શનિવાર, 30 જુલાઈ, 2011

Gujarati Joke Part - 133

ટીનુ એક પગમાં કાળું અને એક પગમાં સફેદ બૂટ પહેરીને સ્કૂલમાં પહોંચ્યો.
ટીચર: ઘરે જઇને બદલી આવ.
ટીનુ: કોઇ અર્થ નથી ટીચર, ઘરમાં પણ એક કાળું અને એક સફેદ બૂટ જ છે

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એકવાર દેવળમાં પ્રવચન કરતાં પાદરીએ કહ્યું : 'આજે હું જૂઠાણાં વિષે પ્રવચન આપવાનો છું. પણ એ પહેલાં મને કહો અહીં હાજર રહેલાઓમાંથી 'માર્ક'નું સત્તરમું પ્રકરણ કોણે કોણે વાંચ્યું છે ?' હાજર રહેલા લગભગ બધી જ વ્યક્તિઓએ હાથ ઊંચા કર્યા પછી પાદરી શાંતિથી કહે : 'બાઈબલમાં માર્કનું સત્તરમું પ્રકરણ છે જ નહીં, ચાલો હવે આપણે શરૂ કરીએ.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બંટી- પપ્પા-, આ રાવણ કોણ હતો?
પપ્પાુ- તું સ્કૂ,લે જાય છે અને તને ખબર નથી કે રાવણ કોણ હતો? જા જઈને મહાભારત જો, તને ખબર પડી જશે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ગુરુવાર, 28 જુલાઈ, 2011

Gujarati Joke Part - 132

દાદાજી - કેમ છે બેટા ?
પૌત્ર - કંટાળો આવી રહ્યો છે.
દાદાજી -ઢગલો ચેનલોવાળા ટીવી અને વીડિયો ગેમ્સના ઘોર ઈલેક્ટ્રોનિક યુગમાં એક બાળકને કંટાળો આવે છે ?
પૌત્ર - આ બધા પર અમારે માટે રોક લાગી ગઈ છે, ખબર નહી હમણા 'છઠ્ઠી ઋતુ' ચાલી રહી છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શીલા - (મીનાને) અરે વાહ, તારો હાર તો ખૂબ જ સરસ છે, શુ કોઈ સારી નોકરી મળી ગઈ છે ?
મીના - નહી સારો પતિ મળી ગયો છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સુનિલ એક દિવસ એક દુકાને ગયો. અને દુકાનદારને પૂછ્યું : 'ભાઈ ! તમારે ત્યાં માંકડ મારવાની દવા છે ?'
દુકાનદારે કહ્યું : 'હા છે ને !'
સુનિલે કહ્યું : 'ઉભા રહો. હું હમણાં જ મારા ઘરમાં રહેલા બધા માંકડો લઈ આવું છું !'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મંગળવાર, 26 જુલાઈ, 2011

Gujarati Joke Part - 131

એક નવપરિણીતાએ પોતાની બહેનપણીને પૂછ્યુ - મને સમજાતુ નથી કે હું મારા પતિને જન્મદિવસે કંઈ ભેટ આપુ ?
બહેનપણી બોલી - છુટાછેડા આપી દે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

કનુ(મનુ કવિને ફોન પર) - અરે મનુ, રવિવારે છાપામાં તારી કવિતા વાંચી ખૂબ સરસ છે. તારી ભાભીને પણ ખૂબ ગમી છે.

મનુ - ભાભીને મારા તરફથી ધન્યવાદ કહેજો, અને મારા તરફથી તેમના ચરણસ્પર્શ કરી લેજો.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

દીકરો : 'પપ્પા, 5+5 કેટલા થાય ?'
પપ્પા : 'ગધેડા, મૂરખા, નાલાયક આટલુંય નથી આવડતું ? જા અંદરના રૂમમાંથી કૅલ્ક્યુલેટર લઈ આવ…..'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સોમવાર, 25 જુલાઈ, 2011

www.gujaratijokes.in - ગુજરાતી જોક્સ હવે નવા સરનામે

મિત્રો,

હવે આપ ગુજરાતી જોક્સ નો ખજાનો માણી શકો છો નવા સરળ સરનામે

www.gujaratijokes.in

અને આ ઉપરાંત તમે  Twitter પર મને Gujarati_jokes થી અનુસરી શકો  છે

રવિવાર, 24 જુલાઈ, 2011

Gujarati Joke Part - 130

જયોતિષીએ એક યુવાનનો હાથ જોઇને કહ્યું : બેટા, તું ખૂબ ભણીશ..
યુવાને કહ્યું : એ તો છેલ્લાં પાંચ વરસથી બારમામાં ભણું છું ! મને એ કહો કે હું પાસ કયારે થઇશ?

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બે બહેનપણીઓ વાતો કરી રહી હતી.
પહેલી બોલી - મેં નિર્ણય કર્યો છે કે જ્યા સુધી 25 વર્ષની ન થવુ ત્યાં સુધી લગ્ન નહી કરુ.
બીજી બોલી - અને મેં નિર્ણય લીધો છે કે જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધી 25 વર્ષની થવુ જ નહી.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પત્ની - સાંભળો છો, ભૂકંપ આવ્યો છે, મકાન હલી રહ્યુ છે, પડી જશે તો ?
પતિ - પડવા દે ને આપણે શુ ? હજુ આપણુ ક્યા થયુ છે, હજુ તો બેંકનુ છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શુક્રવાર, 22 જુલાઈ, 2011

Gujarati Joke Part - 129

પતિ - તારી સાથે લગ્ન કરતા પહેલા હુ ખૂબ જ આવારા હતો, દારૂ-સિગરેટ પીતો હતો, જુગાર રમતો હતો. ઈશ્વરે મને તારા જેવી પત્ની કેવી રીતે આપી ?
પત્ની - હવે વગર ગુણ મળે લગ્ન થતા હોય ખરા ?

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ઘેર મહેમાનો આવેલા હતા. તેમની હાજરીમાં પિતાએ પુત્રને પૂછ્યું :
'બેટા, તારા આ બૂટ તું ક્યાંથી લઈ આવ્યો ?'
'મંદિરેથી ચોરી કરીને…' દિકરો બોલ્યો.
'જોયું ને ! મારો દીકરો ચોરી કરે, પણ ખોટું તો કદિયે ન બોલે !' પિતાએ ઈજ્જત બચાવવા કેસરિયાં કરતાં કહ્યું.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ચિંટુ : (બિટ્ટુ ને) આ હિંદી પણ અજબ ભાષા છે.
બિટ્ટુ : તે કેવી રીતે?
ચિંટુ : ઘડીયાળ બંધ હોય તો 'બંધ છે' તેમ કહેવાય છે અને છોકરી ખરાબ હોય તો 'ચાલુ છે' તેમ કહે છે...!

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બુધવાર, 20 જુલાઈ, 2011

Gujarati Joke Part - 128

ચૂંટણી લડી રહેલી સ્ત્રીને પત્રકારે કહ્યુ - તમને ચૂંટણી લડવાનો ખ્યાલ કેવી રીતે આવ્યો ?
સ્ત્રી - જ્યારે પણ મેં મારા પતિ સાથે લડુ છુ ત્યારે જીત મારી જ થાય છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ન્યાયાધીશ : મને જાણવા મળ્યું છે કે તેં પત્નીને ડરાવી, ધમકાવીને, ગુલામની જેમ ધરમાં રાખી છે ?
ગુનેગાર : સાહેબ, વાત એમ છે કે…
ન્યાયાધીશ : બસ, બસ એની સ્પષ્ટતા કરવાની જરૂર નથી. તું માત્ર એટલું જ કહે કે, તેં આ ચમત્કાર કર્યો કેવી રીતે ?

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

'તારો પ્રેમ મારા માટે મધુર સ્વપ્ન સમાન છે. મારી સાથે લગ્ન કર ને !'
'લગ્ન તો એલાર્મ સમાન છે. રહેવા દે ને !'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સોમવાર, 18 જુલાઈ, 2011

Gujarati Joke Part - 127

ભિખારી : આમ તો હું એક લેખક છું. મેં એક ચોપડી લખેલી : 'પૈસા કમાવાની એકસો તરકીબો'
વેપારી : તો પછી આમ ભીખ શીદને માગે છે ?
ભિખારી : એ સોમાંની જ આ એક તરકીબ છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પત્ની : 'તમને મારો જન્મદિવસ પણ યાદ નથી રહેતો ?'
પતિ : 'ક્યાંથી રહે ? તારી ઉંમર વધતી જતી હોય એવું જરાય નથી લાગતું.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મધુ - તમારા શરીર પર આ શાના નિશાન છે.?
શ્રીમતી પોપટ - કાલે મારા પતિએ મને માર્યુ હતું.
મધુ - પણ તમારા પતિ તો ગઈકાલે બહાર ગયા હતા ને ?
શ્રીમતી પોપટ- હુ પણ એવું જ સમજતી હતી.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શનિવાર, 16 જુલાઈ, 2011

Gujarati Joke Part - 126

સંતા - મારી પત્ની રોજ ફરિયાદ કરતી હતી કે મારી પાસે પહેરવા માટે વ્યવસ્થિત કપડાં નથી.
બતા - તો શુ તે એણે કપડાં સીવડાવી આપ્યા.
સંતા - નહી યાર, મેં મારા ધરની બારીઓમાં પરદા લગાવડાવી દીધા.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

હૉસ્ટેલમાં રહી અભ્યાસ કરતા મહેશનાં વખાણ કરતાં શિક્ષકે કહ્યું : 'મહેશ, તારું પત્રલેખન બહુ સરસ છે.'
મહેશે કહ્યું : 'તે હોય જ ને સાહેબ, ઘરેથી પૈસા મંગાવવા વારંવાર જાતજાતના પત્રો લખવા પડતા હોય છે !'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બાબુ : 'મારા કાકાની પાસે સાયકલથી માંડીને હવાઈ જહાજ સુધી બધું જ છે.'
કનુ : 'તારા કાકા શેનો વેપાર કરે છે ?'
બાબુ : 'તેમની રમકડાંની દુકાન છે.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~