મંગળવાર, 1 જાન્યુઆરી, 2013

Gujarati Joke Part - 343

સોનુ - તને ખબર છે મારો કૂતરો સો સુધીની ગણતરી કરી શકે છે ?
મોનુ - હા, ખબર છે.
સોનુ - તને કોણે કહ્યુ ?
મોનુ - મારા કૂતરાએ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

નટુ : 'લોકો કહે છે કે વિરુદ્ધ સ્વભાવવાળી વ્યક્તિ સાથે લગ્ન કરવાથી માણસ સુખી થાય છે.'
ગટુ : 'એટલે તો હું એવી છોકરી શોધું છું જે પૈસાદાર હોય !'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

લગ્નના થોડા દિવસ પછી પુત્રીએ માતાને ફોન કર્યો.
પુત્રી - મમ્મી, મારો એમની સાથે ઝગડો થઈ ગયો છે.
માતાએ સમજાવ્યુ - કોઈ વાંધો નહી બેટા, નવા-નવા લગ્ન છે, ક્યારેક એવુ થઈ જાય છે. તુ ચિંતા ન કર બધુ ઠીક થઈ જશે.
પુત્રી - એ તો ઠીક છે મમ્મી, પણ હવે આ લાશનુ શુ કરુ ?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો