શુક્રવાર, 28 ડિસેમ્બર, 2012

Gujarati Joke Part - 341

દીપુએ ઘરે આવીને મમ્મીને કહ્યુ - મમ્મી, આજે શાળામાં શિક્ષકે મને પૂછ્યુ કે તમે કેટલા ભાઈ-બહેન છો ?
મેં કહ્યુ - હુ એકનો એક છુ.
મમ્મી ઉત્સુકતાથી બોલી - તો પછી શુ કહ્યુ શિક્ષકે ?
દીપુ - તેઓ બોલ્યા આભાર છે ઈશ્વરનો.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

રીમા (રીનાને) : લગ્નજીવનનાં 15 વર્ષમાં પ્રથમ વાર મારા પતિએ મારી સુંદરતાના વખાણ કર્યા.
રીના : શું કહ્યું એમણે ?
રીમા : એમણે કહ્યું મૂર્ખ પતિઓને જ હંમેશાં સુંદર પત્ની મળે છે !
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

બે કંજૂસ મિત્રો ઘણા સમય પછી મળ્યા તો એકે કહ્યુ - મિલનની ખુશીમાં એક-એક ચા થઈ જાય.
બીજો બોલ્યો - જરૂર પીશું, પરંતુ બિલ તારે આપવું પડશે, યાદ છે છેલ્લીવાર મેં પીવડાવી હતી.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો