શુક્રવાર, 28 ફેબ્રુઆરી, 2014

Gujarati Joke Part - 414

એક મિત્ર - તારી પત્નીનો દાંતનો દુ:ખાવો બંધ થયો કે નહી ?
બીજો મિત્ર -હા, ડોક્ટરને બતાવતા જ બંધ થઈ ગયો.
પ્રથમ મિત્ર - અરે વાહ, એવી તે કંઈ દવા આપી હતી ?
બીજો મિત્ર - દવા-બવા કંઈ જ નહી. બસ, ડોક્ટરે જણાવ્યુ કે આ વૃધ્ધાવસ્થાની નિશાની છે. બસ ત્યારપછી તેણે દાંતના દુ:ખાવાની ફરિયાદ જ નથી કરી.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

દર્દી : આ ઑપરેશન પછી હું વાયોલિન વગાડી શકીશ ?
ડૉકટર: ઑફ કોર્સ, યસ.
દર્દી : હાશ. પહેલાં હું કદી નો'તો વગાડી શકતો.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ગૃહિણી : 'ખાવાનું માગવા તું આખા મહોલ્લામાં શું મારું ઘર જ જોઈ ગયો છે, બીજે ક્યાંય કેમ નથી જતો ?'
ભિક્ષુક : 'બહેન, ડૉકટરે ખાસ કહ્યું છે એટલે.'
ગૃહિણી : 'હેં…. આમાં ડૉકટર ક્યાંથી આવ્યો ?'
ભિક્ષુક : 'બહેન, વાત એમ છે કે, મારે ડૉકટરની દવા ચાલે છે. અને ડૉકટરે મને મસાલા વિનાની સાવ ફિક્કી રસોઈ ખાવાનું જ કહ્યું છે !!'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સોમવાર, 24 ફેબ્રુઆરી, 2014

Gujarati Joke Part - 413

મહેશ: હું ઓફિસે આવતા પહેલાં રોજ મારી પત્નીને કિસ કરું છું અને તું શું કરે છે?

સુરેશ: હું પણ કરું છું, પણ તારા ઓફિસે ગયા પછી!
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતાસિંહ : ચાલ ચેસ રમીએ.
બંતાસિંહ : તું બધું કાઢ, ગોઠવ ત્યાં સુધી હું જરા સ્પોર્ટ્સ શૂઝ પહેરીને આવું.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પુત્ર- પપ્પા, શુ તમે આંખો બંધ કરીને પણ સહી કરી શકો છો ?
પપ્પા- હા, હા, ખૂબ જ સહેલાઈથી.
પુત્ર- તો પછી આંખો બંધ કરીને મારા રિપોર્ટ પર સહીં કરી દો ને.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ગુરુવાર, 20 ફેબ્રુઆરી, 2014

Gujarati Joke Part - 412

રાજીવ - પપ્પા, હવે આપણે, બહુ જલદી માલદાર થઈ જઈશુ.
પપ્પા - એ કેવી રીતે ?
રાજીવ - કાલથી અમારા સાહેબ પૈસાને રૂપિયામાં ફેરવતાં શિખવાડશે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક શરાબી મોડી રાત્રે પોતાના ઘેર આવ્યો. ખિસ્સામાંથી ચાવી કાઢીને તાળું ખોલવા ખૂબ પ્રયત્નો કર્યા, પણ નશામાં ચૂર હોવાથી તે લથડિયાં ખાતો હતો અને તાળું ખોલી શકતો નહોતો. એવામાં એના એક પડોશી ભાઈ ત્યાં આવ્યા અને બોલ્યા, 'લાવો, તમને તાળું ખોલવામાં મદદ કરું !'
શરાબી કહે : 'તાળું તો જાતે જ ખોલીશ, પણ તમે મારું મકાન પકડી રાખો ને ! મકાન ખૂબ ડોલી રહ્યું છે.'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મેડમ - તારુ બધુ જ લેશન ખોટુ છે. આનુ કારણ શુ છે ?
ચિંટૂ - કારણ તો પપ્પા જ બતાવી શકે છે, હુ નહી, કારણ કે અક્ષર મારા નથી.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

રવિવાર, 16 ફેબ્રુઆરી, 2014

Gujarati Joke Part - 411

એક કંજૂસે ન્યૂઝ પેપરની ઓફિસમાં ફોન કર્યો અને પૂછ્યું: મારા કાકા ગુજરી ગયા છે એ ખબર છાપવાનો શું ચાર્જ થશે?
ન્યૂઝ પેપરવાળો: દરેક શબ્દના ૫૦ રૂપિયા.
કંજૂસ: આ તો ઘણા વધારે છે. સારું લખો, 'કાકા મરી ગયા'
ન્યૂઝ પેપરવાળો: ઓછામાં ઓછા છ શબ્દ જરૂરી છે.
કંજૂસ: બાપરે! (થોડું વિચારીને) વારુ લખો... 'કાકા મરી ગયા... મારુતી વેચવાની છે.'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

હાથી મરી ગયો. કીડી છાની જ ન રહે. બધા ભેગા થઈને એને છાની રાખે…
કીડી રડતાં રડતાં કહે : 'એ મરી ગયો એટલે હું નથી રડતી. હું તો એટલા માટે રડું છું કે હવે મારી આખી જિંદગી આની કબર ખોદવામાં જશે !'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ડૉકટર : 'તમને રાતે શેનાં સપનાં આવે છે?'
દર્દી : 'ક્રિકેટનાં.'
ડૉકટર : 'તમને બીજાં કોઈ સપનાં નથી આવતાં ? જેમ કે ખાવાનાં-પીવાનાં?'
દર્દી : 'તો મારી બેટિંગ જતી ન રહે !!'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બુધવાર, 12 ફેબ્રુઆરી, 2014

