સંજય - તારો હાલ જન્મેલો ભાઈ આટલો રડે છે કેમ ? અજય - જો તારા મોઢામાં એક પણ દાંત ન હોય, માથા પર વાળ ન હોય, પગ એટલા કમજોર હોય કે તમે ઉભા પણ ન રહી શકો. આવી સ્થિતિમાં મારો ખ્યાલ છે કે તમને રડુ જ આવશે.
મૂરખલાલ : ક્યાં સુધી ભણ્યા છો ? મગનલાલ : બી.એ. મૂરખલાલ : કમાલ કરો છો યાર ! માત્ર બે અક્ષર જ ભણ્યા છો ! અને એ પણ ઊંધા !
ભિખારી - (દુકાનદારને) હુ ભિખારી જેઓ દેખાવુ છુ, પણ હકીકતમાં ભિખારી નથી લેખક છુ ? દુકાનદાર - કયુ પુસ્તક લખ્યુ છે તમે ? ભિખારી - પૈસા કમાવવાના 101 ઉપાય - એ મારુ લેટેસ્ટ પુસ્તક છે. દુકાનદાર - તો પછી ભીખ કેમ માંગે છે. ભિખારી - અરે એ તો હુ પણ એ પુસ્તકનો એક નુસખો અજમાવીને જોઈ રહ્યો છુ.
એક જાડી સ્ત્રી બે માળની બિલ્ડિંગ પરથી નીચે પડી ગઈ. જાડી સ્ત્રીના પતિએ થોડીવાર પછી ડોક્ટરને પૂછયુ - ડોક્ટર સાહેબ, મારી પત્ની હોશમાં આવી કે નહી ? ડોક્ટર - તમારી પત્નીને તો હોશ આવી ગયો, પરંતુ જે સાત બાળકો પર એ પડી હતી તે હજુ બેહોશ છે.
એક બાળક ડોક્ટરને - ડોક્ટર સાહેબ, હું રોજ રાત્રે સપનુ જોઉ છું કે મારા પગમાં કાંટા ખૂંચી રહ્યા છે. આનો કોઈ ઈલાજ ખરો ? ડોક્ટર - હા, બિલકુલ સરળ, તુ રોજ ચપ્પલ પહેરીને ઉંધી જા, કાંટા નહી વાગે.
સંતા એક દિવસ પ્રેશર કુકર લઈને આવ્યો અને બીજા જ દિવસે પાછુ આપવા ગયો. દુકાનદાર - શુ પ્રોબ્લેમ છે આમા ? સંતા - ઘરમાં જવાન પુત્રી છે અને આ સાલુ સીટી માટે છે.
એક મંદિરની બહાર બેઠેલો એક ભિખારી બૂમો મારતો હતો. 'બહેન, પાઈ-પૈસો આપો… અપંગ છું, મદદ કરો….' એક બહેનને દયા આવી. પર્સ ખોલીને જોયું પણ છૂટા પૈસા નહોતા. બહેને દિલાસો આપતાં કહ્યું, 'ભાઈ, છૂટા પૈસા નથી. કાલે આપીશ….' 'અરે બહેન, ઉધારીમાં તો મને હજારો રૂપિયાનું નુકશાન આજ સુધીમાં થઈ ગયું છે…. !
એક પત્નીએ સોંદર્ય પ્રસાધનોની દુકાનના વિક્રેતાને કહ્યુ - મને લીલા રંગની લિપસ્ટિક જોઈએ. દુકાનદાર બોલ્યો - લીલી જ કેમ ? આ રંગની લિપસ્ટિક હોઠો પર ગંદી લાગે છે. પત્નીએ શરમાતા કહ્યુ - વાત એમ છે કે મારા પતિ રેલ્વેના ગાર્ડ છે.
શેઠ : તને એક અઠવાડિયાની રજા શા માટે જોઈએ છે ? નોકર : મારાં લગ્ન છે. શેઠ : ક્યા મૂરખની છોકરી તારી સાથે લગ્ન કરે છે ? નોકર : તમારી દીકરી.