દુકાનદાર- આ લો, પરંતુ એ તો કહો કે કૂતરો ક્યા છે, નાખીને જોવું પડશે.
ગ્રાહક - હું જ મારા ગળામાં નાખી જોઉં છુ.
દુકાનદાર - તો શુ કૂતરા માટે બીજો કાઢુ ?
છગને સ્કુટરવાળા મિત્ર મગનને કહ્યું, 'ચાલ સ્ટેશને જઈએ. મારો એક મિત્ર આવવાનો છે… તને 50 રૂ. આપીશ.'
'પણ માન કે તારો મિત્ર ન આવે તો ?' મગને શંકા વ્યક્ત કરી.
'જો ન આવે તો…' છગન બોલ્યો, '100 રૂ. આપીશ અને ફર્સ્ટકલાસ હોટલમાં ફર્સ્ટકલાસ જમાડીશ.'
નટુ : 'મારી પત્ની એટલી બધી હોંશિયાર છે કે એ કોઈપણ સ્થળે કોઈપણ સમયે કલાકો સુધી ગમે તે વિષય ઉપર બોલી શકે છે.'
ગટુ : 'એમાં શી ધાડ મારી ? મારી પત્ની તો વિષય વગર પણ ગમે તેટલો સમય બોલી શકે છે !'