શુક્રવાર, 30 નવેમ્બર, 2012

Gujarati Joke Part - 340

ગ્રાહક - તમે શુ ધ્યાન આપો છો ? આ જુઓ મારી ચા માં માખી ડૂબીને મરી ગઈ.
સંતા - તો હું શુ કરુ ? હોટલ ચલાઉ કે માખીને સ્વીમિંગ શીખવાડુ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

રણને કાંઠે આવેલા ગામને પાદર હારબંધ પાંચ હૉટેલો ખડી હતી. એમાંથી પહેલીની આગળ પાટિયું હતું : 'ચા પીવાની છેલ્લી તક, અહીંથી આગળ ચાર હૉટેલ દેખાય છે તે તો ઝાંઝવાં છે !'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પ્રેમિકા (પ્રેમી નેતાને) તમારી હારનુ ખરું કારણ શુ હતુ ?
નેતા પ્રેમી - હું શિકાર થઈ ગયો હતો
પ્રેમિકા - કંઈ વાત નો ?
પ્રેમી - સાચી મતગણતરીનો.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બુધવાર, 28 નવેમ્બર, 2012

Gujarati Joke Part - 339

શીલા : 'આ તારા પતિ પાઈપ પર ચઢીને ઉપર ઘરમાં કેમ જાય છે ?'
રમા : 'જ્યાં સુધી એમના પગનું પ્લાસ્ટર ખૂલી ન જાય, ડૉકટરે એમને સીડીઓ ચઢવા-ઉતરવાની મનાઈ કરી છે.'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક પરીક્ષાર્થીને પરીક્ષકે વાયવામાં પૂછ્યુ - બતાવો, સ્વિચ દબાવતા જ પંખો કેમ ચાલવા લાગે છે ?
પરીક્ષાર્થીએ જવાબ આપ્યો - સર, આજકાલ વીજળીના જે હાલ છે તેને જોતા તો એવુ લાગે છે કે આ બધી ઈશ્વરની કૃપા છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

નવપરિણીતાએ પતિને પૂછ્યું : 'ડિયર, આજે રાંધ્યું એવું જો હું રોજ રાંધું તો મને શું મળશે તે કહે.'
'મારી વીમાની રકમ.'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સોમવાર, 26 નવેમ્બર, 2012

Gujarati Joke Part - 338

દીપુએ ઘરે આવીને મમ્મીને કહ્યુ - મમ્મી, આજે શાળામાં શિક્ષકે મને પૂછ્યુ કે તમે કેટલા ભાઈ-બહેન છો ? મેં કહ્યુ - હુ એકનો એક છુ.
મમ્મી ઉત્સુકતાથી બોલી - તો પછી શુ કહ્યુ શિક્ષકે ?
દીપુ - તેઓ બોલ્યા આભાર છે ઈશ્વરનો.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ઝેબ્રા ક્રોસિંગ પર આમથી તેમ ચાલી રહેલા મગનને જોઈને છગન બોલ્યો - તું ઝિબ્રા ક્રોસિંગ પર આમ થી તેમ કેમ ચાલી રહ્યો છે ?
મગન - હું આટલો મોટો પિયાનો વગાડવાની કોશિશ કરી રહ્યો છુ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મમ્મી- : પીંકી, તુ સુઈ કેમ નથી જતી? સવારે સ્કૂપલે જવાનું છે.
પિંકી : મમ્મી-, એજ ચિંતા તો મને સુવા નથી દેતી.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શનિવાર, 24 નવેમ્બર, 2012

Gujarati Joke Part - 337

રંગે કાળા અને વાળે ધોળા એવા બિરજુ પ્રસાદ યાદવ પશુપાલન ખાતાના મંત્રી થયા એની ખુશીમાં પોતે અડધો ડઝન ભેંસો વચ્ચે ઊભા રહીને ફોટો પડાવ્યો.
બીજે દિવસે છાપામાં ફોટો છપાયો. નીચે લખેલું : 'નવા પશુપાલન મંત્રી, તસ્વીરમાં ડાબેથી ચોથા !'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

કંજૂસની પત્ની બીમાર હતી. લાઈટ જતી રહેલી એટલે એણે મીણબત્તી સળગાવી હતી. માંદગી વધી જતાં એ ડૉક્ટરને બોલાવવા નીકળ્યો. જતાં જતાં પત્નીને કહેતો ગયો : 'હું ડૉકટરને લેવા જાઉં છું. જો તને એવું લાગે કે તું નહીં બચે તો મહેરબાની કરીને મરતાં પહેલાં મીણબત્તી ઠારતી જજે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતા- (પોતાના ડ્રાઈવરને) હમણાં બે દિવસ પહેલા તો ગાડીમાં નવુ ટાયર નખાવ્યુ હતુ અને આટલુ જલ્દી ફાટી ગયુ.
ડ્રાઈવર - જી, ટાયર કાઁચની બોટલ પર ચઢી ગયુ હતુ.
સંતા - તો શુ તને કાઁચની બોટલ ન દેખાયી.
ડ્રાઈવર - સાહેબ, કેવી રીતે દેખાતી ? તે તો એ માણસના ખિસ્સામાં હતી જેના પર ગાડી ચઢી ગઈ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ગુરુવાર, 22 નવેમ્બર, 2012

Gujarati Joke Part - 336

બે નાનાં બાળકો વાતો કરી રહ્યા હતાં.
મંજુ : મારા દાદા પાસે તો અટલો મોટો તબેલો હતો કે આખા ગામની ગાય-ભેંસ એમાં રહેતી.
સંજુ : મારા દાદા પાસે તો એટલી મોટી છત્રી હતી કે એમાં અમારું આખું કુટુંબ આવી જતું.
મંજુ : હવે જા જા આટલી મોટી છત્રી ના હોય. એ છત્રી ક્યાં રાખતા ?
સંજુ : તારા દાદાના તબેલામાં.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પત્ની - પહેલી નજરના પ્રેમને તમે શુ કહો છો ?
પતિ - ઠીક છે, આનાથી સમયની સાથે સાથે છોકરીને ઈમ્પ્રેસ કરવાના ખર્ચા પણ બચે છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતા - બજારમાં આપણો માલ નથી વેચાઈ રહ્યો. તે માટે કાંઈક કરવુ પડશે.
બંતા - તમે બતાવો.
સંતા - માલની કિમંત દસની જગ્યાએ વીસ કરી દો, અને અને રિડક્શન સેલનુ લેબલ લગાવીને વેચાણ કરી દો.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મંગળવાર, 20 નવેમ્બર, 2012

Gujarati Joke Part - 335

સંતા અને બંતા બંને વાતો કરી રહ્યા હતા.
સંતા : ભાઈ બંતા, લવમેરેજ અને એરેન્જ મેરેજમાં શું ફરક છે ?
બંતા : સાવ સીધી વાત છે. જ્યારે છોકરો જાતે ખાડામાં પડે એને 'લવમેરેજ' કહેવાય અને પાંચેક હજાર જણ જ્યારે ભેગા મળીને ધક્કો મારે તેને 'એરેન્જ મેરેજ' કહેવાય !
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતા - અરે બંતા, તુ ચમચી ધોવા કેમ બેસી ગયો. આ કામ તો હોટલવાળાનુ છે.
બંતા - ધોવા દે યાર નહી તો ખીસ્સુ ખરાબ થઈ જશે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પત્ની - સાંભળો છો આજે હું ડોકટર પાસે ગઈ હતી, તેમણે સલાહ આપી કે મારે કોઈ હિલસ્ટેશન પર એક મહિનો ગાળવો જોઈએ, જેનાથી મને ફાયદો થશે. તમારા મતે મારે ક્યાં જવું જોઈએ ?
પતિ - બીજા ડોક્ટર પાસે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

રવિવાર, 18 નવેમ્બર, 2012

Gujarati Joke Part - 334

ટીની (મમ્મીને) પપ્પાના માથા પર વાળ કેમ નથી ?
તેઓ બહુ બુધ્ધિશાળી છે તેથી.
ટીની - મમ્મી તારા વાળ આટલા લાંબા કેમ છે ?
મમ્મી - કારણ કે.....ચલ જા હવે વાંચવા બેસ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પ્રેમિકાએ પોતાના પ્રેમીને બીજી છોકરી સાથે મોજમસ્તી કરતા જોઈ લીધો. પ્રેમીએ પોતાની સફાઈમાં કહ્યુ - તે તો કહ્યુ હતુ કે મારે વધુ પ્રેમપૂર્ણ થવાની જરૂર છે, તેથી મારે મજબૂરીમાં આની સાથે પ્રેમ કરવો પડ્યો.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ડૉક્ટર : તમારી પત્નીને મેં પહાડની સૂકી આબોહવામાં જઈ હવાફેર કરવા જવાની સલાહ આપી છે.
પતિ : હવે તમે મને દરિયાકિનારે ભેજવાળી આબોહવામાં જઈ હવાફેર કરવાની સલાહ આપજો !
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શુક્રવાર, 16 નવેમ્બર, 2012

Gujarati Joke Part - 333

એક મચ્છર સંતાના કાનમાં ગણગણ કરી રહ્યો હતો. સંતાની ઉંઘ બગડતાં તેને ગુસ્સે આવ્યો અને બદલો લેવા માટે તેને પકડી લીધો. સંતા તેને મોઢા પાસે લાવીને બોલ્યો - ગણગણ હવે તને ખબર પડશે જ્યારે ઉંઘ ખરાબ થાય છે તો કેવું લાગે છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બિટ્ટુ - દાદી શું તમારા ચશ્મા બધી ચીજોને વધારીને જુએ છે ?
દાદી - હા, કેમ ?
બિટ્ટુ - તો પછી જ્યારે પણ તમે મને કેક આપો ત્યારે ચશ્માને પહેલાં ઉતારી નાખ્યાં કરો.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

નટુ : કેમ આટલો બધો મૂંઝાયેલો દેખાય છે ?
ગટુ : ઘેર તારી ભાભી સાથે ઝઘડો થઈ ગયો હતો. એણે અઠવાડિયા સુધી નહિ બોલવાની ધમકી આપી છે.
નટુ : અરે એ તો આનંદની વાત છે ! અઠવાડિયું જલસા કર !
ગટુ : શેના જલસા ! આજે અઠવાડિયાનો છેલ્લો દિવસ છે !
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બુધવાર, 14 નવેમ્બર, 2012

Gujarati Joke Part - 332

બંતા - સારુ થયુ તમે મળી ગયા, હું મારું પર્સ ઘરે ભૂલી આવ્યો છુ, મને 500 રૂપિયાની તત્કાલ જરૂર છે.
સંતા - કોઈ વાંધો નહી, મુસીબતમાં જ મિત્ર મિત્રના કામે આવે છે. આ લે બે રૂપિયા, બસ પકડ, આ બસ સીધી તમારા ઘરે જ જશે. ઘરે જઈને પર્સ લઈ આવો.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક મોટી ફેકટરીના મૅનેજરે એક યુવકને સિગરેટ પીતાં પીતાં ફરતો જોયો. એણે તુરત એ યુવકને પોતાની કેબિનમાં બોલાવ્યો અને પૂછ્યું : 'તને કેટલો પગાર મળે છે ?'
'ચાર સો રૂપિયા.'
'આ રહ્યો તારો એક માસનો પગાર. તને છૂટો કરવામાં આવે છે.'
યુવક જેવો કૅબિનમાંથી બહાર ગયો કે તુરત તેમણે ત્યાં બેઠેલા એકાઉન્ટન્ટને પૂછ્યું : 'આ યુવાન આપણે ત્યાં કેટલા વખતથી કામ કરી રહ્યો છે ?'
'એ આપણે ત્યાં કામ કરતો નથી. એ તો પાર્સલ આપવા આવ્યો હતો !'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પત્ની : તમને મારામાં સૌથી સારું શું લાગેલું ? મારી બુદ્ધિ કે પછી મારું સૌંદર્ય ?
પતિ : મને તો આ તારી મજાક કરવાની આદત સૌથી વધુ ગમે છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સોમવાર, 12 નવેમ્બર, 2012

Gujarati Joke Part - 331

સંતા રોજ ભગવાનને પ્રાર્થના કરતો હતો કે - હે ભગવાન મારી લોટરી લગાવી દે.
ભગવાન રોજ તેની પ્રાર્થના સાંભળીને બોર થઈ ગયા હતા, એક દિવસ તે ગુસ્સામાં બોલ્યા - અરે ભાઈ પહેલા લોટરી તો લે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતા - બોલ બંતા, ભાઈચારો કોણે કહેવાય ?
બંતા - અરે તને નથી ખબર ? ભાઈચારો એ ચારો છે જેને બે ભાઈ પરસ્પર મળીને ખાય છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ગ્રાહક - ભાઈ, ઉંદર મારવાની દવા આપો ?
દુકાનદાર - ઘરે લઈ જવાની છે ?
ગ્રાહક - તો શુ ? તમે એમ વિચારો છો કે હું ઉંદરો મારી સાથે લાવ્યો છુ ??
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શનિવાર, 10 નવેમ્બર, 2012

Gujarati Joke Part - 330

જજ - હું તને જેલમાં મોકલુક છુ.
ચોર - શુ ચાર્જ લાગશે ?
જજ - કોઈ ચાર્જ નથી ફ્રી ઓફ ચાર્જ છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

'મનુષ્ય પર ક્યા ભાવો સૌથી આઘાતજનક અસર કરે છે !'
'બજાર ભાવો !'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક નવા ડોક્ટરે પોતાના કેરિયરનુ પ્રથમ ઓપરેશન કર્યુ. ઓપરેશન પછી થોડી જ વારમાં દર્દીનુ મોત થઈ ગયુ.
ડોક્ટરે દિવાલ પર ટાંગેલા ભગવાનના ફોટો સામે હાથ જોડીને શ્રધ્ધાપૂર્વક કહ્યુ - હે પ્રભુ મારી તરફથી આ પ્રથમ ભેટ સ્વીકારી લો
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ગુરુવાર, 8 નવેમ્બર, 2012

Gujarati Joke Part - 329

મગન - યાર, જેલને લોકો હવાલાત કેમ કહે છે
છગન - કારણ કે જેલમાં ખાલી બેસીને હવા ખાવા અને પોલીસની લાત ખાવા સિવાય કોઈ કામ જ નથી હોતુ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતા મારવાડીએ પોતાના ભાગીદાર પુત્રને કહ્યુ - રવિવારે હુ દિલ્લી જવાનો છુ, ત્યાંની બ્રાંચ ઓફિસમાં આ બાબતે તર કરી દે.
પુત્રએ તાર પર લખ્યુ - 'અરાઈવિંગ સંડે' અને સંતાને બતાવ્યો.
સંતા ગુસ્સે થઈને બોલ્યો - અરે બુધ્ધુ. તારમાં એક જ ખર્ચ પર આઠ શબ્દ લખી શકાય છે, તેનો ફાયદો ઉઠાય. આગળ લખ, 'બાય મોર્નિગ ફ્લાઈટ, રિસિવ એટ એયરપોર્ટ'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બાપૂ એ બા નિ કિટ્ટા કરી. બા ; બાપુ મારી શું ભુલ છે? બાપુ ; તમે મને કદરુપો કહ્યો બા; ઇ તો મજાક મા કહ્યુ છે. બાપુ; તો પછી રુપાળો કહિ ને મજાક નોં કરાય?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મંગળવાર, 6 નવેમ્બર, 2012

Gujarati Joke Part - 328

હું કવિ હોત તો તું મારી કવિતા હોત, હું ચિત્રકાર હોત તો તું મારું સુંદર ચિત્ર હોત, હું લેખક હોત તો તું મારી વાર્તા હોત, પણ દુર્ભાગ્યવશ પ્રિયે….. હું કાર્ટૂનિસ્ટ છું….
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

કરિયાણાની દુકાનમાં સવાર-સવારમાં જ એક શેઠ અને નોકર બાખડી પડ્યાં.

શેઠ : 'કાન ખોલીને સાંભળી લે, જો તારે આ દુકાનમાં કામ કરવું હોય તો એક વાત હમેશા યાદ રાખશે કે, જ્યારે ગ્રાહક કંઈ પણ બોલશે ત્યારે તે ઠીક જ બોલશે. હવે જલ્દી-જલ્દી મને બતાવી દે કે, બાજુ વાળી ઝમકૂ મારા વિષે તને શું કહી રહીં હતી.' ક્યાંક મારા વખાણ તો નહોતી કરી રહીને ?

''શેઠજી એ કહી રહી હતી કે, આ દુકાનનો માલિક તો ગધેડો છે, ગધેડો''- નોકર ધીમા અવાજે બોલ્યો
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બાપુએ પૂરપાટ ગાડી હંકારતાં અકસ્માત નોતર્યો. કોર્ટમાં જજસાહેબે પૂછ્યું, 'બોલો શી સજા આપું ? 30 દિવસની જેલ કે 3000 રૂપિયા ?'
બાપુ : 'સાહેબ, રૂપિયા આપો તો ગાડી રિપેર થઈ જાય !'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

રવિવાર, 4 નવેમ્બર, 2012

Gujarati Joke Part - 327

જમતી વખતે રસિકે કહ્યુ - આજે ફરી દુધીનું શાક બનાવ્યું, તને ખબર નથી કે વધારે પડતી દૂધી ખાવાથી નવા જનમમાં માણસ ગધેડો બને છે.
રસીલીએ જવાબ આપ્યો - એ તો તમારે ગયા જનમમાં જ વિચારી લેવું જોઈતું હતુ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મગને એની ગર્લફેન્ડને ધીમેકથી કહ્યું : 'I love you !'
પેલીએ વડચકું ભર્યું : 'જરા જોરથી બોલો !'
મગન : 'જય માતા દી…'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

જજ - આટલો નાનકડો ઝગડો તમે કોર્ટની બહાર પણ નિપટાવી શકતા હતા
આરોપીઓમાંથી એક - અમે કોર્ટની બહાર જ નિપટાવી રહ્યા હતા, પરંતુ પોલીસ અમને ઝગડો કરવાના આરોપમાં અહી લઈ આવી.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શુક્રવાર, 2 નવેમ્બર, 2012

Gujarati Joke Part - 326

પત્ની- : ક્‌લ્બ-માં આજે મજાની પાર્ટી છે, જેમાં તમામ સભ્યોેને કહ્યું છે કે ઘરથી કોઈપણ એક નકામી વસ્તુો લઈને આવે.
પતિ : તો, તું શું લઈ જઈ રહી છે?
પત્ની- : મને કંઈ પણ સમજમાં નથી આવતું પણ તમે સાથે આવશોને?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક બેંકમાં લૂટારુઓ આવ્યા. લૂંટારૂઓ ચોરી કરી જઈ રહ્યા હતા, જતા-જતા તેમણે એક વ્યક્તિના માથા પર પિસ્તોલ તાકીને પૂછ્યુ - તે અમને ચોરી કરતા જોયા છે ? પેલાએ હા પાડી તો તેને ગોળીથી ઉડાવી દીધો.
હવે એ લૂંટારૂ મગન પાસે આવ્યો અને બોલ્યો - શુ તે અમને બેંક લૂંટતા જોયા છે ?
મગન - નહી, મેં તમને નથી જોયા પણ(પોતાની પત્ની તરફ ઈશારો કરીને) આણે જરૂર જોયા છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પતિ - નવી ફિલ્મની બે ટિકિટ લાવ્યો છુ, તુ જલ્દી તૈયાર થઈ જા.
પત્ની - પણ આ તો આવતીકાલના શૉની ટિકીટ છે.
પતિ - ભઈ પણ તને તૈયાર થવામાં થોડો તો સમય લાગશે ને!
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~