ગુરુવાર, 31 મે, 2012

Gujarati Joke Part - 268

છોટુ સાઈડ પર કાર પાર્ક કરીને જલ્દીથી મેડિકલ સ્ટોરની દુકાને પહોંચ્યો અને દુકાનદારને કહ્યું : 'જલ્દી, હેડકી બંધ થાય એની કોઈ દવા આપોને.'
દુકાનદાર તરત કાઉન્ટર કુદીને બહાર આવ્યો અને છોટુને એક જોરદાર લાફો ઝીંકી દેતાં કહ્યું : 'મને લાગે છે હવે આપની હેડકી બંધ થઈ ગઈ હશે.'
છોટુ એ ગાલ પંપાળતા કહ્યું : 'યાર, જોયા વગર જ ઝીંક્યા કરો છો. હેડકી તો સામેની કારમાં બેઠેલી મારી પત્નીને આવે છે.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

માધો (પૂંજાને) : 'તારા બળદને પેટમાં દુ:ખાવો ઊપડ્યો ત્યારે તેં એને શું પાયું હતું ?'
પૂંજો : 'એરંડિયું.'
'ઠીક' કહીને માધો ચાલ્યો ગયો. બીજે દિવસે આવીને પૂંજાને કહેવા લાગ્યો : 'તેં કાલે નહોતું કહ્યું કે તારા બળદને પેટમાં દુ:ખતું હતું ત્યારે તેં એને એરંડિયું પાયું હતું ?'
પૂંજો : 'હા, કહ્યું હતું ને, કેમ ?'
માધો : 'મેં પણ મારા બળદને એરંડિયું પાયું ને તે તો મરી ગયો.'
પૂંજો : 'મરી તો મારોયે ગયો હતો.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતા- બહું મુશ્કેલી છે.
બંતા- શું પરેશાની છે ?
સંતા - યાર, જ્યારે પણ હું ઉઘીને ઉઠુ છુ, મને એવું લાગે છે જાણે બધુ ગોળ ગોળ ફરી રહ્યુ છે.
બંતા- આટલી જ વાત છે, તુ એક કામ કર, તુ ઉઠીને ઉંધી જા.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બુધવાર, 30 મે, 2012

સહનશક્તિ...



થોડું ધ્યાનથી અને વિચારીને જોવું.

જે સમજાય એની કોમેન્ટ લખવામાં કઈ વાંધો નહી હો.....

મંગળવાર, 29 મે, 2012

આપનાં તરફથી આવેલા જોક્સ - 3

બાપુ – જીવલા પડોસ માં કોઈ લાંબી બાઈ રે છે?
જીવલો – કેટલીય છે .
બાપુ – એના કપડા લેતો આવ.
જીવલો – કેમ બાપુ ?
બાપુ – દાકતર એ મને ઠંડી માં લાંબી બાઈ ના કપડા પહેરવાનું કીધું છે.



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બાપુ બાઈક પર જતા હતા.
પોલીસ: ત્રીપલ સવારીની મનાઈ છે ને તમે ચાર બેઠા છો?
બાપુ એક દમ ગભરાઈને પાછળ જોયું અને બોલ્યા પાંચમો ક્યાં ગયો?


વાંચકમિત્રો આપ પણ આપના મનગમતા જોક્સ અમને મોકલી શકો છો .
મોકલવા અહી જાવ.

Gujarati Joke Part - 267

પતિ - આજે રવિવારની રજા છે અને આજે મને ખૂબ મજા આવશે, હું ફિલ્મોની ત્રણ ટિકિટ લાવ્યો છુ.
પત્ની - ત્રણ શા માટે ?
પતિ - તારી અને તારા મમ્મી-પપ્પાની.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

રમેશ : અમારાં લગનને દોઢ વર્ષ થઇ ગયાં પરંતુ અત્યાર સુધી મેં મારી પત્નીને એક પણ શબ્દ કહ્યો નથી.
મદન : બહુ સારું, પણ એવું કેમ?
રમેશ : તેને પસંદ નથી કે જયારે તે બોલતી હોય ત્યારે કોઇ તેની વાત વચમાંથી કાપી નાખે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

છોકરો - તારી જુદાઈમાં...
ઉંધ નથી આવતી...
કોઈ કામમાં મન નથી લાગતુ...
જીવ જાય છે...
દિલ રડે છે....
દિવસભર બસ સૂઈ રહેવાનુ જ મન થાય છે ...
બસ કંઈક થાય છે...

છોકરી -ડોક્ટરને બતાવી દે... સ્વાઈન ફ્લૂમાં આવુ જ થાય છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

રવિવાર, 27 મે, 2012

Gujarati Joke Part - 266

'બેટા ગઈકાલે મેં તને ગણિતના દાખલાનું હૉમવર્ક કરવામાં મદદ કરી હતી. તેં સ્કૂલમાં ટીચરને એ કહી તો નથી દીધું ને ?'
'પપ્પા, મેં સાચી વાત સરને જણાવી જ દીધી.'
'એમ ? તું તો સત્યવાદી રાજા હરિશ્ચંદ્રનો અવતાર છે…. પછી તારા ટીચરે શું કહ્યું ?'
'એમણે કહ્યું કે દાખલા બધા ખોટા જ ગણી લાવ્યો છે પણ બીજાએ કરેલી ભૂલની સજા હું તને નહીં આપું !!'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતાસિંહ એકવાર ટ્રક લઈને જઈ રહ્યા હતા. રસ્તામાં તેમની ટ્રક ખરાબ થઈ ગઈ. સંતાએ ટ્રકને લઈ જવા માટે એક બીજી ટ્રક ની વ્યવસ્થા કરી અને પોતાના ટ્રકને ખેંચીને ગેરેજમાં લઈ જવા લાગ્યો. રસ્તામાં એક ઢાબા પર બંતા બેઠો હતો,

બંતા સિંહ ટ્રકને જોઈને જોર જોરથી હસવા લાગ્યો. સંતાએ ગુસ્સે થઈને પૂછ્યુ - શુ તે કદી ટ્રક નથી જોઈ ?
બંતા - ટ્રક તો જોઈ છે, પણ પહેલી વાર જોયુ કે બે ટ્રક મળીને એક દોરીને ખેંચી રહ્યા છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક કૂવા વિષે એવી માન્યતા હાતી કે તેમાં સિક્કો નાંખીને જ માંગવામાં આવે તે ઇચ્છા પૂરી થઇ જતી હતી.
એક પતિ-પત્ની ત્યાં ગયા. સૌ પ્રથમ પતિએ સિક્કો નાંખી પ્રાર્થના કરી અને ત્યાંથી સરકી ગયો હવે પત્ની ગઇ, વધુ નમવાના કારણે તેણી કૂવામાં પડી ગઇ.
પતિ ખૂબ ખૂશ થઇ ગયો અને બોલ્યો- અરે! આ તો ખરેખર ચમત્કારીક કૂવો છે. મારી મનોકામના તરતજ પૂરી કરી નાંખી..!

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શુક્રવાર, 25 મે, 2012

Gujarati Joke Part - 265

મીનાએ પોતાની માઁ ને પતિની ફરિયાદ કરી - હું તો એમની આવારગીથી કંટાળી ગયો છુ.
કેમ શુ થયુ ? - માઁ એ પૂછ્યુ
શુ બતાવુ, મેં ગઈકાલે સિનેમા હોલમાં કોઈ છોકરી સાથે તેમને જોયા - મીનાએ કહ્યુ.
તો તે એને રંગે હાથે પકડ્યો કેમ નહી ? માં એ કહ્યુ.

મીનાએ એક ઊંડો શ્વાસ લઈને કહ્યુ - કેવી રીતે પકડતી, હું પણ મારા બોયફ્રેંડ સાથે બેસી હતી ને.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બેટા- તને ઈનામ કેવી રીતે મળ્યુ ?
પુત્ર - વાદ-વિવાદમાં એક કલાક બોલવા માટે.
પિતા - સરસ, પણ વિષય કયો હતો ?
પુત્ર - ઓછુ બોલવાથી થતા ફાયદા.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક રેલ્વે સ્ટેશને આવેલી ગાડીમાંથી મુસાફરે બૂમ પાડી : "એલા એ લારીવાળા, 250 ગ્રામ ગરમાગરમ ભજીયા , ને મરચાં નો સંભાર ને આંબલીની ચટણી બરાબર નાખજે અને હા બધું આજના છાપામાં વેંટીને લાવજે."

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બુધવાર, 23 મે, 2012

Gujarati Joke Part - 264

યુધ્ધ દરમિયાન જ્યારે એક દુશ્મન દેશની એક સૈનિક ટુકડી એક ગામમાં ધુસી તો ગામની જવાન છોકરીઓ તેમનાથી બચવા માટેત ગામની બહાર એક જગ્યાએ સંતાવવા માટે ભાગી. એક વૃધ્ધ સ્ત્રી પણ તેમની સાથે ભાગી.
એક છોકરીએ પૂછ્યુ - માજી, ભય તો અમને છે, અમે જવાન છોકરીઓ છીએ, તમે કેમ ભાગી રહ્યા છો ?
વૃધ્ધા બોલી - તે જોયુ નહી, તેમની સાથે એક વૃધ્ધ ઓફિસર પણ છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

લાંબા વખતનું કરજ ન ચૂકવનાર એક માણસ પાસેથી નાણાં વસૂલ કરવાની નવતર કરામત એક લેણદારે અજમાવી. એણે ઉઘરાણી કરી અને પેલાએ હંમેશ મુજબ કહ્યું : 'અત્યારે હું એ પૈસા આપી શકું તેમ નથી.'
'અત્યારે જ આપી દે.' ચાલાક લેણદાર બોલ્યો, 'નહીંતર તારા બીજા બધા લેણદારોને હું જણાવીશ કે મારું કરજ તેં ચૂકવી દીધું છે.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બાળક - ચાલો પપ્પા આજે આપણે સ્કુલ સ્કુલ રમીએ.
પપ્પા - પણ હું શિક્ષક બનીશ.
બાળક - તો આજે હું ગેરહાજર છુ.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સોમવાર, 21 મે, 2012

Gujarati Joke Part - 263

સંતાની ચાની દુકાનમાં એક દિવસ એક શેઠ આવીને બેસી ગયા. શેઠે ચા મંગાવતા કહ્યુ કે - તમારી દુકાનમાં માખીઓ ઘણી છે.
સંતા બોલ્યો - શુ કરીએ સાહેબ, જ્યાં ગંદકી દેખાય છે ત્યા બેસી જ જાય છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

નોકરીમાંથી થાકીને આવેલ પતિ જ્યારે ઘરે પાછો ફર્યો તો પત્ની બોલી - આજે મેં નોકરાણીને કાઢી મૂકી.
પતિ - તે કેમ આવુ કર્યુ ? તારે તેને એક વાર સુધરવાની તક તો આપવી હતી.
પત્ની - પણ, હું તમને કોઈ તક આપવા નથી માંગતી.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ઘરધણી (રસોઈયાને) : જો મારા સાસુ આજે આવવાના છે. તે રોકાવાના છે. આ તેમને ભાવતી વાનગીઓની યાદી છે.
રસોઈયો : ભલે રોજ તેમાંથી એકએક બનાવીશ.
ઘરધણી : અરે બેવકૂફ, તેમાંથી કંઈ કદી બનાવવાનું નથી.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બુધવાર, 16 મે, 2012

Gujarati Joke Part - 262

પુત્ર : 'પપ્પા, હું આજથી મારું પોતાનું દવાખાનું શરૂ કરું છું. મને તમારી સફળતાનો મંત્ર આપો.'
ડોક્ટર પિતા : 'બેટા, દવા ન ઊકલે એ રીતે લખવી અને બિલ ઉકલે એ રીતે લખવાં.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતા પાર્ક કરેલી કાર પાસે આવ્યો ત્યારે ત્યાં એક નોટ પડી હતી : 'Parking fine.'
સંતાએ થાંભલા પર બીજી ચિઠ્ઠી ચોંટાડી : 'Thanks for a Compliment.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પુત્રને હાથના બળે ઘરમાં ધૂસતો જોઈને તેના પપ્પાએ બૂમ પાડી - મૂર્ખ, આ શુ કરે છે ?
પુત્રએ માસુમિયતથી જવાબ આપ્યો - તમારી ઈચ્છાનુ પાલન કરુ છુ પપ્પા, તમે કહ્યુ હતુ ને કે જો તુ ફેલ થઈશ તો ઘરમાં પગ નહી મૂકવા દઉં.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સોમવાર, 14 મે, 2012

Gujarati Joke Part - 261

પત્ની - નહી જજ સાહેબ, હું હવે આ માણસ સાથે રહેવા નથી માંગતી. તમે હવે મને છુટાછેડા કરાવી આપો.
જજ - એકવાર ફરી વિચારી લો, તમે આમની કાંઈક આવડત જોઈને જ લગ્ન કર્યા હશે.
પત્ની - હા, પણ હવે તેમની બધી આવડત ખર્ચાઈ ગઈ છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક છોકરો રાત્રે ઝડપથી સાઈકલ પર જઈ રહ્યો હતો અને સાઈકલ આગળ લાઈટ પણ નહોતી.
પોલીસે તેણે જોઈને રોકવા આગળ વધ્યો અને બૂમ પાડી - થોભી જા, લાઈટ નથી.
સાઈકલવાળા છોકરાએ એ જ સ્પીડમાં સાઈકલ ચલાવતા કહ્યુ - ઈંસ્પેક્ટર, તમે ખસી જાવ, બ્રેક પણ નથી.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શ્વેતા -(પોતાની બહેનપણીને) તારા પતિ શુ કરે છે ?
રીના - નાના-મોટા બધાને ઉપર-નીચે ચઢાવીને યોગ્ય જગ્યાએ પહોંચાડે છે.
શ્વેતા -(ગભરાઈને) મતલબ !
રીના - તે બસ કંડક્ટર.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શનિવાર, 12 મે, 2012

Gujarati Joke Part - 260

એક કૂવા વિશે એવી માન્યતા હતી કે તેમા સિક્કો નાખીને જે માંગવામાં આવે એ ઈચ્છા પૂરી થઈ જતી હતી.

એક પતિ-પત્ની ત્યાં ગયા. સૌ પ્રથમ પતિએ સિક્કો નાખી પ્રાર્થના કરી અને ત્યાંથી સરકી ગયો. હવે પત્ની ગઈ, વધુ નમવાને કારણે એ અંદર પડી ગઈ.

પતિ ખૂબ ખુશ થઈ ગયો અને બોલ્યો - અરે આ તો ખરેખર ચમત્કારી કૂવો છે. મારી મનોકામના તરત જ પૂરી કરી નાખી.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતા - મારી પત્ની બોલવામાં એટલી કુશળ છે કે તે કોઈ પણ ટૉપિક પર કલાકો સુધી બોલી શકે છે.
બંતા - કદાચ તને જાણ નથી કે મારી પત્ની તો એનાથી પણ વધુ કુશળ છે, તે તો કોઈપણ ટૉપિક વગર પણ કલાકો સુધી બોલી શકે છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

'આ વેકેશનમાં વર્લ્ડ-ટુર ઉપર જવાનું વિચારું છું !'
'અચ્છા ! કેટલો ખર્ચ થાય ?'
'મફત !'
'મફત તે કંઈ હોતું હશે !'
'વિચારવામાં ખર્ચ શેનો !'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ગુરુવાર, 10 મે, 2012

Gujarati Joke Part - 259

રમણ - મને છ વાગે ઉઠાડી દેજે
મમ્મી - પણ, બેટા છ તો વાગી ગયા છે
રમણ - તો પછી ઉઠાડી દો ને .

