બુધવાર, 30 નવેમ્બર, 2011

Gujarati Joke Part - 194

પતિ પત્નીની અંતિમક્રિયા કરીને પાછો ફરતો હતો. ત્યાં જ જોરદાર ગાજવીજ સાથે વરસાદ પડવા માંડ્યો.
પતિ બોલ્યો, "લાગે છે પહોંચી ગઈ."

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પોપટ- હું મારી પત્નીથી હેરાન થઈ ગયો છું, તેને ઉઠાવીને પાંચમાં માળેથી નીચે ફેંકવાનું મન થાય છે.
ચોપટ- તે બહું જાડી છે ?
પોપટ - નહી, હું એ વિચાર કરીને રોકાયો છું કે જો તે બચી જશે તો મને કોણ બચાવશે ?

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પરીક્ષામાં સહુથી ઓછા ગુણ લાવનાર પુત્ર ને પિતાએ કહ્યુ ;
'બેટા અરૂણ , તારા આટલા ઓછા માર્ક જોઇને મને એક વાત નો જરૂર સંતોષ થાય છે કે પરીક્ષામાં તેં ચોરી તો નહિ જ કરી હોય.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સોમવાર, 28 નવેમ્બર, 2011

Gujarati Joke Part - 193

નેતાજી - મને વોટ આપો. હું તમારા ગામને સ્વર્ગ બનાવી દઈશ
શ્રોતા - પણ સાહેબ, અમારે તો હજુ ઘણું જીવવું છે

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પતિ( પત્નીને ) વશીકરણ એટલે શું ?
પત્ની - કોઈ માણસને પોતાના પ્રભાવથી વશીભૂત કરીને તેના પાસે ફાવ્યું કામ કરાવવું તેને વશીકરણ કહે છે.
પતિએ હસીને કહ્યુ - અરે નહી, એને તો લગ્ન કહેવાય છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિંકૂએ સવાલ પૂછી-પૂછીને પોતાના પપ્પાને હેરાન કરી નાખ્યા હતા.
તેણે એક પ્રશ્ન એ પૂછ્યો - પપ્પા તમે ઓફિસમાં શુ કરો છો ?
પપ્પાએ ગુસ્સામાં કહ્યુ - કંઈ નહી.
ટિંકૂ - હં..હં.... ત્યાં આરામ કરો છો એટલે જ ઘરે મોડા સુધી ટીવી જુઓ છો

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શનિવાર, 26 નવેમ્બર, 2011

Gujarati Joke Part - 192

'છૂટાછેડા લીધા પછી બેન્કનું ખાતું કોણ સંભાળશે ?
'અડધેઅડધું વહેંચી લેશું : બેન્કની પાસબુક વગેરે એ રાખે ને માત્ર ચેકબુક હું રાખીશ, બીજું શું ?'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બાળક - ચાલો પપ્પા આજે આપણે સ્કુલ સ્કુલ રમીએ.
પપ્પા - પણ હું શિક્ષક બનીશ.
બાળક - તો આજે હું ગેરહાજર છુ.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

છગન : 'હું જન્મયો મુંબઈમાં પણ ભણ્યો અમદાવાદમાં.'
મગન : 'તો તો તારે નિશાળે આવવા-જવામાં કેટલી બધી વાર લાગતી હશે નહીં ?'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ગુરુવાર, 24 નવેમ્બર, 2011

Gujarati Joke Part - 191

એક બાઈકવાળાના જેકેટ પાછળ લખ્યું હતું : 'જો તમે આ વાંચી શકો તો મને ઊભો રાખીને બતાવજો કે મારી પત્ની ક્યાં પડી ગઈ !'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

'મારા વિવાહ તૂટવાની અણી પર છે. પ્રિયાએ મારી સાથે લગ્ન કરવાની ના પાડી.'
'પેલા તારા કરોડપતિકાકા વિશે તેં એને જણાવ્યું નહોતું કે તું એકલો એનો વારસદાર છું ?'
'જણાવ્યું હતું ને ! એટલે જ તો એ હવે મારી કાકી બનાવા જઈ રહી છે !'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ક્રિકેટરની પત્ની : 'હેલો, હું મિસિસ ગાંગુલી વાત કરું છું !'
કોચ : 'એ હમણાં જ બેટિંગમાં ગયો છે.'
મિસિસ ગાંગુલી : 'વાંધો નહિ, હું હોલ્ડ કરું છું.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મંગળવાર, 22 નવેમ્બર, 2011

Gujarati Joke Part - 190

શિક્ષક (સોનુને) બતાવ, દુનિયા ગોલ છે કે ચપટી ?
સોનુ - દુનિયા ન તો ગોલ છે કે ન તો ચપટી,
મારા પપ્પા કહે છે કે દુનિયા 420 છે

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

નવી નવી કાર ચલાવવાનુ શીખનાર પત્નીએ પતિને કહ્યુ - આજે આપણે કાર લઈને જઈશુ, અને કાર હુ ચલાવીશ.
પતિ - હા.. હા. જરૂર જઈશુ કારમા.... અને આવીશુ સવારના છાપામાં.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક યુવકે બડાશ હાંકતાં કહ્યું : 'હું બહુ મહેનત કરીને નીચેથી ઉપર પહોંચ્યો છું.'
બીજાએ કહ્યું : 'ખબર છે, પહેલાં તું બૂટપૉલિશ કરતો હતો અને હવે માથા પર તેલમાલિશ કરે છે !'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

રવિવાર, 20 નવેમ્બર, 2011

Gujarati Joke Part - 189

ઘણા લાંબા સમયથી બંતાના લગ્ન થતા ન હતા. બંતાએ પરંશાન થઇને ફંડુ ટાઇમ્સના મેટ્રિમોનિયલમાં જાહેરાત આપી જેમાં લખ્યું હતું 'પત્ની જોઇએ છે.'
વળતા બે દિવસો પછી બંતાને ૧૦૦ જવાબો મળ્યા 'મારી લઇ જાઓ.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

દાદાજી - આયુષ, બેટા બતાવ તો અક્કલ મોટી કે ભેંસ ?
આયુષ - દાદાજી, પહેલા મને બંનેની જન્મતારીખ બતાવો.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક પતિએ પોતાના પડોશીને કહ્યુ કે - મોટા નિશાનેબાજ બનો છો. ખબર છે, મારી પત્ની બચી ગઈ. નહિ તો તમારી બંદૂકથી તેને ગોળી વાગી જાત. હુ હમણા પોલીસ પાસે જઉ છુ...
પડોશીએ તેમને રોકતા કહ્યુ કે - આવુ ન કરતા, પણ તમે ચાહો તો મારી પત્નીને ગોળી મારીને બદલો વાળી શકો છો.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શુક્રવાર, 18 નવેમ્બર, 2011

Gujarati Joke Part - 188

સંતા-બંતા એક દિવસ હોટલમાં જમવા ગયા.
સંતા(બંતાને) - અરે યાર જમવામાં સ્વાદ નથી.
બંત(વેઈટરને) - વેઈટર, સ્વાદ લઈને આવો.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

વાળંદની દુકાનમાં એનો દીકરો આવ્યો હતો. ગ્રાહક વધ્યા એટલે દીકરાએ પૂછ્યું : 'હું હજામત કરતો થાઉં ?'
ખચકાટ સાથે વાળંદ : 'ફાવશે ? જો ક્યાંક અસ્ત્રો લાગી ન જાય, તને !'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પત્ની - પ્રિયે, જો હુ મરી જઉં અને તમે વિધુર થઈ જાવ તો શુ કરો ?
પતિ - એ જ જે મારા મર્યા પછી તુ કરતી.
પત્ની - શુ કહ્યુ ! તો એ દિવસે તમે મને જૂઠુ વચન આપ્યુ હતુ કે તમે મારા મર્યા પછી બીજા લગ્ન નહી કરો.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બુધવાર, 16 નવેમ્બર, 2011

Gujarati Joke Part - 187

સુનીલે લોન પર કાર ખરીદી. લોનના હપ્તા ભરપાઈ ન થતાં બેન્કે કાર પાછી લઈ લીધી. સુનીલ મનોમન બબડ્યો કે : મને આવી ખબર હોત તો લગ્ન માટે પણ મેં લોન લીધી હોત !

