સંતા - ક્યાં જઈ રહ્યાં છો ? બંતા- હુ મારે ગામ જઈ રહ્યો છું ? સંતા - પણ હાથમાં આ દૂરબીન કેમ છે ? બંતા- અસલમાં, હું મારા એક દૂરનાં સગાંને જોવા જઈ રહ્યો છુ.
શિક્ષક - બાળકો, તમે આજે શપથ લો કે દારૂ-સિગરેટ નહી પીવો, માંસ નહી ખાવ ? બાળકો - નહી ખાઈએ સર ? શિક્ષક - ક્યારેય છોકરીઓને નહી છેડો ? બાળકો - નહી છેડીએ સર. શિક્ષક - જુગાર નહી રમો ? બાળકો - નહી રમીએ સર. શિક્ષક - દેશ માટે જીવ પણ આપી દેશો ? બાળકો - આપી દઈશુ સર, આવા જીવનનુ કરશુ પણ શું.
ભિખારી : 'શેઠ, કંઈક આપો.' શેઠ : 'અત્યારે છૂટા નથી. પાછો ફરું ત્યારે લઈ લેજે.' ભિખારી : 'સાહેબ, આમ ઉધાર રાખવામાં મારા લાખો રૂપિયા ડૂબી ગયા છે, નહીંતર તો હું અત્યારે લખપતિ હોત. આવી રીતે ભિખારી ન હોત.
શિક્ષક - (સોહનને)મને લાગે છે કે તુ વર્ગમાં ખૂબ જ વાતો કરે છે. સોહન - ના..ના.. સર હું ઉંધતી વખતે જરાય વાતો કરતો નથી.
મોન્ટુ (ચિંટુને) : તને ખબર છે મારા પપ્પા એક આંગળીથી આઠ માણસોને જમીનથી અદ્ધર કરી શકે છે. ચિંટુ : હેં, કેવી રીતે? મોન્ટુ : મારા પપ્પા લિફ્ટમેન છે.
રીંકુ : તને ખબર છે પીંકુ, 'આઈ એમ ગોંઈગ'નો અર્થ શું થાય?
પીંકુ : હું જાઉ છું.
રીંકુ : અરે, પહેલાં આનો અર્થ તો કહેતો જા.
પત્ની જે કાર ચલાવવાનુ શીખી રહી હતી, પોતાના પતિને બોલી - જુઓ આ અરીસો સારી રીતે લગાવ્યો નથી. પતિ - કેમ, કંઈ ગરબડ છે ? પત્ની બોલી - હા, આમાં તો ફક્ત પાછળની ગાડીઓ જ દેખાય છે, મારો ચહેરો તો દેખાતો જ નથી.
શિક્ષક- બંજર કોને કહેવાય ? મોહન - જ્યાં કાંઈ જ ન ઉગી શકે. શિક્ષક - ઉદાહરણ તરીકે. મોહન - મારા પિતાજીનું માથુ.
ન્યાયાધીશ : 'તારી અંતિમ ઈચ્છા શી છે?' ગુનેગાર : 'તમારા મોઢામાંથી માત્ર એક જ શબ્દ સાંભળવા ઈચ્છું છું : 'મુક્તિ'
બોસ : 'મૃત્યુ પછીના જીવનમાં તમે માનો છો ?' નવયુવાન : હા, સર. બોસ : અચ્છા. તો તો બરાબર. આ તો શું કે તમે તમારા દાદાની અંતિમક્રિયા માટે ગયા પછી કલાકેક બાદ એ તમને અહીં મળવા આવેલા !
ચંદુ ચટપટ શરીરે ખૂબ દૂબળો હતો. એ બસમાં મુસાફરી કરતો હતો. એની પાસે એક જાડિયો માણસ આવીને બેઠો. જાડિયો ઊંઘતા ઊંઘતા ચંદુ ઉપર પડતો હતો. અકળાઈને ચંદુ બોલ્યો : 'બસમાં માણસના વજન પ્રમાણે ટિકિટના દર રાખવા જોઈએ.' 'એમ હોત તો તારા જેવા દૂબળા માટે બસ ઊભી જ ના રહેતી હોત… કારણ કે એવા મામૂલી ભાડામાં કોને રસ પડે ?'
સંતા - કાલે મે જોયું તો એક પુરૂષ સ્ત્રી સાથે લડી રહ્યો હતો. મેં તેને કહ્યું કે તું સાચો બહાદુર હોય તો પુરુષ જોડે લડને. બંતા - પછી શું થયુ ? સંતા - થવાનું શું હતુ ? જ્યારે મને ભાન થયું ત્યારે હું હોસ્પિટલમાં હતો.
એક વાર સંતા અડધો કલાકમાં દસ વાર ટોયલેટ ગયો, ત્યારે બંતાએ પૂછ્યુ - કેમ સંતા સાહેબ, આજે તમને ચેન નથી ? સંતા - છે પણ ખુલતી નથી.
નાનકીએ સવાલ પૂછ્યો, 'મમ્મી માનવજાતની શરૂઆત કેવી રીતે થઇ?'
મમ્મીએ કહ્યુ 'ઇશ્વરે આદમ અને ઇવને ઘડ્યાં. એમને બાળકો થયાં અને આમ આખી માનવજાતનો વિકાસ થયો.' આ જ સવાલ દીકરીએ પોતાના પિતાને કર્યો,
પપ્પાએ જવાબ આપ્યો, 'વર્ષો પહેલાં આપણા પૂર્વજો વાંદરા હતા. એમાંથી ધીમેધીમે માનવજાત વિકસતી ગઇ.'
છોકરી વિચારમાં પડી ગઇ. ફરી મમ્મી પાસે આવી અને બોલી, 'મમ્મી, તુ કહે છે કે માનવજાત ઇશ્વરે બનાવી છે,
અને પપ્પા કહે છે કે માણસ વાનરમાંથી બન્યો છે. આમ કેમ?'
મમ્મીએ કહ્યુ - 'બેટા, મેં તને મારા ફેમિલીના ઉદ્દભવની વાત કરી અને પપ્પાએ એમના પૂર્વજોના ઉદ્દભવની.
ગપ્પુ : આજે તો બગીચામાંથી મને પાંચ રૂપિયાનો સિક્કો મળ્યો.
પપ્પુ : એ મારો જ છે. કાલે હુ જ્યારે અહી રમતો હતો ત્યારે ખિસ્સામાંથી પડી ગયો હતો.
ગપ્પુ : પણ મારી પાસે અઢી-અઢી રૂપિયાના બે સિક્કા હતા.
પપ્પુ : લાગે છે કે નીચે પડવાથી તેના બે કટકા થઈ ગયા હશે.
લાલી : તું ઘરે વાસણ ધોવા માટે શું વાપરે છે?
ડોલી : આમ તો હું પહેલાં ઘણું વાપરી ચૂકી છું પણ પતિ કરતા સારું કશું જ ન લાગ્યું..!
સતા-(બંતાને) તને જ્યારે ઠંડી લાગે છે ત્યારે તુ શુ કરે છે ?
બંતા- હું હિટરની પાસે બેસી જઉં છું
સંતા- તો પણ તારી ઠંડી ન ભાગે તો ?
બંતા- પછી હું હિટર ચાલુ કરી દઉં છું
નોકર (ગુસ્સામાં): શેઠ, હું નોકરી છોડી રહ્યો છું.
શેઠ: કેમ શુ થયુ ?
નોકર: તમને મારી પર વિશ્વાસ નથી. શેઠ: એવુ નથી, જો હુ મારા કબાટ ચાવીઓ પણ તારી સામે જ મૂકીને જઉં છુ.
.નોકર: પણ શેઠજી એ મારા શુ કામની, તેમાંથી એકેય ચાવી લાગતી નથી.
માલિક : સાહેબ આ કૂતરો લાખોનો છે.
ગ્રાહક : પણ કોને ખબર, એ વફાદાર પણ હશે કે નહીં?
માલિક : આની વફાદારી વિશે ના પૂછશો, અત્યાર સુધી વીસ વખત વેચી ચૂક્યો છું. પણ દરેક વખતે પાછો જ આવી જાય છે.