skip to main | skip to sidebar
Gujarati Jokes, Santa Banta, Chhagan Magan , ગુજરાતી જોક્સ
Enjoy Large Collection of Gujarati Jokes in Gujarati, અને ગમે તો શેર પણ કરો....
RSS
  • જોક્સ
  • હાસ્ય ચિત્રો
  • જોક્સ લખો
  • ગુજરાતીમાં લખો

Gujarati Joke Part - 366

જોક્સ 0 comments

એક મુસાફર (બીજા મુસાફરને)ઓ ભાઈ, ટ્રેન સમયસર તો આવશે ને?
બીજો મુસાફર : ના રે ના, ટ્રેન તો પાટા ઉપર આવશે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક પતિએ પત્નીને તમાચો માર્યો. પત્ની ગુસ્સે થઈ ગઈ.
પતિ બોલ્યો : માણસ કોને મારે ? જેને એ પ્રેમ કરતો હોય.
પત્નીએ ડાબા હાથની બે ઝીંકી દીધી : તમે શું સમજો છો ? હું શું તમને ઓછો પ્રેમ કરું છું ?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શિક્ષક - બોલો, ફર્સ્ટ એડ કોને કહેવાય ?
પપ્પૂ - જી, છાપામાં છપાયેલી પહેલી જાહેરખબરને.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~





Gujarati Joke Part - 365

જોક્સ 1comments

એક જગાએ જૂની ચીજોની હરાજી (લિલામ) થતી હતી. ત્યાં ભીડમાં એક મહાશયનું પાકીટ ખોવાઈ ગયું જેમાં સાત હજાર રૂપિયા રોકડા હતા. મહાશયે આગળ આવીને જાહેરમાં કહ્યું : 'મારું એક પાકીટ હમણાં ખોવાયું છે. તેમાં સાત હજાર રૂપિયા રોકડા છે. જે કોઈને મળ્યું હોય તે મને આપી જશે તો તેને પાંચસો રૂપિયાનું ઈનામ હું આપીશ.'
ટોળામાં છેલ્લે ઊભેલા એક માણસે કહ્યું : 'આપણા સવા પાંચસો….!'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક બાળક તેના ઘરે મેહમાન આવે છે ત્યારે - આવી જાવ, કૂતરાથી બીશો નહિ.
મહેમાન - કેમ, કૂતરો કરડતો નથી ?
બાળક - એ જ તો મારે જોવું છે, પપ્પા આજે જ આને ખરીદી લાવ્યાં છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતાને 5 નંબરની બસમાં જવું હતું. બંતાને 7 નંબરની બસમાં જવું હતું. ઘણી વાર રાહ જોયા પછી 57નંબરની બસ આવી. રાજી થઈ બંને ચઢી ગયા.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~





Gujarati Joke Part - 364

જોક્સ 0 comments

એક સ્ત્રીએ એક ફકીરને કહ્યું : 'તું જુવાન છે, તાકાતવાન પણ છે, તો પછી મહેનતમજૂરી કેમ નથી કરતો ?'
'અને તમે પણ એટલાં બધાં સુંદર છો કે ફિલ્મની હીરોઈન બની શકો તેમ છો, છતાં સ્ટુડિયોમાં જવાને બદલે ઘરમાં કામ કેમ કર્યા કરો છો ?' ફકીરે કહ્યું.
'ઊભો રહે તારા માટે કાંઈક લઈ આવું.' ખુશ થઈને સ્ત્રી બોલી.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શિક્ષક : છોકરાઓ, સાયક્લોન એટલે શું ?
છોટુ : હું કહું સાહેબ.
શિક્ષક : હા, બોલ ને ! સાઈક્લોન એટલે ?
છોટુ : સાઈકલ ખરીદવા માટે જે લોન આપે ને…..એ …
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

નટુ તેના પિતાના મૃત્યુ અને બેસણાની જાહેરખબર છપાવવા એક છાપાની ઑફિસે ગયો. જાહેરખબર વિભાગના કર્મચારી ગટુએ તેને કહ્યું : 'જાહેરખબરનો દર એક કોલમ સેન્ટીમીટરના 300 રૂપિયા છે.'
આ સાંભળીને નટુ બોલ્યો : 'હું તો લૂંટાઈ જઈશ. મારા પિતાની ઊંચાઈ 182 સેન્ટીમીટર હતી.'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~





Gujarati Joke Part - 363

જોક્સ 0 comments

એક ધનવાન પતિએ પોતાની પત્નીને જણાવ્યુ - હુ પોતાની કોલેજ લાઈફને કારણે ઈલેક્શન હાર્યો.
પત્નીએ પૂછ્યુ - કોલેજ લાઈફને કારણે ? પણ તમારી કોલેજ લાઈફ તો વીતી ગઈ છે.
પતિએ જવાબ આપ્યો હા, વાત એમ છે કે લોકોને ખબર પડી ગઈ કે હુ કોલેજ લાઈફમાં એક સમયે આઠ-દસ છોકરીઓ સાથે દોસ્તી કરતો હતો.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

માલિકે ગુસ્સામાં નોકરને કહ્યુ : હું એક કલાકથી ડોરબેલ વગાડી રહ્યો છું.
નોકર બોલ્યો : 'તમે માલિક છો. એક કલાક શું, આખો દિવસ ડોરબેલ વગાડી શકો છો.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પુત્ર - પપ્પા તમે મને આંખને બદલે દાંતનો ડોક્ટર કેમ બનાવવા માંગો છો ?
પપ્પા - મૂર્ખ એટલી ખબર નથી પડતી, માણસોને આંખ માત્ર બે જ હોય છે, જ્યારે દાંત 32.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~





જૂની પોસ્ટ્સ
આના પર સબ્સ્ક્રાઇબ કરો: પોસ્ટ્સ (Atom)

    Enter your email address:

    Delivered by FeedBurner

    Facebook

    Twitter

    Follow @gujarati_joke

    Feedjit

    Blog Archive

    • ▼  2013 (36)
      • ▼  May (1)
        • Gujarati Joke Part - 366
      • ►  April (12)
      • ►  March (10)
      • ►  January (13)
    • ►  2012 (148)
      • ►  December (2)
      • ►  November (15)
      • ►  October (11)
      • ►  September (13)
      • ►  August (12)
      • ►  July (15)
      • ►  June (10)
      • ►  May (17)
      • ►  April (6)
      • ►  March (19)
      • ►  February (12)
      • ►  January (16)
    • ►  2011 (120)
      • ►  December (10)
      • ►  November (16)
      • ►  October (24)
      • ►  September (19)
      • ►  August (19)
      • ►  July (9)
      • ►  May (2)
      • ►  April (3)
      • ►  March (5)
      • ►  February (4)
      • ►  January (9)
    • ►  2010 (144)
      • ►  December (15)
      • ►  November (10)
      • ►  October (25)
      • ►  September (9)
      • ►  August (10)
      • ►  July (15)
      • ►  June (23)
      • ►  May (16)
      • ►  April (21)
    member of
    ગુજવાણી
    member of
    ગુજરાતીવલ્ડઁ
    Entertainment
    mobilt internet
    Blog Directory
    free counters

Copyright © All Rights Reserved. Gujarati Jokes, Santa Banta, Chhagan Magan , ગુજરાતી જોક્સ