રવિવાર, 30 મે, 2010

ગરીબી હટાવો


સોરી સાહેબ, ભાષણ લખતી વખતે ભૂલથી મેં ‘ગરીબી હટાઓ’ની જગ્યાએ ‘ગરીબો હટાઓ’ લખી નાખ્યું હતું.

Gujarati Joke Part - 35

સંતા- તે ભાખડા ડેમ વિશે સાંભળ્યું છે ?
બંતા- હા, સાંભળ્યું છે.
સંતા- તે મારા બાપુજીએ ખોદયો હતો.
બંતા - તે મૃત સાગર વિશે સાંભળ્યું છે.
સંતા- હા, સાંભળ્યું છે.
બંતા- તેને તો મારા બાપુજીએ માર્યો હતો.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

કોઈએ બાપુને કહ્યું : 'બાપુ, તમારો કૂતરો બાકી કેવું પડે. સિંહ જેવો લાગે છે.'
બાપુ : 'અરે ડફોળ, તારો સગો ઈ સિંહ જ છે. પણ ખાધાપીધા વગર્યનો કૂતરા જેવો થઈ ગયો છે.'


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતા - એ.કે 47 સૌથી શક્તિશાળી છે.
બંતા - તે મારી વાઈફને નથી જોઈ તેથી આવુ બોલે છે,


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શુક્રવાર, 28 મે, 2010

Gujarati Joke Part - 34

એક ભાઈએ દૂરથી એક બોર્ડ થાંભલા પર ઊંચે લગાડેલું જોયું. તે પાસે ગયા, પરંતુ એ બોર્ડ પર લેખેલા અક્ષરો બહુ નાના હતા એટલે એમને બરાબર વંચાયું નહીં. છેવટે બોર્ડ વાંચવા એ ભાઈ થાંભલે ચઢી ગયા! ઉપર ચઢીને એમણે જોયું તો બોર્ડમાં એવું લખેલું કે 'થાંભલો તાજો રંગેલો છે, અડકવું નહિ.'


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પત્ની- લોકો પોતાનો જન્મદિન સુધ્ધાં ભૂલી જાય છે, પણ પોતાના લગ્નની વર્ષગાંઠ કેમ નથી ભૂલતા ?
પતિ - દુ:ખદ ઘટનાઓ લાંબા સમય સુધી યાદ રહે છે.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ભોલુજીએ નદી કિનારે ઉભા રહેલા બાળકને કહ્યુ - હુ તરીને આવુ છુ ત્યાં સુધી તુ મારી ચપ્પલ સાચવીશ તો હુ તને પાઁચ રૂપિયા આપીશ.
બાળકે ભોળપણથી પૂછ્યુ - તમે ડૂબી જશો તો આંટી મને પાઁચ રૂપિયા આપશે ને ?


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બુધવાર, 26 મે, 2010

Gujarati Joke Part - 33

ટેબલ ખુરશી ગોઠવાયેલ એક જગ્યાને હોટલ સમજીને કનુ ત્યાં બેસી ગયો અને જોરથી બોલ્યો - એક ગરમા ગરમ ચા લાવજો જલ્દી.
આસપાસ બેસેલા લોકો બોલ્યા - શુ.............. આ લાઈબ્રેરી છે ધીરે બોલો.
કનુ (ધીરેથી) હા..ભાઈ એક ગરમા ગરમ ચા લાવો.



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એકવાર સંતાસિંહને 20 લાખની લોટરી લાગી. સંતાસિંહ પૈસા લેવા લોટરીવાળા પાસે ગયો.
નંબર મેળવ્યા પછી લોટરીવાળાએ કહ્યુ કે ઠીક છે સર અમે તમને અત્યારે 1 લાખ રૂપિયા આપીશુ અને બાકીના 19 લાખ તમે આવતા 19 અઠવાડિયા સુધી લઈ શકો છો.
સંતાસિંહ બોલ્યા - નહી મને તો પૂરા પૈસા હમણા જ જોઈએ નહીતો મારા 5 રૂપિયા પાછા આપો.



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બંતા - આ ચપ્પુ કેમ ઉકાળી રહ્યો છે /
સંતા - સુસાઈડ કરવા માટે
બંતા - તો ઉકાળવાની શી જરૂર છે ?
સંતા - ઈંફેક્શન ન થઈ જાય માટે.



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સોમવાર, 24 મે, 2010

Gujarati Joke Part - 32

પોતે કેવો સચોટ નિશાનબાજ છે તે પોતાના પુત્રને દેખાડવા માટે એક શિકારી તેના પુત્ર ને લઇને શિકાર કરવા જંગલ તરફ ગયા.
પુત્રને જંગલમાં લઇ જઇ ને, જમીન પર બેઠેલા બતક પર નિશાન તાકીને શિકારીએ બંધૂક ચલાવી. પણ બતક નિશાન ચૂકવીને ઊડી ગયું.
જરા પણ થડક્યા વિના શિકારીએ તેના દિકરાને કહ્યુ, "જો બેટા, દુનિયાની આઠમી અજાયબી હવે તું જોઇ રહ્યો છે – મરેલું બતક કેટલું સરસ રીતે ઊડી રહ્યું છે !!!"


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતા - અરે બંતા, કોઈ આવ્યું છે, તે સ્વિમિંગ પુલ માટે ફાળો ઉઘરાવી રહ્યા છે.
બંતા - એમને એક ગ્લાસ ફરીને પાણી આપી


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતા - કાચમાં પોતાનો ચહેરો જોઈને - યાર બંતા, આ કાચમાં જે માણસ છે, તેને મેં ક્યાંક જોયો છે.
બંતા - (કાચમાં ચહેરો જોઈને) અરે, મૂર્ખ આ હુ જ છુ.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શનિવાર, 22 મે, 2010

Gujarati Joke Part - 31

'આ રૂમનું ભાડું કેટલું છે ?'
'1000 રૂપિયા.'
'પણ હું તો કવિ છું, કાંઈક વાજબી….'
'તમારે છ મહિનાનું ભાડું એડવાન્સ આપવું પડશે…'


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક મંદિરની બહાર બેસેલો એક ભિખારી બૂમો મારતો હતો. - બહેન, પાઈ પૈસો આપો. આ અપંગની મદદ કરો
એક ભાઈને દયા આવી, તેમણે પર્સ ખોલ્યુ પણ છુટ્ટા પૈસા ન મળ્યા, તેથી બોલ્યો ભાઈ આજે છુટ્ટા નથી કાલે આપીશ.
ભિખારી - આ ઉધારીમાં જ મને હજારોનુ નુકશાન થઈ ગયુ છે.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક દિવસ એક ભિખારીએ ગેંડાલાલ સામે બે વાડકા મૂકી દીધા. ગેંડાલાલે વાડકામાં સિક્કો નાખતાં ભિખારીને પૂછ્યું, 'બીજો વાડકો શું કામ મૂક્યો છે ?'
'આ મારી કંપનીની બીજી બ્રાન્ચ છે !' ભિખારીએ ખુલાસો કર્યો.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ગુરુવાર, 20 મે, 2010

Gujarati Joke Part - 30

શિક્ષકે વર્ગમાં છોકરાઓની નોટબુક તપાસતા કહ્યુ - મને નવાઈ લાગે છે કે તુ એકલા હાથે આટલી ભૂલો કરે છે ?
છોકરાએ ઉભા થઈને કહ્યુ - આ બધી ભૂલો મારે એકલાની નથી. મારા પિતાજીએ પણ આમાં મદદ કરી છે.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

છગન અને મગન ભાડાની હોડીમાં બેસીને ફરવા ગયા, ત્યારે જ દરિયામાં તોફાન આવ્યું,
છગન-મગનની નાવડી પાણીમાં ડૂબી જવાની તૈયારીમાં હતી. છગન બૂમો પાડવા માંડ્યો
મગન - અરે યાર, તૂ આમાં આટલી ચીસો કેમ પાડે છે, નાવડી આપણી થોડી છે, એ તો ભાડાની છે.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

નટુ : 'મારી યાદશક્તિ ઘણી સારી છે, પરંતુ ત્રણ બાબત એવી છે જેને હું ક્યારેય યાદ રાખી શકતો નથી.'
ગટુ : 'તને કઈ ત્રણ બાબતો યાદ રહેતી નથી ?'
નટુ : 'એક, મને લોકોના નામ યાદ રહેતા નથી. બે, લોકોનાં ચહેરાં પણ યાદ રહેતા નથી. અને ત્રણ, મને એ ત્રીજી બાબત જ યાદ રહેતી નથી.'


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મંગળવાર, 18 મે, 2010

Gujarati Joke Part - 29

પુત્ર - પપ્પા, કોકા પીવો લાભદાયક છે કે હાનિકારક ?
પપ્પા- જો પીવા મળે તો લાભદાયક અને પીવડાવવો પડે તો હાનિકારક.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બંટી સરકસ જોઈને પાછો ફર્યો તો પિતાજીએ પૂછ્યુ - કેવુ લાગ્યુ સર્કસ ?
બંટીએ નાદાનીથી ઉત્તર આપ્યો - બીજુ બધુ તો ઠીક હતું, પણ નિશાને બાજનું નિશાનું સારુ નહોતુ, તેણે ગોળ પૈડા પર ફરતી છોકરીને ચાર-પાંચ ચાકુ માર્યા પણ એક પણ વાગ્યુ નહી.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મીના - મારા પતિને છોડીને આજ સુધી કોઈએ મને કિસ નથી કર્યુ.
ટીના - આ બદલ તને ગર્વ છે કે અફસોસ ?


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

રવિવાર, 16 મે, 2010

Gujarati Joke Part - 28

જ્યારે ટાઈટેનિક ડૂબી રહ્યું હતું ત્યારે સંતાએ એક અમેરિકનને પૂછ્યું - અહીંથી જમીન કેટલી દૂર છે ?
અમેરિકને કહ્યું - લગભગ બે મિલ.
ત્યારે સંતા બોલ્યો - અરે વાહ, હું તો તરવાનું સારી રીતે જાણું છુ, અને તે કુદી ગયો.
કૂદીને બોલ્યો - જમીન કઈ બાજુ છે ?
અમેરિકને કહ્યું - નીચેની બાજુ.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક બીમાર માણસ ડૉકટર પાસે ગયો. ડૉકટરે એને તપાસીને કહ્યું :
'આમ તો મને કોઈ બીમારી નથી જણાતી, પણ કદાચ દારૂની અસર હોઈ શકે.'
દરદીએ કહ્યું : 'કોઈ વાંધો નથી. તમારો નશો ઉતરી જાય ત્યાર પછી હું આવીશ.'


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક ભાઈએ દૂરથી એક બોર્ડ થાંભલા પર ઊંચે લગાડેલું જોયું. તે પાસે ગયા, પરંતુ એ બોર્ડ પર લેખેલા અક્ષરો બહુ નાના હતા એટલે એમને બરાબર વંચાયું નહીં. છેવટે બોર્ડ વાંચવા એ ભાઈ થાંભલે ચઢી ગયા! ઉપર ચઢીને એમણે જોયું તો બોર્ડમાં એવું લખેલું કે 'થાંભલો તાજો રંગેલો છે, અડકવું નહિ.'


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શુક્રવાર, 14 મે, 2010

Gujarati Joke Part - 27

સંતા - મારી પત્ની તો ઝધડો થતાં જ પિયર જતી રહે છે.
બંતા - તુ તો બહું નસીબદાર છે. મારી પત્ની તો ઝધડો થતાં જ પિયરવાળાને અહીં બોલાવી લે છે.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સોહન- શું તુ તારી મમ્મીનું કહેવું માને છે ?
મોહન - હા, બિલકુલ માનું છું, અરે હું તો એ જેટલું કહે છે એનાથી વધુ માનું છું.
સોહન--કેવી રીતે ?
મોહન - જ્યારે મમ્મી કહે છે કે ફ્રિઝમાં મૂકેલી અડધી મિઠાઈ ખાઈ લે તો આખી ખાઈ જાઉં છું.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતા - ફોર્ડ શુ છે ?
બંતા - ગાડી.
સંતા - અને ઓક્સફોર્ડ શુ છે ?
બંતા - બળદગાડી.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બુધવાર, 12 મે, 2010

Gujarati Joke Part - 26

કમળા : 'બહેન, રસોઈયણ કરતાં આપણા હાથની રસોઈથી ઘણો ફાયદો તેમજ કરકસર પણ થાય છે. ખરું ને ?'
રંજન : 'હા… જો ને, મારા પતિ પહેલાં જેટલું ખાતા હતા તેના કરતાં અર્ધુ પણ હવે ખાતા નથી !'


