મંગળવાર, 30 જુલાઈ, 2013

Gujarati Joke Part - 377

નાનો ભાઈ: 'આપણે હવે થોડા સમયમાં પૈસાદાર થઈ જઈશું.'
મોટો ભાઈ : 'એ કેવી રીતે?'
નાનો ભાઈ : 'આવતીકાલે મારા ગણિતના શિક્ષક પૈસાને રૂપિયામાં કેવી રીતે ફેરવાય તે શિખવાડવાના છે.'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

રમેશ : મારી ને કેટરીના કૈફની એક આદત એક સરખી છે.મહેશ : કઇ આદત?
રમેશ : એ પણ મને એસએમએસ નથી કરતી અને હું પણ એને એસએમએસ નથી કરતો.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એક શ્રીમંત શેઠે નવો નોકર રાખ્યો હતો. શેઠે એક વખત તેને પાણી લાવવા કહ્યું. નોકર તરત પાણીનો ગ્લાસ લઈને આવ્યો. શેઠે તેને ધમકાવતા કહ્યું, 'મૂરખ ! પાણી આ રીતે અપાય ? ટ્રેમાં મૂકી લાવવું જોઈએ, સમજ્યો ?'
નોકરે થોડી વારે ટ્રેમાં પાણી લઈને હાજર થતા કહ્યું, 'શેઠ ! આ ટ્રેમાનું પાણી ચમચી વડે પીશો કે પછી ચાટી જશો ?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો