શુક્રવાર, 30 એપ્રિલ, 2010

Gujarati Joke Part - 20

પિતા(પુત્રને) - તમારા વર્ગમાં સૌથી મહેનતું વિદ્યાર્થી કોણ છે ?
પુત્ર - હું.
પિતા - કેવી રીતે ?
પુત્ર - કારણકે વર્ગમાં જ્યારે બીજા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હોય છે, ત્યારે ફક્ત હું જ એકલો પાછલી બેંચ પર ઉભો રહુ છુ.



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ચંપકલાલ ઠંડીથી થરથર કાંપતા હતા. ટપુએ ડૉક્ટર હાથીને ફોન કર્યો.
ટપુ : 'સાહેબ, જલદી ઘેર આવો.'
ડૉક્ટર હાથી : 'કેમ ટપુ, અચાનક શું થયું ?'
ટપુ : 'બિમારી તો ખબર નથી પરંતુ સવારથી મારા દાદાજી "વાઈબ્રેશન મોડ" પર છે !'



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

રાહુલ : હું તને બાહુપાશમાં લઈને કિસ કરવા માંગૂ છું.
રિયા : ના આ બધું લગ્ન બાદ.
રાહુલ : લગ્ન બાદ તારા પતિને ખબર પડી જશે તો ?



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બુધવાર, 28 એપ્રિલ, 2010

Gujarati Joke Part - 19

રામ - શ્યામ, તુ ઘડિયાળ ગલ્લામાં કેમ નાખી રહ્યો છે ?
શ્યામ - કેમ ? લોકો ગુલ્લકમાં પૈસા નથી નાખતા શુ ?
રામ - પણ એ તો પૈસા બચાવવા માટે ગલ્લામાં પૈસા નાખે છે.
બંતા - તો મને પણ સમય બચાવવો છે.



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શિક્ષક - રમેશ, સમુદ્રમાં લાલ ઈંટ નાખીએ તો શુ થાય ?
રમેશ - ઈંટ ભીની થઈ જાય.



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

રમણ - તમે દિવસમાં કેટલીવાર દાઢી કરો છો ?
ચમન - પચીસથી ત્રીસવાર.
રમણ - તમે ગાંડા છો કે શુ ?
ચમન - ના હુ વાળંદ છુ.



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સોમવાર, 26 એપ્રિલ, 2010

Gujarati Joke Part - 18

સંતા અને બંતા લગ્ન પછી પહેલીવાર મળ્યા. સંતા - શુ બતાવું મારી પત્નીને તો ગાતા આવડે છે પણ ગાતી જ નથી.
બંતા- તુ તો નસીબદાર છે,મારી પત્નીને તો ગાતાં નથી આવડતું છતાં ગાયા જ કરે છે.



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પતિ : 'તું મારી એકપણ વાતમાં સહમત નથી થતી. હું શું મૂરખ છું ?'
પત્ની : 'સારું, ચલો આ વાતમાં હું સહમત થાઉં છું.'



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ગામના ચોરે બેસીને એક કાકા એક યુવાનને સલાહ આપી રહ્યા હતા : 'લગ્ન તો પચાસની ઉંમર પછી જ કરવા.'
યુવાન : 'એવું શું કામ ?'
કાકા : 'જેથી પત્ની સારી મળે તો રાહ જોયેલી લેખે લાગી ગણાય અને ખરાબ નીકળે તો એની સાથે ઝાઝાં વર્ષ ગાળવાં ન પડે !'



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શનિવાર, 24 એપ્રિલ, 2010

Gujarati Joke Part - 17

મગન પાછળ એક કૂતરો દોડતો હતો. મગન હસતો જતો હતો. એની પાસેથી પસાર થનાર એક ભાઈએ પૂછ્યું : 'તમે આમ હસો છો કેમ ?'
મગન : 'મારી પાસે હવે એરટેલનું નેટવર્ક છે તોય આ હચવાળા પાછળ ને પાછળ ફરે છે એટલે.



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શ્યામુની ભેંસ માંદી પડી, રામુ પાસે તે સલાહ લેવા માટે પહોંચી ગયો. રામુએ કહ્યું, કેરોસીન પીવડાવ્યું હતું. કેરોસીન પીવરાવવાથી ભેંસ મરી ગઇ..બીજા દિવસે શ્યામુ રડતો રડતો ત્યાં પહોંચ્યોં.દોસ્ત રામુ: ભેંસ તો મરી ગઇ..શ્યામુએ કહ્યું: હા, મારી ભેંસ પણ મરી જ ગઇ હતી.



