શુક્રવાર, 26 નવેમ્બર, 2010

Gujarati Joke Part - 100

એક પતિએ પત્નીને તમાચો માર્યો. પત્ની ગુસ્સે થઈ ગઈ.
પતિ બોલ્યો : માણસ કોને મારે ? જેને એ પ્રેમ કરતો હોય.
પત્નીએ ડાબા હાથની બે ઝીંકી દીધી : 'તમે શું સમજો છો ? હું શું તમને ઓછો પ્રેમ કરું છું ?'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતા : જ્‌યારે હું જંગલમાંથી એકલો પસાર થઈ રહ્યો હતો. ત્યાદરે મને ડાકૂ મળ્યાં . તેઓ મારી ઘડિયાળ, કાર અને રૂપિયા બધું લઈ ગયાં.
બંતા : પણ તારી પાસે પિસ્તોંલ હતી ને?
સંતા : હા, હતી ને. પણ પિસ્તોહલ પર તેઓની નજર જ ન પડી.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ડૉક્ટર સાહેબ ! તમે ચામડીનાં દર્દોના ડોક્ટર જ શા માટે બન્યા ?'
'એમાં ત્રણ લાભ છે. એક તો ચામડીના દર્દનો રોગી આ રોગને જ કારણે કદી મૃત્યુ પામ્યો નથી. તેથી અપયશ મળે નહીં ! બીજું કારણ એ કે આવા રોગીઓ ડૉક્ટરને અડધી રાતે જગાડીને પજવતા નથી. અને ત્રીજું કારણ એ છે કે, આવા રોગો સામાન્ય રીતે જીવનભર મટતા નથી !'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મંગળવાર, 23 નવેમ્બર, 2010

Gujarati Joke Part - 99

નંદૂજી - બેટા, હુ લગ્ન કરીને પછતાઈ રહ્યો છુ તેથી એક સલાહ તને પણ આપુ છુ કે તુ લગ્ન ન કરીશ.
મુન્નુ - યાદ રાખીશ પપ્પા, અને આ સલાહ મારા બાળકોને પણ આપીશ.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતા - હું ઉનાળામાં દસ બાર વાર નહાઉ છુ, અને શિયાળામાં ચાર પાંચ વાર.
બંતા - અરે વાહ, પણ તું એક દિવસમાં દસ-બાર વાર કેવી રીતે નહાય છે ?
સંતા - હું તો આખા ઉનાળામાં દસ-બાર વાર નહાવાની વાત કરતો હતો.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પ્રેમી - તમારી મોટી બહેનના શુ હાલ છે, જેણે એક લખપતિ સાથે લગ્ન કર્યા હતા.
પ્રેમિકા - તે ખૂબ જ શ્રીમંત છે પણ પતિ સાથે બિલકુલ બનતુ નથી.
પ્રેમી - તો પછી છુટાછેડા કેમ નથી લેતી ?
પ્રેમિકા - પણ, છુટાછેડા લેવાથી આરામ અને મિલકત કેવી રીતે મળશે ?

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શનિવાર, 20 નવેમ્બર, 2010

Gujarati Joke Part - 98

સંતા - બતાવ, બંતા લોકો અક્કલથી કામ લે તો શુ થશે ?
બંતા - તો તેમને છુટા છેડા લેવા ન પડે.
સંતા - અને વધુ બુધ્ધિથી કામ કરે તો ?
બંતા - તો તેમને લગ્ન કરવાનો વારો જ આવે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક છોકરીની મમ્મીએ તેમના ડોકટરને પોતાની દીકરીની એક વિચિત્ર આદત વિશે કહ્યુ કે - તે આખો દિવસ પથારીમાં પડી રહે છે અને યીસ્ટ અને કારનું વેક્સ ખાય છે. શુ થશે આનુ ?
ડોક્ટરે તરતજ કહ્યું - તે વધશે અને ચમકશે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મમ્મી - રાજૂ, આ પેંટ નાની થઈ ગઈ છે, તું પહેરી લે.
રાજુ- ઠીક છે, મમ્મી હમણાં તો હું પહેરી લઉં છુ, જ્યારે પેંટ મોટી થશે ત્યારે પપ્પાને આપી દેજો.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બુધવાર, 17 નવેમ્બર, 2010

Gujarati Joke Part - 97

ટિંકૂને તેના મમ્મી-પપ્પાએ એક ઘડિયાળ ખરીદી આપી હતી. ઘડિયાળ બંધ જોઈને દુ:ખી થયેલા ટિંકૂએ ઘડિયાળ ખોલી. જોયુ તો પટ્ટા પર મરેલો મચ્છર ચોટ્યો હતો. તે રડવા લાગ્યો.
મમ્મી બોલી - શુ થયુ ટિંકૂ ?
ટિંકૂ - મમ્મી, મારી ઘડિયાળનો ડ્રાઈવર મરી ગયો. હવે ઘડિયાળ કેવી રીતે ચાલશે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મમ્મી-- અરે બંટી જરા બજારમાંથી કપૂર તો લઈ આવ.
બંટી- અરે પણ એ તો બતાવો કે કયો કપૂર લાઉં? શકિ્‌ત કપૂર, અનિલ કપૂર કે શાહિદ કપૂર લાઉં?

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

રાકેશ : 'પપ્પા, તમારી કારની ચાવી આપોને, મારે બહાર જેવું છે.'
પપ્પા : 'ભગવાને બે પગ આપ્યા છે, એનો ઉપયોગ ક્યારે કરીશ ?'
રાકેશ : 'એક પગનો ઉપયોગ એકસીલેટર દબાવવા માટે અને બીજા પગનો ઉપયોગ બ્રેક દબાવવા માટે.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

રવિવાર, 14 નવેમ્બર, 2010

Gujarati Joke Part - 96

સંતાસિંહનું ટાબરિયું અર્ધો લિટર પેટ્રોલ પી ગયું. સંતાએ લાફો મારીને પૂછયું : ક્યૂં પિયા પેટ્રોલ ?
ટાબરિયું : ટીચરને બોલા કી મેરી એવરેજ કમ હૈ, સો મૈંને….


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

અંકલ - રાહુલ બેટા, મારી આંખ સખત દુ:ખી રહી છે હુ શુ કરુ ?
રાહુલ - ગયા રવિવાર મારો એક દાંત પણ બહુ જ દુ"ખતો હતો, તો મેં તેણે કઢાવી નાખ્યો હતો તમે પણ.....


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

'તું મને ભૂલકણો કહ્યા કરતી હતી, એટલે હું બજારમાંથી 'યાદશક્તિ વિકસાવવાની દવા' નામનું પુસ્તક ખરીદી લાવ્યો છું.'
'ઓહ ! આ પુસ્તક તો તમે સાતમી વખત ખરીદી લાવ્યા. અગાઉની છ નકલો તો હજુ કબાટમાં પડી છે !'


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ગુરુવાર, 11 નવેમ્બર, 2010

Gujarati Joke Part - 95

નોકર : 'હું બધા જ કાગળો ટપાલમાં નાખી આવ્યો, શેઠ !'
શેઠ : 'અલ્યા બબૂચક, પણ હજુ એને સરનામાં તો નહોતાં કર્યાં….'
નોકર : 'લ્યો ! મને શું ખબર શેઠ ! મને એમ કે સરનામાં ખાનગી રાખવાનાં હશે !'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પિતાએ પુત્રને પૂછ્યુ - બેટા તુ ઈતિહાસમાં ફેલ કેમ થયો ?
પુત્ર - શુ કરુ પિતાજી બધા પ્રશ્નો તે સમયના હતા જ્યારે મારો જન્મ પણ નહોતો થયો.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ડૉક્ટર : તમારી પત્નીને મેં પહાડની સૂકી આબોહવામાં જઈ હવાફેર કરવા જવાની સલાહ આપી છે.
પતિ : હવે તમે મને દરિયાકિનારે ભેજવાળી આબોહવામાં જઈ હવાફેર કરવાની સલાહ આપજો !

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સોમવાર, 8 નવેમ્બર, 2010

Gujarati Joke Part - 94

ઊંચા ડુંગર ઉપર ચડીને એક માણસે ભગવાનને પૂછ્યું : 'ભગવાન ! તમારે માટે કરોડો વર્ષ એટલે કેટલાં ?'
ભગવાન : 'એક મિનિટ જેટલા !'
'કરોડો રૂપિયા એટલે કેટલા ?'
'એક પૈસા જેટલા !'
'તો પછી મને એક પૈસો ન આપો ?'
'ચોક્કસ, એક જ મિનિટમાં આપું !'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
પતિ- અરે, હજી સુધી તે જમવાનું બનાવ્યું નથી? હું તો હોટેલમાં જઈને ખાઈ લઈશ
પત્ની- બસ ફક્ત અડધો કલાક રોકાઈ જાઓ.
પતિ- તો શું તું અડધો કલાકમાં જમવાનું બનાવી લઈશ.
પત્ની- ના, પણ હું તમારી સાથે હોટેલમાં આવવા તૈયાર થઈ જઈશ.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
'મને નથી સમજાતું કે આ નવી પેઢીનું શું થશે ?'
'લો. હું સમજાવું. એ નવી પેઢી ભણશે, નોકરી ધંધો કરશે, પરણશે, મા-બાપ બનશે, પૈસા ભેગા કરશે, દીકરા-દીકરી પરણાવશે, નિવૃત્ત થશે અને પછી આ નવી પેઢીનું શું થશે એવો પ્રશ્ન પૂછશે !'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સાલ મુબારક


નાં

બધા વાંચકો ને

નવા વર્ષ નાં

અભિનંદન

શુક્રવાર, 5 નવેમ્બર, 2010

Gujarati Joke Part - 93

પત્ની : તમારી સાથે જીવવા કરતાં તો મોત આવે તો સારું !
પતિ : મનેય એવું જ થાય છે કે આનાં કરતાં તો મરી જાઉં તો સારું.
પત્ની : તો તો ભૈ સાબ મારે મરવુંય નથી.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

'મસુરી બહુ સરસ છે. એને લીધે મને જીવનમાં સૌથી આનંદદાયી દિવસો મળ્યા.'
'એમ ? તમે ક્યારે ગયા હતા ?'
'હું તો નથી ગયો, પણ મારી પત્ની ગઈ હતી !'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક જણે પોતાના મિત્ર પાસે કબૂલાત કરી, 'ધોબી પાસે કપડાં ધોવરાવીને, હૉટલનું ખાઈને અને કાણાંવાળાં મોજા પહેરીને હું કંટાળેલો, એટલે પછી પરણી ગયો.'
'માળું, એ તો અચરજ કહેવાય !' મિત્રે જવાબ વાળ્યો, 'કેમ કે એ જ કારણોસર મેં તો છૂટાછેડા લીધા !'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બુધવાર, 3 નવેમ્બર, 2010

Gujarati Joke Part - 92

કોમલ : એક છત્રીની નીચે ચાર માણસો ઊભા હતા, પણ ચારમાંથી એકેય ન પલળ્યા.
સોનલ : એવું કેવી રીતે બને?
કોમલ : અરે ગાંડી, તેઓ ગરમીમાં છત્રી ખોલીને ઊભા હતા

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક ડૉક્ટર એને ત્યાં કાયમ દવા લેવા આવતી સ્ત્રીના પ્રેમમાં પડ્યો. શું કરવું તે ન સમજાવાથી એણે એના મિત્રને એ બાબતમાં સલાહ પૂછી.
'એમાં શું ?' મિત્રે કહ્યું, 'એને પરણી જા, એટલે પત્યું !'
'પરણી જાઉં કેવી રીતે ? એ તો મારી સૌથી વધુ આવક આપતી દર્દી છે. એને પરણું તો પછી મારે મફત જ દવા આપવી પડે ને ?'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ડ્રાઈવર - પેટ્રોલ ખલાશ થઈ ગયુ છે શેઠજી, હવે ગાડી આગળ નહી જઈ શકે.
શેઠજી - તો પછી રિવર્સ કરીને ઘરે લઈ લો.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~