Gujarati Joke Part - 410

સુરેશ - મારા દાંતમાં ખૂબ જ દુ:ખાવો છે, શુ કરુ ?
રમેશ - એકવાર મારા દાંતમાં પણ ખોબ દુ:ખાવો ઉપડ્યો હતો, ત્યારે મેં ઘરે આવતા જ મારી પત્નીને કિસ કર્યુ અને મારી સલાહ છે કે તુ પણ આવુ કર.
સુરેશ - શુ તારી પત્ની આ માટે રાજી થશે ખરી ?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક સાહેબે એક પંડિતને જમવા માટે ઘરે બોલાવ્યો. જ્યારે તેમણે ઘણું ખાઈ લીધુ ત્યારે તેમણે પેટ તરફ ઈશારો કહી જણાવ્યુ - બસ ભરાઈ ગઈ.
ત્યારબાદ મલાઈ પેંડાથી ભરેલી એક પ્લેટ મૂકવામાં આવી તો તેમણે તે પણ ખાઈ લીધી.
આ જોઈને એક છોકરાએ કહ્યુ - પંડિતજી તમારી બસ તો ભરાઈ ગઈ હતી તો આ કેવી રીતે ખાધા ?
પંડિતજી બોલ્યા - યજમાન, બસ તો ભરાઈ ગઈ હતી, પરંતુ કંડક્ટરની સીટ તો ખાલી હતી ને.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શેઠ : 'તમે કોઈને કોઈ બહાનું બતાવી રજાઓ લીધા કરો છો. પહેલાં તમારાં સાસુ મરી ગયાં, પછી દીકરી માંદી પડી, એ પછી સાળાના લગ્નમાં જવા માટે રજા લીધી… બોલો, હવે શાને માટે રજા જોઈએ છે ?'
કર્મચારી : 'સાહેબ, મારાં પોતાનાં લગ્ન છે.'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શનિવાર, 8 ફેબ્રુઆરી, 2014

Gujarati Joke Part - 409

નાના પપ્પુએ પહેલી જ વાર સાપ જોયો અને તરતજ મમ્મીને બૂમ પાડીને કહ્યુ - મમ્મી જલ્દીથી અહીં આવ, જો અહીં કૂતરા વગરની પૂંછ્ડી છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પીટર તેની ઓફિસની સૌથી સુંદર સ્ટેનોને એની પ્રેમની વાતોથી પટાવી રહ્યો હતો. 'તું મારો આત્મા છો, મારું જીવન છો, મારો પ્રેમ છો, મને તારી પ્રત્યે એટલો બધો પ્રેમ છે...એટલો પ્રેમ છે....'
સ્ટેનોએ ખૂબ શાંતિથી વાતની વચ્ચે જ પૂછ્યું, 'એટલે કે તું મારી સાથે લગ્ન કરી લઇશ એમ જ ને?'
પીટરે માથું પકડીને કહ્યું,'તમારી છોકરીઓની આ જ એક ખરાબ આદત છે કે તરત જ ટોપિક બદલી નાખો છો.'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

નેતા - ઠીક છે, હુ તમને ડ્રાઈવરની નોકરી પર રાખી લઉં છુ, તમારી સ્ટાર્ટિંગ સેલેરી રહેશે ત્રણ હજાર રૂપિયા બોલો મંજૂર છે.
ડ્રાઈવર - જી સર મને મંજૂર છે. સ્ટાર્ટિંગ સેલેરી તો ઠીક છે, પણ ગાડી ચલાવવાના કેટલા મળશે એ પણ બતાવી દો.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મંગળવાર, 4 ફેબ્રુઆરી, 2014

Gujarati Joke Part - 408

પત્નીને બ્યુટી પાર્લરમાં વાળ ધૂંધરાલા કરવા જતી જોઈને પતિ બોલ્યો - જો ભગવાનને તારા વાળ ધૂંધરાલા કરવા હોત તો તે પોતે જ કરી દેતા.
પત્ની હસીને બોલી - જ્યારે હું નાની હતી ત્યારે તેમણે મારા વાળ ધૂધરાલા કર્યા હતા, પણ જ્યારે હું મોટી થઈ ગઈ તો તે કહે છે કે આ મોટી થઈ ગઈ છે આટલુ કામ તો જાતે કરી લેશે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પતિએ પત્નીને પારકા પુરૂષ સાથે ફરતાં જોઈ લીધો.
ઘરે આવતા જ તે પત્ની સાથે ઝગડવા લાગ્યો.
પત્નીએ કહ્યુ કે જ્યારે હું કોઈ પારકાં પુરૂષ સાથે બજારમાં ફરતી હોઉ તો તમારે તો ખુશ થવુ જોઈએ કે તમારા પૈસાની બચત થઈ રહી છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ડોક્ટર - (બેહોશ થયેલા દર્દીને) - આ તો મરી ગયો છે.
દર્દી - (એકદમ ઉઠીને) હું તો જીવી રહ્યો છુ.
દર્દીની પત્ની - (પતિને) - જરા તો સમજી-વિચારીને બોલો. આટલા મોટા ડોક્ટર છે, શું એ ખોટુ બોલતા હશે ?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~