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

કોઇએ બાપુને કહ્યું : બાપુ તમારો કૂતરો બાકી કેવું પડે સિંહ જેવો લાગે છે.
બાપું : 'અરે ડફોળ, તારો સગો ઇ સિંહ જ છે, પણ ખાધાપીધા વગરનો ઇ કૂતરા જેવો થઇ ગયો છે.'



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ગુરુવાર, 22 એપ્રિલ, 2010

Gujarati Joke Part - 16

શેઠ -(નોકરને) અરે રામુ, મેં તને જે પરબિડિયુ આપ્યુ હતુ તેના પર ટિકિટ ચોંટાડવા માટે મેં તને પૈસા આપ્યા હતા તો પછી તુ પૈસા પરત કેમ આપી રહ્યો છે ?
રામુ - આજે મેં મારી બુધ્ધિ વાપરી. કોઈ જુએ નહી એમ ચુપચાપ ટિકિટ લગાવ્યા વગર જ પરબિડિયુ લેટર બોક્સમાં નાખી દીધુ અને તમારા પૈસા પણ બચી ગયા.



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મમ્મી : 'બેટા, આજે ઘેર જલદી કેમ આવી ગયો ?'
બન્ટી : 'મેં રાજુને માર્યો એટલે ટીચરે મને કલાસમાંથી બહાર કાઢી મૂક્યો.'
મમ્મી : 'પણ તેં રાજુને કેમ માર્યો ?'
બન્ટી : 'મારે આજે વહેલા ઘરે આવવું હતું એટલે !'



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક મિત્ર (બીજાંને ) યાર, લગ્ન પછી શું થાય છે ?
બીજો મિત્ર - પહેલાં વર્ષે પતિ બોલે છે, અને પત્ની સાંભળે છે. બીજા વર્ષે પત્ની બોલે છે, અને પતિ સાંભળે છે. ત્રીજા વર્ષે બંને બોલે છે અને આજુબાજુવાળા સાંભળે છે.



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મંગળવાર, 20 એપ્રિલ, 2010

Gujarati Joke Part - 15

માલિકે નોકરને કહ્યું : 'મેં તને કહ્યું હતું કે આ પેકેટ હરિશભાઈના ઘરે જઈને આપી આવજે, આપ્યું કેમ નહિ ?'
નોકર : 'હું ગયો તો હતો, પણ આપું કોને ? કારણકે એમના ઘરની બહાર એવું બોર્ડ માર્યું હતું કે "સાવધાન ! અહીં કુતરાઓ રહે છે." '



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

અંજૂએ પોતાના પતિને પૂછ્યુ - મારા વાળના રંગ સફેદ થઈ ગયો, ત્યારે પણ શુ તમે આવી જ રીતે પ્રેમ કરતા રહેશો ?
કેમ, તને શંકા કેમ થઈ ? અત્યાર સુધી તુ કેટલીવાર રંગ બદલી ચૂકી છે, શુ મેં તને કદી પ્રેમ કરવાનુ ઓછુ કર્યુ છે. પતિએ હસીને જવાબ આપ્યો.



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ગટ્ટુ : પિતાજી, ગળામાં શું બાંઘ્યું છે?
પિતાજી : તને નથી ખબર, આને શું કહેવાય?
ગટ્ટુ : અરે હા સમજી ગયો પિતાજી, તમે પણ મારી જેમ નાક સાફ કરવાનો રૂમાલ બાંઘ્યો છે. હેં ને!



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

રવિવાર, 18 એપ્રિલ, 2010

Gujarati Joke Part - 14

સ્ત્રી - આ પુરૂષ ખરેખર ગાંડો છે, તમે તેને કાંઈપણ કહેશો તો એક કાનથી સાંભળશેને બીજા કાને કાઢી નાખશે.
પુરૂષ - આ તો તોય સારો છે. મારી પત્નીને તો કશું પણ કહેશો તો એ બંને કાનેથી સાંભળશે અને મોઢા વડે કાઢી નાખશે.



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ચિત્રકાર:(ગ્રાહકને) 'સાહેબ, હું બેગમ સાહિબાનું એવું ચિત્ર બનાવીશ કે તે બોલવા લાગશે.'
ગ્રાહકે ચિત્રકારને ગુસ્સામાં કહ્યું,'માફ કરજે ભાઇ, એણે તો આમ પણ મારા નાકમાં દમ કરી નાખ્યો છે. જો એનું ચિત્ર પણ બોલવા લાગશે તો મારું જીવવું મુશ્કેલ થઇ જશે.'



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પત્ની : તમે મારો ફોટો પાકિટમાં રાખીને ઑફિસે કેમ લઈ જાઓ છો ?
પતિ : ડાર્લિંગ, જ્યારે પણ મને કોઈ મુશ્કેલી આવે છે ત્યારે હું તારો ફોટો જોઉં છું.
પત્ની : એમ ? ખરેખર ! તમને મારા ફોટામાંથી એટલી બધી પ્રેરણા અને શક્તિ મળે છે ?
પતિ : હાસ્તો. ફોટો જોઈને હું એ વિચારું છું, કે કોઈ પણ મુશ્કેલી આનાથી મોટી તો નથી જ !



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શુક્રવાર, 16 એપ્રિલ, 2010

Gujarati Joke Part - 13

રાજુ એ મા ને કહ્યુ :મા મને ૫૦ પૈસા આપની મારે ખારીસીંગ ખાવી છે.
મા એ પુછ્યુ : કેમ બેટા ખારીસીંગ શા માટે ખાવી છે.
રાજુ કહે : મા, મારા માસ્તરસાહેબ કહેતા હતા ખારીસીંગ ખાવાથી થોડી અક્કલ વધશે.
મા કહે : એમ!!!!! ત્યારે તો તે લે આ ૧૦ રુપીયા, વધુ લાવજે, રોજ થોડી થોડી તારા બાપાને પણ ખવડાવીશુ….



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પતિ : મને એ સમજાતું નથી કે આટલી આવકમાં આપણે બચત કેમ કરી શકતા નથી.
પત્ની : આપણા પાડોશીઓને કારણે. તેઓ એવી વસ્તુઓ ખરીદે છે કે જે આપણને ન પોષાય.



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક ટાલિયાના માથામાં 10-15 વાળ હતા, તે હજામની દુકાને પહોંચ્યો. હજામે ગુસ્સેથી પૂછ્યુ - શુ કરૂ આને કાપુ કે ગણુ ?
ટાલિયો - આને કલર કરી દો.



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બુધવાર, 14 એપ્રિલ, 2010

Gujarati Joke Part - 12

છગન બારમાં બેસીને ડ્રિંક પીતા-પીતા રડી રહ્યો હતો. વેઈટરથી રહેવાયુ નહી. એ બોલ્યો - અરે ભાઈ, રડો છો શુ કામ ? તમારા ડ્રીંકની મજા લો ને.
છગન - અરે હું એક છોકરીને ખૂબ પ્રેમ કરતો હતો, પણ તેનુ નામ યાદ નથી આવી રહ્યુ એટલે રડી રહ્યો છુ.



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પપ્પુ સાયકલ ચલાવતા એક જાડા માણસ જોડે ટકરાઈ ગયો.
જાડા માણસે બૂમ પાડીને કહ્યું - બાજુથી નથી નીકળી શકતો.
પપ્પુ - પણ બાજુમાંથી નિકળતતો આટલો મોટો ચક્કર લગાવવો પડત.



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

'આજે, આ બધાં પુસ્તકો છુપાવી દેજો. મારા મિત્રો ઘેર જમવા આવી રહ્યા છે.'
'કેમ, તેઓ પુસ્તક ચોરી જશે ?'
'ના, ઓળખી જશે !'



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સોમવાર, 12 એપ્રિલ, 2010

Gujarati Joke Part - 11

એક બ્યુટી પાર્લરની બહાર એક લાઈન લખી હતી - અહીથી નીકળનારી છોકરીઓને જોઈને સીટી ન મારશો, એ તમારી માસી કે દાદી હોઈ શકે છે.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

નોકરીમાંથી થાકીને આવેલ પતિ જ્યારે ઘરે પાછો ફર્યો તો પત્ની બોલી - આજે મેં નોકરાણીને કાઢી મૂકી.
પતિ - તે કેમ આવુ કર્યુ ? તારે તેને એક વાર સુધરવાની તક તો આપવી હતી.
પત્ની - પણ, હું તમને કોઈ તક આપવા નથી માંગતી.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પોલીસ : મેઘધનુષ જેવા, તોફાન શમી ગયા પછી જ દેખા દે !
પૈસાદાર : જેમને પોતાનાં સગાંની શોધમાં જવું પડતું નથી તેવી વ્યક્તિ.
નૃત્ય : પગનું કાવ્ય
નાક : ચશ્માની દાંડી ટેકવવા કુદરતે કરી આપેલી ગોઠવણ.
થર્મોમીટર : જેને હંમેશાં ચડતી – પડતી આવ્યા કરે છે તેવું સાધન.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

રવિવાર, 11 એપ્રિલ, 2010

Gujarati Joke Part - 10

નવવધૂએ પોતાના પતિને પૂછ્યુ - તમે પથારીમાં ઘડિયાળ લઈને કેમ ઉંધો છો ?
પતિ બોલ્યો - ટિક-ટિકની અવાજથી મને આ વાતનો અનુભવ થતો રહે છે કે હું હજુ જીવતો છુ.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શેઠ - (નોકરને) રામૂ, હુ તને કહ્યુ હતુ ને કે બધા મચ્છરો મરી જવા જોઈએ.
નોકર - હા, મેં તો બધા મચ્છરોને મારી નાખ્યા છે.
શેઠ - તો પછી મારા કાન આગળ આ ગુનગુન કરે છે એ શુ દેખાય છે તને ?
નોકર - અરે શેઠજી, એ તો મચ્છરોની વિધવા પત્નીઓ તમારી આગળ વિલાપ કરી રહી છે.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

રમેશ - તારા પપ્પા આ કૂતરાની કીમંત વધુ બતાવી રહ્યા છે, કોણ જાણે કે આ વફાદાર છે કે નહી.
પરેશ - એના વફાદારી પર તો શક કરીશ જ નહી મિત્ર, પપ્પા આને અત્યાર સુધી 10 વખત વેચી ચૂક્યા છે પણ આ દરેક વખતે અમારા જ ઘરે પરત આવી જાય છે.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શનિવાર, 10 એપ્રિલ, 2010

Gujarati Joke Part - 9

ડૉક્ટર (દર્દીને) : 'મેં જે દવાનાં પડીકાં તમને મધ સાથે લેવાનાં કહ્યાં હતાં તેનાથી તમને કંઈ ફાયદો થયો ?'
દર્દી : 'તમે પડીકાં જરા પાતળા કાગળમાં બાંધજો.'
ડૉક્ટર : 'કેમ ?'
દર્દી : 'બહુ જાડા કાગળનું પડીકું ગળે નથી ઊતરતું !…'


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક નેતાજી પોતાના ભાષણમાં પ્રજાને સંબોધન કરી રહ્યા હતા. 'જાગો અને તમારા પગ પર ઉભા રહેવાની કોશિશ કરો.
'હું તો ક્યારનોય કોશિશ કરું છું, પણ આ પોલીસવાળો વારેઘડી મને બેસાડી દે છે.' પાછળથી અવાજ આવ્યો.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મુરખ હવામાં મહેલ બાંધે છે.
ચસકેલ એમાં રહે છે.
મનોચિકિત્સક એનું ભાડું વસૂલ કરે છે.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શુક્રવાર, 9 એપ્રિલ, 2010

Gujarati Joke Part - 8

કીડીએ મચ્છર સાથે લગ્ન કર્યાં. એક મહિનામાં મચ્છર મરી ગયો. કીડીને ત્યાં ખરખરો કરવા આવેલા પાસે રડતાં રડતાં કીડી બોલી : 'અરે બેન, એને નખમાંય રોગ નો'તો. એ તો કાલે મારાથી ભૂલમાં ગુડનાઈટ ચાલુ થઈ ગઈ એમાં….'


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક નિર્માતા - મેં સાંભળ્યુ છે કે તમે રંગીન ચિત્ર બનાવી રહ્યા છો
બીજો નિર્માતા - સાચુ સાંભળ્યુ છે.
પહેલો નિર્માતા - તો તેના માટે હાલ શુ કરી રહ્યા છો ?
બીજો - રંગ ખરીદવા બજાર જઈ રહ્યો છુ.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શર્માજીને ઓફિસમાં જ બેઠા બેઠા જાણ થઈ કે તેમણે હરીફાઈમાં લંડનની યાત્રાનુ ઈનામ જીત્યુ છે, તેમને ઘણી ખુશી થઈ. ખુશ થઈને તેમણે પોતાની પત્નીને ફોન લગાવ્યો - શુ તુ લંડન જવા માંગે છે ?
પત્ની ખુશીથી ઉછળીને બોલી - જરૂર, લંડન તો મારા સપનામાં છે, મારી નસનસમાં છે, હુ જરૂર તમારી સાથે આવીશ. પણ તમે કોણ બોલો છો ?


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Samsung a777 Phone, Red (AT&T)

ગુરુવાર, 8 એપ્રિલ, 2010

Gujarati Joke Part - 7

શિક્ષક - તારું અંગ્રેજી કાંચું છે. માટે મેં તને આ પાઠ 10 વખત લખવા કહ્યો હતો, પણ તે 5 વખત જ લખ્યો.
મોનૂ-સર, મારું ગણિત પણ કાચું છે.



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પતિ બહુ કંજૂસ હતો, તે પોતાની પત્નીની સાથે ચોપાટી પર ગયો. થોડી વાર પછી તે બોલ્યો - ચાલ, આપણે ફરીવાર એક એક ભેલ પૂરી ખાઈએ.
એક એક ફરી નો મતલબ શુ ? હજુ તો આપણે એક પણ ભેલપૂરી નથી ખાધી.
ભૂલી ગઈ, જ્યારે આપણે અહીં બે વર્ષ પહેલા આવ્યા હતા, ત્યારે આપણે એક-એક ભેલપૂરી ખાધી હતી.



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતા ભિખારીએ બંતાને પૂછ્યુ - જો તને પાંચ લાખની લોટરી લાગે તો ?
બંતા ભિખારીએ કહ્યુ - તો હું કારમાં ભીખ માંગવા જાઉ.



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Tom and Jerry's Greatest Chases

બુધવાર, 7 એપ્રિલ, 2010

Gujarati Joke Part - 6

સંતા અને બંતા (વેટરને) અમારી માટે બે કપ ગરમા-ગરમ ચા લાવજે.
સંતા - સાંભળ, કપ ચોખ્ખા હોવા જોઈએ.
વેટરે ચા આપતા સંતાને કહ્યુ - સાહેબ, ચોખ્ખો કપ તમારો છે.



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પુત્રવધુ : સાસુજી, છાશ પર માખણ તરે છે એ લઈ લઉં ?
સાસુ : 'એવું ન બોલાય. તારા સસરાનું નામ માખણલાલ છે.
બીજે દિવસે પુત્રવધુ ટહુકી : 'સાસુજી, છાશ પર સસરાજી તરે છે…. લઈ લઉં ?'



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પત્ની - ડાર્લિંગ, આ વખતે લગ્નની વર્ષગાંઠ કેવી રીતે ઉજવવાનુ વિચાર્યુ છે ?
પતિ - આ વર્ષે આપણે બંને પાંચ મિનિટનુ મૌન રાખીશુ.



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Levi's Men's 557 Relaxed Boot Cut Jean

મંગળવાર, 6 એપ્રિલ, 2010

Gujarati Joke Part - 5

લગ્નના ત્રણ વર્ષ પૂરા થયા તે દિવસે પતિએ પત્નીને કહ્યું….
પતિ : 'આજે આપણા લગ્નના ત્રણ વર્ષ પૂરા થયા છે, બોલ, આજે હું તને ક્યાં લઈ જાઉં ?'
પત્ની : 'મને એવી જગ્યાએ આજે લઈ જાવ કે જ્યાં હું પહેલાં ક્યારેય ન ગઈ હોઉં.'
પતિ : 'તો તો તું રસોડામાં જ જા. કારણકે મેં તને ત્યાં ક્યારેય જોઈ નથી.'




~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ડોક્ટર - (સ્ત્રી દર્દીને) તમારા દાંત અને વાળને જોઈને તમારી વયની જાણ નથી થતી.
લેડીઝ - તો પછી મારી વય કેટલી લાગે છે ?
ડોક્ટર - ચાલીસ-પચાસથી ઓછી નહી.




~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક વખત પિતાએ પોતાના પુત્રના પરીણામને જોઈને ગુસ્સે થતાં બોલ્યા - ' તને શરમ નથી આવતી આટલા ઓછા નંબર લઈ આવ્યો.'
પુત્ર - 'શું કરું પપ્પા મારી આગળવાળો છોકરો કશું જ લખતો નહોતો.'




~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સોમવાર, 5 એપ્રિલ, 2010

Gujarati Joke Part - 4

કંડકટરની પાસે એક બાળક પોતાની મમ્મી સાથે બેસ્યો હતો. એક યાત્રી બોલ્યો - એક લાલ કિલ્લો આપજો
બે રૂપિયા આપો - કંડકટરે બોલ્યો.
બંનેની વાત સાંભળી બાળક બોલ્યો - જુઓ મમ્મી, આટલો મોટો કિલ્લો આ માણસ બે રૂપિયામાં વહેંચી રહ્યો છે.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

દારૂડિયા પતિએ પત્નીની ફટકારથી બચવા ઘરે આવતાં જ મોટી ચોપડી ખોલીને વાંચવા માંડ્યું
પત્ની - આજે ફ્રીમાં પી ને આવ્યા ?
પતિ - ના, આજે નથી પીધી.
પત્ની - તો પછી આ સૂટકેસ ખોલીને શું બબડી રહ્યાં છો. ?


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

છગન : ડૉક્ટર સાહેબ, પ્લાસ્ટિક સર્જરી માટે કેટલા રૂપિયાનો ખર્ચ થાય ?
ડૉક્ટર : રૂ. બે લાખ થાય.
છગન : અને સાહેબ, જો પ્લાસ્ટિક હું મારા ઘરેથી લઈ આવું તો….?


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~


Sandisk 4GB Secure Digital SD HC Memory Card (SDSDB-4096, BULK, No Reader)

Gujarati Joke Part - 3

કવિ (ફોન પર) : ભાઇ સાહેબ, રવિવારે સમાચારપત્રમાં તમારી કવિતા વાંચી. ખૂબ ગમી. તમારી ભાભીને પણ કવિતા ખૂબ પસંદ પડી.
કવિ : ભાઇ, ભાભીજીને ધન્યવાદ કહેજો અને મારી તરફથી ચરણસ્પર્શ કરી લેજો.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતા - બંતા, બતાવ તો ચંદ્ર અને ધરતીનો શુ સંબંધ છે ?
બંતા - ભાઈ-બહેન હશે બીજુ શુ ?
સંતા - એ કેવી રીતે ?
બંતા - કારણ કે આપણે ચંદ્રને મામા કહીએ છીએ અને ધરતીને મામા.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બંતાએ નવું નવું દવાખાનું ખોલ્યું હતુ, તેની પાસે પહેલો દર્દી આવ્યો. તેણે જણાવ્યું ડોક્ટર સાહેબ મારા કાનમાં રોજ 20 મિનિટ સુધી સણકા મારે છે.
બંતાએ સલાહ આપી - તમે રોજ 20 મિનિટ મોડા ઉઠવાનું રાખો.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~


Search Amazon.com CellPhones for samsung

શનિવાર, 3 એપ્રિલ, 2010

Gujarati Joke Part - 2

નટુ : 'અલ્યા ગટુ, લેન્ડલાઈન અને મોબાઈલ વચ્ચે ફરક શો ?'
ગટુ : 'એ તો બહુ સરળ છે. લેન્ડલાઈનનો નંબર આપણે આંગળીથી ઘુમાવીએ છીએ, જ્યારે મોબાઈલનો અંગૂઠાથી.'


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક સજ્જન પોતાની પત્નીની સાથે ટ્રેનમાં ચઢી અને તરત જ ઘબરાઈને પ્લેટફોર્મ પર કૂદી પડી.
ટ્રેનમાં બેસેલા યાત્રિઓએ પૂછ્યુ - શુ થયુ ભાઈ કૂદી કેમ પડ્યો ?
પેલા સજ્જન બોલ્યા - અંદર લખ્યુ છે કે વિસ્ફોટક વસ્તુને સાથે લઈને યાત્રા કરવાની મનાઈ છે.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સરકસમાં રિંગમાસ્ટરે સાકરનો ટૂકડો મોમાં રાખીને સિંહને પોતાની તરફ આવવા ઈશારો કર્યો. સિંહ આવ્યો અને તેમના મુખમાંથી સાકરનો ટૂકડો લઈ ખાઈ ગયો.
આ દ્રશ્ય જોઈ ચિંટુ બોલ્યો : 'આ તો સાવ સહેલી રમત છે.'
રિંગમાસ્ટર ગુસ્સામાં આવી ગયો અને બોલ્યો : 'તો પછી તમે કરી શકો એમ છો ?'
ચિંટુ કહે : 'સિંહ કરી શકતો હોય તો હું કેમ ના કરી શકું ?'


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Nokia Nuron 5230 Phone, Frost White (T-Mobile)

Gujarati Joke Part - 1

બંતા લેખક એક દિવસ એક સભામાં ભાષણ આપી રહ્યા હતા - કેવો સંજોગ છે કે જે દિવસે પ્રેમચંદજીનું અવસાન થયુ તે દિવસે મારો જન્મ થયો. જોવામાં આવે તો તે દિવસ હિન્દી સાહિત્યને માટે....
'બહુ દુર્ભાગ્યનો દિવસ હતો' સંતા સભાની વચ્ચે જ બોલી ઉઠ્યો.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ડોકટર : રોહન, તારા કાનનું ઓપરેશન સફળ રહ્યું. હવે તું સ્પષ્ટ સાંભળી શકીશ. બધો મળીને કુલ પાંચ હજાર રૂપિયાનો જ ખર્ચ થયો છે.
રોહન : શું કહ્યું ડૉકટર સાહેબ? મને તો કંઈ જ સંભળાતું નથી.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

માઁ- રાજુ, બેટા તુ તારા જન્મદિવસે કોણે-કોણે બોલાવવા માંગે છે.
રાજુ- દાદાજી, મામાજી, ચાચાજી અને મોટાભીઓને. આ લોકો જ તો મને ભેટ કે પૈસા આપશેને.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
દારૂ પીતા લોકોને ખરાબ આદતથી છોડાવવા એક ડૉક્ટર તેમની વચ્ચે ગયાં. સૌને ભેગા કર્યાં. તેમની સામે બે મોટા કાચના ગ્લાસ ભર્યા. એકમાં શુદ્ધ પાણી નાખ્યું અને બીજામાં દારૂ ભર્યો. સૌના દેખતાં તેમાં એમણે બે અળસિયા નાખ્યાં. બધાને ધ્યાનથી જોવાનું કહ્યું. પાંચેક મિનિટ બાદ, દારૂના ગ્લાસમાં નાખેલું અળસિયું તરફડીને મરી ગયું જ્યારે પાણીમાં નાખેલું અળસિયું આરામથી ઉપર તરતું રહ્યું. છેવટે ડૉક્ટરે એમાંના એકને પૂછ્યું :
‘આ પ્રયોગ જોવાથી, તમને શું શીખ મળી ?’
‘એ જ કે સાહેબ, દારૂ પિવાથી શરીરમાં રહેલા જંતુ મરી જાય છે !’ દારૂડિયાએ જવાબ આપ્યો.
ઊંઘા પડેલાં માટલામાંથી એક ફિલસૂફે માટલું ખરીદ્યું અને આમાં પાણી ક્યાંથી ભરવાનું એમ પૂછ્યું. અને ધારો કે ઉપરથી કાણું પાડીએ તોય શું ફાયદો ? કારણ કે નીચેથી તો મોટું બાકોરું છે !


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~


એક ગામડા ગામનો માણસ એક બૅન્કમાં લોન લેવા માટે ગયો. એણે જઈને બૅન્કના અધિકારીને વાત કરી.
અધિકારીએ પૂછ્યું : ‘બૅન્ક મેં ખાતા હૈ ?’
‘ના સાહેબ, ખાવાપીવાનું તો ઘરે જ રાખ્યું છે, બૅન્કમાં નહીં.’ ભોળા ગામડિયાએ જવાબ આપ્યો !


Gujarati Alphabet Book (Gujarati Edition)