બંતા - નહી, પણ તુ પૂછી કેમ રહ્યો છે ?
સંતા - મારા દર્દીઓને હોસ્પિટલમાં જાદુની ઝપ્પી અપાવવી છે.
લાલુ યાદવે દીવાનખાનામાં ઉપર નીચે બધે કંઈક શોધતા જોઈને રાબડીએ પૂછ્યું, 'શું શોધો છો?'
'છુપો કેમેરા - લાલુ યાદવે જવાબ આપ્યો.
રાબડી દેવી બોલ્યા - તમને એવુ કેમ લાગે છે કે અહી કેમેરા છે ?
લાલુએ જવાબ આપ્યો, 'પેલો છોકરો ટીવી પર વારંવાર કહે છે... આપ દેખ રહે હૈ આજતક. એને કેવી રીતે ખબર કે અત્યારે આપણે આજતક ચેનલ જોઈ રહ્યા છે'?
એક ગરબડદાસ હાઈ-વે ઉપર કાર ચલાવી રહ્યા હતા ત્યાં એમની પત્નીનો મોબાઈલ પર ફોન આવ્યો. 'સાંભળો, હમણાં ટીવી પર એક ન્યુઝ હતા કે એક ચક્રમ હાઈ-વે પર રોંગ સાઈડ ગાડી ચલાવી રહ્યો છે. મને થયું તમને ચેતવી દઉં!'
'અરે ભાગ્યવાન, એક નહિં અહીં તો બસો-ત્રણસો ગાડીઓ રોંગ સાઈડ પર ચાલી રહી છે. હું ભગવાનનું નામ લઈને માંડ બચું છું.' ગરબડદાસ બોલ્યાં.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો