બુધવાર, 29 ફેબ્રુઆરી, 2012

Gujarati Joke Part - 231

સૂતેલા શેઠને જગાડતાં નોકર બોલ્યો કે - 'શેઠજી, શેઠજી જલ્દી ઉઠો'.
શેઠજી(ગભરાઈને)- હા, બોલ શું થયું.
નોકર - તમે ઉંઘવાની ગોળી લેવાનું ભૂલી ગયા.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ચંદુજીએ ખૂબ જ કોંફિડંસથે રડતા બાળકના ખોળામાં લઈન તરત તેના મોઢામાં મીઠી ચૂસણી લગાવી દીધી અને લોરીની એવી કડવી તાન છોડી કે બે મિનિટમાં જ બધુ દ્રશ્ય બદલાઈ ગયુ.
બચ્ચૂએ પોતાની ચૂસણી પિતાજીના મોઢામાં ફંસાવી દીધી હતી અને પોતે સપ્તમ રાગનુ રુદન આલાપી રહ્યો હતો

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતા :- યાર આજે મેં મારા છોકરાને ખૂબ માર માર્યો અને લાંબો સમય સુધી તેને મૂર્ગો બનાવી રાખ્યો
બંતા :- એવું કેમ કર્યુ?
સંતા :- અરે યાર સીધી વાત છે! તેનુ આવતી કાલે પરિણામ છે અને હું થોડા દિવસ માટે બહાર ગામ જવાનો છું.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સોમવાર, 27 ફેબ્રુઆરી, 2012

Gujarati Joke Part - 230

આળસુ માણસે ખુશ થઇને તેના મિત્રને કહ્યું: કુદરત મારી જુદી જુદી રીતે મદદ કરી રહ્યું છે. હાથ-પગ નથી હલાવવા પડતા અને કામ થઇ જાય છે. મારે ઝાડ કાપવાના હતા, એટલામાં તોફાને મદદ કરી, હું કચરાનો ઢગલો સળગાવવાનું વિચારી રહ્યો હતો કે એટલી વારમાં આકાશમાંથી વીજળી પડી અને કચરામાં આગ લાગી ગઇ. મિત્ર: તો હવે શુ પ્રોગ્રામ છે.? આળસુ બોલ્યો: મારે જમીનમાંથી બટાટા અને ગાજર કાઢવાના છે, ભુકંપની રાહ જોઇ રહ્યો છું.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બંતાની પ્રેમિકા ગુસ્સામાં બેસી હતી. બંતાએ તેનુ કારણ પૂછ્યુ તો તે બોલી - પુરૂષો સ્ત્રીઓને અબલા કહે છે તે સ્ત્રીઓનુ અપમાન છે.
બંતાએ કહ્યુ - તો ઠીક છે, થોડા દિવસોમાં પુરૂષો તેને બલા કહેશે, તો ચાલશે ને ?
હવે તુ જ કહે શુ કહેવુ જોઈએ બલા કે અબલા ?

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ડૉકટર મગન નર્સના પ્રેમમાં પડ્યા. એણે નર્સને પ્રથમ પ્રેમપત્ર લખ્યો : I Love you sister !

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શનિવાર, 25 ફેબ્રુઆરી, 2012

Gujarati Joke Part - 229

નટુ : 'આ બસમાં સિગારેટ પી શકાય ?'
ગટુ : 'ના, જી.'
નટુ : 'તો પછી આટલા બધા ઠૂંઠા ક્યાંથી આવ્યા ?'
ગટુ : 'જે લોકો પૂછતા નથી તેમણે પીધેલી સિગારેટના હશે !'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સ્કૂ-લમાં શિક્ષકે વિદ્યાર્થીઓને 'જો હું કોઈ મોટી કંપનીનો મેનેજર હોઉં તો...' વિષય પર નિબંધ લખવા આપ્યોા. બધા વિદ્યાર્થીઓ નિબંધ લખી રહ્યાં હતા, ત્યાંો જ શિક્ષકની નજર મનુ પર પડી, એ નોટબુક લઈને ચુપચાપ બેઠો હતો.
શિક્ષક-કેમ મનુ શું થયું? નિબંધ આવડતો નથી.
મનુ- 'ના ના સર, હું મારી સેક્રેટરીની રાહ જોઈ રહ્યો છું.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

જાસૂસ ખાતામાં છગન ઈન્ટરવ્યૂ આપવા આવ્યો :
મેનેજર : 'ગાંધીજીને કોણે માર્યા ?'
સંતાસિંહ : 'મને નોકરીમાં રાખવા બદલ આભાર. સર ! બે દિવસમાં જ શોધી કાઢીશ.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ગુરુવાર, 23 ફેબ્રુઆરી, 2012

Gujarati Joke Part - 228

માઁ - બેટા, આજે તે સ્કૂલમાં ધીંગામસ્તી તો નથી કરીને ?
બેટા- ના માઁ, હું તો આખો દિવસ શાંતિથી અંગૂઠા પકડીને ઊભો હતો.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

છોકરીની છેડતીનો એક કેસ ચાલી રહ્યો હતો. જજે યુવતીને પૂછ્યુ - શુ તમે આ યુવકને જાણો છો ?
હા, આ એ જ છે જેણે મારી સાથે છેડતી કરી હતી - યુવતીએ યુવક તરફ હાથ કરીને કહ્યુ
જજે પૂછ્યુ - આણે તમારી છેડતી ક્યારે કરી હતી ?
યુવતીએ શરમાઈન કહ્યુ - જી, જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

"હું દિવસમાં બે વાર દાઢી કરું છું."
"હું આખો દિવસ દાઢી કરું છું"
"કેમ બીજું કંઈ કામ નથી હોતું ?"
"એ જ કામ છે. હું વાળંદ છું !"

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મંગળવાર, 21 ફેબ્રુઆરી, 2012

Gujarati Joke Part - 227

શિક્ષક - ચીંટુ, તુ કેમ મોડો પડ્યો ?
ચીંટું - ત્યાં બોર્ડ પર લખ્યું હતુ કે આગળ સ્કૂલ છે 'ગો સ્લો'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

અમિત : અરે, આટલો ગભરાય છે કેમ ? થોડા દિવસોમાં તો તું રેણુને ભૂલી જઈશ.
વિરેન્દ્ર : ના. એટલી ઝડપથી કેવી રીતે ભૂલી જાઉં. એને મેં હીરાની વીંટી ભેટ આપેલી, તેની કિંમતના હપ્તા ચુકવતા સુધી એ તો યાદ રહેવાની !

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતા- અમારી ઓફીસમાં કમ્પ્યૂટરનુ ડાંસથી યુનિક્સમાં સ્થાનાંતર નથી થઈ રહ્યુ.
બંતા- શિફ્ટ કી નો પ્રયોગ કરીને જુઓ.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

રવિવાર, 19 ફેબ્રુઆરી, 2012

તમારા જોક્સ હવે GujartiJokes.in માં

મિત્રો

હવે તમે પણ તમારા જોક્સ - હાસ્ય સભર વાતો www.GujaratiJokes.in માં મૂકી શકો છો.

નીચે આપેલ Comment (ટિપ્પણી પોસ્ટ કરો) વિભાગ માં મૂકી શકો છે.

તેને આપના નામ સાથે પકાશિત કરવામાં આવશે.

ગુજરાતી માં લખવા માટે આ  લીંક નો ઉપયોગ કરો.

આભાર.

-કશ્યપ




Gujarati Joke Part - 226

શેઠ - કેમ તુ, એક અઠવાડિયાની રજા પર જાય છે ?
નોકર - સર, મારા લગ્ન છે.
શેઠ - કયા મૂરખની છોકરી તારી સાથે લગ્ન કરવા તૈયાર છે ?
નોકર - તમારી દીકરી.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક વાર પપ્પાએ નાશ્તો કરતી વખતે બિસ્કીટ માંગ્યા, મમ્મી બોલી બિસ્ટીક તો આઉટ ઓફ સ્ટોક છે. તેમના ચાર વર્ષના છોકરા બબલુને આ ખબર ન પડી આથી તેણે મમ્મીને પૂછ્યુ - મમ્મી આઉટ ઓફ સ્ટોક એટલે શુ ?
મમ્મી બોલી - જે ઘરમાં ન હોય તે.
એક દિવસ બપોરે ટીવી જોઈ રહ્યો હતો, એટલામાં કોઈ મિત્ર તેના પપ્પાને મળવા આવ્યા. તેમણે પૂછ્યુ - બેટા પપ્પા છે ?
બબલુ બોલ્યો - પપ્પા તો આઉટ ઓફ સ્ટોક છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

રોહને સોહનને પૂછ્યુ - શુ તુ તારી મમ્મીનું કહેવું માને છે ?
સોહને કહ્યુ - હા, બિલકુલ સાંભળુ છુ, ઉલટાનુ તે કહે છે તેનાથી વધુ માનુ છુ.
રોહન - એ કેવી રીતે ?
સોહન - જ્યારે માઁ કહે છે કે ફ્રિજમાં રાખેલી કેરીમાંથી એક ખાઈ લે તો હું બધી જ ખઈ જઉ છું.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શુક્રવાર, 10 ફેબ્રુઆરી, 2012

Gujarati Joke Part - 225

સંતાના નવા નવા લગ્ન થયા હતા. એક દિવસ તે મૂંઝવણમાં હતો. બંતાએ તેને જોઈને પૂછ્યુ - બહુ ટેંશનમાં લાગે છે.
સંતા- યાર, બહુ મોટી મુસીબત છે, હજુ સુધી અમને રહેવા માટે ઘર નથી મળ્યુ.
બંતા - તો તુ તારા સસરાની ઘેર જઈને કેમ નથી રહેતો, એમનુ તો ખૂબ મોટુ મકાન છે.
સંતા - અરે ભાઈ, મારા સસરા તો પોતે જ તેમના સસરાની ઘરે રહે છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ડૉકટર (દર્દીને) : 'તમને જાણીને દુ:ખ થશે, પરંતુ તમારે મારી દવા લાંબો વખત કરવી પડશે.
દર્દી : તમને પણ જાણીને દુ:ખ થશે કે તમારે તમારી ફી માટે લાંબો વખત રાહ જોવી પડશે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