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

નાનુ બાળક - માઁ, હુ જ્યારે મોટો થઈશ ત્યારે પડોશમાં રહેતી ગુડી સાથે લગ્ન કરી લઈશ.
માં બોલી - કેમ
બાળક - બીજુ કરી પણ શુ શકાય છે.... તુ તો મને રોડ ક્રોસ કરવાની તો તુ મને ના પાડે છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક વાનર : 'તું આ ઝાડ પર શા માટે ચઢ્યો ?'
બીજો વાનર : 'સફરજન ખાવા માટે.'
પહેલો વાનર : 'પરંતુ આ તો કેરીનું ઝાડ છે.'
બીજો વાનર : 'હા, મને ખબર છે. હું સફરજન સાથે લઈને આવ્યો છું.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મંગળવાર, 8 મે, 2012

Gujarati Joke Part - 258

એક મિત્ર (બીજાને) છોકરાઓનું મગજ માત્ર 15 ટકા જ કામ કરે છે. બાકીના મગજમાં શું હોય છે?
બીજો મિત્ર- ગર્લફ્રેંડ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સંતા દારૂ પીને એક દિવસ દુકાનમાં ગયો અને દુકાનદાર બંતાને બોલ્યો - આ બોટલમાં એક કિલો ગોળ તોલી દે.
બંતા - બોટલમાં ગોળ ?
સંતા - સારુ હુ દુકાનદાર બનુ છુ તુ બોલ.
બંતા - એક કિલો ગોળ આપી દો.
સંતા - બોટલ છે ?

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

'મારી દાઢી કરવા માટે તેં ગરમ પાણી મૂકેલું તે કેવું ગંદુ હતું ! મારો તો બ્રશ ખરાબ થઈ ગયો…!'
'અરે, એ ગરમ પાણી નહોતું…. તમારા માટે સવારની ગરમાગરમ ચા હતી !'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

રવિવાર, 6 મે, 2012

Gujarati Joke Part - 257

બંટીને ગણિતના પેપરમાં ઝીરો માર્ક મળ્યા. પપ્પાએ ગુસ્સામાં પૂછ્યું: આ શું છે?
બંટી: ટીચર પાસે સ્ટાર ઓછા પડ્યા એટલે એમણે મને મૂન આપી દીધો.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મહેમાન : 'બેબી, બોલ તુ ડાહી કે ગાંડી ?'
બેબીએ કહ્યું : 'ગાંડી.'
બેબીની મમ્મી : 'કેમ આવું કહે છે ?'
બેબી : 'હું મૂર્ખાઈભર્યા પ્રશ્નોના જવાબ મૂર્ખાઈભર્યા જ આપું છું !'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

માઁ - બેટા, આજે તે સ્કૂલમાં ધીંગામસ્તી તો નથી કરીને ?
બેટા- ના માઁ, હું તો આખો દિવસ શાંતિથી અંગૂઠા પકડીને ઊભો હતો.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શુક્રવાર, 4 મે, 2012

Gujarati Joke Part - 256

'હમણાં હું એક કરુણાંત ચોપડી વાંચતો હતો.'
'કઈ ?'
'મારી બેંકની પાસબુક…'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક નિરક્ષર મહિલાએ શહેરમાં જઇ ફોટો પડાવ્યો. તેની પાડોશમાં રહેતી રીનાને આ ફોટો બતાવ્યો એટલે રીનાએ કહ્યું,
'અરે! ફોટામાં તો તું બહુ સુંદર લાગે છે?'
'હા, ફોટો તો બહુ સરસ પાડયો છે. પણ ફોટોગ્રાફર બહુ બદમાશ હતો. વારંવાર કહેતો હતો મારી તરફ જોઈને હસો.'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક શિક્ષક ખૂબ જ ભૂલક્કડ હતા. પોતાની ઘડિયાળ કાયમ ડાબા ખિસ્સામાં મૂકતા હતા. એકવાર ભૂલથી જમણા ખિસ્સામાં મૂકી દીધી, અને જ્યારે સમય જોવા ડાબા ખિસ્સામાં હાથ નાખ્યો તો ઘડિયાળ ગાયબ. તેમણે એક વિદ્યાર્થીને કહ્યુ કે જા, મારા ઘરેથી મારી ઘડિયાળ લઈ આવ. પછી જમણા ખિસ્સામાંથી ઘડિયાળ કાઢીને બોલ્યા - જો હમણા 10 વાગીને 20 મિનિટ થઈ છે. 10 વાગીને 40 મિનિટ સુધી પાછો આવી જજે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બુધવાર, 2 મે, 2012

આપનાં તરફથી આવેલા જોક્સ - 2

બંતા - યાર તારા ઘરમાંથી હંમેશા હસવાનો અવાજ આવે છે.. તુ તારી પત્ની સાથે ખૂબ ખુશ છે યાર
સંતા - અરે યાર એ તો મારી પત્ની મને ચંપલથી મારે છે.. જો વાગી જાય તો એ હસે છે અને ન વાગે તો હું હસુ છુ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મેડમ : બગીચા માં ફૂલ તોડવાનો સારો સમય કયો છે?.
સ્ટુડન્ટ : મેડમ, જયારે બગીચા માં માળી નાં હોય ત્યારે!!!


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એકવાર કીડી અને હાથી વચ્ચે ઝગડો થઈ ગયો. કીડી દરમાં ભાગી ગઈ અને દરમાં થી પોતાનો પગ બહાર કાઢ્યો.
બીજી કીડી એ પૂછ્યું આ શું કરે છે ?
પહેલી કીડી કહે એ તો હાથી ને અંગુઠો દેખાડું છું.
--આભાર ડોડિયા

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક કીડી એક વાર રીક્ષામાં જતી હતી. કીડી એ પગ બહાર કાઢ્યો હતો
ડ્રાઈવર : તમે એક પગ કેમ બહાર કાઢ્યો છે?
કીડી : રસ્તા માં હાથી આવે તો લાત મારવા.


વાંચકમિત્રો આપ પણ આપના મનગમતા જોક્સ અમને મોકલી શકો છો .
મોકલવા અહી જાવ.

Gujarati Joke Part - 255

પતિ-પત્ની ઝઘડી પડ્યા. પત્ની બોલી, 'મારી માતાએ તો મને પહેલેથી જ કહ્યું હતું કે, હું તમારી સાથે ના પરણું….'
'ખરેખર… તારી માતાએ એવું કહેલું….?'
'હા….'
'તો અત્યાર સુધી હું તો તારી માતાને મારી દુશ્મન સમજવાની ભૂલ કરી રહ્યો હતો !'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક પત્નીને તેના પતિને યાદ અપાવ્યું - સાંભળો છો, શુ તમે આપણા મહેમાનોને કંઈક તાજુ નહી ખવડાવો ?
પતિ બોલ્યો - જરૂર.
એમ કહી તેણે તરત જ બારી ખોલી નાખી.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

અકસ્માતના એક સ્થળે જખમી થયેલો માણસ એક પાદરીને જોઈને બૂમ પાડે છે, 'ઓહ ગોડ, મારો હાથ કપાઈ ગયો !'
સામે પાદરી જવાબ આપે છે : 'બૂમો ના પાડીશ, પેલો માણસ માથું કપાઈ ગયું છે તોય કંઈ બોલે છે ?'

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~