બુધવાર, 31 ઑગસ્ટ, 2011

Gujarati Joke Part - 148

છગન : 'મારી કંપની એક એકાઉન્ટન્ટને શોધી રહી છે.'
મગન : 'પણ હજુ ગયે અઠવાડિયે જ તમારી કંપનીએ એકાઉન્ટન્ટની નિમણૂક કરી હતી ને ?'
છગન : 'એ એકાઉન્ટન્ટની જ શોધખોળ ચાલે છે !'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શિક્ષકે પૂછ્યુ - રમાશંકર, બતાવો ચંદ્ર દૂર છે કે નેપાળ ?
રમાશંકર - નેપાળ દૂર છે. ચંદ્ર તો અહીંથી જોઈ શકાય છે, પણ નેપાળ નથી જોઈ શકાતુ.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ડોક્ટરે એક દર્દીને કહ્યુ - તમારે કાયમ નિયમ મુજબ રહેવુ જોઈએ
દર્દી - હુ તો રોજ નિયમ મુજબ જ રહુ છુ
ડોક્ટર - ખોટુ ન બોલો, હું તમને ગઈકાલે જ ગાર્ડનમાં એક યુવતી સાથે ફરતા જોયા.
દર્દી - એતો મારો રોજનો નિયમ જ છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મંગળવાર, 30 ઑગસ્ટ, 2011

Gujarati Joke Part - 147

પિતાજી ઓફિસથી ઘરે આવતા જ દીકરાએ માઁની ફરિયાદ કરતા કહ્યુ - પપ્પા, મમ્મીએ આજે મને કારણ વગર માર્યો.
પિતાએ સમજાવત કહ્યુ કે - અરે બેટા, સહન કરી લેતા શીખ, મને જો હું છેલ્લા વીસ વર્ષથી સહન કરી રહ્યો છુ.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શિક્ષકે સંજયને પૂછ્યું : સંજય તું કાલે કેમ ગેરહાજર હતો ?
સંજયે કહ્યું : સાહેબ ! ગઈ કાલે વરસાદ ખૂબ પડતો હતો એટલે.
શિક્ષકે કહ્યું : સારું. તો પછી આજે મોડો કેમ આવ્યો ?
સંજયે કહ્યું : સાહેબ ! હું વરસાદ પડે તેની વાટ જોતો હતો.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

વર્ગશિક્ષક : 'પૃથ્વીની ધરી એટલે શું ?'
વિદ્યાર્થી : 'પૃથ્વીની ધરી એટલે બે ધ્રુવોમાંથી પસાર થતી કલ્પિત રેખા જેના પર પૃથ્વી ફરે છે.'
વર્ગશિક્ષક : 'ઉત્તમ. એ રેખા પર તું કપડાં ટાંગી શકે ?'
વિદ્યાર્થી : 'હા, સર.'
વર્ગશિક્ષક : 'ક્યા પ્રકારનાં ?'
વિદ્યાર્થી : 'કાલ્પનિક.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ગુરુવાર, 25 ઑગસ્ટ, 2011

Gujarati Joke Part - 151

એક મુરખ એની રિક્ષામાંથી મહામહેનતે પૈડું કાઢતો હતો તે જોઈને કોઈએ પૂછ્યું : 'અરે મુરખ, આ શું કરે છે ?' મુરખ : દેખતા નથી ? અહીં લખ્યું છે : Only for two wheeler.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
જજ (અપરાધી સંતાને) તે કારની ચોરી કેમ કરી ? સંતા - સાહેબ મેં કાર નથી ચોરી, આ કાર સ્મશાન પાસે ઉભેલી મને મળી, તો મને લાગ્યુ કે કારનો માલિક મરી ગયો છે. તેથી હુ ઉઠાવી લાવ્યો.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
પુત્રી - મા, તમે પિતાજી સાથે લગ્ન કેમ કર્યા ? માઁ - તને પણ આ વાતની નવાઈ લાગે છે ?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Gujarati Joke Part - 146

વિદ્યાર્થી - મમ્મી, આજે શિક્ષક મારા પર ખૂબ ગુસ્સે થયા હતા. કારનકે મને ખબર નથી કે ખડકો ક્યાં છે.
મમ્મી - ભલે, બીજી વાર ધ્યાન રાખજે કે તુ વસ્તુ ક્યાં મૂકે છે.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટીચર - છોકરાઓ બતાઓ, સૌથી મોડાં આવતા દાંતને શું કહેવાય ?
મગન - જી, નકલી દાંત.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મમ્મી - રાજૂ, આ પેંટ નાની થઈ ગઈ છે, તું પહેરી લે.
રાજુ- ઠીક છે, મમ્મી હમણાં તો હું પહેરી લઉં છુ, જ્યારે પેંટ મોટી થશે ત્યારે પપ્પાને આપી દેજો.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મંગળવાર, 23 ઑગસ્ટ, 2011

Gujarati Joke Part - 145

સંતા અને બંતા રસ્તામાં ઉભા રહીને વાતો કરતા હતા. એકદમ સામે બે યુવતીઓ આવતી દેખાઈ. સંતાએ કહ્યુ - ગજબ થઈ ગયો મારી પત્ની અને પ્રેમિકા બંને એકસાથે આવી રહી છે.
બંતા બોલ્યો - કેટલી વિચિત્ર વાત છે, હું પણ એવુ જ કહેવાનો હતો.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ગ્રાહક(વેઈટરને) આ શાકમાં કેટલુ મીઠુ નાખી દીધુ છે, તમે લોકો ચાખીને પણ જુઓ છો કે નહી ?
વેઈટર - સોરી સર, વાત એમ છે કે અમારો રસોઈઓ ભુલક્કડ છે. તે ધ્યાન નથી રાખતો કે શાક કેટલા દિવસનું વાસી છે

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ગટ્ટુ પોલીસસ્ટેશન ગયો ફરિયાદ નોંધાવા માટે.
ગટ્ટુ : કોઈ મને ફોન પર ધમકાવે છે.
પોલીસ : કોણ ?
ગટ્ટુ : ટેલીફોન વાળા. મને કહે છે કે બિલ ના ભર્યું ને તો કાપી નાખીશું.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

રવિવાર, 21 ઑગસ્ટ, 2011

Gujarati Joke Part - 144

નટુ : મારી પત્નીની યાદશક્તિ ભયંકર ખરાબ છે.
ગટુ : કેમ, એમને કશું યાદ નથી રહેતું કે શું ?
નટુ : ના યાર, એને બધું જ યાદ રહે છે, એ જ મોટો પ્રોબલેમ છે !!


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પત્ની - લગ્નને તમે શુ માનો છો ?
પતિ - એક એવી ઉમરકેદ જેમાં સારો વ્યવ્હાર ન કરવાથી મુક્તિ મળે છે.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

વક્તા : 'મને બોલવા માટે માત્ર દસ મિનિટ આપવામાં આવી છે. એટલે હું ક્યાંથી શરૂ કરું તે સમજાતું નથી.
શ્રોતા : 'નવથી શરૂ કરો !'


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શુક્રવાર, 19 ઑગસ્ટ, 2011

Gujarati Joke Part - 143

લગ્નપ્રસંગમાં વહુની સેંથીમાં સિંદૂર પુરતા વરરાજાને જોઈને એકે કહ્યું : 'યાર, આ રિવાજ ઊલટો હોવો જોઈએ. ખરેખર, વહુએ વરના માથામાં સિંદૂર પૂરવું જોઈએ.'
બીજો બોલ્યો : 'ચૂપ બેસ ને અવે, જો એવું થાય તો દુનિયામાં કેટલાય ટાલિયા માણસો કુંવારા જ રહી જાય !'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક દિવસ રાજુએ તેના પપ્પાને પૂછ્યું : 'રાજુ, શિયાળાનો દિવસ ટૂંકો અને ઉનાળાનો દિવસ લાંબો કેમ હોય છે ?'
આ સાંભળી રાજુએ કહ્યું : 'પપ્પા, એનું કારણ એ છે કે ગરમીમાં દરેક વસ્તુ મોટી થાય છે અને ઠંડીમાં સંકોચાઈને નાની બની જાય છે.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પત્ની - જમવાનુ બની ગયુ છે, તમે ગરમા-ગરમ બે ફુલકાં ખાઈને જાવ.
પતિ - ઘરમાં બર્નોલ છે ?
પત્ની - હા, છે.
પતિ - તો, જરૂર ખાઈશ.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બુધવાર, 17 ઑગસ્ટ, 2011

Gujarati Joke Part - 142

એક સરદારને 2 લાખ રુપિયા લગાવીને વેપાર શરુ કર્યો અને તેને બહું મોટા નુકશાનનો સામનો કરવો પડ્યો.
તેને પંજાબમાં હજામતની દુકાન ખોલી હતી.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક દિવસ એક ત્રણ વર્ષના બાબાએ પોતાની મમ્મીને પૂછ્યુ - મમ્મી મારા દૂધના દાંત આવી ગયા ?
મમ્મી બોલી - હા, બેટા.
બાબાએ ફરી પૂછ્યુ - તો પછી મારા ખાંડના દાંત ક્યારે આવશે ?

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

રાકેશ, તમારી સેકંડ ડિવિઝન આવી આ વખતે ?
હા, હુ ચંદનની પાછળ બેસ્યો હતો આ વખતે, તેની પણ સેકંડ ડિવીઝન આવી.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સોમવાર, 15 ઑગસ્ટ, 2011

Gujarati Joke Part - 141

બે મેડિકલ સ્ટુડંટ વાતો કરી રહ્યા હતા.
પહેલો - તુ શાનો ડોક્ટર બનીશ
બીજો - સ્કીન સ્પેશ્યાલીસ્ટ
પહેલો - અરે કેમ ?
પહેલો - એમા ત્રણ ફાયદા છે, એક - આવા ડોક્ટરોને કદી અપયશ મ અળતો નથ, 2 આના રોગીઓ ડોક્ટરોને અડધી રાત્રે આવીને જગાડતા નથી. અને ત્રીજુ આ રોગ જીવનભર મટતો પણ નથી.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શેઠ - નવી ફિલ્મની બે ટિકિટ લાવ્યો છુ, તુ જલ્દી તૈયાર થઈ જા.
શેઠાણી - પણ આ તો આવતીકાલના શૉની ટિકીટ છે.
શેઠ - ભઈ પણ તને તૈયાર થવામાં થોડો તો સમય લાગશે ને!

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

જજ - તમે તમારા પતિને ધનુષબાણથી કેમ માર્યો.
પત્ની - કારણ કે હુ મારા બાળકને જગાવવા નહોતી માંગતી

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શનિવાર, 13 ઑગસ્ટ, 2011

Gujarati Joke Part - 140

લલ્લુ અને રાજુને ત્રણ ટાઈમ બોમ્બ મળ્યા. બેઉ એને લઈને પોલીસસ્ટેશન ચાલ્યા. લલ્લુએ કહ્યું : 'ધાર કે આમાંથી એકાદ બોમ્બ રસ્તામાં ફાટી જાય તો ?'
રાજુ : 'તો શું ? ખોટું બોલીશું કે બે જ બોમ્બ મળ્યા હતા !

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

છોકરી પ્રાર્થના કરતી હતી : 'હે ભગવાન, કોઈ સમજદાર છોકરા સાથે લગ્ન કરાવજે….'
ભગવાન : 'પ્રાર્થના બદલ બેટા, સમજ્દાર હોય એ પરણે જ નહીં.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મગને નવી કાર ખરીદી. જ્યારે તે કાર ચલાવીને ઓફિસ જતો હતો. રસ્તામાં તેણે ટ્રાફિકનું બોર્ડ જોયું. તેને જમણી બાજુ ટર્ન લેવો હતો, પરંતુ બોર્ડ પર ફ્રિ લેફ્ટ ટર્ન લખેલુ જોઈને તે ઊભો રહી ગયો.
ત્યાં ઉભેલા ટ્રાફિક સિગ્નલવાળાને તેણે પૂછ્યુ - ભાઈ હવે જમણી બાજુ ટર્ન લેવા કેટલા પૈસા ચૂકવવા પડશે ?

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ગુરુવાર, 11 ઑગસ્ટ, 2011

Gujarati Joke Part - 139

પત્ની : 'ઊંઘ કેમ નથી આવતી તમને ?'
પતિ : 'કાલે મારા સાહેબે ઠપકો આપ્યો અને ચેતવણી આપી તેના વિચારોમાં.'
પત્ની : 'શા માટે ઠપકો આપ્યો ?'
પતિ : 'ઑફિસમાં ઊંઘવા માટે.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક ભાઈએ સંતાસિંગને પૂછ્યું: 'યાર સંતા, તમારી પાસે મોબાઈલ છે, છતાં તમે મને લેટર કેમ મોકલ્યો ?'
સંતા કહે છે: 'યાર ક્યા કરું ? મૈંને આપ કો ફોન લગાયા તો અંદર સે કીસીને બોલા, પ્લીઝ ટ્રાય લેટર !'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતા- શુ તારો ક્યારેક ભૂતથી પાલો પડ્યો છે ?
બંતા - નહી, મેં ધણા પ્રયત્નો કર્યા કે ભૂતથી પાલો પડે, પણ આજે હું તારાથી બચી જ ન શક્યો.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મંગળવાર, 9 ઑગસ્ટ, 2011

Gujarati Joke Part - 138

લગ્ન પછી બે બહેનપણીઓ ભેગી મળી. એકબીજાના હાલચાલ પૂછ્યા પછી એક-બીજાના પતિ વિશે પૂછવા માંડી. પહેલી બહેનપણી બોલી - મારો પતિ તો ટાઈપીસ્ટ કમ કલર્ક છે. અને તારો પતિ ?
બીજી બોલી - મારો પતિ હસબંડ કમ સર્વન્ટ છે.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પૌત્ર - (દાદીને) દાદી, તમે મારું મોઢું ન ધોતા.
દાદી - પણ કેમ ? હું જ્યારે તારા જેવડી હતી ત્યારે દિવસમાં ત્રણ વખત મોઢું ધોતી હતી.
પૌત્ર - ઓહ દાદી, ત્યારે જ હું વિચારું જે તમારું મોઢું આવું સંકડાઈ કેમ ગયુ.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતા હુઈની ઘરે બે છોકરીઓ જન્મી, તેણે પોતાના પડોસી બંતાને કહ્યુ કે છોકરીઓનુ હું અંગ્રેજી નામ મૂકવા માંગુ છુ, શુ નામ મુકુ.
બંતાએ કહ્યુ એકનુ નામ કેટ મુકી દે, સંતા બોલ્યો અને બીજીનુ નામ શુ મુકુ ?
બંતાએ કહ્યુ - ડુપ્લીકેટ


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

રવિવાર, 7 ઑગસ્ટ, 2011

Gujarati Joke Part - 137

પત્ની એક દિવસ ગુસ્સામાં પગ પછાડતી ઘરમાં આવી અને એક કવર પતિની સામે ફેંકીને સોફા પર બેસી ગઈ.
પતિએ પૂછ્યુ - શુ થયુ ?
પત્ની - મારો ફોટો જુઓ, ફોટોગ્રાફરે કેવો પાડ્યો છે, એમાં હુ 10 વર્ષ મોટી લાગુ છુ.
પતિ - (ફોટો જોતાં) સારૂ છે ને તારે દસ વર્ષ પછી ફોટો નહી પાડવો પડે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

રમેશ જમવા માટે એક તૂટેલી-ફૂટેલી હોટેલમાં ગયો. પોતાના બાળપણના મિત્ર મહેશને ત્યાં કામ કરતો જોઈ એ બોલ્યો - અલ્યા, તુ આ હોટલમાં કામ કરે છે ? તને શરમ નથી આવતી ?
મહેશ બોલ્યો - નહીં યાર કામ કરવામાં મને શાની શરમ ? હા, જો હું અહીંનુ ખાવાનું ખાતો હોત તો મને શરમ આવી હોત.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

માં - પપ્પુ બેટા તુ કેમ રડે છે?
પપ્પુ - ડેડી બહાર કીચડમાં પડી ગયા હતા.
માં- એમાં રડવાનું શું? તારે તો હસવું જોઈએ.
પપ્પુ - તેમને જોઈને હું ક્યારનો એજ કરી રહ્યો હતો.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શુક્રવાર, 5 ઑગસ્ટ, 2011

Gujarati Joke Part - 136

સંતા - શુ તમને જલેબી પસંદ છે ? જો છે તો શુ તમે 500 ગ્રામ જલેબી એકસાથે ખાઈ શકો છો ?
બંતા - આમ તો જલીબી મને વધુ પસંદ નથી, પણ જો એક કિલો રબડી સાથે મળે તો હુ જરૂર ખાઈ લઈશ.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બે બાળકો પરસ્પર લડી રહ્યા હતા. પહેલો બોલ્યો - મારો એક હાથ પડવાથી તારા બત્રીસ દાંત તૂટી જશે.
બીજો બોલ્યો - હુ તારા ચોસઠ દાંત તોડી નાખીશ.
એક ત્રીજો છોકરો, જે પાસે જ ઉભો હતો તે હંસીને બોલ્યો - તને કદાચ ખબર નથી કે એક વ્યક્તિને બત્રીસ જ દાંત હોય છે.
બીજો બોલ્યો - મને ખબર હતી કે તુ વચ્ચે જરૂર બોલીશ, આથી બત્રીસ તારા પણ ગણી લીધા હતા.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શિક્ષક (નટુને) : 'તું મને "યોગાનુયોગ"નું કોઈ સુંદર ઉદાહરણ આપી શકે ?'
નટુ : 'હા, કેમ નહિ ? મારા પપ્પા અને મારા મમ્મીના લગ્ન એક જ દિવસે થયા હતા બોલો !'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બુધવાર, 3 ઑગસ્ટ, 2011

Gujarati Joke Part - 135

માલિક : 'આ કામ માટે અમારે એક જવાબદાર વ્યક્તિની જરૂર છે.'
ઉમેદવાર : 'તો તો હું એને માટે બરાબર છું. અગાઉ નોકરીમાં જ્યારે જ્યારે કંઈ ખોટું થતું ત્યારે ત્યારે મને જ એને માટે જવાબદાર ઠેરવવામાં આવતો.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ગુસ્સામાં આવીને પતિએ પોતાના સસરાને એસ.એમ.એસ. કર્યો :
'Your product not matching my requirements.'
ચતુર સસરાએ સામે જવાબ આપ્યો :
'Warranty expired, Manufacturer not responsible.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

કર્નલ - તે મને ડૂબવાથી બચાવ્યો એ વાત હું આવતીકાલે સવારે પરેડમાં બધાને બતાવીશ.
સૈનિક - એવુ ન કરશો, નહી તો બીજા સૈનિકો મને નદીમાં ફેંકી દેશે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સોમવાર, 1 ઑગસ્ટ, 2011

Gujarati Joke Part - 134

ગટ્ટુ : 'મારા દાદા 90 વર્ષે પણ અઠવાડિયાના છ દિવસ કસરત કરે છે !'
ચિંટુ : 'એક દિવસનો આરામ કરે છે ?'
ગટ્ટુ : 'ના, તે દિવસે કસરત કરાવનાર ભાઈ આરામ કરે છે.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

રોગી - ડોક્ટર સાહેબ મારી મલમ પટ્ટીનો કુલ ખર્ચ કેટલો આવશે ?
ડોક્ટર - લગભગ 500 રૂપિયા.
રોગી - સારૂ થાત જો હુ મારી પત્નીને જ 200 રૂપિયા આપી દેતો.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતા - જે દિવસથી મારી ફીયાંસીને મળીને આવ્યો છુ તે દિવસથી હું કશુ ખાઈ શકતો નથી, કે પી શકતો નથી અને હસી પણ શકતો નથી ?
બંતા - મતલબ તને તારી ફીયાંસી સાથે પ્રેમ થઈ ગયો છે.
સંતા - નહી....... કારણકે એક જ મુલાકાતમાં મારો એક મહિનાનો પગાર વપરાઈ ગયો છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~