક્ચરર એકસાથે 100-150ને વગર હાલરડે સૂવડાવી શકે છે !!!
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક મહિલાએ થાનેદારને કહ્યું - મારા પતિએ મારા પર હાથ ઉપાડવાની હિમંત કરી, તમે તેમની રિપોર્ટ લખો.
થાનેદારે પૂછ્યું - તમારા પતિ પહેલવાન છે શુ ?
મહિલા એ જવાબ આપ્યો - ક્યાનો પહેલવાન, પત્નીના હાથનો રોજ માર ખાધા પછી કોઈ ડરપોક પણ કોઈને નથી કહેતો.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શુક્રવાર, 12 ઑક્ટોબર, 2012

Gujarati Joke Part - 320

સંતા - તમે આટલા દિવસથી દેખાતાં કેમ નહોતા ?
સંતા- હું શ્રમદાન કરવા ગયો હતો.
બંતા - મને સમજાયુ નહી.
સંતા - મને છ મહિના માટે સશ્રમ કારાવાસ મળ્યો હતો.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ડોક્ટર, તમારા દવાખાનામાં બે નર્સ ખૂબ જ બદમાશ છે.
હા, તેમણે જાણી જોઈને મૂકવામાં આવી છે.
કેમ ડોક્ટર ?
બીજી નર્સોને કારણે જો કોઈ દર્દી સાજો થઈને પણ ઘરે ન જાય તો અમે આમને ડ્યૂટી પર લગાવી દઈએ છીએ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શિક્ષક : બોલ ચીંટુ, હાથી અને માખીમાં શું ફરક છે?
ચીંટુ : સાહેબ, માખી સહેલાઈથી હાથી પર બેસી શકે છે, પરંતુ હાથી માખી પર બેસી શકતો નથી.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બુધવાર, 10 ઑક્ટોબર, 2012

Gujarati Joke Part - 319

૧૭મી સદીની મમ્મી તેના દીકરાને : બેટા આપણા ધર્મવાળી છોકરી સાથે લગ્ન કરજે.
૧૮મી સદીની મમ્મી : બેટા, આપણી જ્ઞાતિની છોકરી સાથે લગ્ન કરજે.
૧૯મી સદીની મમ્મી : બેટા, આપણી પેટાજ્ઞાતિની છોકરી સાથે જ લગ્ન કરજે.
૨૦મી સદીની મમ્મી : બેટા, કોઇ વાંધો નથી, આપણા દેશની છોકરી સાથે જ લગ્ન કરજે.
૨૧મી સદીની મમ્મી : મને દેશ, કુળ, જ્ઞાતિ, પેટા જ્ઞાતિ કે ધર્મની ચિંતા નથી.
બેટા.. તું કોઇ છોકરી સાથે જ લગ્ન કરજે!
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

'શાંતિ માટેના અનેક માર્ગો છે. કોઈ એક ચોક્કસ માર્ગ બતાવો.'
'છૂટાછેડા'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પતિ : તુ નકામી લમણાઝીંક કરે છે. આ કૂતરાંને તું ક્યારેય કશું શીખવી શકવાની નથી !
પત્ની : તમે વચ્ચે ન બોલો. એમાં ધીરજની જરૂર છે. મારે તમારી સાથે કેટલો સમય બગાડવો પડ્યો હતો ?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સોમવાર, 8 ઑક્ટોબર, 2012

Gujarati Joke Part - 318

પિતાજી - બેટા, તુ મારા પદ ચિન્હો પર ચાલજે
પુત્ર - પણ પિતાજી, એ દેખાય તો તેના પર ચાલુને.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એવી કઈ વસ્તુ છે જે ફૂટે છે પણ અવાજ નથી કરતી ? : 'પરિક્ષાનું પેપર'.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિકિટચેકર: સરદારજી, ટિકિટ બતાવો.
સરદાર: હાં, હાં, યે લો.
ટી.ટી.: આ તો જૂની ટિકિટ છે.
સરદાર: તો ટ્રેન શું હમણાં જ શો-રૂમમાંથી નવી કાઢી છે?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શનિવાર, 6 ઑક્ટોબર, 2012

