શનિવાર, 31 માર્ચ, 2012

Gujarati Joke Part - 248

પત્ની : 'તમારી સાથે લગ્ન કર્યા ત્યારે હું મૂરખ હતી.'
પતિ : 'હું પણ ત્યારે પ્રેમમાં હતો એટલે મને ખ્યાલ ન આવ્યો.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

વજન ઓછું કરવા ડૉકટરે સો ગોળીઓ આપી એટલે દર્દીએ પૂછ્યું : 'આટલી બધી ગોળીઓ ? ક્યારે ક્યારે લેવાની ?'
ડૉકટરે કહ્યું : 'ગભરાઓ નહીં. ગળવાની નથી. પરંતુ રોજ સવારે, બપોરે, સાંજે શીશી ઊંધી કરી ગોળીઓને રૂમમાં ગબડાવી દેવાની. પછી એક એક કરી સોએ સો શીશીમાં ભરી દેવાની. આ ત્રણ મહિના સુધી ચાલુ રાખવાનું.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતા (બંતા અને તેની પત્નીને)- તમે બંને પાછલી બે મિનિટથી મૌન, ગરદન નીચે કરીને કેમ ઉભા છો? શું આજે કંઈક ખાસ છે?
બંતા- હા અમે અમારી લગ્નની વર્ષગાઠ ઉજવી રહ્યાં છીએ.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ગુરુવાર, 29 માર્ચ, 2012

Gujarati Joke Part - 247

ટીચર - બતાઓ પૃથ્વી અને ચંદ્રમાં વચ્ચે શું સંબંધ છે ?
જૂહી - સર, ભાઈ બહેનનો.
ટીચર - એ કેવી રીતે ?
જૂહી - કારણે પૃથ્વીને આપણે માતા કહીએ છીએ, અને ચંદ્રમાને મામા.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક માણસે ડૉકટરને પૂછ્યું : 'લાંબુ જીવવા માટેનો કોઈ રસ્તો છે ખરો ?
ડૉકટર : 'પરણી જા.'
પેલો માણસ કહે : 'એનાથી શું થશે ?'
ડૉકટર : 'પછીથી લાંબુ જીવવાની ઈચ્છા તારા મનમાં કદી આવશે જ નહીં.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતા (પ્રીતોને) : તને ખબર છે રોગ હંમેશા શરીરના નબળા ભાગ પર જ હુમલો કરે છે ?
પ્રીતો : ઓહ એમ ! હવે મને સમજાયું કે હંમેશા તમે માથું દુ:ખવાની ફરિયાદ કેમ કરો છો !

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મંગળવાર, 27 માર્ચ, 2012

Gujarati Joke Part - 246

વકીલ (ચોરને) : તને હું જેલમાંથી છોડાવું તો તુ મને શું આપે ?
ચોર : બીજુ તો શું આપું ? સાહેબ, માત્ર હું એટલું વચન આપી શકું કે ભવિષ્યમાં તમારે ઘેર ક્યારેય ચોરી નહીં કરું !

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

લતા : વાસણ ઊટકવા માટે તમે શેનો ઉપયોગ કરો છો ?
ગીતા : અલી, આમ તો મેં ઘણા અખતરા કરી જોયાં, પણ એમાં ઉત્તમ મારા વર નીકળ્યા છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બાળક - મમ્મી મને રસ્તામાં એક રૂપિયો મળ્યો.
થોડીવાર પછી બાળકે એ રૂપિયો ફેકી દીધો.
મમ્મીએ પૂછ્યુ -કેમ બેટા, રૂપિયો કેમ ફેંકી દીધો ?
બાળક - મમ્મી, મને યાદ આવ્યુ ગયુ કે આ મારો રૂપિયો નથી, મારો રૂપિયો તો શાળામાં પડી ગયો હતો.
લાઈટ કેમ નહી

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Gujarati Joke Part - 245

પ્રથમ વ્યક્તિ - તારો હાર ખૂબ જ કિમંતી લાગી રહ્યો છે, લાગે છે કે તને ક્યાંક સારી જોબ મળી ગઈ છે.
બીજી યુવતી - સર્વિસ નહી, લોટરી લાગી ગઈ. મને શ્રીમંત પતિ મળી ગયો છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતાએ બંતાને ભવિષ્યફળ વાંચીને સંભળાવી રહ્યા હતા, તો બંતાએ કાંઈક વિચારી ને કહ્યુ - શુ વિચાર છે તમારો ભવિષ્યફળ વિશે ?
સંતા - મે કાલના ભવિષ્યમાં વાચ્યુ હતુ કે આ મહિનામાં તમારી સથે કાંઈક એવી ઘટના થશે, જેમા તમારી બોલતી બંધ થઈ જશે.
બંતા - તો શુ કશુ એવુ થયુ ખરુ
સંતા - હા કલે સાંજે મારો મોબઈલ ગાયબ થઈ ગયો.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પત્ની : (પતિને) ગઈકાલે રાત્રે તમે મને નિંદરમાં ગાળો કેમ આપતા હતા ?
પતિ : અહીં જ તારી ભૂલ થાય છે.
પત્ની : કેવી ભૂલ ?
પતિ : એ જ કે હું નિંદરમાં હતો.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

રવિવાર, 25 માર્ચ, 2012

Gujarati Joke Part - 244

બે ગાંડા એક ખાટલા પર સૂતા હતા. એક બોલ્યો - યાર, મારી પાસે કોઈ સૂતુ છે.
બીજો ગાંડો - તું એને નીચે ધક્કો માર.
પહેલાએ બીજા પાગલને ધક્કો માર્યો અને બોલ્યો - મેં એને પાડી દીધો, હવ પાસે આવીને સૂઈ જા

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પુત્રને હાથના બળે ઘરમાં ધૂસતો જોઈને તેના પપ્પાએ બૂમ પાડી - મૂર્ખ, આ શુ કરે છે ?
પુત્રએ માસુમિયતથી જવાબ આપ્યો - તમારી ઈચ્છાનુ પાલન કરુ છુ પપ્પા, તમે કહ્યુ હતુ ને કે જો તુ ફેલ થઈશ તો ઘરમાં પગ નહી મૂકવા દઉં

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મુન્નાભાઈ : દાંત વગરનું કૂતરું કરડે તો શું કરવાનું?
સર્કીટ : બોલે તો સોય વગરના ૧૪ ઈન્જેકશન લઈ લેવાના.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શુક્રવાર, 23 માર્ચ, 2012

આપનાં તરફથી આવેલા જોક્સ - 1

સંતાસિંહ એક મકાનને હોટલ માની અંદર ઘૂસ્યા અને જોરથી બૂમ મારીને ઑર્ડર આપ્યો : ‘એક લસ્સી લાના…’ ત્યાં ટેબલ પાછળ બેઠેલ માણસે કહ્યું : ‘સીસ…. આ લાઈબ્રેરી છે.’ સંતાએ માફી માગી અને ધીમેથી કહ્યું : ‘એક લસ્સી લાના…

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પતિઃ તું આજકાલ વધારે સુંદર થતી જાય છે.
પત્નીઃ એ કેવી રીતે
પતિઃ જો ને, તને જોઈને આજકાલ રોટલીઓ પણ બળી જાય છે

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

કીડી: હાથી ભાઈ, હાથી ભાઈ તમારી ચડ્ડી આપો ને.
હાથી : કેમ મારી ચડ્ડી જોઈએ છે?
કીડી : મારી બહેનના લગ્ન છે!!!
--આભાર ધીરજભાઈ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

છગન અને લીલી આખી સોસાયટીમાં સૌથી વઘુ ઝગડાળું હતા.
એમનો ઝગડો સવાર પડે ને શરૂ થઈ જતો તે મોડી રાત સુધી ચાલતો.
એક દિવસ એમનો પડોશી લલ્લુ બીજા પડોશી મગનને કહી રહ્યો હતો... ‘‘સારું છે કે આ બન્ને ઝગડાળું એકબીજાને પરણ્યા એટલે એ બે જ દુઃખી થશે બાકી બન્ને બીજાને પરણ્યા હોત તો ચાર જણ દુઃખી થાત..
--આભાર અરવિંદભાઈ પટેલ

વાંચકમિત્રો આપ પણ આપના મનગમતા જોક્સ અમને મોકલી શકો છો .
મોકલવા અહી જાવ.

Gujarati Joke Part - 243

મિત્રો, જો તમે કોઈ એવી વ્યકિતને ઓળખતા હોય જેને હસવું આવતું જ ન હોય. તમે એને સલાહ આપજો કે, 'કોરા કાગળ ઉપર લગભગ ૩૦૦ વખત 'હા-હા, હી-હી'
લખે અને સવાર-સાંજ ભૂખ્યા પેટે વાંચે.'


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

વિદ્યાર્થી : 'સાહેબ, મારા બાપુજી કહેતા હતા કે આપણા પૂર્વજો વાંદરા હતા.'
શિક્ષક : 'બેસી જા. ઘરની વાત નિશાળમાં નહીં કરવાની !'


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

છગન આખો દિવસ મોં ખુલ્લુ રાખી ટ્યુબલાઈટ નીચે ઉભો રહ્યો. આ જોઈને તેનો મિત્ર મગન બોલ્યો - અરે, તુ આ શુ કરી રહ્યો છે.
છગન - ડોક્ટરે કહ્યુ છે કે બે દિવસ માત્ર લાઈટ ખોરાક લેવો.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બુધવાર, 21 માર્ચ, 2012

Gujarati Joke Part - 242

મુન્નાના પિતાએ તેની માર્કશીટ જોઈને કહ્યુ - તારા જેવા બાળકો તો આ ઘરતી પર ભાર છે.
મુન્નો - ચિંતા ન કરો પપ્પા, એટલેજ તો હું મોટો થઈને પાયલોટ થવા માગું છું.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

લગ્નના ત્રણ ચાર મહિના પછી રાજેશ થોડો ટેંશનમાં લાગતો હતો. એક દિવસ તેના મિત્ર મનીષે પૂછ્યુ - લગ્ન પછી તારી જીંદગીમાં શુ ફેરફાર આવ્યો છે ?
રાજેશે નિરાશાજનક અવાજમાં કહ્યુ - કંઈ ખાસ નહી, પહેલા એકલતા સતાવતી હતી હવે પત્ની...

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ઘણા મહિના રાહ જોયા પછી અમેરિકાનું નાગરિકત્વ મળ્યાનો પત્ર વાંચતા પતિએ પત્નીને કહ્યું : 'લે, આ જો આપણને અમેરિકાનું નાગરિકત્વ મળી ગયું.'
પત્નીએ રસોડામાં વાસણ માંજતા હાથ ધોઈને જવાબ આપ્યો : અચ્છા ! તો હવે ઝટ અંદર આવો અને આ વાસણ સાફ કરી નાખો.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સોમવાર, 19 માર્ચ, 2012

Gujarati Joke Part - 241

સંતા- જો તુ બતાવી દે કે મારી મુઠ્ઠીમાં કેટલા રૂપિયા છે, તો હું તને 100 રૂપિયા આપી દઈશ.
બંતા નહી યાર, આ બતાવવા માટે હું ઓછામાં ઓછા 300 રૂપિયા લઈશ.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પત્ની " અમિત ઊઠ તો !" સુરભિ એ મધરાતે અમિતને ઢંઢોળતા કહ્યું. "રસોડામાં ચોર ઘુસ્યો છે અને મેં કાલે જ બનાવેલી મીઠાઇ ખાઇ રહ્યો છે."
અમિત – "ખાવા દે ને, એ તો એ જ લાગ નો છે !" કહી અમિત પડખુ ફેરવી ને સુઇ ગયો .

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સતીશ : 'તને તારી ભૂલ ઉપર કોઈએ અભિનંદન આપ્યા છે ?'
વિવેક : 'હા, મારાં લગ્ન વખતે અભિનંદનનો વરસાદ વરસ્યો હતો !'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શનિવાર, 17 માર્ચ, 2012

Gujarati Joke Part - 240

એક વાર સંતા ઉંધુ પેપર વાંચી રહ્યો હતો, તેના બંતાએ પૂછ્યું - પેપરમાં શુ સમાચાર છે ?
તે બોલ્યો - એક કાર પલટી ગઈ છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મગન : પપ્પા, પાણી આપોને.
પિતા : જાતે લઈ લે.
મગન : આપોને વળી…
પિતા : હવે માગીશને તો એક તમાચો મારીશ.
મગન : તમાચો મારવા આવો ત્યારે પાણી લેતા આવજો, બસ !

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક વાર સાંતાસિંહ નો મિત્ર તેમની પાસે આવ્યો અને બોલ્યો - સાંતાજી, તમારી પત્ની તમારા ડ્રાઇવર સાથે ભાગી ગઇ જાણીને મને બહુ દુ:ખ થયુ.
સાંતાજી બોલ્યા - અરે તુ મારી ચિંતા ના કર મને ડ્રાઇવીંગ આવડે છે

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ગુરુવાર, 15 માર્ચ, 2012

Gujarati Joke Part - 239

લગ્નના ત્રણ ચાર મહિના બાદ હરેશ થોડો ટેન્શનમાં લાગતો હતો.
એક દિવસ તેના મિત્ર મનીષે પૂછ્યું- લગ્ન પછી તારી જિંદગીમાં શું ફેરફાર આવ્યો છે?
હરેશે નિરાશાજનક અવાજમાં કહ્યું: કંઇ ખાસ નહીં, પહેલા એકલતા સતાવતી હતી અને હવે પત્ની..!

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બંતા - અરે સંતા, તારે કદી કોઈ મૂર્ખા સાથે ભટકાયો છે ?
સંતા - હા, મે કોશિશ તો જરૂર કરીર તેમનાથી દૂર રહેવાની પણ આજે તારાથી બચી ન શક્યો.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

રંગલો - હું તારી જોડે લગ્ન કરવા માંગુ છુ.
રંગલી - પણ હું તારાથી એક વર્ષ મોટી છુ..
રંગલો - કોઈ વાંધો નહી. હું એક વર્ષ પછી લગ્ન કરી લઈશ..

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મંગળવાર, 13 માર્ચ, 2012

Gujarati Joke Part - 238

પત્ની - શુ તમે મને ખૂબ જ પ્રેમ કરો છો ?
પતિ પ્રેમથી બોલ્યો - હા પ્રિયે હુ તારા માટે મારો જીવ પણ આપી શકુ છુ.
પત્ની - જીવ ન આપતા, બસ બસો રૂપિયા આપો.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શેઠાણી : 'આમ ભીખ માગે છે એના કરતાં મહેનત કરતો હોય તો !'
ભિખારી : 'મહેનત તો કરું જ છું ને ?'
શેઠાણી : 'એ કેવી રીતે ?'
ભિખારી : 'આ જુઓને તમારી પાસેથી પૈસા કઢાવવા કેટલી બધી મહેનત કરવી પડે છે.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મનુ :"આજે સવારે મારો દાંત સખત દુખતો હતો,માટે મારે ડોક્ટર ને ત્યાં જવું પડ્યું.
નનીયો:'દાંતમાં હજુ દુખાવો થાય છે?
મનુ:ખબર નહી,કારણ કે એ દાંત તો ડોક્ટરે રાખી લીધો.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

રવિવાર, 11 માર્ચ, 2012

Gujarati Joke Part - 237

શિક્ષક : 'ખુદકુશી કરલી' ઔર 'ખુદકુશી કરની પડી' બેઉ વચ્ચેનો ભેદ બતાવો.'
રમેશ : પહેલાનો જવાબ બેરોજગારી ને બીજાનો શાદીશુદા….

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ગોલુની પત્ની ભાગી ગઇ હતી. પાંચ દિવસ પછી ઘરે પાછી આવી.
ગોલુએ ગુસ્સામાં કહ્યું, 'હવે શું લેવા આવી છો?'
પત્નીએ કહ્યું : 'મોબાઇલનું ચાર્જર ભૂલી ગઇ હતી.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

રોહિત : 'તું એ કેવી રીતે કહી શકે છે કે માણસ કરતા ઘોડા વધારે સમજદાર હોય છે ?'
અમિત : 'સાવ સીધી વાત છે. જ્યારે મેદાનમાં દસ ઘોડા દોડે છે ત્યારે તેને જોવા માટે હજારો માણસો ભેગા થાય છે પણ જો ક્યાંક મેદાનમાં દસ માણસો દોડશે તો એક પણ ઘોડો તે જોવા નહિ આવે.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શુક્રવાર, 9 માર્ચ, 2012

Gujarati Joke Part - 236

ક્રિકેટરની પત્ની - હલો હુ ક્રિકેટના ખેલાડી મિ. અજબની પત્ની બોલુ છુ.
કોચ : તેઓ હમણાં જ બેટિંગમાં ગયા છે
પત્ની - કોઈ વાંધો નહી હું હોલ્ડ કરુ છુ.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક અજાણ્યા માણસે એક દિવસે સંતાંજીને આવીને ફરિયાદ કરી. બોલ્યો - હું તમારા ઘરની નીચેથી પસાર થતો હતો ત્યારે તમારા છોકરાએ પત્થરનો ઘા કર્યો
સંતાજી - કેટલુ વાગ્યુ?
પેલા ભાઇ : એ મારી બાજુમાથી પસાર થઇ ગયો, એટલે હુ બચી ગયો
સંતાજી - તો તો એ મારો છોકરો હોય જ નહી.......

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

નવી નવી કાર ચલાવવાનુ શીખનાર પત્નીએ પતિને કહ્યુ - આજે આપણે કાર લઈને જઈશુ, અને કાર હુ ચલાવીશ.
પતિ - હા.. હા. જરૂર જઈશુ કારમા.... અને આવીશુ સવારના છાપામાં.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બુધવાર, 7 માર્ચ, 2012

Gujarati Joke Part - 235

જમતી વખતે પતિએ કહ્યુ - આજે ફરી દુધીનું શાક બનાવ્યું, તને ખબર નથી કે વધારે પડતી દૂધી ખાવાથી નવા જનમમાં માણસ ગધેડો બને છે.
પત્નીએ કહ્યુ- એ તો તમારે ગયા જનમમાં જ વિચારી લેવું જોઈતું હતુ.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બે મુરખાઓ વાતો કરતા હતા.
પહેલો : યાર, હાથી એક વૃક્ષ પર ચઢી જાય અને પાછો ઉતરવા માગે તો તેણે શું કરવું જોઈએ ?
બીજો : સાવ સીમ્પલ, હાથીએ એક પાંદડા પર બેસી જવું જોઈએ અને પાનખરની રાહ જોવી જોઈએ.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

રેલગાડીમાં ચર્ચા ચાલી રહી હતી.
એક વૃધ્ધ બોલ્યો - હવે તો સમાજવાદ આવશે.
બીજો બોલ્યો - નહી, નહી માર્ક્સવાદ આવશે.
ત્રીજો બોલ્યો - નહી હવે તો સામ્યવાદ આવશે.
અચાનક ઉપરના બર્થ પર સૂનારા એક વૃધ્ધે કહ્યુ, મહેરબાની કરીને 'અલાહાબાદ' આવે ત્યારે મને બતાવજો.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સોમવાર, 5 માર્ચ, 2012

Gujarati Joke Part - 234

શિક્ષકે વિદ્યાર્થીને સજા સંભળાવતા કહ્યું :
'રમેશ, તેં સુરેશને ગધેડો કહ્યો એ ખૂબ જ શરમની વાત છે. તારે દસ રૂપિયા દંડ ભરવો પડશે.'
'સાહેબ !' રમેશે કહ્યું : 'મને માફ કરી દો સાહેબ ! હવેથી હું આવું નહિ કરું. કહેતા હોવ તો હવેથી હું બધા ગધેડાઓને સુરેશ કહીશ.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બાપુની ઘોડી દેવ-મંદિરના વાતાવરણમાં ઊછરેલી એટલે એને કહો કે 'ભગવાનની દયા છે' કે તરત જ દોડવા માંડે અને 'હે ભગવાન' કહો એટલે થંભી જાય. બાપુએ એક માલદારને આ ઘોડી વેચી અને એની વિશેષતા કહી. માલદાર ઘોડી ઉપર બેઠો અને બોલ્યો, 'ભગવાનની દયા છે.' તરત ઘોડી પૂરપાટ દોડવા માંડી. સામે ઊંડી ખીણ આવી એટલે માલદાર ગભરાયો, એણે ઘોડીની લગામ ખેંચી પણ એ એટકી નહીં. આખરે ખીણની બરાબર ધાર ઉપર એનાથી રાડ પડી ગઈ, 'હે ભગવાન'. તરત ધોડી ઊભી રહી ગઈ. ખુશ થઈને માલદાર બોલ્યો : 'ભગવાનની દયા છે.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

છગન - અરે યાર મને એ સમજાતુ નથી કે સરકારે મતાધિકાર માટે 18 વર્ષ અને લગ્ન માટે 21 વર્ષ કેમ નક્કી કર્યા ?
મગન - કારણ કે સરકાર પણ જાણે છે કે સરકાર સાચવવી સહેલી વાત છે, પરંતુ પત્ની સાચવવા માટે હિમંત જોઈએ.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શનિવાર, 3 માર્ચ, 2012

Gujarati Joke Part - 233

એકવાર ગટ્ટુએ રોડ પર ઘણા બધાને દોડતા જોયાં. એ જોઈને તેને બાજુ પર ઉભેલા રસિકને પૂછ્યુ - આ બધા કેમ દોડી રહ્યા છે ?
રસિક - મેરેથોન દોડ યોજાઈ રહી છે.
ગટ્ટુ - તેનાથી તેમને શુ ફાયદો થવાનો છે ?
રસિક - જે જીતશે તેને ઈનામ મળશે.
ગટ્ટુ - તો પછી બીજા કેમ દોડી રહ્યા છે ?

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતા - ડોક્ટરે કહ્યુ કે તમને કોઈ બીમારી નથી
બંતા - તો પછી, તુ આટલો ઉદાસ કેમ છે ?
સંતા - હું વિચાર કરી રહ્યો છુ કે ફી ના 150 રૂપિયા બેકાર ગયા.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટપુ : 'તમારા વખાણ કરું એટલા ઓછાં.'
નટુ : 'આખરે તમને મારી કિંમત સમજાઈ.'
ટપુ : 'ના, મને એ સમજાયું કે મૂરખ આગળ જૂઠું બોલવામાં વાંધો નહિ.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ગુરુવાર, 1 માર્ચ, 2012

Gujarati Joke Part - 232

પતિ - ખબર છે ?
હું લગ્ન પહેલા ખૂબ જ રખડું હતો.
શું તુ પણ આવુ જ કરતી હતી ?
પત્ની - ગુણ મળ્યા વગર કાંઈ લગ્ન થઈ શકતા હોય ?

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક છોકરો ટ્રેનમાં જતો હતો. એક મુસાફરે તેના ખભે હાથ મૂકીને પૂછ્યું :
'આ કયું સ્ટેશન છે ?'
'આ કોઈ સ્ટેશન નથી, મારો ખભો છે.' છોકરો બોલ્યો.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પત્ની : 'તમે ઊંઘમાં બરાડા કેમ પાડો છો ?'
પતિ : 'સ્વપ્નમાં પણ તું માનતી નથી !'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~