ગુરુવાર, 6 જૂન, 2013

Gujarati Joke Part - 375

સાંજે ઓફેસેથી પરત આવતા પતિએ જોયુ કે પત્ની અરીસાની સામે પોતાનું શરીર નિહાળી રહી હતી. પતિને જોઈને તે
બોલી - આજે હું ડોક્ટર પાસે ગઈ હતી, તેમણે મારુ શરીર જોઈને મારી ઘણી પ્રશંસા કરી, કહી રહ્યા હતા કે આટલુ સુંદર શરીર તેમણે કદી નથી જોયુ.
પતિ મહાશય બળીને ખાખ થઈ ગયા - શુ તેમણે એ ગઘેડાની ચર્ચા નહી કરી જે દરેક સમયે તારા મગજમાં છવાય રહે છે.
નહી તમારા વિશે તો એમણે કંઈ જ ન કહ્યુ - પત્નીએ જવાબ આપ્યો.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ગ્રાહક નટુ : 'આ કપડાં પર લખ્યું છે : 70 ટકા કોટન, 35 ટકા ટેરેલિન. આ તો 105 ટકા થયા !'
દુકાનદાર ગટુ : 'એ તો કાપડ પાંચ ટકા ચઢશે ને !'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પત્ની મરી રહી હતી. તેણે પતિને પાસે બોલાવીને ગળગળા સ્વરે કહ્યુ - પ્રાણનાથ હું જઈ રહી છુ. મરતાં પહેલા હું મારા બધા ગુન્હા તમારી સામે કબૂલ કરવા માંગુ છુ. મેં જ તમારી સૂટકેસમાંથી દસહજાર રૂપિયા લીધા હતા. હું તમારા મિત્રને ચોરી છૂપે મળતી હતી. હું જ તમારા કાળા ઘનની સૂચના ઈંકમ ટેક્ષ વિભાગને આપી હતી. મેં જ...

પતિ વચ્ચે જ બોલ્યો - છોડો ડાર્લિંગ હવે વીતી વાતોને ભૂલાવી દો.જે થઈ ગયુ તે થઈ ગયુ. આમ તો મેજ તને ઝેર આપ્યુ છે, જેને કારણે તુ મરી રહી છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મંગળવાર, 4 જૂન, 2013

Gujarati Joke Part - 374

છોકરી : ડિયર, આપણે ક્યાં જઈ રહ્યા છીએ ?
છોકરો : લોંગ ડ્રાઈવ પર ડાર્લિંગ.
છોકરી : તેં મને પહેલાં કેમ ન કહ્યું ?
છોકરો : મને પણ હમણાં બ્રેક ફેઈલ થઈ પછી જ ખબર પડી.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

દર્દી - ડોક્ટર સાહેબ, મને ખબર નહી કેવી બીમારી છે, મને રોજ વહેમ થાય છે કે મારો કોઈ પીછો કરે છે.
ડોક્ટર - ભાઈ, એ તો તારુ પાછલુ બીલ વસૂલ કરવા એક છોકરો રાખ્યો છે
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

દર્દી : 'ડૉકટર સાહેબ, તમે મારો દારૂ છોડાવી શકો ?
ડૉકટર : '100% છોડાવી શકું દોસ્ત.'
દર્દી : 'તો છોડાવી દો ને સાહેબ, પોલીસે મારી બે પેટી પકડી લીધી છે !'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

રવિવાર, 2 જૂન, 2013

Gujarati Joke Part - 373

*
સંતા : વકીલસાહેબ, તમારી ફી કેટલી છે ?'
વકીલ : ત્રણ સવાલના રૂપિયા 5000/-
સંતા : સાહેબ, બહુ ન કહેવાય ?
વકીલ : હા, હવે છેલ્લો પ્રશ્ન પૂછી લો !
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સારવાર લેતા દર્દીએ વૈદને કહ્યું : 'તમારી દવાઓ બહુ મોંઘી છે, શું અહીંયા આ જડીબુટ્ટીઓ બહુ મુશ્કેલીથી મળે છે ?'
વૈદ : 'ના ના… વાત એમ નથી. અહીંયા જડીબુટ્ટીઓ તો સહેલાઈથી મળે છે, પરંતુ દર્દીઓ બહુ મુશ્કેલીથી મળે છે.'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

'તારા પતિ ક્યાં નોકરી કરે છે ?'
'એ તો બેંક સાફ કરે છે.'
'હેં અલી, તે તારા પતિ ઝાડુવાળા છે કે પછી મેનેજિંગ ડિરેકટર છે ?'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~