શનિવાર, 30 માર્ચ, 2013

Gujarati Joke Part - 353

છગન : 'માણસ મહેનત કરે તો તળેટીથી શિખર સુધી પહોંચી શકે છે એ મારો જાત અનુભવ છે.'
મગન : 'એમ, કેવી રીતે ?'
છગન : 'પહેલાં હું બૂટપૉલિશ કરતો હતો, આજે હજામત કરું છું !'
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પ્રેમિકા - કોઈ એવી વાત કરો કે મારુ દિલ જોરથી ધક ધક કરવા માંડે.
પ્રેમી - પાછળ તારા પપ્પા આવી રહ્યા છે.....
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

મા - પપ્પૂ, મેં તને બગીચામાંથી પૂજા માટે ફક્ત ફૂલ તોડવાનું કહ્યું હતુ, તુ તો આખી ડાળી જ તોડી લાવ્યો.
પપ્પૂ - માઁ, ત્યા બોર્ડ પર લખ્યું હતુ કે 'અહીં ફૂલ તોડવાની સખત મનાઈ છે'.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો