મિત્ર - એવુ તને કેમ લાગ્યુ ?
લેખક - કારણ કે દસ પ્રકાશકોને હું મળ્યો બધાએ, મારી વાર્તા છાપવાની ના પાડી દીધી.
જજ - ફાંસીના માંચડે ચઢતા પહેલા બોલ તારી અંતિમ ઈચ્છા શુ છે ?
સંતા - મારા પગ ઉપર અને માથુ નીચે કરીને મને ફાંસી આપવામાં આવે.
સંપાદક, ફોટોગ્રાફર અને પત્રકાર જૂનાં ખંડેરોમાંથી પસાર થતા હતા ત્યાં પગે જાદુઈ ચિરાગ અથડાયો. જીને કહ્યું : 'મારી પાસે ત્રણ વરદાન છે. તમારા ત્રણેયની એક એક ઈચ્છા પૂરી કરી શકાશે. જે માગવું હોય તે માગી લો !'
ફોટોગ્રાફરે કહ્યું : 'કાશ્મીરના સુંદર બંગલામાં પૈસાની કોઈ ફિકર વગર આખી જિંદગી ગાળી શકું તેવું ઈચ્છું છું.' જીને તેની ઈચ્છા તરત પૂરી કરી.
પત્રકારે કહ્યું : 'હું કન્યાકુમારીના સમુદ્ર તટે સુંદર બંગલામાં પૈસાની કોઈ ચિંતા વગર આખી જિંદગી માણી શકું તેવી ઈચ્છા છે.' જીને તેને ત્યાં પહોંચાડી દીધો.
સંપાદકનો વારો આવ્યો. તેણે કહ્યું : 'મને હમણાં ને હમણાં બન્ને અહીં હાજર જોઈએ. કાલ સવારના છાપામાં કામ કોણ કરશે ? એમનો બાપ !'