રાજુ : 'યાર. સારું થયું કે મારો જન્મ ભારતમાં થયો, અમેરિકામાં ન થયો !'
દિપક : 'કેમ ? અમેરિકામાં જન્મ થયો હોત તો શું થાત ?'
રાજુ : 'મને અંગ્રેજી ભાષા બોલતા ક્યાં આવડે છે !?!'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બુધવાર, 8 ફેબ્રુઆરી, 2012

Gujarati Joke Part - 224

સંતા - તુ શું કરે છે ?
બંતા - હું ટ્ર્ક નો ડ્રાઈવર છુ, અને તુ ?
સંતા - હું તો પાઈલોટ છું.
બંતા- આ પાઈલોટ કોણ હોય છે ?
સંતા- તે જે વિમાન ઉડાવે છે.
બંતા- સારું, તો એમ બોલને કે તું પ્લેનનો ડ્રાઈવર છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પત્રકાર : 'શેઠજી, તમે આટલા પૈસાદાર કેવી રીતે થઈ શક્યા ?
શેઠ : 'ભાઈ, વાત બહુ લાંબી છે. કહેવા બેસું તો અંધારું થઈ જાય ને મારે દીવો બાળવો પડે !'
પત્રકાર : 'ના કહેશો, શેઠજી, હું સમજી ગયો !

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શ્રીમતીજીએ છાંપું વાંચતાં પતિને પૂછ્યું - સાંભળો તો, આ પ્રત્યક્ષ કર અને અપ્રત્યક્ષ કરમાં શુ તફાવત છે ?
પતિ - એ જ, જે તમારું મારા જોડે પૈસા માંગવામાં અને ચૂપચાપ પૈસા કાઢવામાં
હોય છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સોમવાર, 6 ફેબ્રુઆરી, 2012

Gujarati Joke Part - 223

એક નવવધૂને તેના સસરા મીઠાઈ ખવડાવતા બોલ્યા - મીઠાઈ લો, મોઢુ ખોલો.
સાસુએ હાથ રોકતા કહ્યુ - અરે રહેવા દો, એ દિવસો ન આવે કે વહુ આપણી સામે મોં ખોલે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક મુરખના સરદારે મોબાઈલ પાણીમાં નાખ્યો અને બોલવા લાગ્યો, 'આવ જલદી આવ.'
એક રાહદારી : 'એમ કંઈ પાણીમાં નાખેલો મોબાઈલ પાછો આવતો હશે ?'
મૂરખનો સરદાર : 'શું કામ ન આવે ? ડોલ્ફિન છે !'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પતિ (ગુસ્સામાં) : 'હવે તું તારી મા પાસે ચાલ્યા જવાની ધમકી આપીશ. ખરું ને ?'
પત્ની : 'ના, એવી ભૂલ હું નહીં કરું. હું તો મારી માને અહીં જ બોલાવવાની છું.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શનિવાર, 4 ફેબ્રુઆરી, 2012

Gujarati Joke Part - 222

દર્દી : ડૉકટર સાહેબ, હવે મને તમારું બિલ આપી દો તો સારું.
ડૉકટર : હજી તમને આરામની જરૂર છે તમારામાં હજી એટલી શક્તિ નથી આવી, સમજ્યા !

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ગ્રાહક : 'આ તમારી હોટલના નોકરો કેવા છે ? હજામત માટે ગરમ પાણી આપી ગયા તે કેટલું બધું ખરાબ હતું. ?'
મૅનેજર : 'અરે સાહેબ ! એ તો તમારા માટે સવારની ચા મોકલી હતી. હજામતનું પાણી નહિ.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શેઠ : 'તમે કોઈને કોઈ બહાનું બતાવી રજાઓ લીધા કરો છો. પહેલાં તમારાં સાસુ મરી ગયાં, પછી દીકરી માંદી પડી, એ પછી સાળાના લગ્નમાં જવા માટે રજા લીધી… બોલો, હવે શાને માટે રજા જોઈએ છે ?'
કર્મચારી : 'સાહેબ, મારાં પોતાનાં લગ્ન છે.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ગુરુવાર, 2 ફેબ્રુઆરી, 2012

Gujarati Joke Part - 221

સંતા - એવુ શુ છે જે એકસાથે પાણીની ઉપર અને પાણીની નીચે હોવા છતાં પલળતુ નથી. ?
બંતા - માથા પર પાણીથી ભરેલી ડોલ લઈને પુલ પાર કરતો માણસ.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પત્ની (પતિથી)- તમે આટલા વર્ષથી વકિલાત કરી રહ્યાં છો, બતાવો કે જનમટીપથી પણ મોટી કોઈ સજા હોય છે?
પતિ- હોય છે ને...જરૂર હોય છે, હું એ જ તો ભોગવી રહ્યો છું.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

*
એક સર્જકને કોઈએ પૂછ્યું : 'તમે નસીબમાં માનો છો ?'
'હાસ્તો. મારા દુશ્મનોની સફળતાને હું બીજા કયા શબ્દથી વર્ણવી શકું ?'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~