સ્ત્રીની સલાહ માગો અને જે કાંઈ સલાહ મળે એનાથી અવળું કરો – તમારું ડહાપણ વધશે ! – થોમસ મૂર.
[5] કેટલાક યથાર્થ નામધારી ડૉક્ટરો !
ડાયેટિશિયન : ડૉ. તન-સુખ-ઘાટ-લિયા
આંખના ડૉક્ટર : ડૉ. નયન રોશન
ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ : ડૉ. પવન આઝાદ
કાર્ડિયોલોજિસ્ટ : ડૉ. હૃદયનાથ
ગાયનેકોલોજિસ્ટ : ડૉ. જન્મેજય
બાળકોના ડૉક્ટર : ડૉ. બાલકૃષ્ણ જોષી
માનસિક રોગના ડોક્ટર : ડૉ. મનસુખ વાઘેલા
નાક-કાન-ગળાના ડોક્ટર : ડૉ. કાનજી ગલાણી
અનેસ્થેટિસ્ટ : ડૉ. જાગૃતિ સુવાગિયા
કેન્સરના ડૉક્ટર : ડૉ. પ્રાણજીવન જીવરાજાની
પશુચિકિત્સક : ડૉ. મયૂર પોપટલાલ હાથી
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
અમુક ઊગતા કવિઓની પ્રશસ્તિ જ્યાં થઈ રહી હતી તેવા એક સમારંભમાં કેટલાંક હમદર્દો બોલી ઊઠ્યા : 'પ્રેમાનંદો અને ન્હાનાલાલો ભૂલાઈ ગયા હશે ત્યારે પણ એ વંચાશે.'
'હા' છેવાડેથી એક બુઝર્ગે ટમકું મૂક્યું : ' – પણ ત્યાં સુધી નહિ.'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
છોટુ : 'મારા દાદાનું ઘર એટલું વિશાળ હતું કે જગતના બધા જ લોકો તેમાં સમાઈ શકતા હતા.'
મોટુ : 'પણ મારા દાદા પાસે એટલો ઊંચો વાંસ હતો કે તેઓ ઈચ્છતા ત્યારે વાદળોમાં કાણું પાડી વરસાદ વરસાવતા.'
છોટુ : 'તારા દાદા એ વાંસને રાખતા ક્યાં ?'
મોટુ : 'કેમ વળી, તારા દાદાના મકાનમાં જ તો.'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~