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

અધ્યાપિકાએ છાત્રને પૂછ્યુ - વરસાદ પડે ત્યારે વીજળી કેમ ચમકે છે ?
વિદ્યાર્થીને જવાબ આપ્યો - મેડમ, ઈન્દ્ર દેવતા ટોર્ચ સળગાવીને જુએ છે કે ક્યાંક કોરુ તો નથી રહી ગયુ ને ?


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પિતા : 'બેટા. ચલ ગણિત પાકુ કર. મારા હાથમાં કેટલી આંગળીઓ છે.
પુત્ર : 'પપ્પા, હાથની અંદર તો એકપણ આંગળી નથી. જે છે તે પંજા પર જ છે.
પિતા : 'સારું, સારું અવે. પણ ત્યાં કેટલી આંગળીઓ છે ?'
પુત્ર : 'શું પપ્પા ! તમારું ગણિત આટલું બધું કાચું છે કે તમે જ તમારી પોતાની આંગળીઓ નથી ગણી શકતા.'


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સોમવાર, 10 મે, 2010

Gujarati Joke Part - 25

છગન : 'મારો કૂતરો મારા જેટલો જ સમજદાર છે !'
મગન : 'કોઈને કહેતા નહિ ક્યાંક તમારે કૂતરો વેચવાનો થાય તો તકલીફ પડશે.'




~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક પ્રોફેસર એક વખત નાનકડા એક ગામમાં લટાર મારવા નીકળ્યા હતા. ત્યાં તેમણે જોયું તો એક ઘાંચી ઊંઘતો હતો અને બળદ ઘાણીએ ફર્યા કરતો હતો.
પ્રોફેસરને એ જોઈને નવાઈ ઊપજી. થોડી વારે ઘાંચી જાગ્યો ત્યારે પ્રોફેસરે તેને પૂછ્યું, 'ભાઈ, તમે ચાલુ ઘાણીએ ઊંઘી જાઓ છો પણ કોઈવાર બળદ લુચ્ચાઈ કરીને ફરતો બંધ જ થઈ જાય તો તમને ખબર શી રીતે પડે ?'
'સાહેબ, એ પ્રોફેસર નથી, બળદ છે બળદ !'




~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પતિ - મારા રહેતા તારે ક્યારેય કોઈ ચોર-લૂંટારાથી ડરવાની જરૂર નથી.
પત્ની - કેમ, તમે કરાટે ચેમ્પિયન છો ?
પતિ - ના, પણ મને દોડમાં ધણા ગોલ્ડમેડલ મળ્યા છે, એવું કાંઈ જોખમ હશે તો હુ ભાગીને પોલીસને જાણ કરી દઈશ.




~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શનિવાર, 8 મે, 2010

Gujarati Joke Part - 24

મુન્નાભાઈ - અરે યાર સર્કિટ હુ મારી ગર્લફ્રેંડને કોઈ ગિફ્ટ આપવા માંગુ છુ, બોલ શુ આપુ ?
સર્કિટ - યાર એવુ કર તુ એને ગોલ્ડ રિંગ આપી દે.
મુન્નાભાઈ - કોઈ મોટી વસ્તુ બતાવ.
સર્કિટ - તો ગોલ્ડ રિંગ રહેવા દે, એમઆરએફનુ ટાયર આપી દે.



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સરલા (પતિને) - સાંભળો છો ? આપણી પડોસણ આજે બજારમાંથી ચાર સાડીયો લઈને આવી.
પતિ - તો શુ થઈ ગયુ, કલે તુ બજારમાં જઈને આઠ સાડીયો લઈને આવજે.
સરલા - સાચુ કહો છો ?
પતિ - બધાને બતાવીને પરત કરી દેજે. સાડીની દુકાનવાળો મારો મિત્ર છે, એક દિવસ સાડીયો ઘરે લઈ જવા પર વાંધો નહી ઉઠાવે.