Gujarati Joke Part - 317

મનુ અને કનુ ખાસ મિત્રો હતા. પણ ઝઘડો થવાના કારણે એમની દોસ્તી તૂટી ગઈ હતી. જ્યારે મનુનો જન્મ દિવસ આવ્યો ત્યારે તેની મમ્મીએ બધા મિત્રો સાથે તેને પણ બોલાવવાનું કહ્યું.
એ વખતે મનુ કનુના ઘરે ગયો અને કહ્યું : 'આવતી કાલે મારો જન્મ દિવસ છે. તારામાં હિંમત હોય તો આવી જજે.'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતા - કાલે તો ભાઈ ગજબ થઈ ગયો
પ્લેટફોર્મ પર ભીડમાં મારી પત્ની ન જાણે ક્યા ગાયબ થઈ ગઈ હતી, મારા તો બાર વાગી ગયા.
બંતા - અરે, તો પછી તુ જીવતો કેવી રીતે થયો ?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

હારેલા નેતાને એક જણે પૂછ્યું : 'વડીલ, આપ દર વર્ષે જીતો છો પરંતુ આ વખતે હાર્યા એનું શું કારણ ?'
નેતા સખેદ બોલ્યા : 'આ વખતે મત ગણતરી કરનારાઓએ સાચી જ ગણતરી કરી તેથી જ મારે પરાજીત થવું પડ્યું છે.'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ગુરુવાર, 4 ઑક્ટોબર, 2012

Gujarati Joke Part - 316

ભિખારી : 'બહેન, એક આઠ આના આલોને !'
સ્ત્રી : 'અત્યારે, શેઠ ઘરમાં નથી.'
ભિખારી : 'શું બેન ! ઘરમાં તમારી આઠ આના જેટલી કિંમત પણ નથી ?'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પતિ - જાણો છો, પ્રત્યેક પુરૂષના જીવનમાં ફક્ત બે વખત એવા આવે છે, જ્યારે તે કોઈ પણ સ્ત્રીને સમજી શકતો નથી.
પત્ની - ક્યારે ?
પતિ - એક તો લગ્ન પહેલાં, અને બીજો લગ્ન પછી.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ઠોઠ વિદ્યાર્થી - સર, મને શૂન્ય માર્ક તો મળવા ન જોઈએ, એમ મને લાગે છે.
શિક્ષક - મને પણ એવુ જ લાગે છે, પણ હું લાચાર છુ. શૂન્યથી ઓછા માર્ક આપવાનો મને અધિકાર નથી.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મંગળવાર, 2 ઑક્ટોબર, 2012

Gujarati Joke Part - 315

ટ્રક અકસ્માતમાંથી સંપૂર્ણ સાજા થઈ ગયા હોવા છતાં ગભરાઈ રહેલા દર્દીને જોઈને ડૉકટરે પ્રશ્ન કર્યો.
'કેમ ભાઈ ? હવે તો તમે સંપૂર્ણ સાજા છો તો ગભરાયેલા કેમ દેખાવો છો ?'
દર્દી બોલ્યો : 'સાહેબ વાત એમ છે કે, જે ટ્રક સાથે મારો અકસ્માત થયો હતો તેની પાછળ લખ્યું હતું 'ફિર મિલેંગે.''
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

'તમે કમાલના માણસ છો, તુષારભાઈ ! ઑફિસમાં જે કામ કરતા બીજા લોકોને આઠ કલાક લાગે છે એ કામ તમે બે જ કલાકમાં પૂરું કરી નાખો છો.'
'થેન્ક્યુ બોસ, હું કામમાં બહુ ઝડપી છું. અચ્છા, મેં 20 દિવસની રજા માગી હતી એનું શું થયું સાહેબ ?'
'હા, મેં પાંચ દિવસની રજા મંજૂર કરી દીધી છે. તમે બીજા લોકો કરતાં ચારગણા ઝડપી ખરાને !'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

તમે તમારા માથામાં .લીલા રંગનુ સિંદૂર કેમ લગાવો છો ? પરણેલી સ્ત્રીઓ તો લાલ સિંદૂર લગાવે છે ?
મારા પતિ એંજિન ડ્રાઈવર છે. જ્યારે હું લાલ રંગનુ સિંદૂર લગાવુ છુ તો તેઓ થંભી જાય છે અને લીલા રંગનુ લગાવુ છુ તો મને જોઈને આગળ વધે છે
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~