મંગળવાર, 31 જાન્યુઆરી, 2012

Gujarati Joke Part - 220

ગટ્ટુ પોલીસસ્ટેશન ગયો ફરિયાદ નોંધાવા માટે.
ગટ્ટુ : કોઈ મને ફોન પર ધમકાવે છે.
પોલીસ : કોણ ?
ગટ્ટુ : ટેલીફોન વાળા. મને કહે છે કે બિલ ના ભર્યું ને તો કાપી નાખીશું.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક યુવાનનુ મૃત્યુ થઈ ગયુ. બેસણામાં બેસેલા લોકો પરસ્પર વાતો કરી રહ્યા હતા,
બિચારાનુ બે મહિના પહેલા તો લગન થયા હતા.
બિચારો ચલદી મુક્ત થઈ ગયો.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતા - ગઈકાલે હું પ્રાણીસંગ્રહાલયમાં ગયો હતો.
બંતા - અરે, હુ પણ ત્યાં જ હતો, મને ન જોયો ?
સંતા - અરે નહી, કયાં પિંજરામાં હતો ?

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

રવિવાર, 29 જાન્યુઆરી, 2012

Gujarati Joke Part - 219

રામુને ચોરીના આરોપસર કોર્ટમાં જવું પડ્યું.
જજ : 'રામુ, તું કહે છે કે તેં એક જ સાડી ચોરી છે; તો પછી તેં દુકાનમાં પાંચ વાર ધાડ કેમ મારી હતી ?'
રામુ : 'સાહેબ, શું કરું ? મારી પત્નીને કલર, ડિઝાઈન વગેરે તેના બ્લાઉઝ સાથે મેચ કરવા હતા !'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પત્ની (પતિને) સાંભળો છો, આ પંખો અને રેડિયો અંદર મુકી દો, મારી બહેનપણી આવી રહી છે.
પતિ - શું તે આપણી વસ્તુ લઈ જશે ?
પત્ની - નહી, તે પોતાની વસ્તુઓ ઓળખી જશે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પિતાજી -(પુત્રને) ફેલ થાય કે પાસ તને હું બાઈક અપાવીશ
પુત્ર - રિઅલી ડેડ
પિતાજી - હા, પાસ થયો તો પલ્સર કોલેજ જવા માટે અને ફેલ થઈશ તો રાજદૂધ દૂધ વેચવા માટે

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શુક્રવાર, 27 જાન્યુઆરી, 2012

Gujarati Joke Part - 218

બસ કંડકટર : 'અરે ભાઈ, બસમાં જગ્યા છે, તો પણ કેમ બેસતા નથી ?'
પેસેન્જર : 'મને બેસવાનો સમય નથી, મારે તો જલ્દીથી છના શૉમાં પહોંચવું છે !!'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

અધ્યાપક (વિજયને) : બતાવ, મોગલ સમ્રાટ અકબરનો જન્મ કઈ સાલમાં થયો હતો ? અને તેનું મૃત્યુ કઈ સાલમાં થયું હતું ?
વિજય : 'મને ખબર નથી સાહેબ.'
અધ્યાપક : 'મુરખ, ચોપડીમાં જોઈને બતાવ.'
વિજય : 'સાહેબ, આમાં તો લખ્યું છે 1542-1605'
અધ્યાપક : 'શું તે પહેલાં વંચાયું નહતું ?'
વિજય : 'વંચાયું તો હતું, પણ મને એમ કે આ અકબરનો ફોન નંબર હશે !'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

નાનુ બાળક - માઁ, હુ જ્યારે મોટો થઈશ ત્યારે પડોશમાં રહેતી ગુડી સાથે લગ્ન કરી લઈશ.
માં બોલી - કેમ
બાળક - બીજુ કરી પણ શુ શકાય છે.... તુ તો મને રોડ ક્રોસ કરવાની તો તુ મને ના પાડે છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બુધવાર, 25 જાન્યુઆરી, 2012

Gujarati Joke Part - 217

પત્ની : 'સાંભળ્યું છે કે શ્રોતાઓ હવે સભાઓમાં તમારા પર જોડાં ફેંકવા લાગ્યા છે.
પતિ : 'એવું કોઈકવાર બને પણ ખરું.'
પત્ની : 'તો તમારા ખિસ્સામાં હું કાગળો મૂકું છું. તેમાં કિશોર, રેખા, સુધીર તથા મારા પગનાં માપ છે.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સન્તા ; તારે ગરે ગયો હતો મને નથી લાગતુ કે આપણા લગ્ન થઇ શકે.
પ્રિતો ; શુ તમે મારા પપ્પા મમ્મી ને મળ્યા હતાં?
સન્તા; ના ના તારી નાની બહેન લજ્જો ને મળ્યો હતો.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ક્રિકેટરની પત્નીએ પતિને સલાહ આપી કે - તમે પહેલાથી બતાયા ન કરો કે મેચ ફિક્સ છે, બધી મજા ચૂરચૂર થઈ જાય છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સોમવાર, 23 જાન્યુઆરી, 2012

Gujarati Joke Part - 216

સંતા- હું આજે દસ ઈ-મેલ મોકલવાનો છુ.
બંતા- ઠીક છે, હું એને પોસ્ટઓફિસમાં નાખી આવીશ.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પત્ની - જ્યારે તુ મારા પિયરે જાય છે તો ખૂબ જ સંકોચાય છે, જ્યારે લગ્ન કરવા આવ્યા હતા, ત્યારે તો ખૂબ જ રોફ જમાવી રહ્યા હતા
પતિ - ત્યારે હુ એકલો નહોતો. 500 લોકોનો વરઘોડો પણ મારી સાથે હતો.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક સ્ત્રીએ પડોશમાં જઈને કહ્યુ - બહેન જરા તમારુ વેલણ આપજો, મારા પતિ હમણા ઘરે આવ્યા છે.
પડોશવાળી સ્ત્રી બોલી - લઈ જાવ બહેન, પણ જલ્દી પાછુ વાળજો, મારા પતિ પણ હમણા આવવાની તૈયારીમાં છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શનિવાર, 21 જાન્યુઆરી, 2012

Gujarati Joke Part - 215

સંકેત - સર, તમને એક સવાલ પૂછુ ?
સર - હા, હા, પૂછ બેટા.
સંકેત - સર, ફૂલછોડ પણ ભણવા જતા હોય છે ?
સર - મૂરખ, ફૂલછોડ તે કાંઈ ભણવા જતા હશે ?
સંકેત (ભોળપણથી) - તો પછી બધા છોડ નર્સરીમાં શુ કરે છે, સર ?

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

છગન-મગન સાથે જઈ રહ્યા હતા, રસ્તામાં તેમને બે ટાઈમ બોમ્બ મળ્યા
છગન - ચાલ આપણે આ ટાઈમ બોમ્બ પોલીસને આપી આવીએ, આપણને ઈનામ મળશે.
મગન - અરે પણ રસ્તામાં ક્યાંક બોમ્બ ફૂટી ગયો તો ?
છગન - અરે કાંઈ વાંધો નહી, બોલવાનુ એક જ મળ્યો હતો.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પતિ ઘરે પહોંચ્યો તો જોયુ કે તેની પત્ની ગભરાઈ ગયેલી હતી. તેને જોઈને તે બોલી- સારુ થયુ તમે આવી ગયા. રસ્તામાં હું આવતી હતી તો બધા વાતો કરતા હતા કે એક ગાંડા જેવો લાગતો માણસ ટ્રેન નીચે કપાઈ ગયો છે. ત્યારથી મારા તો હોશ જ ઉડી ગયા હતા.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ગુરુવાર, 19 જાન્યુઆરી, 2012

Gujarati Joke Part - 214

મગન : 'તને ખબર છે ફુગાવો એટલે શું ?'
છગન : 'ના. નથી ખબર.'
મગન : 'ફુગાવો એટલે બસો રૂપિયાનું ઘડિયાળ ખરીદ્યા બાદ તે રિપૅર કરાવવાનો વખત આવે ત્યારે તમારે ત્રણસો રૂપિયા ચૂકવવા પડે. સમજ્યો !'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ચંદુ ઑફિસે જવા નીકળ્યો. એની મમ્મીએ કહ્યું : 'બેટા, ચા પીવી છે ?'
'ના મમ્મી ! ચા પીને ઑફિસે જવાનું મને ગમતું નથી.'
'કેમ, બેટા ?'
'કારણ કે ચા પીધા પછી મને ઉંઘ નથી આવતી….'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ગાંડાની હોસ્પિટલમાં એક દર્દીને પોતે ભગવાન હોવાનો વહેમ હતો.
મજાકમાં એક મુલાકાતીએ કહ્યું, 'તો તો આ સંસાર તમે જ રચ્યો હશે નહિ ?'
'હા, પણ હું મારા સર્જનથી કંટાળી ગયો છું ને અહીં આરામ માટે આવ્યો છું.' દર્દીએ જવાબ આપ્યો.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મંગળવાર, 17 જાન્યુઆરી, 2012

Gujarati Joke Part - 213

પત્ની - સામે રોડ પર જે ભિખારી બેઠો છે તે આંધળો હોવાનો ઢોંગ કરી રહ્યો છે.
પતિ - કેમ, તે કંઈ રીતે જાણ્યું ?
પત્ની - કાલે તેણે મને કહ્યું, સુંદરી ભગવાનના નામે કાંઈક આપતી જા.
પતિ - તેણે તને સુંદરી કહ્યું હવે તો મને વિશ્વાસ થઈ ગયો કે તે સાચે જ આંધળો છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

છાત્ર (અધ્યાપકને) સર, તમે મને ગણિતમાં શૂન્ય નંબર કેમ આપ્યા ?
અધ્યાપક - કારણકે આનાથી ઓછા નંબર મને નહોતા ખબર.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતા 25 માળની બિલ્ડીંગની છત પર જઈને ઉભો હોય છે, ત્યારે તેને ફોન આવે છે કે -સંતાજી તમારી પત્ની મરી ગઈ.
સંતા નિરાશ અને દુ:ખથી તે ત્યાંથી જ કૂદકો મારી દે છે. ઉપરથી નીચે પડતાં પહેલા વચ્ચેજ તેને યાદ આવે છે કે અરે હજુ તો તે કુંવારો છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

રવિવાર, 15 જાન્યુઆરી, 2012

Gujarati Joke Part - 212

પતિ - હે ઈશ્વર, તે આવી મૂર્ખ પત્ની કેમ બનાવી ?
પત્ની - એ માટે કે હું તમારા જેવા મૂરખના લગ્નનો પ્રસ્તાવ સ્વીકારી લઉ. બે બુધ્ધુ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ફરિયાદી (પોલીસ સ્ટેશનમાં) : 'સાહેબ, મારો કૂતરો ખોવાયો છે.'
પોલીસ : 'તમે છાપામાં જાહેરાત આપો.'
ફરિયાદી : 'સાહેબ, મારો કૂતરો વાંચી શકતો નથી.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતા (પોલીસને) અહી બધી જગ્યાએ એમ કેમ લખ્યુ છે કે ગાડી ધીરે ચલાવો ?
પોલીસ - કારણ કે અહી દૂર દૂર સુધી કોઈ હોસ્પિટલ જ નથી.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શુક્રવાર, 13 જાન્યુઆરી, 2012

Gujarati Joke Part - 211

'તુ મને ચાહે છે ?'
'ખૂબ જ.'
'મારે માટે જિંદગી પણ કુરબાન કરી દઈશ ?'
'હા જરૂર. પણ પછી તને ચાહશે કોણ ?'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શિક્ષક (કનુને) : 'શાસ્ત્રીય સંગીત અને ડિસ્કો સંગીતમાં શું તફાવત ?'
કનુ : 'બંનેમાં માથાથી પગ સુધીનો તફાવત છે.'
શિક્ષક : 'કઈ રીતે ?'
કનુ : 'સાહેબ, શાસ્ત્રીય સંગીત સાંભળતાં લોકો માથું હલાવે છે અને ડિસ્કો સંગીત સાંભળતી વખતે પગ હલાવે છે.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક બાળકે પંડિતજીને પૂછ્યુ - પંડિતજી, બિલાડીની પાછળ-પાછળ ચાલવુ એ શકુન કહેવાય કે અપશકુન ?
પંડિતજીએ જવાબ આપ્યો - બેટા, આ તો આ વાત પર નિર્ભર કરે છે કે આગળ ચાલનારો માણસ છે કે ઉંદર.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બુધવાર, 11 જાન્યુઆરી, 2012

Gujarati Joke Part - 210

એક વખત સંતાસિંહનો ઇન્ટર્વ્યુ લેવામાં આવ્યો
ઇન્ટ્રર્વ્યુ લેવા વાળી છોકરી કહેઃ સતાસિંહ લોકો તમારી પર ઘણા જોક્સ લખે છે, આજ સુધી લોકોએ તમારીપર કેટલા જોક્સ લખ્યા હશે ?
સંતાસિંહ કહેઃ - જોક્સ તો ઘણા જ ઓછા લખ્યા છે, મોટાભાગે તો હકીકત જ છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શિક્ષકે પૂછ્યુ - અરે, રાજુ તુ શાળામાં કેવી રીતે આવી ગયો ? કોઈનો ફોન આવ્યો હતો કે તુ બીમાર છે અને શાળામાં નહી આવે.
રાજુ ચૂપચાપ ઉભો રહ્યો
શિક્ષકે પૂછ્યુ - કેમ શુ વાત છે ?
રાજુ ધીરેથી બોલ્યો - સર, મે તેને બે દિવસ પછી ફોન કરવા કહ્યુ હતુ.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટીનુ - સારુ થયુ હું મહારાષ્ટ્રમાં ન જન્મયો
મીનુ - કેમ ?
ટીનુ - કારણ કે મને તો મરાઠીનો એક શબ્દ પણ નથી આવડતો.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સોમવાર, 9 જાન્યુઆરી, 2012

Gujarati Joke Part - 209

દર્દી - સાચુ બતાવો ડોક્ટર સાહેબ, મારા મરવાની કેટલી શકયતા છે ?
ડોક્ટર - સો ટકા. આંકડા બતાવે છે એક આ રોગમાં દસમાંથી નવ માણસો મરે છે. મારા દસમાંથી નવ દર્દીઓ મરી ચૂક્યા છે. તમે દસમાં છો.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ડૉક્ટર : તમારી પત્નીને મેં પહાડની સૂકી આબોહવામાં જઈ હવાફેર કરવા જવાની સલાહ આપી છે.
પતિ : હવે તમે મને દરિયાકિનારે ભેજવાળી આબોહવામાં જઈ હવાફેર કરવાની સલાહ આપજો !

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પત્ની - તમને નથી લાગતુ કે એક સામાન્ય વાત ઘણા છુટાછેડા રોકી શકે છે.
પતિ - હા...હા.. કેમ નહી. લોકો લગ્ન જ ન કરે તો આ નોબત જ ન આવે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શનિવાર, 7 જાન્યુઆરી, 2012

Gujarati Joke Part - 208

સંતા પોતાના બાળકોને બાળક-ગાડીમાં ફેરવી રહ્યો હતો, જે કોઈ પણ મળતું તે પૂછતું, કેમ સંતા પોતાના બાળકોને ફેરવી રહ્યા છો?
સંતાએ ગુસ્સાથી એક વ્યક્તિને જવાબ આપ્યો- મારા નહીં, ગધેડા નાં બાળકો છે.
વ્યક્તિ - ત્યારેજ તો તમારા જેવા દેખાઈ રહ્યાં છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ગામડિયો - ડોક્ટર સાહેબ, હું ખૂબ જ મુશ્કેલીમાં છુ, હું મારી જાતને ભગવાન સમજવા લાગ્યો છુ.
ડોક્ટર - આવુ ક્યારથી થાય છે ?
ગામડિયો - જ્યારથી મેં આ દુનિયા બનાવી ત્યારથી.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બાયોલોજીના શિક્ષકે એકદિવસ ક્લાસ ટેસ્ટ લીધો. તેમણે વારાફરતી બધા વિદ્યાર્થીઓને એક-એક કરીને પ્રશ્ન પૂછ્યો અને તરત જ પાસ કે ફેલ કહી દીધુ. મગનનો વારો આવતા તેમને મગનને એક પક્ષીનો પગ બતાવીને તે પક્ષીનુ નામ પૂછ્યુ. મગનને ન આવડતા તેમણે મગનને કહ્યુ -તુ ફેલ છે હવે તારુ નામ બતાવ.
મગને પગ ઉપર કરીને કહ્યુ - લો ઓળખી લો કે હું કોણ છુ.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ગુરુવાર, 5 જાન્યુઆરી, 2012

Gujarati Joke Part - 207

વકીલ - તમારી આંગળી રેલ્વેના દરવાજામાં આવીને કપાઈ ગઈ અને તમે તેને માટે રેલવે પર પચાસ હજાર રૂપિયાનો દાવો કરવા માંગો છો ?
સ્ત્રી - જી, હા.
વકીલ - પણ, આ કેવી રીતે સાબિત કરશો કે તમારી આંગળીની કિમંત પચાસ હજાર રૂપિયા છે ?
સ્ત્રી - કારણકે આ આંગળી પર જ હું મારા પતિને નચાવતી હતી.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બંતા - બતાવ, શુ ખાવાથી માણસ કદી બીમાર નથી પડતો ?
સંતા - પૈસા ! જે પૈસા ખાય તે કદી બીમાર જ નથી પડતો.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતા એક વખત એરપોર્ટથી બહાર આવી રહ્યો હતો, ખૂબ ભીડ થવાને લીધે સિક્યુરીટી ગાર્ડે સંતાને રોકીને કહ્યુ 'વેટ સર'
જવાબમાં સંતા '50 કિલો' કહીને બહાર નીકળી ગયો.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મંગળવાર, 3 જાન્યુઆરી, 2012

Gujarati Joke Part - 206

સંતા અને બંતાએ વધુ શરાબ પી લીધી હતી, તેઓ હોશમાં પણ નહોતા. હવાલદારે તેમને પકડીને પોલીસ સ્ટેશન લઈ આવ્યો.
પોલીસે પૂછપરછ કરી. પહેલા બંતાને પુછ્યુઃ 'ક્યાં રહે છે?'
બંતાએ જવાબ આપ્યોઃ 'મારે કોઇ ઘર નથી'.
પછી સંતાને પૂછ્યુ અને તું? સંતા કહે, 'જી હું તેનો પાડોશી છું.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પ્રેમિકા : "તું વિવાહ વખતે મને રિંગ આપીશ ?"
ગટુ : "હા. ચોક્કસ. તું મને તારો મોબાઈલ નંબર લખાવ. હું ચોક્કસ રિંગ આપીશ."

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક દિવસ એક બહેનપણીએ બીજીને પૂછ્યુ - તારો પતિ તો પહેલા રોજ રાત્રે મોડેથી ઘરે આવતો હતો, હવે ઘરે જલ્દી કેવી રીતે આવી જાય છે ?

બીજી બોલી - ખૂબ જ સહેલાઈથી... એક રાત્રે જ્યારે તેઓ મોડા ઘરે આવ્યા અને તેમણે કોલબેલ વગાડી. હું અંદરથી બોલી, અજય ડિયર, હવે તુ મને સતાવીશ નહી. તેમના આવવાનો સમય થઈ ગયો છે, તુ કાલે આવજે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

રવિવાર, 1 જાન્યુઆરી, 2012

Gujarati Joke Part - 205

જય : હું કાલે ટ્રેનમાં આખી રાત સૂઈ ન શક્યો.
વિજય : કેમ ?
જય : ઊપલી સીટ આવેલી એટલે.
વિજય : પણ કોઈને વિનંતી કરીને બદલી લેવી હતી ને ?
જય : એ જ તો કઠણાઈ હતી ને. કોની સાથે બદલું ? નીચેની સીટ પર કોઈ હોય તો બદલું ને !?!

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ગોલુ : ભોલુ, તું મને એક સવાલનો જવાબ આપ કે ચા પીવી ફાયદાકારક છે કે નુકસાનકારક?
ભોલુ : કોઈ પીવડાવે તો ફાયદાકારક અને પીવડાવવી પડે તો નુકસાનકારક.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બંતા - અરે યાર, તે તારી નવી સ્ટેનોને નોકરીમાંથી કેમ કાઢી મુકી ?
સંતા - મેં તેણે તેની અનુભવહિનતાને કારણે જ કાઢી છે. તે શોર્ટહેંડ અને ટાઈપિંગ સિવાય કશુ જ જાણતી નહોતી.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~