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પતિ - મારી નજર કમજોર થઈ ગઈ છે. હું વિચારી રહ્યો છુ કે એક ચશ્મો બનાવી લઉ.
પત્ની - અરે રહેવા દો, આ આખી કોલોનીમાં મારાથી સુંદર બીજુ કોઈ છે જ નહી.



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ગુરુવાર, 6 મે, 2010

Gujarati Joke Part - 23

એક સુખી દંપતીના જીવનમાં ફોઈએ આવીને હોળી સળગાવી. આખો વખત ઘરમાં ઝઘડા-ટંટો-ફિસાદ રહેતા. આખરે 10 વર્ષે ડોસી મરી ગઈ ત્યારે પતિએ પત્નીને કહ્યું, 'જો મને તારા માટે આટલો પ્રેમ ન હોત તો મેં તારા ફોઈને ક્યારનાંય કાઢી મૂક્યાં હોત !'
'શું વાત કરો છો ? મેં તો એમ સમજીને ચલાવ્યું કે ગમે તેમ પણ એ તમારા ફોઈ છે ને !'



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

'પેટનું કાર્ય જણાવો'
'પેન્ટને પકડી રાખવાનું !'



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પ્રકાશક : તમારા માટે એક સારા સમાચાર છે અને બીજા માઠા સમાચાર છે.
લેખક : સારા સમાચાર પહેલા આપો.
પ્રકાશક : ગૌરીને તમારી નવલકથા ખૂબ ગમી છે અને એ આખી રીતસર એને પચાવી ગઈ છે !
લેખક : અને માઠા સમાચાર શું છે ?
પ્રકાશક : ગૌરી મારી ગાયનું નામ છે.



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મંગળવાર, 4 મે, 2010

Gujarati Joke Part - 22

મમ્મી - જો પિંટું, તુ હંમેશા ખરાબ બાળકો સાથે રમે છે, તું સારા બાળકો સાથે કેમ નથી રમતો?
પિંટું- શું કરું મમ્મી, સારા બાળકોની મમ્મીઓએ સારા બાળકોને મારી સાથે રમવાની ના પાડી છે.



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

'અમારા સામાયિકનું વેચાણ વધે અને લોકોને ફાયદો થાય એવી કોઈ ભેટ યોજના વિચારીએ છીએ.'
સલાહકાર : એમ કરો સાથે માથાનો દુ:ખાવો દુર કરવાની ગોળી ક્રોસીન આપો.



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતા-પોતાની તૂટેલી ચંપલ સીવડાવવા ગઈ.
ચંપલની હાલત જોઈને મોચી બોલ્યો હું આને નથી સીવી શકતો
સંતાએ કહ્યુ - અરે યારે કોશિશ તો કરો, નેપોલિયને કહ્યુ હતુ કે દુનિયામાં કંઈ પણ અશક્ય નથી.
મોચીએ ચંપલ પરત લેતા કહ્યુ - બાબૂ સાહેબ, મહેરબાની કરીને આને નેપોલિયન પાસેથી જ સીવડાવો.



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

રવિવાર, 2 મે, 2010

Gujarati Joke Part - 21

'અમારા સામાયિકનું વેચાણ વધે અને લોકોને ફાયદો થાય એવી કોઈ ભેટ યોજના વિચારીએ છીએ.'
'એમ કરો સાથે ક્રોસીન આપો !'



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પોલીસ : 'જેલરસાહેબ, કાલે કેદીઓએ જેલમાં રામાયણ ભજવેલી.'
જેલર : 'એ તો બહુ સારી વાત કહેવાય. તું રાજી થવાને બદલે કેમ આટલો ચિંતામાં છે ?'
પોલીસ : 'સાહેબ, હનુમાન બનેલો કેદી હજી સુધી સંજીવની લઈને પાછો નથી આવ્યો !… શું કરીશું ?'



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

કવિ - (મિત્રને) અરે યાર, મારા 5 વર્ષના પુત્રએ મારી બધી કવિતાઓ ફાડી નાખી.
મિત્ર - અરે વાહ, તારો પુત્ર તો ખૂબ જ સમજદાર નીકળ્યો. કલાને પારખવાની સમજ છે તેનામાં.



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~