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

કન્ડકટર : 'સાહેબ, તમે બસમાં સિગારેટ ન પી શકો'
પ્રવાસી : 'હું પીતો નથી.'
કન્ડકટર : 'તમારા મોઢામાં સિગારેટ છે.'
પ્રવાસી : 'એમ તો મારા પગમાં જોડા પણ છે, છતાં હું ચાલતો નથી.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બૉસ (આસિસ્ટન્ટ ને) : 'ભગવાન બુદ્ધિ વહેંચતા હતા ત્યારે આપ ક્યાં હતા ?'
આસિસ્ટન્ટ : 'સાહેબ, હું આપની સાથે ટુરમાં હતો.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સોમવાર, 14 નવેમ્બર, 2011

Gujarati Joke Part - 186

'અરે જુઓ તો ખરા – પેલી છોકરીનાં કપડાં કેવા છે!'
'એ છોકરી નથી, છોકરો છે. અને એ મારો દિકરો છે.'
'ઓહ એમ ! માફ કરજો, મને ખબર નહિ કે તમે જ એના બાપ હશો.'
'બાપ નથી – હું એની મા છું !!'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

વીજળીઘરની બહાર બોર્ડ લટકતું હતું. તેમાં લખ્યું હતું : 'આ થાંભલાને અડનારનું મૃત્યુ નિશ્ચિત છે. જો કોઈ તેને અડકશે તો કાયદા મુજબ તેની પર કામ ચલાવવામાં આવશે.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

વ્યાખ્યાતા : 'મારું ભાષણ જો બહુ લાંબુ થઈ ગયું હોય તો તેનું કારણ એ છે કે મારું કાંડા-ઘડિયાળ ઘરે રહી ગયું છે, અને આ સભાખંડમાં ઘડિયાળ દેખાતું નથી.'
શ્રોતાઓમાંથી અવાજ : 'અલ્યા ભાઈ, પણ તને આ દિવાલ પર લટકતું તારીખિયું યે ના દેખાયું?'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શનિવાર, 12 નવેમ્બર, 2011

Gujarati Joke Part - 185

રામ : શુ તમે જ ગઈકાલે મારા પુત્રને ડૂબતા બચાવ્યો હતો ?
શ્યામ : હા, પણ હવે એ વિશે મારા વખાણ કરીને મને શરમાવો નહી.
રામ : કેમ ન કરુ ? બતાવો એ છોકરાની ટોપી ક્યા છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતા- જાણો છો, જેટલી વારમાં હું શ્વાસ લઉં છું તેટલી વારમાં એક નવા બાળકનો જન્મ થાય છે.
બંતા- હે ભગવાન! તું પોતાની આ ટેવ છોડી કેમ નથી દેતો. પહેલાંજ દેશની વસ્તી આટલી વધી ગઈ છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતાએ એક દિવસ હિંમત કરીને એક પઠાણ આગળ જઇને કહી દીધું, મેં આપકી બેટીકા હાથ માંગને આયા હું!
પઠાણ એવો ચિડાયો કે સંતાને ધનાધન ધનાધન મારીને ધોઇ નાંખ્યો, માંડ માંડ જમીન પર બેઠા થતાં બોલ્યો : 'ઓ કે, તો ફિર મેં આપ કી ના સમજું.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ગુરુવાર, 10 નવેમ્બર, 2011

Gujarati Joke Part - 184

મનોજ : 'વહાલી ! તું મને ખૂબ પ્રેમ કરે છે ?'
રીટા : 'હા, ખરેખર !'
મનોજ : 'જો હું મરી જઈશ તો તું ખૂબ રડીશ ?'
રીટા : 'હા, ખૂબ જ.'
મનોજ : 'તો પછી તું રડી બતાવ.'
રીટા : 'પણ પહેલાં તું મરી બતાવ !'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતા- યાર બંતા, પચાર રૂપિયા આપ. બંતા- અરે મારી હેસિયત તો જો! પચાસ રૂપિયા માંગી રહ્યો છે! સંતા- તો મને સો રૂપિયા આપી દે.
બંતા- ઓયે, તારી હેસિયત તો જો ! સો રૂપિયા માંગી રહ્યો છે!

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શિક્ષક - શિયાળામાં દિવસો નાના અને ગરમીમાં દિવસો મોટા કેમ હોય છે ?
વિદ્યાર્થી - સર, ઠંડીમાં ચીજો સંકોચાઈ જાય છે, અને ગરમીમાં પ્રસરી જાય છે એટલે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મંગળવાર, 8 નવેમ્બર, 2011

Gujarati Joke Part - 183

પપ્પુ : ઓ મમ્મી... તારી કઢીમાં...
મમ્મી : ચૂપચાપ જમી લે. કેટલી વાર કહ્યું કે જમતી વખતે મોઢું બંધ રાખવું. થોડી વાર પછી
મમ્મી : બોલ તું શું કહેતો હતો?
પપ્પુ : મમ્મી, તારી કઢીમાં માખી પડી છે એ જ મારે કહેવું હતું.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

'જ્યારે આ સ્ત્રીને તેના પતિ સાથે ઝઘડો થયો ત્યારે શું તું ત્યાં હતો ?' ન્યાયાધીશે કનુને પૂછ્યું.
'જી, હા.' પંદર વર્ષના કનુએ કહ્યું.
'તારે સાક્ષી તરીકે શું કહેવાનું છે ?'
'એ જ કે હું કદી પરણીશ નહિ.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

'સાંભળ્યું ? આપણા ડૉક્ટરને અકસ્માત થયો છે !'
'ભારે કરી ! કેમ કરતાં થયો ?'
'હૉસ્પિટલમાંથી ઘરે આવતાં, એમ્બ્યુલન્સની અડફેટમાં આવી ગયા !'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

રવિવાર, 6 નવેમ્બર, 2011

Gujarati Joke Part - 182

સાંભળ્યુ છે કે તારા પપ્પાના એક ઈશારે ટ્રેફિક ચાલે છે ?
સાચી વાત છે.
તારા પપ્પા શુ કરે છે ?
ટ્રાફિક પોલીસ છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ધીરુભાઈ : હેલો હું ધીરું બોલું છું…ધીરું…
કાકા : કોણ બોલે છે ? કાંઈ સંભળાતું નથી…
ધીરુભાઈ : હું ધીરું બોલું છું…ધીરુ…ધીરુ….
કાકા : જખ મારવાને ધીરુ બોલે છે. જરા જોરથી બોલને….

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ખુશખુશાલ પતિ : 'રવિવાર સારી રીતે ગાળવા માટે હું છેલ્લા શૉની ત્રણ ટિકિટ લાવ્યો છું.'
પત્ની : 'કેમ ત્રણ ?'
પતિ : 'કેમ વળી…. એક ટિકિટ તારી અને બે તારાં મા-બાપની ! થઈ ગઈને ત્રણ !'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શુક્રવાર, 4 નવેમ્બર, 2011

Gujarati Joke Part - 181

પત્ની - આપણાં બાબાએ એક નવી શોધ કરી છે જે અસંખ્ય રેકોર્ડ તોડી નાખે છે.
પતિ - એમ ? અદભૂત ! શું શોધ્યુ છે એણે ?
પત્ની - ગ્રામોફોન માટેની નવી સોય.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

નટુ : મારો દીકરો કૉલેજ ગયા પછી એવો હોંશિયાર થઈ ગયો છે કે એ કાગળો લખે તો મારે શબ્દકોષ જોવો પડે છે.
ગટુ : અરે, મારો દીકરો પણ એવો હોંશિયાર થઈ ગયો છે કે એનો કાગળ આવે એટલે મારે બૅન્કની પાસબુક જોવી પડે છે !

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પત્ની- હું વિચારું છું કે મારી મિલકત કોઈ સાધુને દાન કરી દઉં. આ સાંભળી પતિ ઉઠીને જવા લાગે છે.
પત્ની-- હવે તમે ક્‌યાં જઈ રહ્યાં છો?
પતિ- સાધુ બનવા.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બુધવાર, 2 નવેમ્બર, 2011

Gujarati Joke Part - 180

કોઈએ છગનને પૂછ્યું : 'અગર આપકી બીવી કો ભૂત ઉઠા કે લે જાય તો આપ ક્યા કરોગે ?'
છગન : મૈંને ક્યા કરના હૈ ભાઈ, ગલતી ભૂત કી હૈ તો વો ખુદ ભુગતેગા ના !'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પત્ની - જો કોઈ સુંદર યુવાન મને ભગાવીને લઈ જતો હોય તો તમે શુ કરો ?
પતિ - હું તેને કહીશ ભાઈ ભાગીશ નહી, આરામથી લઈ જા.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

લેડી ડૉક્ટર (મહેશને) તમે રોજ સવારે ઉભા રહીને સ્ત્રીઓને કેમ તાકતા રહો છો
રમેશ (ડૉક્ટરને) ડૉક્ટર સાહેબ, તમે જ તો બોર્ડ પર લખી રાખ્યુ છે કે સ્ત્રીઓને જોવાનો સમય સવારે 9 થી 11.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~