રવિવાર, 2 જૂન, 2013

Gujarati Joke Part - 373

*
સંતા : વકીલસાહેબ, તમારી ફી કેટલી છે ?'
વકીલ : ત્રણ સવાલના રૂપિયા 5000/-
સંતા : સાહેબ, બહુ ન કહેવાય ?
વકીલ : હા, હવે છેલ્લો પ્રશ્ન પૂછી લો !
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સારવાર લેતા દર્દીએ વૈદને કહ્યું : 'તમારી દવાઓ બહુ મોંઘી છે, શું અહીંયા આ જડીબુટ્ટીઓ બહુ મુશ્કેલીથી મળે છે ?'
વૈદ : 'ના ના… વાત એમ નથી. અહીંયા જડીબુટ્ટીઓ તો સહેલાઈથી મળે છે, પરંતુ દર્દીઓ બહુ મુશ્કેલીથી મળે છે.'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

'તારા પતિ ક્યાં નોકરી કરે છે ?'
'એ તો બેંક સાફ કરે છે.'
'હેં અલી, તે તારા પતિ ઝાડુવાળા છે કે પછી મેનેજિંગ ડિરેકટર છે ?'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો