શનિવાર, 30 માર્ચ, 2013

Gujarati Joke Part - 353

છગન : 'માણસ મહેનત કરે તો તળેટીથી શિખર સુધી પહોંચી શકે છે એ મારો જાત અનુભવ છે.'
મગન : 'એમ, કેવી રીતે ?'
છગન : 'પહેલાં હું બૂટપૉલિશ કરતો હતો, આજે હજામત કરું છું !'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પ્રેમિકા - કોઈ એવી વાત કરો કે મારુ દિલ જોરથી ધક ધક કરવા માંડે.
પ્રેમી - પાછળ તારા પપ્પા આવી રહ્યા છે.....
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મા - પપ્પૂ, મેં તને બગીચામાંથી પૂજા માટે ફક્ત ફૂલ તોડવાનું કહ્યું હતુ, તુ તો આખી ડાળી જ તોડી લાવ્યો.
પપ્પૂ - માઁ, ત્યા બોર્ડ પર લખ્યું હતુ કે 'અહીં ફૂલ તોડવાની સખત મનાઈ છે'.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બુધવાર, 27 માર્ચ, 2013

Gujarati Joke Part - 352

મનોચિકિત્સક : તમે ખોટા નિરાશ થયા કરો છો તેમ જીવનમાં નિષ્ફળ છો જ નહિ.
દર્દી : 'સાચું કહો છો સાહેબ, તમારી ફી ભરી શકનાર નિષ્ફળ હોય જ ક્યાંથી ?'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ગ્રાહક (દુકાનદારને) - તમે હિસાબમાં ભૂલ કરી છે, પાંચ રૂપિયા ઓછા આપ્યા છે, તમને ગ્રાહકોને છેતરતા શરમ નથી આવતી?
દુકાનદાર - પણ આ પહેલા મે તમને ભૂલથી પાંચ રૂપિયા વધુ આપ્યા હતા ત્યારે તો તમે કંઈ ન બોલ્યા.
ગ્રાહક - મારો નિયમ છે કે દરેક માણસને સુધરવાની એક તક જરૂર આપવી જોઈએ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પત્ની - લગ્ન શુ છે ?
પતિ - લગ્ન એ ચ્યુઈંગમ છે. શરૂઆતમાં થોડા સમય સુધી ગળ્યુ લાગે છે, પણ પછી ગમે તેટલુ ચાવો બેસ્વાદ જ લાગશે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શુક્રવાર, 22 માર્ચ, 2013

Gujarati Joke Part - 351

પતિપત્ની ઘરખર્ચની વાત કરતાં હતાં. તેવામાં પતિ બરાડ્યો :
'જો હું પૈસા ન લાવતો હોત તો આ ઘર ન હોત !'
પત્ની : 'જો તું પૈસા ન લાવતો હોત તો હું પણ ન હોત !'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મોહન : 'ડૉક્ટર સાહેબ, હું હંમેશા વિચારું છું કે હું એક કૂતરો છું.
ડૉક્ટર : 'આવું તમને ક્યારથી લાગી રહ્યું છે ?'
મોહન : 'જ્યારથી હું ગલુડિયું હતો ત્યારથી !!'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતા- હું આજે દસ ઈ-મેલ મોકલવાનો છે.
બંતા- હું તે પોસ્ટબોકસમાં નાખી આવીશ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~