પપ્પુના ઘરમાં ચોર ચોરી કરવા આવ્યા. બધા ઊંઘતા હતા. પણ આઠ વર્ષનો પપ્પુ ચોરને જોઈ ગયો. ચોર ભાગવા માંડ્યા. પપ્પુએ બૂમ પાડી : 'મારું દફતર ચોરી જા. નહીં ચોરી જાય તો હું બૂમો પાડીને તને પકડાવી દઈશ.'
મોહન ખૂબ નશામાં હતા. તે ઘર તરફ પાછો આવી રહ્યો હતો. રસ્તામાં એક ટેક્સીવાલાને પૂછ્યુ - ગેટ વે ઓફ ઈંડિયા જઈશ ?
ટેક્સીવાળો - હા, જઈશ સર
મોહન - તો જા ને, ઉભો કેમ છે.
'જૂઠું બોલવાની તમારી ટેવ હજી પણ ગઈ નહિ !' રમાએ તેના પતિ કિશોરને કહ્યું.
'પણ હું ક્યાં ખોટું બોલ્યો છું ?' કિશોરે કહ્યું.
'કેમ, તમે આજે બાબા અને બેબીને નહોતા કહેતા કે હું કોઈથીયે ડરતો નથી ?'
ટિપ્પણી પોસ્ટ કરો