ગુરુવાર, 3 ઑક્ટોબર, 2013

Gujarati Joke Part - 399

ટીચર - રીંકુ તુ રોજ છેલ્લી પાટલીએ બેસીને શુ કરતો રહે છે, આજે મારે તારું જનરલ નોલેજ ચકાસવુ પડશે. ચાલ બતાવ બાદશાહ કરતા મોટો કોણ ?
રાજૂ-એમાં તો હું પાકો છુ સીમ્પલ બાદશાહ કરતા મોટો એક્કો.
પતિ - ખિસ્સુ કપાઈ ગયુ. પત્ની-પોલીસમાં રિપોર્ટ કરી?પતિ-નહી દરજી પાસે સીવડાવ્યુ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

લગ્ન પછી પહેલા પાંચ વર્ષ સુધી પત્ની પોતાના પતિને કેવી રીતે બોલાવે છે, તેની એક ઝલક પ્રસ્તુત છે.
પ્રથમ વર્ષ - જાનૂ.
બીજુ વર્ષ - એ જી.
ત્રીજુ વર્ષ - સાંભળો છો ?
ચોથુ વર્ષ - અરે ઓ લાલુના પપ્પા.
પાંચમુ વર્ષ - કયા મરી ગયા ?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મેં કહ્યુ - દિલરૂબા !
તેણે કહ્યુ - પૈસા બતાવ
મેં કહ્યુ - પૈસા નથી
તેણે કહ્યુ - કેમ નથી
મેં કહ્યુ - મોંધવારી છે
તેણે કહ્યુ - જા તુ મારો ભાઈ છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો